બે-ત્રણ દિવસ પહેલા સવારે તાલીમ સ્થળ પર જવા નિકળ્યો અને સાંજે ઘરે પરત થયો તે સમયમાં રસ્તામાં ત્રણ દૃશ્યો જોવા મળ્યા. જુદા જુદા સમયે જોવા મળેલ આ ત્રણેય દૃશ્યોએ મને મારા જ જીવનના ભૂતકાળ અને વર્તમાન પર વિચારતો કર્યો....
1. એક છોટા હાથી જેવા નાનકડા સાધનમાં એક પરિવાર પોતાની ઘરવખરી સાથે સ્થળાંતર કરતો જોવા મળ્યો. 1996માં હું અમદાવાદ રહેવા ગયેલ ત્યારે આનાથી પણ ઓછી ઘરવખરી સાથે ગયેલ.
2. કડી દેત્રોજ રોડ પર એક school van માં કિલ્લોલ કરતાં જતાં બાળકો. 2007માં યશને અમે શાળાએ પહોંચવા રીક્ષા બંધાવેલ. ઘરમાં મોટાભાગે શાંત પ્રકૃતિની છાપ ધરાવતો અમારો યશ બહાર મિત્રો સાથે તોફાની છે એના ઘણાં પૂરાવા મળેલ પરંતુ આ નાચતા-ગાતાં બાળકોમાં યશ જોવા મળ્યો. સાથે સાથે અમે કાંઝથી રામપુરા ચાલતાં ચાલતાં ભણવા જતાં અને કયારેક કોઇ (ભાડા વિના મફતમાં ) જીપ, ટ્રક કે ટ્રેકટર વાળા ભાઇ અમને લઇ જાય તો થતો આનંદ ફરી આજે મળ્યો....
3. સાંજે કોઈ સાધન ન હોવાથી મોજથી જીપના માથે બેસી, હાથમાં વેફરનું પેકેટ ખાતા-ખાતા જઇ રહેલા અમારા ગામ (કાંઝ)ના વિદ્યાર્થીઓ જાણે અમને કહેતાં ન હોય, 'ભાઇ જમાનો બદલાઈ ગયો છે. તમને દશ પૈસા વાપરવા મળતા જયારે અમને દશ રુપિયા પણ ઓછા પડે છે...'

હું આજે પણ મારા ગામ, બાળપણ અને ભૂતકાળની પ્રત્યેક પળને 'મીસ' (ની યાદો સાલે છે) કરું છું....

No comments:
Post a Comment