મારો લોથલ પ્રવાસ
આજે
સિંધુ સંસ્કૃતિ અને હડપ્પીય સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિને જોડતી કડી...અર્થાત ‘લોથલ’. એક લુપ્ત થતાં
થતાં થોડાં અવશેષો સાથે બચેલું નગર જોવાનું સદભાગ્ય સાંપડ્યું. અમારા બી.આર.સી કૉ
ઓર્ડીનેટર શ્રી રોહિતભાઈ રાવલ, સી.આર.સી કૉ ઓર્ડીનેટર શ્રી પ્રવીણસિંહ ઝાલા અને
જીતેન્દ્રસિંહ ઝાલા સાથે આજના પ્રવાસની શરૂઆત કોઠ (ગણપતપુરા)માં આવેલ સુપ્રસિદ્ધ પવિત્ર
ગણપતી મંદિરના દર્શનથી કરી. લગભગ ચારેક વર્ષ પહેલાં હું અહી આવેલ ત્યારે મંદિરનું
રીનોવેશન નું કામ ચાલતું હતું. અમે ગણપતિ
મંદિર પહોંચ્યા ત્યારે મારા પરમ સ્નેહી, ભાઈ, મિત્ર મહાવીરસિંહ અમારા સ્વાગતની
તૈયારીઓ સાથે ઉભેલ. તેમની સાથે ગણપતિજીના
દર્શન કરી અમે બહાર આવ્યા ત્યાં તો ભાઈ
મહાવીરસિંહ અમારા સૌ માટે ખુબ બધી વેફર્સ, પ્રસાદીના લાડુ અને ગણપતિબાપાના ફોટોગ્રાફ્સ ની ભેટ
અમને સૌને આપી. ના-ના કહેતા વિવેક સાથે અમે તેમની ભેટને પ્રેમથી સ્વીકારી પણ
લીધી....કાચા કેળાની વેફર એ અહીનો ગૃહ ઉદ્યોગ છે. જુદી જુદી ફ્લેવરમાં ખુબ
સ્વાદિષ્ટ કેળા વેફર અહી મળે છે.
ગણપતિજીના
મંદિરથી અમે અરણેજ શ્રી બુટ ભવાની માતાજીના મંદિર ગયા. માતાજીના દર્શન કરી અમે સૌ એ
ધન્યતા અનુભવી.
અરણેજ
થી અમે લગભગ દશેક કિલોમીટર દૂર આવેલ લોથલ જવા નીકળ્યા. lલોથલ એટલે હડપ્પીય સંસ્કૃતિનુ અતિ વ્યસ્ત બંદર, આધુનિક કહી શકાય એવી નગરવ્યવસ્થા. પાંચ વાગી ગયેલ હોઈ અમે
લોથલ મ્યુઝિયમ ન જોઈ શક્યા પરંતુ સિંધુ સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ ને જોડતું એક નગર જોવા મોકો મળ્યો. ખુબ સુંદર
અને એક અલગ અનુભૂતિ આપતું સ્થળ એટલે લોથલ. જોકે, ડીસ્કવરી ચેનલ પર વિશ્વના અન્ય
દેશોમાં ધરોહર, પૌરાણિક સ્થળ ની જાળવણી,મરમ્મત કરવા જે પ્રયત્નો થઇ રહ્યા છે
તેમનું ખાસ કાઈ અહી ન જોવા મળ્યું. આવા મહત્વના સ્થળની ઉપેક્ષા અને દયનીય દશા ખુબ દુ:ખ થયું. મને મૂંઝવતો પ્રશ્ન શરુ થયો કે ઈંટ
માટીની દીવાલો, લીસ્સા માર્ગો અને રૂપિયાની રેલમછેલ જ વિકાસ કહી શકાય ??? ઘણું
બધું કરવું જરૂરી છે લોથલની ભવ્યતાને બહાર લાવવા અને ઈતિહાસને ઉજાગર કરવા. સાચું કહું તો આથમતા સૂર્યની સાક્ષીએ લોથલથી વિદાય લેતાં સમયે અમને લાગ્યું કે, એક અતિ શ્રીમંત,ખાનદાન, જાજરમાન વ્યક્તિત્વ સમી સંસ્કૃતિને દરિદ્રતાનો લિબાસ પહેરી રડતી આંખે બેઠેલ કોઈ મહાપુરુષ સમા યુગાદી યુગ કણસતા અવાજે અમને એમ ન કહેતો હોય, ‘ભાઈ, મહેમાન બની તમે તો હાલ્યા, થોડું મારું તો વિચારજો-હો...?’અને કહી શકો તો કહેજો સિંધુ ને કે તારા અનેક આક્રમણો પછી પણ મારું અસ્તિત્વ આજે પણ છે અને તારી ભવ્યતા પછી પણ તારી ઓળખ નામ શેષ છે... એક સમયની હે મહાન સિંધુ સંસ્કૃતિ તારું અત્યારનુ હાસ્ય પણ પરાણે હસવાની ચાડી ખાય છે જ્યારે હું હમેશા હસતો જ રહયો છું. આજે પણ હું ‘હું’ છું અને તું ‘તું’ છે.’ (કહેવાય છે સિંધુ નદીના પ્રદેશો-મોઘલ, અફઘાન અને ઇસ્લામી રાષ્ટ્રોએ એ ભારતની પવિત્ર ભૂમિ પચાવી લેવા અનેક વાર ચઢાઈ કરી સત્તા સ્થાપી પરંતુ આજે પણ ભારત ભારત છે અને પાકિસ્તાન,અફઘાનિસ્તાન કે જે સિંધ પ્રદેશ તરીકે ઓળખાતો તે ની દશા...ઘણું હોવા છતાં કાળજામાં કશું જ નહિ...સિંધુનું ‘કપટ’ લોથલની ‘ખુમારી’ને કરી પણ શું શકે ???) આપણે ફરી આપણી એ ઓળખ ત્યારે જ મેળવીશું, આપણો વિકાસ અને મન ને સાતા ત્યારે જ મળશે જયારે આપણે સાચા અર્થમાં નિ:સ્વાર્થી બની એક થઇશું....’
