Friday, December 4, 2015

મરીઝ ગુજરાતનો ગાલીબ..... Mariz The Galib of Gujarat.....


આજે અમદાવાદ જિલ્લા પંચાયત ઉભેલ અને કોઈ એક મિત્ર એ  મને કહ્યું કે તું લખે છે દિલથી... તને આ સમય ક્યાંથી મળે છે... અને મારાથી ઉત્તરમાં બોલાઈ જવાયું....’જો હું  દિવસ દરમિયાન કાઈ જ ના  લખું તો મને એમ લાગે કે હું  આજે કપડાં પહેર્યા વિના બહાર નીકળી ગયો...’ હા, કદાચ માટે જ અત્યારે ઊંઘમાંથી જાગી અડધાથી વધુ આગળ વધેલી ટાઢી રાત્રે કલમને ઉપાડવા મજબુર થયો....સાચું કહું તો હમણાંથી આ ‘મરીઝ’ ઊંઘવા પણ દેતો નથી....

જેના મા બાપ મરી જાય એ 'બિચારો'  કહેવાય,
જેનો પતિ મરી જાય એ 'વિધવા' કહેવાય
જેની પત્ની મરી જાય એ 'વિધુર' કહેવાય
પરંતુ;
જેની જીભ પર પતાસાથી વધુ મીઠાશ પાથરનાર પ્રેમિકા મરી જાય એને શું કહેવાય ?   
કદાચ, એને શું કહેવાય એનો સચોટ ઉત્તર હું ન આપી શકું, પરંતુ હું એટલું જરૂર કહી શકું કે એ ‘મરીઝ’ તરીકે જગતમાં  ઓળખાઇ  જાય...ગુજરાતનો ગાલીબ એટલે મારો-તમારો અરે હા,,, આપણો ‘મરીઝ’.
આર્થિક રીતે હોય કે સાહિત્યની રીતે...સુરત ને કુદરતે તમામ પ્રકારે સમૃદ્ધ બનાવ્યું છે. શિવાજી મહારાજને  મા ભોમની રક્ષા કાજે જયારે જયારે ધન ની જરૂર પડી ત્યારે ત્યારે સુરત આવ્યા અને સુરતીઓ ગર્વભેર લુંટાયા પણ ખરા...આપવાનો આનંદ એ સુરતી જ જાણે. તાપી નદીના નીરની તાકાત જ કઈક એવી છે...ધન, અર્થ કામ બધામાં સુરત મોખરે...વેપાર ઉદ્યોગોમાં પણ સદીઓથી સુરત જ મોખરે કદાચ માટે જ આજથી ત્રણસો વર્ષ પહેલાં દિલ્હી સલ્તનતના બાદશાહ જહાંગીરે અંગ્રેજોને ‘ઈસ્ટ ઇન્ડિયા કંપની’ માટે સુરત બંદરે વેપાર કરવાનો પરવાનો આપ્યો અને એ બ્રિટીશર અર્થાત અંગ્રેજો આખાય ભારત પર વેપારના બહાને કબજો કરી બેઠા. તાપીના નીરે સાહિત્યમાં પણ સર્જક વીર નર્મદ અને અબ્બાસ અબ્દુલઅલી વાસી ઉર્ફે ‘મરીઝ’ આપ્યા. જેમણે વિશ્વમાં ગુજરાતને ગૌરવ અપાવ્યું.
‘મરીઝ’ એક એવો ધનવાન શાયર જેને મળેલ કુબેરના ભંડાર સમી અમુલ્ય એવી સંપતિ જેને દુનિયાની કોઈ વ્યક્તિ લુંટી પણ ન શકે. હા, હું ગર્વથી કહી શકું કે મરીઝ એક ધનવાન શાયર હતાં. તેમનું ધન પણ કેવું, એક માત્ર એવી પ્રેમિકા જેને અબ્બાસ અબ્દુલઅલી વાસીને ‘મરીઝ’ બનાવી વિશ્વમાં અમર બનાવી દીધો, એક એવી પત્ની જેને રાત-દિવસ જોયા વિના જાતે મહેનત કરી પરીવારને પોષ્યો પરંતુ ક્યારેય પોતાની ગરીબાઈની ગણતરી કરી ‘મરીઝ’ની કલમને વેચવા પ્રેરી નહી, એક દીકરો અને