Gyan Saptah in Gujarat .... Gyan Saptah in Cluster Resource Center Nadishala
નદીશાળા અને દેકાવાડા ક્લસ્ટરમાં
કુલ ૧૦ પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે. તેમાં ‘જ્ઞાન સપ્તાહ’ અંતર્ગત
તારીખ: ૨૬/૦૮/૨૦૧૪ ના રોજ બંને ક્લસ્ટરના તમામ આચાર્યશ્રીઓની તાલીમ-બેઠક બોલાવી
દરેક શાળાને ગુરુ વંદના સી.ડી., ડોક્યુમેન્ટ્સ, PPT, પરિપત્રો વિગેરે હાર્ડકોપી
અને સીડીમાં સોફ્ટ કોપી આપી જ્ઞાન સપ્તાહ
ઉજવણી માટે તૈયારીઓ શરુ કરાવી. તારીખ: ૩૦/૦૮/૨૦૧૪ ના રોજ શાળાના વિદ્યાર્થીઓ અને
શિક્ષકોએ ગ્રામ જનોના સહકારથી શાળા,ગામ સફાઈનું આયોજન હાથ ધર્યું. ‘જ્ઞાન
સપ્તાહ’ના બાગરૂપે તારીખ: ૦૧/૦૯/૨૦૧૪
થી તા.૦૫/૦૯/૨૦૧૪ દરમિયાન સમગ્ર શાળા પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા.
‘જ્ઞાન સપ્તાહ’ના પ્રથમ સે અર્થાત તારીખ: ૦૧/૦૯/૨૦૧૪ના રોજ
નદીશાળા અને દેકાવાડા ક્લસ્ટરની દરેક
શાળામાં દરરોજની જેમ શાળાની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી. જેમાં શાળાના તમામ સંકુલો
તથા શાળાની આજુબાજુની સફાઈ કરવામાં આવી.ત્યાર બાદ દરેક શાળામાં રાબેતા મુજબ પ્રાથના
બોલાવવામાં આવી તેમાં સુંદર મજાનો કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો. તેમાં
શાળાના શિક્ષકશ્રી તથા શાળાના બાળકો દ્વારા વિજ્ઞાનના પ્રયોગ રજુ કરવામાં આવ્યા. ત્યારબાદ માનનીય મુખ્યમંત્રીશ્રી આનંદીબેન દ્વારા બાળકોને
બાયસેગના માધ્યમ શિસ્ત,પુસ્તકાલય,સ્વચ્છતા,શિક્ષણનું મહત્વ સમજાવ્યું શાળાના તમામ
બાળકોએ તે પ્રવચનને ધ્યાનથી સાંભળ્યું.શાળામાં સુશોભનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો
તેમાં શાળાના તમામ બાળકોએ શાળાના તમામ વર્ગો અને શાળાના કમ્પાઉન્ડને સરસ
તોરણ લગાવીને સજાવવામાં આવ્યું.શાળાના મુખ્ય બોર્ડમાં વિજ્ઞાન વિષય અંતર્ગત શાળાના
શિક્ષકશ્રી દ્વારા સુંદર પ્રયોગ તથા તેની આકૃતિ દોરવામાં આવી.ત્યારબાદ દરેક વર્ગમાં દાખલા ગણન, બાલ-વાર્તા,આદર્શ વાંચન, ઘડિયા ગાન વગેરે
જેવી પ્રવૃત્તિ કરાવવામાં આવી જેમાં શાળાના મોટાભાગના બાળકોએ ખુબજ સુંદર
કામ કર્યું. અને સાથે સાથે બાળકોમાં
કેટ કેટલી શક્તિ પડેલી છે તેનો સાચો ખ્યાલ આવ્યો.
જ્ઞાન સપ્તાહ અંતર્ગત દરેક શાળામાં સુલેખન
સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું તેમાં દરેક બાળકને ગુજરાતી અને અંગ્રેજી
વિષયમાંથી એક – એક ફકરાનું લેખન કરાવવામાં
આવ્યું.જેમાં બાળકોએ ખુબજ રસ પોર્વક ભાગ લીધો.ત્યારબાદ બાળકો દ્વારા
લખવામાં આવેલ ફકરાનું આદર્શ વાંચન કરવામાં આવ્યું અને જ્યાં બાળકોની વાંચન કે
લેખનમાં ભૂલ પડે છે તેની શિક્ષકશ્રી દ્વારા સમાજ આપવામાં આવી. આજે મને નદીશાળા
પ્રાથમિક શાળામાંમાં આ કાર્યમાં બનવાનો
અવસર પ્રાપ્ત થયો.
