OUR SHARING CAR
બે દિવસ
પહેલા ડાયેટમાં થી ફોન આવ્યો કે આચાર્યશ્રીએ બાળમેળા માટેની મીટીંગમાં અમદાવાદ
ડાયેટ ખાતે ૩ જાન્યુઆરી એ જવાનું થશે. આ સમયે અમે અમારા બીઆરસી ભવનમાં ચિત્ર
સ્પર્ધાનો ડેટા આપવા સી.આર.સી મિત્રો બેઠેલા. મારી બાજુમાં બેઠેલા એક સી.આર.સી કૉ
ઓર્ડીનેટર મિત્ર તેમની શાળાના આચાર્યશ્રીઓને આ અંગે સમાચાર ફોન માધ્યમે આપતા
હતા. એક શાળાના આચાર્યશ્રી ને તેઓએ ફોન કરતાં આચાર્યશ્રીએ કહ્યું કે, ‘સોરી સાહેબ
હું નહિ જઈ શકું. મારો પ્રતિનિધિ મોકલું તો ચાલે ? અમારા કૉ ઓર્ડીનેટર મિત્ર એ
કહ્યું કે ભાઈ આચર્ય ને બોલાવ્યા છે અને
પ્રતિનિધિ કેવી રીતે ચાલે ? આચાર્યશ્રીએ કહ્યું કે, મારી ગાડીમાં બીજા પાંચ
પેસેન્જર આવતા હોઈ તેમને શાળાએ પહોંચવામાં તકલીફ થાય, અને આવી રીતે હું બહાર
મીટીંગોમાં રહું તો મારા પેસેન્જરો બીજી ગાડીમાં જતા રહે. હું નહિ જાઉં. આમ કહી
ફોન કાપી નાખ્યો. હું બાજુમાં બેઠેલ હોઈ આ સંવાદ મને સાંભળવા મળ્યો. એક આચાર્યશ્રીને
ડ્રાયવર અને શિક્ષકોને પેસેન્જર બનેલ જોઈ મને ખુબ દુ:ખ થયું. કેટલીક સગવડતા વધતાં કેટલીક
અગવડતા વધી છે. ભગવાન આપણને બચાવે...
કેટલાક
શિક્ષક મિત્રો શેરીંગ કાર/ બાઈક નો ઉપયોગ શાળાએ પહોંચવા કરે છે...
શેરીંગ
કારના લાભાલાભ...
લાભ:
- - સમયસર
શાળાએ પહોંચી શકાય
- - નિશ્ચિત
સમય પર જવાનું હોવાથી આળસ ટળે, સમયસર તૈયાર થઇ શકાય
- - શાળાકીય,
વર્તમાન પ્રવાહો અંગે ચર્ચાઓ કરી જ્ઞાન વૃદ્ધિ કરી શકાય
- - પરીચિત
વ્યક્તિઓ સાથે મુસાફરી કરવાની હોઈ અન્ય જોખમ ઘટે, મુસાફરીનો થાક ન લાગે
- - આર્થિક
ફાયદો-સસ્તી મુસાફરી
- - ૪-૫
શિક્ષક વચ્ચે એક જ વાહન હોઈ પર્યાવરણને ફાયદો
ગેરલાભ:
- - જે
શિક્ષકની પોતાની કાર હોય તેમને રજા પર રહેવા ઘણું વિચારવું પડે
- - જે
શિક્ષકની પોતાની કાર હોય તેઓએ શિક્ષક તાલીમ કે અન્ય શૈક્ષણિક કાર્યક્રમોમાં જઈ
શકાય નહિ
- - મીટીંગ
કે અન્ય શાળાકીય કાર્યકમમાં શાળા સમય પહેલાં કે પછી ન કરી શકાય, જરૂરીયાત મુજબ સમય
ન આપી શકાય
- - નકારાત્મક
વિચાર ધરાવનારા શિક્ષકની અસર અન્ય સારા શિક્ષક પર પડી શકે
- - જો સાથી
મુસાફરો નકારાત્મક ચર્ચાએ રહે તો શિક્ષણ પર સવારથી જ નકારાત્મક અસરો વધે
- - ક્યારેક
અફવાઓ કે તથ્ય વગરની વાતોને પ્રોત્સાહન મળે
- - ક્યારેક
એક-બે શિક્ષકને કારણે બધાએ શાળામાં મોડા પહોંચવું કે વહેલા ઘરે જવું પડે...
આ બાબતો શેરીંગ કરતાં તમામ શિક્ષકોને લાગુ પડતી નથી. આ પૉસ્ટ શેરીંગ કારના કારણે જેમના શિક્ષકત્વને અસર નથી થતી અને તેઓ પોતાનું ઉત્તમ પર્ફોર્મન્સ કરે છે તેઓને લાગુ પડતી નથી.
આ અંગે
આપનું મંતવ્ય, અભિપ્રાય અને અનુભવ આપ કોમેન્ટ્સ બોક્ષમાં લખાશો તો ગમશે....




No comments:
Post a Comment