છેલ્લા કેટલાંક સમયથી Intolerance અર્થાત અસહિષ્ણુતા અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. Intolerance એ એક પ્રકારે રાજકીય મુદ્દો બની ગયો હોઇ
અહી હું સેલેબ્રિટીને અનુભવાતા Intolerance વિશે નથી લખવા માંગતો.
પરંતુ અહીં હું કચેરીમાં ઉપરી અધિકારી દ્વારા પોતાના હાથ નીચેના કર્મચારીઓ અને એ કર્મચારીઓ દ્વારા પોતાના પરિવાર સાથે કામને બહાને થઈ રહેલ દમન અને તેના કારણે પરીવાર પર થતી નકારાત્મક અસરો પર કેટલાંક અનુભવ વહેંચવા/ જણાવવા પ્રયત્ન કરીશ. એ પહેલાં સમાજ જેને સંતાપ નું કારણ માને છે તેના વિશે જાણવા ભૂતકાળ અને વર્તમાનને સરખાવી જોઇએ....
આ એ સમય ની વાત કે
જ્યારે.....
' Windows ' એટલે ફક્ત બારી હતી અને
' Applications ' એટલે કાગળ પર લખાયેલો 'અરજી પત્ર' હતો...
જ્યારે.....
' Keyboard ' એટલે ' પીયાનો ' અને
' Mouse ' એટલે માત્ર ' ઉંદર ' જ હતો...
જ્યારે....
' file ' એ કાર્યાલયની અત્યંત ' મહત્વ ની વસ્તુ ' અને
' Hard Drive ' એટલે મહામાર્ગનો થકાવનારો પ્રવાસ ' હતો...
જયારે...
' Cut ' ધારદાર વસ્તુ થતું
અને ' Paste ' ગુંદર થઈ થતું...
જ્યારે...
'Web' એટલે ' કરોળિયા ના ઝાળા ' હતાં
અને ' virus ' થઈ ફક્ત ' તાવ ' જ આવતો...
જ્યારે....
'Apple' અને 'Blackberry' એ ફક્ત ' ફળો ' જ હતાં...
ત્યારે...

આપણું જીવન આવી ક્ષુલ્લક ગણાતી બાબતોમાં સમેટાઇ રહ્યું છે....જવા દઈએ આ દુન્વયી વસ્તુઓને કારણ આ બધું જ આપણે જયારે જરૂર હશે ત્યારે ખરીદી શકીશું અને એ મુજબ ગોઠવાઈ જઈશું. આવો, આજના સમય અને સમયના આયોજન ને (Time management) ને જુદી રીતે જોવા પ્રયત્ન કરીએ..
ખરેખર આજ દુન્યવી વસ્તુઓ જે ખરીદી શકાય છે તે જ છે આપણા જીવનનો સુવર્ણકાળ ???આપણી પાસે કુટુંબ સાથે ઉઠવા-બેસવા, મિત્રો સાથે ખેલકૂદ કરવા માટે ભારોભાર વખત હતો. અત્યારે બધું હોવા છતાં પરીવાર માટે જ સમય નથી રહ્યો. કેટલાંક તો પરીવાર માટે મહેમાન બની ગયાં છે...!
દિવાળી પછીના દિવસે અમે સુરતમાં રહેતા અમારા શુભેચ્છકને ઘર મળવા અને નવા વર્ષે તેમના આશીર્વાદ લેવા ગયાં. ત્યાં ગયા પછી જાણવા મળ્યું કે તેમના ધર્મપત્ની તેમના દિકરાની દિકરીને દોરડા કુદતાં શિખવતાં પગે લિંગામેન્ટ ક્રેક થઈ ગયેલાં. તેમના પતિશ્રીએ ધર્મપત્નીની સેવા માટે પોતાનો કેરાલા પ્રવાસ રદ કર્યો. મારા અનુમાન મુજબ બંનેની ઉંમર 55+ હશે જ. પરંતુ પ્રેમ એકલાં જઇ આનંદ પ્રમોદ કરવા માટે પરવાનગી ન આપે એ એમને સમજાવ્યું. બીજા દિવસે મારે પણ મારા ટેનિસ એલ્બોના અસહ્ય દુ:ખાવાના કારણે ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલ જવાનું થયું. અમારા એ શુભેચ્છકશ્રી પણ એમના પત્ની સાથે હૉસ્પિટલ આવેલ. તેઓ દ્વારા તેમના પત્નીની ક્ષણે ક્ષણે રખાતી સંભાળ મારે માટે પણ પ્રેરણાદાયી રહી. આંગળીઓમાં દુ:ખાવાની ફરિયાદ પર ડૉક્ટરે બહેનને કહ્યું કે,'પગની આંગળીઓ પર કૉપરેલ તેલથી માલિસ કરવાથી રાહત રહેશે.' ડૉક્ટર બોલી રહે તે પહેલાં જ વડીલશ્રીએ કહ્યું, 'ચિંતા ન કરો હું માલિસ કરી દઇશ'. ઘરમાં 24×7 ઘરકામ કરનાર અલગ માણસો હોવા છતાં, 'આ કામ તો હું જ કરીશ' એનું નામ જ 'પ્રેમ'. Touch Therapy સૌથી વધુ અસરકારક ઇલાજ છે. કદાચ વડીલશ્રીને પોતાના સફેદ થયેલ માથાના વાળે શિખવ્યુ હશે જે હવે વારસામાં અમારા જેવા યુવાનો સ્વિકારી જીવનને જીવવા જેવું બનાવી શકશે. સમાજમાં સંપ અને શાંતિથી રહેનાર આવા દંપતિ વડલાઓ ઘણાં છે જો એ માટેની દૃષ્ટિ હોય તો...!! પરસ્પર પ્રેમ, વિશ્વાસ એ જ તો ઘડતરની સાચી મૂડી છે. હું હૉસ્પિટલ એકલો ગયેલ હોઇ મારી વેદનાને તેમણે કદાચ અનુભવી હશે.મને હાથ પર ખૂબ વેદના થતી પરંતુ તેઓ ડૉક્ટર પાસે, બ્લડ ટેસ્ટ કે એક્ષ રે માટે જવામાં મારી સાથે રહી મને હિંમત આપતાં રહ્યાં અઅને હું પણ હળવાશ અનુભવતો રહ્યો . તેઓએ મને આપેલ તેમનો કિંમતી સમય મારે માટે દિવાળીની અમૂલ્ય ભેટ અને જીવનની એક ઉત્તમ શિખામણ કહી શકાય. સમાજમાં રહેલ આવા વડીલો પાસેથી યુવાનો શિખે અને જીવાતા જીવનમાં ઉતારે તો જ સમાજ રચના ટકી રહેશે. અમારા પરિવારના આ શુભચિંતક વડીલશ્રીએ પોતાના પરીવારને અપાતાં મૂલ્યવાન સમય વિશે મને ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું. (વડીલશ્રીની પરવાનગી વવિના નામ કે ઓળખ આપી શકતો નથી)
કહેવાતા વિકાસ અને શહેરી જીવનની ફાસ્ટ લાઇફ સ્ટાઇલે પારીવારીક મૂલ્યો, સંવેદના, પરીવારના સભ્યો માટે feelings ને પુરુ અથવા ઓછું કરી દીધું છે. ધન દોલત અને સ્ટેટસની હોડમાં મળેલી સાચી સંપત્તિ ભૂલવા લાગ્યા છીએ. વધુ વ્યસ્ત રહેતાં સ્ત્રી કે પુરુષને પોતાના કાર્યક્ષેત્રમાં ફ્રેશ થવા કોઇક મળી રહેશે પરંતુ પોતાના સંતાનોને..? નોકરી ટકાવી રાખવા, બોસના વખાણ સાંભળવા કે બોસની 'ટકટક' કરતાં પરીવારને અપાતો સમય કામમાં આપી પોતાના પગ પર કુહાડી મારનારે વિચારવા જેવું....રિટાયર્ડ થયા પછી કે દુ:ખમાં 'ટકટકીયા' કે 'મીઠાબોલા' બોસ નહિ જીવનસાથી જ સાથ આપશે. ઘડપણના સમયમાં અતિ આવશ્યકએ સમયે સાચા પ્રેમથી થયેલ સુંવાળો સ્પર્શ પોતીકાનો જ હશે એ ન ભૂલવું. ડીસીપ્લીન અને કામને પૂજા માનતાં અંગ્રેજો પણ કહેતાં, 'Work while work and play while play...' સમયના મૂલ્ય ને સમજનાર જીંદગી જીવે છે , જીવનનો સાચો આનંદ મેળવે છે. બાકીનાતો પસ્તાવો પણ કોઇને કહી ના શકે.