એક દીકરી- એવાં સંતાન જે કાઈ જ કામ ન કરતાં અને ચોવીસેય કલાક દારૂના નશામાં રહી શાયરીઓ લખતા પિતાને પોતાની આંખોના પાપણ પર અને દિલની ગાદી પર બેસાડી રાખ્યા. મુસ્તાક જેવો બહાદુર મિત્ર જે દારૂના પીઠા પર મો સંતાડ્યા વિના જઈ ગર્વથી કહે કે ‘મરીઝ’ મારો મિત્ર છે. દારૂની બોટલ કે પીળા પાણીના પ્યાલામાં ગઝલો ખરીદનારા ને અમીર બનાવનાર ‘મરીઝ’ અને તેનો પરીવાર જીવનભર એક એક પૈસા માટે તરસતાં રહ્યા. અને છતાં મરીઝને પૂછીએ તો કહે, ‘જગતના લોભમાં વળતું ના જોયું ‘મરીઝ’ મેં મારી જાતને સસ્તી બનાવી નાંખી ?’
સુરતમાં કામ ધંધો ન કરનાર શિક્ષક પિતા એ કામે મુંબઈ મોકલ્યો પરંતુ અલ્હાહને તો એને મરીઝ બનાવવો તોને...!!!! એ મરીઝ જે ઇન્દ્રને કહી દે, સૌ પથ્થરોના બોજ તો ઉચકી લીધા અમેઅમને નમાવવા હોય તો ફૂલોનો બોઝ દે, આ દુનિયામાં કૈકનો કરજદાર છું ‘મરીઝ’ ચૂકવું બધાનું દે મને અલ્લાહ ઉધાર દે...
શિક્ષક પિતાનું સંતાન કઈ જ કામ ન કરે તો....તો એ પણ નામ તો કરે જ એ મરીઝે સાબિત કર્યું. બાળપણમાં રેલ્વે સ્ટેશન જઈ રેલવેના એન્જીનને ચાલતું જોવું અને પછી ડબ્બા ગણવાનો અનોખો શોખ ધરાવનાર એ મરશિયા થી મજાની શાયરી, મુક્તક થી ગહન અર્થ સભર ગઝલનો બાદશાહ મરીઝ જેમ વાંચીએ એમ એમ જરૂર એના પ્રેમમાં પાળતો જાય. પોતાની કળાને નિજાનંદ ખાતર વાપરનાર મરીઝ ક્યારેક કહી દે, ‘અરે શાયર છું હું, મારી લીખીત જ બોલીશ હું ગઝલ, બુલબુલ નથી કે ટપક દઈને ટપકું..’
એનો શાયરના અંદાઝ પણ કેવો સરળ કે બસ એમ જ લાગે કે ખોબો ભરીને પીરસેલી વાતોમાં ખજાનો મળી ગયો. ‘આ મહોબત છે કે છે એની દયા કહેતાં નથી, એક મુદ્દત થઇ કે તેઓ હા કે ના કહેતાં નથી. બે જણા દિલથી મળેતો એક મજલીસ છે ‘મરીઝ’, દિલ વિના લાખો મળે એને સભા કહેતાં નથી.’
મૃત્યુ સમયે જાણે બધાને મળવા ના નીકાર્યો હોય !!!અને અંતે એ પ્રેમિકા મળે, જેણે વર્ષો પહેલાં અબ્બાસને મરીઝ બનવા મજબુર કર્યો અને એમ જ કહી પ્રાણ ત્યાગે, ‘ખુદા, ઓ ખુદા
એકાદ હોત તું તો સમજાવી શકત
આતો પ્રેમ છે ને, એના પુરાવા હજાર છે
જિંદગીના રસને પીવા માંડ’ એકાંતમાં ગરકાવ થતાં બોલી ઉઠે....
ના ના કલ્પનાના
ના વિચારો, ના ખ્વાબ માં
હવે તું પણ ના જોઈએ મારા જવાબમાં...
પ્રેમિકાને પ્રથમ મિલનમાં કહેલ વિચારો ગઝલ બની ગયાં...
'હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ..
પૃથીની આ વિશાળતા, અમથી નથી 'મરીઝ',
એના મિલનની ક્યાંકતો જગા હોવી જોઈએ....'
  
