પ્રેમ ..........!!!
સવારના અગિયાર
વાગ્યાની આસપાસનો સમય હતો. પોતાના હાથના અંગૂઠા પર લીધેલા ટાંકા કઢાવવા માટે એક દાદા વેઇટિંગ રૂમમાં બેઠા હતા.
ડ્યુટી પરની નર્સ પોતાના કામમાં થોડી વ્યસ્ત હ્તી. પોતે ઉતાવળમાં છે એવું દાદાએ નર્સને એકાદ વખત કહ્યું એટલે નર્સે એમનો કેસ હાથમાં લીધો.દાદાના અંગૂઠા પરનો ઘા જોયો, બધી વિગત જોઇ. એ પછી એ નર્સે અંદર જઇ ડૉકતરને જાણ કરી.
ડૉક્ટરે દાદાના ટાંકા કાઢી નાખવાની નર્સને
સૂચના આપી.
નર્સે દાદાને ટેબલ પર સૂવડાવ્યા. પછી પૂછ્યું,’દાદા તમારી ઉતાવળનું કારણ હું પૂછી શકું? કોઇ બીજા ડૉક્ટરને બતાવવા માટે જવાનું છે?
’‘ના બહેન! પરંતુ અહીના સરકારી નર્સિંગહોમમાં મારી પત્નીને દાખલ કરેલી છે એની સાથે જમવાનો સમય થઇ ગયો છે. છેલ્લાં બાર વરસથી બપોરે સાડા અગિયાર વાગ્યે એની જોડે જ એક થાળીમાં જમવાનો મારો અતૂટ ક્રમ રહ્યો છે. છેલ્લાં બાર વરસથી નર્સિંગ હોમમાં મારી પત્ની દાખલ થયેલી છે.
બાર વરસથી? શું થયું છે એમને? નર્સે પૂછ્યું.
પાગલપણાને લીધે સ્મૃતિભ્રંશ—અલ્ઝાઇમર્સનો રોગ થયેલો છે. દાદાએ નિરાશો નાંખી જવાબ આપ્યો.
મોં પર સહાનુભૂતિના ભાવ સાથે નર્સે ટાંકા કાઢવાની શરૂઆત કરી.એકાદ ટાંકાનો દોરો ખેંચતી વખતે દાદાથી સહેજ સિસકારો થઇ
ગયો એટલે એમનું ધ્યાન બીજે દોરવા નર્સે ફરીથી વાત શરૂ કરી.
‘દાદા’ તમે મોડા પડશો તો તમારી પત્ની ચિંતા કરશે
કે તમારા પર ખિજાશે ખરાં?
દાદા બે ક્ષણ નર્સ સામે જોઇ રહ્યા.પછી બોલ્યા,’ના ! જરા પણ નહીં, કારણકે છેલ્લાં બાર વરસથી એની યાદશક્તિ સંપૂર્ણપણે
ચાલી ગઇ છે, એ કોઇને ઓળખતી જ નથી.
હું કોણ છું એ પણ એને ખબર નથી !’
નર્સને અત્યંત નવાઇ લાગી. એનાથી પુછાઇ
ગયું, ‘દાદા ! જે વ્યક્તિ તમને ઓળખતી પણ
નથી એના માટે તમે છેલ્લાં બાર વરસથી નિયમિત નર્સિંગ હોમમાં જાઓ છો? તેની સાથે જ રહો છો ? કમાલ છે, તમે આટલી બધી કાળજી લો છો,
પરંતુ એને તો ખબર જ નથી કે તમે કોણ છો?
’દાદાએ નર્સનો હાથ પોતાના હાથમાં લઇ
હળવેથી કહ્યું, ’બેટા ! એતો પાગલપણાને લીધે બધું ભૂલી ગઇ છે. એને એ પણ ખબર નથી કે હું કોણ છું, પરંતુ મને તો ખબર છેને કે એ કોણ છે?’ શકય છે કદાચ આવી પરિસ્થિતિ મારી પણ થાત !
દાદા દુ:ખ ન લગાડતા, પરંતુ કદાચ તમને આવું થયું હોત તો..? નર્સ આગળ કંઈ બોલે તે પહેલાં જ દાદા બોલ્યા, બેટા, મને મારા પ્રેમ પર વિશ્વાસ છે. મેં એની સાથે ભલે સામાજિક વ્યવસ્થા મુજબ લગ્ન કર્યાં હોય પરંતુ લગ્ન પછી અમારા કુટુંબમાં દેવ જેવો દિકરો અને જગદંબા જેવી દિકરી તેના કારણે જન્મેલા. હું તેને દિલથી ચાહતો. અમારા પ્રેમ લગ્ન નહોતા પરંતુ લગ્ન પછીનો પુખ્ત પ્રેમ હતો.
પણ, દાદા અલ્ઝાઇમર્સનો રોગ તો જુનો હશે. શક્ય છે તમારા લગ્ન પહેલાં પણ હોય અને પછી તે વધ્યો હોય....આતો, આતો તમને છેતર્યા કહેવાય.
અમે તો લગ્ન પહેલાં એક બીજાને દૂરથી જોયેલાં બેન. હશે...! મને મારી મંગળાએ કયાં છેતર્યો છે ? અમારું સગપણતો અમારા દાદાએ કરેલ. એમાં એને દોષ કેવી રીતે અપાય ? જેની સાથે સાત ફેરા ફર્યા એને છોડી દેવાય. હું એટલો સવાર્થી બનું ? તો તો કીડા પડે કીડા. અને સાચું કહું તો ભગવાનને પણ મારી મંગળા માટે મને જ લાયક ગણ્યો હશે. કદાચ ભગવાનને પણ લાગ્યું હશે કે આ મંગળ જ મંગળાને પ્રેમથી સાચવી શકશે. બેટા, તારી ઉંમર તો નાની છે. તું જેને પરણેને તેને સાચો પ્રેમ કરજે. તું જાણે છે ને કે, સાચો પ્રેમ એટલે… સામી વ્યક્તિ જેમ છે તેમ તેનો સંપૂર્ણ સ્વીકાર. એના સમગ્ર અસ્તિત્વનો સ્વીકાર.
જે છે તેનો સ્વીકાર. ભવિષ્યમાં જે હશે તેનો સ્વીકાર અને
જે કાંઇ નહીં હોય તેનો પણ સ્વીકાર !
નર્સ દાદાની સામે અવાક બની ભીની આંખે બોલી, દાદા તમે મહાન છો. બાર- બાર વરસના વાણાં વહી ગયાં પછી પણ તમારો આ પ્રેમ, તમારો આ વિશ્ર્વાસ...! ધન્ય છો તમે....
બેટા, ધન્ય તો મારી મંગળા છે...તે પાગલપણાને લીધે બધું જ ભૂલી ગઈ છે પણ આજેય જમવાનું તો મારી સાથે, મારી થાળીમાં જ હો. ભલે દિકરી, હું જાઉં. મંગળા ભૂખી થઈ હશે અને ત્યાં પણ તારા જેવી પરગજુ નર્સ-મારી દિકરી મંગળાને જમાડવા મને શોધતી હશે....
નર્સ અવાક બની દાદા ને જતાં જોઇ જ રહી...
આશા રાખીએ આપણો પરસ્પરનો પ્રેમ આવી રીતે એક મેક માટે ટકી રહે...!!





No comments:
Post a Comment