પુરુષ કે સ્ત્રી નિયમિત 9 વાગે કામ પર જાય અને મોડી રાત્રે આવી સુઇ જવાથી તેમના સ્વાસ્થ્ય બગડવા સાથે સંતાનો અને પરિવારને સમય ના આપી શકવાથી પરીવારીક જીવનને ખલેલ પહોંચે. આવા સમયે તેમની સાથે કામ કરતાં સહ કર્મચારીઓ અને તેમનો પરિવાર પણ હેરાન થાય જ. અતિ વ્યસ્તતા અને બોસની ટકટક, વારંવાર આવતા ફોનને કારણે કેટલાંક લોકો તો પોતાના પ્રિયજન સાથે બે મિનિટ ફોનથી વાત કરવાનો સમય પણ ન નિકાળી શકે (આવા લોકો તેમના ઉપરીની કલાકો વાતો સાંભળવામાં કે મળવા આવેલ ગમતાં મુલાકાતીઓ સાથે પસાર કરે અને પરિવારના સભ્યોના સામેથી આવેલ કોલને નિર્દયતાથી કાપે જેથી બોસ કે મુલાકાતીને ખરાબ ન લાગે) અને આ દમનથી પ્રિયજનને બિજે વાતે વળવા અને સમય પસાર કરવા પ્રેરે. કેટલાક વધુ પડતાં વાતોડિયા બોસ કે અધિકારી પોતાની આવડતના બણગાં ફુંકવા તેમના કર્મચારી નો સમય વેડફે અને પછી અડધી રાત સુધી ઑફિસમાં બેસાડી કામ કરાવે. આવા પ્રકારના કાર્યથી તેઓ ખાસ કરીને મહિલા કર્મચારી ના પરીવાર પર કેવો માનસિક અત્યાચાર કરે છે તે કદાચ કલ્પના પણ ના કરી શકે. કેટલાંક વધુ બોલકણાં સ્વભાવ વાળા બોસ કે અધિકારીઓએ પોતાની આત્મસ્લાઘા ભરી અને બીન જરુરી વાતો કરવાની આદતને કારણે પોતાના કર્મચારીઓનો કેટલો સમય વેડફ્યો અને એ વેડફાયેલા સમયને કારણે એમના કર્મચારીએ વધુ સમય ઓફિસને આપવો પડશે જેથી તેમના પરિવારનો સમય બગાડશે એનો ખયાલ પણ રાખવો જરૂરી. આવા કર્મચારીએ એ ન ભૂલવું કે ઓફિસ અને બોસ જેટલો જ પરીવાર પણ મહત્વના છે. કામના સમયે ટોળે વળી ગપ્પા મારનાર બોસ કે અધિકારીએ વિચારવું જોઇએ કે તેમના 'ડ્રાઇવર' થી 'નેક્સ્ટ ટુ હીમ' સુંધીના તમામ કર્મચારીઓને કામ અને પરિવાર બંને છે. કદાચ આવા બૉસને સમયનું કે પરીવારનું મહત્વ ન પણ હોય પરંતુ તેમના કર્મચારીના પરીવારનું વિચારવું જોઈએ. નોકરીમાં ઓવર ટાઇમ કરી શકાય પરંતુ આપને કે પરીવારના આપના ગમતાં સભ્યને જીવન જીવવા ક્યારેય ઓવર ટાઇમ મળતો નથી એ આપ જાણતાં જ હશો.. આ પ્રકારના અત્યાચાર માટે કોઇ નિયમ ન હોઇ 'અસહિષ્ણુતા' અર્થાત Intolerance ના કહી શકાય.? કે કહી શકાય? ?? કૉમેન્ટ બોક્ષમાં આપનું મંતવ્ય મને વધુ સમજણ આપી શકશે. તમિલનાડુ ના સેલમ શહેરથી લગભગ વીશેક કીલોમીટર દૂર વેલસયુર ગામ આવેલું છે. લગભગ પંદર વર્ષ પહેલાં હું ત્યાં એક સંત શ્રી વિરેશ્વરાનંદજી ને મળવાનું થયેલ.. તેઓ બહુ જ્ઞાની અને સ્પષ્ટ વક્તા. કોઇ વધારે સમય બેસે કે કામ વિના આવન જાવન કરેતો કહી દે કે, 'ભાઇ આપનો અમૂલ્ય સમય આપના કામને આપો જે આપને ધન-અર્થ આપે છે ને બાકીનો સમય પરીવાર અને કામ ને આપો જે સાચી શાંતિ અને મોક્ષ અપાવશે. તેઓના મુખે સાંભળેલ વાત આજે પણ એટલીજ તાજી અને ઉપયોગી લાગે છે

પોતાના કર્મચારીઓ પાસે વધારે પડતી કામગીરી કરાવનાર So called Boss અને પોતાના પરિવારને આપવાનો સમય પોતાના 'ટકટકીયા' બોસની 'ટકટક' ને આપનાર પોતે મહાપાપ કરે છે એ યાદ રાખવું....આ મહાપાપની સજા ઘડપણમાં એક એક ક્ષણે ચૂકવવી જ પડશે.
આથી જ મિત્રો,
આપના અમૂલ્ય સમયનું આયોજન એવું કરો જેનાથી આપ આપના કાર્યક્ષેત્રમાં સફળતાના શિખરો સર કરો અને પરિવાર હંમેશા ખુશ રહે...યાદ રાખવું...रिश्ते कभी भी "कुदरती" मौत नहीं मरते..
આથી જ મિત્રો,
આપના અમૂલ્ય સમયનું આયોજન એવું કરો જેનાથી આપ આપના કાર્યક્ષેત્રમાં સફળતાના શિખરો સર કરો અને પરિવાર હંમેશા ખુશ રહે...યાદ રાખવું...रिश्ते कभी भी "कुदरती" मौत नहीं मरते..
इनको हमेशा "इंसान" ही क़त्ल करता है..
"नफ़रत" से,
नजरअंदाजी" से,
तो कभी "गलतफ़हमी" से या फिर अपनों को समय पर समय न देने की वजह से...!
અત્યાચાર કરનાર 'બોસ'ને ક્યારેક આવી પરિસ્થિતિનો સામનો પણ કરવો પડે....
અત્યાચાર કરનાર 'બોસ'ને ક્યારેક આવી પરિસ્થિતિનો સામનો પણ કરવો પડે....

No comments:
Post a Comment