વાહ મરીઝ વાહ !!
આપ મહાન હતાં, છો અને રહેશો....
દુઃખ એ વાતનું કે મારા જન્મ પછી આપનું મૃત્યુ (૧૯૮૩) થયું હોવા છતાં મારા મૃત્યુ ની નજીક ઉંમરે તમને સમજી શક્યો ??
તમને ન જાણ્યા હોત તો મેં કરેલાં પ્રેમના ગર્વની સાથે ગુજરી જરૂર જાત પરંતુ પ્રેમમાં બહુ મોટા બલિદાન હોય એ સમજી ના શકત.
‘મરીઝ’
એક એવો પવિત્ર શાયર જેને મળેલ માસુકા, મિત્ર, પત્ની, સંતાનો બધાં પર અપાર ગર્વ કરી શકાય...પ્રેમ જબ અનંત હો ગયાં તો રોમ રોમ સંત હો ગયાં....
જો આજે તને ના વાંચ્યો હોત તો મારું પ્રેમમાં પડવું કદાચ અધરું કહેવાત....વાહ મરીઝ વાહ....
અહી કેટલીક જાણીતી તો કેટલીક અજાણી ગઝલ.... મરીઝની કલમે....આપના માટે...
લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.


એની બહુ નજીક જવાની સજા છે એ,
મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.

રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.


સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા,
દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો ?

એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,
જેનો સમયની સાથે હ્રદયભાર પણ ગયો
?
એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે,
એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો.

સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ,
પીનારા સાથે કામથી પાનાર પણ ગયો.


કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.

જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું,
ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું,
છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.


અહીં દુ:ખની દુનિયામાં એક રંગ જોયો,
ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો,
છે સરખી ઉદાસી મઝારે મઝારે.

હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર,
કલા મારી મોહક વિચારે વિચારે.
નથી આભને પણ કશી જાણ એની,
કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.


અમારાં બધાં સુખ અને દુ:ખની વચ્ચે,
સમયના વિના કંઈ તફાવત ન જોયો.
બધીયે મજાઓ હતી રાતે રાતે,
ને સંતાપ એનો સવારે સવારે.

નથી ઝંખના મારી ગમતી જો તમને,
તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતા જશો તો,
થતી રહેશે ઈચ્છા વધારે વધારે.


અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો,
હકીકતમાં કોની છે સાચી બુલંદી.
જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ,
તમારી દિશામાં મિનારે મિનારે.

જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર,
ફકત એક શરત છે ગતિમાન રહેવું.
નવા છે મુસાફિર વિસામે વિસામે,
નવી સગવડો છે ઉતારે ઉતારે.


મરણ કે જીવન હો એ બંને સ્થિતિમાં,
‘
મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે,
જીવન પણ ગયું છે સહારે સહારે.


જો એ ખબર પડે તો મજા કેટલી પડે,
ઈશ્વર જગત માં કોનો તરફદાર હોય છે.


નાદાન એને કોઈ ના પગરવ ના માનજે,
કે કાન માં અમસ્તાય ભણકાર હોય છે


દિવાનગી થી કઈ વધુ છે સમાજ નું દુખ,
રાહત છે ક સમાજ ના લગાતાર હોય છે


જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણી મરીઝ’
ઈશ્વર થી પણ વિશેષ નિરાકાર હોય છે
જોયા છે એવાય સંતો ને રસ્તા પર મરીઝ’
કદમો માં જેના સેકંડો ઘરબાર હોય છે
મરણ કે જીવન હો એ બંને સ્થિતિમાં,
‘
મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે,
જીવન પણ ગયું છે સહારે સહારે
નથી ઝંખના મારી ગમતી જો તમને,
તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતા જશો તો,
થતી રહેશે ઈચ્છા વધારે વધારે.


No comments: