Monday, March 2, 2015

Children Film Festival , Gujarat

બાળ ફિલ્મ મહોત્સવ-૨૦૧૫
તારીખ ૨૬ થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન ગાંધી-નગર કડી શિક્ષણ સંકુલ ખાતે GIET દ્વારા ‘બાળ ફિલ્મ મહોત્સવ’ યોજવામાં આવેલ.રાજ્યભરમાંથી શૈક્ષણિક સંસ્થાઓ, શિક્ષકો દ્વારા શૈક્ષણિક ફિલ્મો નું સ્ક્રીનીંગ કરી તેમાંથી શ્રેષ્ઠ એનેમેશન, શ્રેષ્ઠ એડીટીંગ, શ્રેષ્ઠ વિડીયોગ્રાફી, શ્રેષ્ઠ સ્ક્રીપ્ટ જેવા વિભાગોમાં આવેલ ફિલ્મોને સ્ક્રીનીંગ દ્વારા જાહેર કરી એવોર્ડ આપવામાં આવ્યો.
ગુજરાતના આ પ્રથમ શૈક્ષણિક ‘બાળ ફિલ્મ મહોત્સવ’માં ઉપસ્થિત રહેવાનું મને સદભાગ્ય સાંપડ્યું. મેં પણ મારી ફિલ્મ ‘AGENT OF CHANGE’ નું રજીસ્ટ્રેશન કરાવેલ.
પ્રથમ દિવસે ઉદઘાટન સમારંભમાં સમારંભના અધ્યક્ષ અને ઉદઘાટક તરીકે શિક્ષણ મંત્રીશ્રી શ્રી નાનુભાઈ વાનાણી, મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગરના મેયર શ્રી મહેન્દ્રસિંહ રાણા, અતિથી વિશેષ તરીકે કડી સર્વ વિદ્યાલયના પ્રમુખ શ્રી વલ્લભભાઇ પટેલ, રાજ્યમાં બાળ ફિલ્મ મહોત્સવ નું આયોજન હાથ ધરનાર GIETના ડાયરેક્ટર શ્રી ટી.એસ.જોશી ઉપસ્થિત રહ્યા. ‘મનુષ્ય તું બડા મહાન હૈ...’ના ગૌરવ ગાન દ્વારા બાળ ફિલ્મ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો. મંચસ્થ મહાનુભાવાવોનું સ્વાગત પુસ્તક અને તુલસીના છોડ થી કરાયું જે એક નવતર પ્રયોગ લાગ્યો.
૨૬ ફેબ્રુઆરીના રોજ યોજાયેલ શુભારંભ સમારોહ લગભગ ૧૨ કલાક સુંધી ચાલ્યો. ત્યારબાદ ભોજન વિરામ પછી ૧૩.૦૦ કલાકથી ૧૫.૪૫ દરમિયાન GCERTના ગીજુભાઈ ઓડીટોરીયમ ખાતે ફિલ્મોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું.જેમાં આવેલ ફિલ્મોને જોઈ જોનાર ઓડીયન્સ દ્વારા પોતાના મંતવ્યો આપવામાં આવ્યા. બરાબર ૧૬.૦૦ કલાકે ખીમજી વિસરામ હોલ, કડી કેમ્પસ ખાતે સમારંભના સમિક્ષક શ્રી હિરેનભાઈ ભટ્ટની ઉપસ્થિતિમાં ‘ફિલ્મ જોવાની કળા’.... પર શ્રી દીપકભાઈ તેરૈયાએ સમજણ આપી. શ્રી દીપકભાઈ દ્વારા ફિલ્મ જોવાની કળાના પ્રત્યેક પાસા પર બારીકાઇ થી ચર્ચા કરવામાં આવી. મેકિંગ ઓફ મુવી પર તેઓએ PPT, ફિલ્મ ક્લિપ્સ, મિમિક્રી,જુદા-જુદાં ઉદાહરણો દ્વારા બારીકાઈથી ચર્ચા કરી. અમારા સૌ કોઈ માટે આ સેશન ખુબ રસપ્રદ રહ્યું. ૧૬.૧૫ થી ૧૭.૩૦ સુંધી અમે ફરી GCERT ખાતે ઓડીટોરીયમમાં સ્ક્રીનીંગ માટે જોડાયા. GIETના કેમરામેન અને ગુજરાતી કલાકાર શ્રી કિરણભાઈ જોશી દ્વારા શૈક્ષણિક ફિલ્મો બનાવતા સમયે દયાન લેવાની બાબતો પર માર્ગદર્શન આપવામાં આવ્યું.

તારીખ ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ જુદાં-જુદાં વિષયો પર વ્યાખ્યાન માળા યોજવામાં આવેલ. જેમાં ૯.૦૦ થી ૧૨.૩૦ દરમિયાન નાયબ સચિવ, શિક્ષણ વિભાગના શ્રી મનોજભાઈ શાહ અને ડૉ.નવનીતભાઈ રાઠોડની ઉપસ્થિતમાં બ્લોગર્સ વર્કશોપમાં રાજ્યના શૈક્ષણિક બ્લોગ લખનારા બ્લોગર્સ દ્વારા પોતાના અનુભવો ને વાગોળવામાં આવ્યા. મને પણ મારા આ બ્લોગ www.jivantshixan.blogspot.in પર મારા અનુભવો વહેંચવાનો મોકો મળ્યો. ખીમજી વિશ્રામ હોલ ખાતે ડૉ નવનીતભાઈ રાઠોડ દ્વારા ‘ડીજીટલ ટીચર’, ડૉ અમિતભાઈ માળી દ્વારા શૈક્ષણિક સ્ત્રોતનું ફલક અને ડૉ લક્ષ્મણભાઈ ચૌધરી દ્વારા ‘ઓપન  સોફ્ટવેરના માધ્યમથી શિક્ષણ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી

તારીખ ૨૮ ફેબ્રુઆરીની સવારે ખીમજી વિસરમ હોલ,કડી કેમ્પસ ખાતે સમારોહના અધ્યક્ષ શ્રી કૃષ્ણકાંત જહા, મુખ્ય મહેમાન ડૉ સ્વરૂપ સંપત રાવલ, અતિથી વિશેષ શ્રીમતી કાર્તિકા બ્રહ્મભટ્ટ (અધિક સચિવ,શિક્ષણ વિભાગ), શ્રી આર.સી.રાવલ (નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ,ગુજરાત), શ્રી રાઠોડ સાહેબ (જીલ્લાપ્રાથમિક શિક્ષણાધીકારીશ્રી, ગાંધીનગર)ની ઉપસ્થિતિમાં સમાપન અને એવોર્ડ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો.  એવોર્ડ વિતરણના નામ જાહેરાત સમયે મારુ નામ ‘શ્રેષ્ઠ સ્ક્રીપ્ટ રાઈટર’ તરીકે જાહેર થતાં હું અને  મારા સાથી મિત્રો ખુશખુશાલ થઇ ગયાં. મારો આ પ્રથમ પ્રયત્ન હતો જેને મને ગૌરવવંતો એવોર્ડ અપાવ્યો. મને જાણવા મળ્યું કે પસંદિત શ્રેષ્ઠ ફિલ્મો તારીખ ૨૬ થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન ગાંધીનગરના ૧૦ જાહેર સ્થળોએ દર્શાવવામાં આવેલ.... મારા માટે રાજ્યમાં યોજાયેલ આ પ્રથમ બાળ ફિલ્મ મહોત્સવ યાદગાર રહ્યો.

રાજ્યમાં પહેલીવાર બાળ ફિલ્મ મહોત્સવનું આયોજન કરવા બદલ હું GIETના ડાયરેક્ટર શ્રી ટી.એસ.જોશી સાહેબનો આભારી અને ઋણી છું.
શ્રી નાનુભાઈ વાનાણી

શ્રી દીપકભાઈ તેરૈયા


બોલ્ગ પર ચર્ચા...કેતન ઠાકર

બોલ્ગ પર ચર્ચા...કેતન ઠાકર

ડૉ સ્વરૂપ સંપત રાવલ

શ્રીમતી કીર્તિદાબેન બ્રહ્મભટ્ટ

ડૉ ટી.એસ.જોશી, ડાયરેક્ટર GIET


શ્રી કિરણભાઈ જોશી

શ્રેષ્ઠ સ્ક્રીપ્ટ રાઈટર તરીકે મને મળેલ એવોર્ડ

શ્રેષ્ઠ સ્ક્રીપ્ટ રાઈટર તરીકે મને મળેલ પ્રમાણપત્ર

શ્રેષ્ઠ સ્ક્રીપ્ટ રાઈટર તરીકે મને મળેલ એવોર્ડ

શ્રી કિરણભાઈ જોશી અને હેમંતભાઈ વાઘેલા સાથે...

શિક્ષણ નિયામક શ્રી આર.સી.રાવલ સાહેબ સાથે...

1 comment:

Unknown said...

First of all, many many congratulations for winner in best script writer category. Second thanks for sharing your useful information and experiences about short film festival. Need for One little help. If u have writen notes about all sessions. One session i've look out of Kiranbhai joshi. Time 16.15 to 17.30. U have opened new directions for teacher like me. Once again thanks for sharing your experiences with us.