ગીતાપુર પ્રાથમિક શાળા, મારી શાળા-સારી શાળા...
આજે
દેકાવાડા ક્લસ્ટરની ગીતાપુર પ્રાથમિક શાળામાં જવાનું થયું. છેલ્લા છ-સાત મહિનાથી આ
ક્લસ્ટરની કામગીરી નો હવાલો/ચાર્જ મને સોંપવામાં આવેલ હોઈ આ ક્લસ્ટરની શાળાઓમાં
મારે અવારનવાર જવાનું થાય છે. ગીતાપુર ગામ એક પરુ ગામ કહી શકાય. ગીતાપુર ગામમાં
દેવપુરી બાપુની સમાધિ હોઈ આ ગામનું આધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્વ ખુબ છે. ગીતાપુર
એ એક પરુ-ગામ હોઈ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા બહુ ઓછી છે. ૨૨ જેટલાં વિદ્યાર્થીઓ
અને ત્રણ શિક્ષકો વાળી આ શાળા ઋષિના આશ્રમ
જેવી લાગે. શાળાનું પરિસર નાનું છે પરંતુ દરેક વસ્તુ યોગ્ય રીતે ગોઠવાયેલ હોઈ
આંખોને ગમે તેવું છે. શાળાના આચાર્યશ્રી રસિકભાઈ પટેલ દ્વારા સાથી શિક્ષક શ્રી
ભરતભાઈ પટેલ, શ્રી ભાવનાબેન પટેલ અને શાળાના વિદ્યાર્થીઓના સહયોગથી શાળાને અલગ
રીતે સજાવવામાં આવી છે. અહી દરેક વિદ્યાર્થીની વ્યક્તિગત કાળજી લેવામાં આવે છે. મારી
અગાઉની મુલાકાત સમયે મેં શાળાના રંગરોગાન અને ક્રીડાંગણ ના ઉપયોગ/સુશોભન સંદર્ભે
મેં જરૂરી કેટલાક સૂચનો કરેલ. શ્રી રસિકભાઈ દરેક કામ ખુબ ચીવટથી અને કાળજીપૂર્વક
કરે. શાળામાં મારી આજની મુલાકાતમાં અગાઉ થયેલ ચર્ચા મુજબ જરૂરી ફેરફાર થઇ ગયેલાં
જોવા મળ્યા. ગીતાપુર શાળાની કેટલીક આખે વળગે તેવી બાબતો....
-
શાળામાં વિદ્યાર્થીઓને પસંદ આવે તેવા ફાસ્ટ રંગનો
ઉપયોગ.
-
વિરામ સમયે વિદ્યાર્થીઓને બેસવા, રમવા માટે
રંગબેરંગી ઓટલા, ઝૂલા, કેરમ,સાપ સીડી, ક્રીકેટ કીટ અને અન્ય સાધનો.
-
દરેક વ્રુક્ષ, છોડ, ક્ષુપ, ટોયલેટ બ્લોક, સાધનો
ટેગ કરેલ તેમજ દીવાલો પર જરૂરી સૂચનો કે ઉપયોગી માહિતી.
-
દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત શિક્ષણ.
-
દરેક વિદ્યાર્થીઓને સ્વતંત્રતા.
-
ઔસધીય બગીચો અને કિચન ગાર્ડન.
- -
જરૂરીયાત મુજબ થોડા થોડા અંતરે કચરા પેટી જેથી
શાળા પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે.
- સવારે શાળામાં આવીને અને સાંજે શાળા છૂટયા પછી ઘરે જતાં પહેલાં તમામ વિદ્યાર્થીઓ સાથે મળી બ્રશ કરી દાંત સાફ કરે તેમજ હાથ પગ ધોઇ ચોખ્ખા થાય. કદાચ આ નવાચાર માત્ર આ શાળા'માં જ જોવા મળશે... શિક્ષિકાબહેન જાતે બાળકોના વાળ ઓળી તૈયાર કરે છે.સ્વચ્છતા અને સુઘડતાની ટેવનું ઘડતર.
-
સરકારી યોજનાઓનું માર્ગદર્શન મુજબનું અમલીકરણ.
(આ મુલાકાત સમયે આપવામાં આવેલ સુચન દરેક ગુજરાતી ટેગ ની નીચે અંગ્રેજીમાં પણ ટેગ)
 |
1 comment:
રંગભરી નાની રૂપાળી મારી શાળા.......
ઉત્તમ આયોજન, સક્ષમ શિક્ષણ સ્ટાફ, આહલાદક પર્યાવરણસભર શાળા. બસ ટેક્નોલોજી વિષયક બાબત ઉમેરો તો સોનામાં સુગંધ ભળે. ઉદાહરણ. કમ્પ્યુટર શિક્ષણ.
Post a Comment