Third International Conference on Creativity and Innovation at Grassroots....
મારી અગાઉની પોસ્ટમાં મેં ડૉ અનીલ ગુપ્તા સાહેબ
- IIM અમદાવાદ દ્વારા રાજ્યની પ્રાથમિક શાળામાંથી નવતર
પ્રયોગ કરનાર શિક્ષકને શોધી તેમનું સન્માન કરવા અંગે જણાવેલ. IIM અમદાવાદ
દ્વારા ગત વર્ષે રાજ્યભરમાંથી ૧૦૧ જેટલાં ‘ઇનોવેટીવ
ટીચર્સ’ શોધી તેમના નવતર પ્રયોગ અંગે ચર્ચા અને સન્માનનો કાર્યક્રમ GCERT ગાંધીનગર
ખાતે રાખવામાં આવેલ. આ અંગે મેં અગાઉ મારા આ બ્લોગ પર લખેલ. IIM અમદાવાદ
દ્વારા તારીખ ૧૯ જાન્યુઆરી થી ૨૨ જાન્યુઆરી ૨૦૧૪ દરમિયાન IIM અમદાવાદ ખાતે ૨૭ જેટલાં દેશમાંથી જુદાં-જુદાં ક્ષેત્રોમાં
જોડાયેલ ઇનોવેટીવ વ્યક્તિઓને Third International Conference on Creativity and Innovation at Grassroots....ના બેનર તળે સંવાદ અર્થે બોલાવવામાં આવેલ. ભારતના ૩૦ જેટલાં શિક્ષકોને
પસંદ કરવામાં આવેલ.જેમાં મારી પણ પસંદગી થયેલ હોઈ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવાનું
સદભાગ્ય સાંપડ્યું.
ડૉ અનીલ
ગુપ્તા સાહેબ દ્વારા આયોજિત આ કોન્ફરન્સમાં રોજ નવું જાણવાનું અને શીખવાનું મળતું.
કોન્ફરન્સ દરમિયાન ડૉ વિજયા શેરીચંદ સાહેબ દ્વારા ઇનોવેશન બેન્કની પ્રવૃત્તિને વધુ
અસરકારક બનાવવા શું કરી શકાય તે અંગે માર્ગદર્શન અપાયું તેમજ આગામી સમયનું આયોજન
હાથ ધરાયું. અવિનાશ ભાંડારી સાહેબ અને ચેતનભાઈ પટેલ(સૃષ્ટિ) દ્વારા ઇનોવેટીવ શિક્ષકોનુ કો
ઓર્ડીનેશન કરવામાં આવ્યું. મેઘાબહેન, દર્શીતભાઈ અને વિદીતાબહેન દ્વારા ઇનોવેટીવ
શિક્ષકોને જરૂર સમયે મદદ, સ્ટોલની દેખરેખ તેમજ જરૂરિયાત વાળા મિત્રો માટે ટ્રાન્સલેટર
તરીકે કામ કરવામાં આવ્યું. આગામી સમયમાં IIM દ્વારા રાજ્યમાં ઇનોવેશન બેંકનો
છેવાડાના શિક્ષક સુંધી પહોંચાડવા આયોજન હાથ ધરવા તૈયારીઓ હાથ ધરાઈ જેના સારા
પરિણામો આપણને ટૂંક સમયમાં જ મળશે. તારીખ ૨૧ જાન્યુઆરીએ ભારત રત્ન, ભૂતપૂર્વ
રાષ્ટ્રપતિ ડૉ અબ્દુલ કલામ આવેલ. તેઓશ્રીએ ભારતભરમાંથી જુદા-જુદા ક્ષેત્રોમાંથી
આવેલ ઇનોવેટર દ્વારા તૈયાર કરેલ સ્ટોલ પર રૂબરૂ મુલાકાત લઇ દેરેકના ઇનોવેશન વિષે
માહિતી મેળવી. તારીખ ૨૨ જાન્યુઆરીના દિવસે શ્રી પાંડિયન સાહેબ દ્વારા Third International Conference on Creativity and Innovation at Grassroots.... કોન્ફરન્સનું
સમાપન કરવામાં આવ્યું.
IIM અમદાવાદ
દ્વારા આયોજિત આ કોન્ફરન્સની કેટલીક યાદગાર તસવીરો...
































No comments:
Post a Comment