નવનિયુક્ત વિદ્યાસહાયક તાલીમ
ટીમ
એજ્યુકેશન અમદાવાદ દ્વારા સમયાંતરે નવતર પ્રયોગો હાથ ધરતા રહે છે. જીલ્લા પ્રાથમિક
શિક્ષણાધીકારીશ્રી પ્રફુલભાઈ જલુ સાહેબના માર્ગદર્શન મુજબ ટીમ અમદાવાદ દ્વારા નવ
નિયુક્ત વિદ્યાસહાયક, જીલ્લાની તમામ પ્રાથમિક શાળાઓના આચાર્યશ્રીઓ, મૂલ્યાંકન સાથે
સંકળાયેલ અધિકારીશ્રીઓ માટે બાયસેગ
માધ્યમે તાલીમી આયોજન હાથ ધરાયું. કેટલાક મહત્વના વિષયોનું રાજ્ય કક્ષાના તજજ્ઞ
શ્રીઓ સીધું જ માર્ગદર્શન મળી રહે તેમજ વર્ગ
શિક્ષણ અને શૈક્ષણિક પ્રક્રિયા સંદર્ભે પ્રશ્નોત્તરી દ્વારા સંવાદ યોજી શકાય તે
માટે વિશેષ કાળજી રખાઈ. બાયસેગ માધ્યમે યોજાયેલ તાલીમનું સંચાલન, એન્કરીંગ તેમજ
આયોજન ની જવાબદારી મને સોપાતા આ અનુભવે ઘણું શીખવ્યું. આ ઓન એર તાલીમ દરમિયાન
લર્નિંગ સેન્ટર પરથી તાલીમ નિહાળી રહેલા લગભગ ૨૩૦૦ જેટલા ફોટોગ્રાફ્સ તેમજ
પ્રશ્નોતરી દરમિયાન પ્રશ્નો વોટ્સએપ દ્વારા મોકલાયા. કદાચ શૈક્ષણિક હેતુ સિદ્ધિ
માટે યોજાયેલ ઓન એર તાલીમમાં આ ઘટના પ્રથમ વાર હશે.
બાયસેગ
માધ્યમે યોજાયેલ તાલીમ નું સમય પત્રક અને કેટલીક યાદગાર તસ્વીરો પરથી સફળતા સમજી
શકાશે.








































2 comments:
આજના સમયાનુરૂપ શૈક્ષણિક કાર્ય. શૈક્ષણિક મૂંઝવણ દૂર કરવા ટેકનોલોજી નો ઉપયોગ. ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો માટે ગર્વની લાગણી.
Dear Nimeshbhai
Thanks for your valuable comment. Use of technology in proper manner make our work smoother and faster.
Post a Comment