Gyan Saptah , Guru Vandana ... Teacher's Day ... ગુરુવંદના....

તારીખ ૫ સપ્ટેમબર શિક્ષક સન્માન દિવસે ગુરુવંદના કાર્યક્રમ અર્થે SSA Online Schedule મુજબ મને મારા ક્લસ્ટરની લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહેવાનું ગૌરવ પ્રાપ્ત થયું. આપને એમ લાગશે કે પોતાના ક્લસ્ટરની શાળામાં જ SSA Online Scheduleમુજબ હાજર રહેવામાં ગૌરવ ???
મિત્રો,
તારીખ ૦૫/૦૭/૨૦૦૧ના દિવસે ખેતરો વચ્ચે ૨૫-૩૦ ઘર સાથે વસેલા આ ગામમાં પ્રાથમિક શાળાની શરૂઆત વરસતા વરસાદ વચ્ચે આપણા મુખ્યમંત્રીશ્રી અને અમારા એ સમયના ધારાસભ્ય શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવેલ. વરસાદના કારણે ચારેકોર પાણી ભરાઈ ગયેલાં અને શાળા માટે નક્કી કરેલ સ્થળ સુંધી (એ સમયે અહી એક ખેતરમાં ટેન્ટમાં શાળા બનાવેલ) પહોંચવાનું ખુબ અઘરું હતું. અમને સૌને એ સમયે એમ લાગેલ કે આજનો શાળા ઉદઘાટન કાર્યક્રમ બંધ રહેશે. પરંતુ અશક્ય કામને કરવાજ આવું માનનાર આપણા મુખ્યમંત્રીશ્રી એ ટ્રેક્ટરમાં બેસીને પણ શાળા ઉદઘાટન કાર્યક્રમ કર્યો. આ શાળાના પ્રથમ શિક્ષક એટલે અમારા બી.આર.સી કૉ ઓર્ડીનેટર શ્રી રોહિતભાઈ રાવલ Rohit Raval. આ શાળાના સ્થાપક આપણા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ તારીખ ૫ સપ્ટેમ્બરે રાજ્યના મુખ્યમંત્રી તરીકે પ્રથમ વાર શિક્ષક સન્માન, વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાના હોઈ અમારા બી.આર.સી કૉ ઓર્ડીનેટર શ્રી રોહિતભાઈ રાવલ Rohit Raval પણ આજે લક્ષ્મીપુરા શાળામાં ગુરુવંદના કાર્યક્રમમાં સહભાગી બન્યા. મુખ્યમંત્રીશ્રીના ઉદબોધન સમયે ગામલોકોના ચહેરા પર હેત ઉભરાતું દેખાઈ આવતું. ગામલોકો આનંદથી કહેતાં કે; ‘સાહેબ આ નિશાળ વરસતા વરસાદમાં આનંદીબેને ચાલુ કરાવી છે.’ શ્રી રોહિતભાઈ રાવલ પણ આ શાળાના પ્રથમ શિક્ષક તરીકે પોતાના સંસ્મરણો તાજા કરી અમને અનુભવો કહી સંભળાવ્યા. છેલ્લા બે વર્ષથી ગુણોત્સવમા આ શાળા A ગ્રેડ મેળવેલ છે. આ શાળામાં આજે કુલ ત્રણ શિક્ષક ભાઈઓ અને એક બહેન મળીને કુલ ચાર ઉત્સાહી શિક્ષકો છે. અહી આજે ૨૩+૩૦=૫૩ વિદ્યાર્થીઓ છે. હાલમાં શ્રી દિલીપભાઈ પટેલ અહી આચાર્ય તરીકે ઉત્તમ સેવા આપી રહ્યા છે. શ્રી દિલીપભાઈ સાથે શાળામાં શ્રી ભરતભાઈ પટેલ,શ્રી ગણપતભાઈ પ્રજાપતિ અને બહેન શ્રી હેતલબેન ચૌહાણ વિદ્યાર્થીઓને શિક્ષણકાર્ય કરાવી રહ્યા છે. ખેતરો વચ્ચે આવેલ અમારી લક્ષ્મીપુરા ગુરુકુળની ગરજ સારે છે.
અહી શાળા ઉદઘાટન સમયના ફોટોગ્રાફ્સ, અમારી તંબુમાં બનેલ શાળા, અત્યારનું શાળા પરીસર અને ના માન.મુખ્યમંત્રીશ્રીનું ઉદબોધન નિહાળતા શાળા પરીવારના ફોટોગ્રાફ્સ આપ સૌ માટે...
જ્ઞાનસપ્તાહ અંતર્ગત 'ગુરુ વંદના' અને 'શિક્ષક સન્માન' કાર્યક્રમ અમારા સૌ માટે યાદગાર બની રહ્યો...
અમો સૌ આભારી છીએ અને રહીશું.... આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રીમતી આનંદીબેન પટેલ...
 |
| ઉદઘાટન પ્રસંગે ભરાયેલ પાણીમાં ટ્રેક્ટર દ્વારા આવી રહેલાં આદરણીય શ્રી આનંદીબેન પટેલ, તારીખ ૦૫/૦૭/૨૦૦૧ |
 |
| તંબુમાં શરુ કરેલ લક્ષ્મીપુરા ગામની શાળા... |
 |
| ટ્રેકટરમાંથી શાળા ઉદઘાટન તરફ... |
 |
| લક્ષ્મીપુરા ગામના ગ્રામવાસીઓ દ્વારા સ્વાગત સામૈયું...સાથે શાળાના પ્રથમ શિક્ષક શ્રી રોહિતભાઈ રાવલ |
 |
| માન.મુખ્યમંત્રીશ્રીનું ઉદબોધન સંભાળતા શાળા પરિવાર સાથે... |
 |
| માન.મુખ્યમંત્રીશ્રીનું ઉદબોધન સંભાળતા વિદ્યાર્થીઓ ... |
|
 |
| ટેન્ટશાળાથી ભવ્ય બિલ્ડીંગ વાળી શાળા... |
 |
| ટેન્ટશાળાથી ભવ્ય બિલ્ડીંગ વાળી શાળા પ્રવેશદ્વાર ... |
|
 |
| ટેન્ટશાળાથી ભવ્ય બિલ્ડીંગ વાળી શાળા... |
|
 |
| ફેસબુક માધ્યમે શિક્ષક દિવસ સુભેત્છા સંદેશ...Team Education Nadishala |
No comments:
Post a Comment