આમ નદીશાળા સી.આર.સી ક્લસ્ટરમાં જ્ઞાન સપ્તાહ
અંતર્ગત પ્રથમ દિવસની ઉજવણી ખુબજ આંનદ સાથે કરવામાં આવી.
જ્ઞાન સપ્તાહ અંતર્ગત તારીખ: ૦૨/૦૯/૨૦૧૪ના રોજ
શાળામાં સમૃદ્ધિલક્ષી દરેક પ્રવૃત્તિ
ઉજવણી કરવામાં આવી તેમાં દરેક શાળાના તમામ શિક્ષકો અને બાળકોએ હોંશભેર ભાગ લીધો.
તારીખ:
૦૨/૦૯/૨૦૧૪ના રોજ દરેક શાળામાં દરરોજની જેમ શાળાની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી.જેમાં
શાળાના તમામ સંકુલો તથા શાળાની આજુબાજુની સફાઈ કરવામાં આવી.ત્યાર બાદ દરેક શાળામાં
રાબેતા મુજબ પ્રાથના બોલાવવામાં આવી તેમાં
સુંદર મજાનો કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો. ત્યાર બાદ પ્રાથના સભામાં વક્તૃત્વ
સ્પર્ધા કરવામાં આવી તેમાં શાળાના ઉપલા વર્ગના બાળકો દ્વારા સુંદર વક્તવ્ય આપવામાં
આવ્યું. ત્યાર બાદ શાળાના શિક્ષકશ્રી દ્વારા સમુહમાં વાંચન કરવા માટે કઈ –કઈ
બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંતર્ગત સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું.ત્યારબાદ
બાળકોને સમૂહ વાંચન કરાવવામાં આવ્યુ.દરેક શાળામાં પ્રથમ સત્ર દરમિયાન આવતી તમામ કવિતાઓનું સુંદર ગાન કરાવવામાં
આવ્યું.તેમાં શાળાના બાળકોએ સુંદર રાગ સાથે દરેક કવિતાઓનું એક બીજાના સાથ સાથે ગાન કર્યું.
ત્યારબાદ દરેક વર્ગમાં વયકક્ષાને ધ્યાનમાં રાખીને સામાન્યક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.તેમાં શાળાના તમામ બાળકોએ ખુબજ ઉત્સાહભેર ભાગ લીધો.
જ્ઞાન સપ્તાહ અંતર્ગત
દરેક શાળામાં દેશના મહાનુભાવોના જીવન ચરિત્ર અંતર્ગત વાંચન કરવામાં આવ્યું.તેમાં
બાળકો દ્વારા મહાત્મા ગાંધી,સરદાર
વલ્લભભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો વિષે સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું.ત્યારબાદ
દરેક શાળામાં નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું તેમાં શાળાના બાળકોએ સુંદર
મજાના લખાણ સાથે મહાનુભાવોના જીવન ચરિત્ર વિષે નિબંધ લેખન કરાવવામાં આવ્યું.તથા
તેનો સંગ્રહ કરવામાં આવ્યો.ત્યારબાદ બાળકોને જુદી –જુદી રમતો પ્રત્યે રસ જળવાય
તેના માટે શાળામાં ચેસ તથા કેરમની રમતો કઈ રીતે રમવામાં આવે છે તેની સમાજ આપવામાં
આવી અને પછી શાળાના બાળકોને રમત રમાડવામાં આવી જેમાં બાળકોને ખુબજ મજા પડી.
આમ નદીશાળા સી.આર.સી ક્લસ્ટરમાં
જ્ઞાન સપ્તાહ અંતર્ગત બીજા દિવસની ઉજવણી
ખુબજ આંનદ સાથે કરવામાં આવી.
જ્ઞાન સપ્તાહ અંતર્ગત તારીખ: ૦૩/૦૯/૨૦૧૪ના રોજ
શાળામાં સ્વ શિક્ષણ (શિક્ષક દિન) ઉજવણી નદીશાળા
અને દેકાવાડા બંને ક્લસ્ટરની તમામ શાળાઓમાં કરવામાં આવી તેમાં દરેક શાળાના તમામ
બાળકોએ હોંશભેર ભાગ લીધો.