જોકે,
વાંક પણ કોનો નીકળવો ?
લોથાલથી
અમે જવારજ ગયા. ત્યાં કેટલાક સ્નેહીઓને મળવાનો આનંદ અને જવારજની પાવન ધરતીના દર્શનનો
લ્હાવો પહેલી વાર મળ્યો...જેને અવિસ્મરણીય કહી જ શકાય...જવારજથી વેજળકા અને વેજળકાની
મુલાકાત પછી સીમેજ. સીમેજ અમે ભાલના ઘઉં માંથી બનેલ બાટી વાળી દાલ-બાટીનો આનંદ
લીધો. મહાવીરસિંહ અને કેટલાક મિત્રો સાથેનું ભોજન ખુબ મજાનું રહ્યું. ભોજન પછી
મિત્રો સાથે મોજથી બેસી વાતો વાગોળી અને અમે ઘરે જવા માટે નીકળ્યા.
હંમેશાં પ્રફુલ્લિત ચહેરે સૌને હસાવતા ભાઈ મહાવીરસિંહ ડાભીની રજવાડી મહેમાન નવાજી-પરોણાગત અમને
આજીવન યાદ રહેશે. સાચું કહું તો,તેમનામાંથી અમને ઘણું શીખવા મળ્યું.
એક
અવિસ્મરણીય અનુભૂતિ, આનંદ અને દુ:ખનો સંગમ એટલે મારો ભાલ પ્રદેશ- લોથલ પ્રવાસ ...
 |
| ગણપતિ બાપ્પા મોરિયા...ક્લોઝ વિથ માય હાર્ટ.... |
 |
| લોથલ સંસ્કૃતિ નું શહેરની ઝાંખી કરાવતો શિલ્પ |
 |
| લોથલ સંસ્કૃતિ નું બંદર જ્યાંથી જહાજ ખાલી કરતાં... |
 |
| લોથલ સંસ્કૃતિ નું બંદર જ્યાંથી જહાજ ખાલી કરતાં... |
 |
| લોથલ સંસ્કૃતિ નું શહેર |
 |
| લોથલ સંસ્કૃતિ નું શહેર |
 |
| લોથલ |
 |
| લોથલ |
 |
| લોથલ |
 |
| લોથલ |
 |
| લોથલ |
 |
| કેળા વેફર્સની દુકાન |
 |
| ગણપતી બાપા મંદિર, કોઠ |
 |
| શ્રી ગણપતિજી, કોઠ |
 |
| આદ્ય શક્તિ શ્રી બુટ ભવાની માતાજી, અરણેજ |
2 comments:
Mahavissinh ni bhal ni mahemangati manva ni maja aavi
લોથલ - અવિસ્મરણીય, ઐતિહાસિક અને આહલાદક સ્થળ. અવિસ્મરણીય એટલાં માટે કારણ કે આજ પંથકમાં (બુનિયાદી આશ્રમ, ગુંદી ) પ્રાથમિક અધ્યાપન ના પાઠ શીખ્યા છીએ. રવિવાર ની રજા મા મિત્રો સાથે આ સ્થળે ખૂબ સમય ગાળ્યો છે. એ વખતે આ સ્થળ નુ ઐતિહાસિક મહત્વ તો નહોતા જાણતા પણ મિત્રો સાથે સમય વિતાવવાનુ સારુ સ્થળ હતું. ઐતિહાસિક એટલાં માટે કારણ કે આ સ્થળની શોધ પછી ગુજરાતનો ઇતિહાસ ને વૈશ્વિક ફલક પર સ્થાન મળ્યું. હડપ્પીય સંસ્કૃતિનુ અતિ વ્યસ્ત બંદર, આધુનિક કહી શકાય એવી નગરવ્યવસ્થા. ખરેખર ઇતિહાસને જાણવો હોય અને જીવવો હોય તો આજે સ્થળની મુલાકાત લેવી રહી. અને આહલાદક એટલા માટે કારણ કે આ ખૂબ જ શાંત સ્થળ છે. શાંતિપ્રિય વ્યક્તિઓ માટે ઉત્તમ સ્થળ છે. કોઠ- ગાંગડના ગણેશજી, અરણેજના બુટભવાની માતા, ખૂબ જ સરસ સ્થળો છે. પી.ટી.સી.ની યાદો તાજી થઈ. આભાર કેતનભાઇ.
Post a Comment