આજ રોજ
દરેક શાળામાં દરરોજની જેમ શાળાની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી.જેમાં શાળાના તમામ
સંકુલો તથા શાળાની આજુબાજુની સફાઈ કરવામાં આવી.ત્યાર બાદ દરેક શાળામાં શિક્ષકો
દ્વારા પ્રાર્થના બોલાવવામાં આવી અને બાળવાર્તા,
અભિનયગીત જેવા કાર્યક્રમ રજુ કરવામાં આવ્યા. ત્યારબાદ શાળામાં શિક્ષક દિન નિમિત્તે
જે બાળકોએ ભાગ લીધેલ છે તેવા તમામ બાળકોને શાળાના આચાર્યશ્રી દ્વારા જરૂરી
માર્ગદર્શન આપવામાં આવ્યું. અને આજના કાર્યક્રમ અંતર્ગત આખી શાળાનું તમામ આયોજન
શાળાના બાળકો દ્વારા કરવાનું હતું તેની
સમાજ આપી.અને સાથે – સાથે શિક્ષક દિન નું મહત્વ સમજાવવામાં આવ્યું. નદીશાળા અને
દેકાવાડા ક્લસ્ટરની દરેક શાળામાં સ્વ
શિક્ષણ અંતર્ગત દરેક શાળામાં બાળકોએ અગાઉથી તૈયારી કરેલ હતી તે અંતર્ગત ભાગ લીધેલ તમામ બાળકો પોત-પોતાના
વર્ગમાં શિક્ષણકાર્ય કરાવવા માટે ખુબજ
આતુર હતા. બધા બાળકોએ સ્વ શિક્ષણ અંતર્ગત દરેક વર્ગમાં તમામ સાક્ષરી વિષયોને
તેમનાથી બનતો સુંદર પ્રયત્ન કરીને ન્યાય આપ્યો. સાથે સાથે દરેક વર્ગમાં બાળકોને રમત-ગમત , બાલગીતો,
જોડકણા,વગેરે જેવી પ્રવૃત્તિ કરાવી અને તમામ બાળકોને ખુબજ આનંદ કરાવ્યો.જે બાળકોના મુખ પર જોઈ શકાતો હતો. આજે ગામના દાતાશ્રીઓ દ્વારા નદીશાળા, જશપુરા અને સદાતપુરા શાળામાં તમામ વિદ્યાર્થીઓ અને શાળા પરીવારને ભોજન આપવામાં આવ્યું તેમજ તમામ શાળાઓમાં શિક્ષક બનેલ વિદ્યાર્થીઓને વિરામ સમયે ચા-નાસ્તો આપવામાં આવ્યો.
.
આમ નદીશાળા
સી.આર.સી ક્લસ્ટરમાં જ્ઞાન સપ્તાહ અંતર્ગત ત્રીજા દિવસની ઉજવણી ખુબજ આંનદ સાથે
કરવામાં આવી.
તારીખ: ૦૩/૦૯/૨૦૧૪ના રોજ શાળામાં સમુલ્લાસ
અંતર્ગત જુદી-જુદી પ્રવૃતિઓની ઉજવણી કરવામાં આવી તેમાં નદીશાળા અને દેકાવાડા બંને
ક્લસ્ટરની દરેક શાળાના બાળકોએ હોંશભેર ભાગ
લીધો.
જ્ઞાન સપ્તાહ અંતર્ગત તારીખ: ૦૪/૦૯/૨૦૧૪ના રોજ શાળામાં સમુલ્લાસ અંતર્ગત જુદી-જુદી પ્રવૃતિઓની ઉજવણી કરવામાં આવી તેમાં દરેક શાળાના તમામ બાળકોએ હોંશભેર ભાગ લીધો.
આજ રોજ
દરેક શાળામાં દરરોજની જેમ શાળાની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી.જેમાં શાળાના તમામ
સંકુલો તથા શાળાની આજુબાજુની સફાઈ કરવામાં આવી.ત્યાર બાદ દરેક શાળામાં રાબેતા મુજબ પ્રાથના બોલાવવામાં આવી તેમાં સુંદર મજાનો
કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો. ત્યારબાદ શાળામાં શિક્ષક મિત્રો અને શાળાના તમામ
બાળકો દ્વારા વ્યસનમુક્તિ અભિયાન રેલી કાઢવામાં આવી જેમાં વ્યસન મુક્તિ અંતર્ગત
હાથમાં બેનરો લઈને સુત્રોચાર કરવામાં આવ્યું અને ગામ લોકોને વ્યસનથી થતા નુકશાન
વિષે જાણકારી આપવામાં આવી. અને દરેક વ્યક્તિ વ્યસન મુક્ત બને તેવો આગ્રહ કરવામાં
આવ્યો. નદીશાળા ક્લસ્ટરની તમામ શાળાઓમાં
જ્ઞાન સપ્તાહ અંતર્ગત બાળકો અને શાળાના શિક્ષક મિત્રો દ્વારા શાળામાં અને તેની આજુબાજુ વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું.
શાળાના આચાર્યશ્રી દ્વારા વૃક્ષારોપણનું મહત્વ અને તેની ઉપયોગીતા વિષે સમજ આપવામાં આવી.ત્યારબાદ શાળાના બાળકો દ્વારા
અગાઉથી તૈયારી કરવામાં આવેલ વેશભૂષા કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો જેમાં શાળાના
બાળકો જુદા-જુદા વેશ ધારણ કરીને આવ્યા હતા.
શાળામાં દેશભક્તિ ગીતોની સામુહિક હરીફાઈ કરાવવામાં આવી અને
ત્યારબાદ એક પાત્રીય અભિનયની સ્પર્ધા કરવામાં આવી જેમાં શિક્ષકશ્રીના માર્ગદર્શન
હેઠળ શાળાના બાળકોએ સુંદર એક પાત્રીય અભિનય કર્યો. દરેક બાળકને ખુબજ મજા
પડી.સાથે-સાથે શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં પણ બાળકોએ
ભાગ લીધો અને દરેક બાળકને પ્રોત્સાહન આપવામાં આવ્યું
આમ નદીશાળા
સી.આર.સી ક્લસ્ટરમાં જ્ઞાન સપ્તાહ અંતર્ગત ચોથા દિવસની ઉજવણી ખુબજ આંનદ સાથે
કરવામાં આવી.
જ્ઞાન સપ્તાહ અંતર્ગત તારીખ: ૦૫/૦૯/૨૦૧૪ના રોજ
શાળામાં સન્માન અંતર્ગત જુદી-જુદી પ્રવૃતિઓની ઉજવણી કરવામાં આવી તેમાં દરેક શાળાના
તમામ બાળકોએ હોંશભેર ભાગ લીધો.
આજ રોજ
દરેક શાળામાં દરરોજની જેમ શાળાની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી.જેમાં શાળાના તમામ
સંકુલો તથા શાળાની આજુબાજુની સફાઈ કરવામાં આવી.ત્યાર બાદ દરેક શાળામાં રાબેતા
મુજબ પ્રાથના બોલાવવામાં આવી તેમાં સુંદર
મજાનો કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો. ત્યારબાદ શાળામાં શિક્ષક મિત્રો અને શાળાના
તમામ બાળકો દ્વારા શાળામાં અગાઉ જેઓએ શિક્ષક
તરીકે ફરજ બજાવેલી તે શિક્ષકોનુ ગુરુવંદના પ્રાર્થના દ્વારા પૂજન કર્યું.
આવા શિક્ષકોનુ શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો દ્વારા સન્માન કરવામાં આવ્યું.
નદીશાળા ક્લસ્ટરની તમામ શાળાઓમાં
ગુરુ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો. સદાતપુરા શાળામાં નિવૃત્ત શિક્ષકો દ્વારા શાળા પરીવારને રૂપિયા ૧૪૦૦/જેટલું દાન
પણ આપવામાં આવ્યું. ત્યારબાદ માન.મુખ્યમંત્રીશ્રી અને માન. રાજ્યપાલશ્રીનું બાયસેગ
માધ્યમે કરવામાં આવેલ શિક્ષક સન્માન
અને ઉદબોધન નિહાળ્યું. શાળામાં રિશેષ બાદ માન. વડાપ્રધાનશ્રી દ્વારા
વિદ્યાર્થી સાથેનો સંવાદ શાળાના તમામ
વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ નિહાળ્યો.
‘જ્ઞાન સપ્તાહ’
અમારા ક્લસ્ટરની તમામ શાળાઓમાં સફળતાપૂર્વક ઉજવવામાં આવ્યું.
આમ નદીશાળા
સી.આર.સી ક્લસ્ટરમાં જ્ઞાન સપ્તાહ અંતર્ગત પાંચમા દિવસની ગુરુવંદના કરી ઉજવણીનું
સમાપન ખુબજ આંનદ સાથે કરવામાં આવ્યું.
 |
No comments:
Post a Comment