Sunday, November 8, 2015

ઉંદર.... The rat.....



ચાન્સ  મળે  એટલે  તકનો  લાભ  લેતાં  ઉંદર....


સુરતમાં  ઉંદર બહુ.
આમતો દેશ અને દુનિયામાં  બધે ઉંદર બહુ.
હું  વહેલી સવારે સ્નાનાદી પુરું કરી પુજા કરવા પુજા રુમમાં જતો હતો ત્યારે દરવાજો ખોલતાં જ મંદિર બાજુમાં  એક પાંજરામાં પુરાયેલ ઉંદરનો કણસવાનો અવાજ સંભળાયો. ઉંદર સામે જોયું  તો મરણ પથારીમાં  પડેલ હોય તેમ દયામણા ચહેરે તે જીવન માટે આજીજી કરતો. આ જોઇ તરત મેં  દરવાજો બંધ કર્યો અને દિકરાને પુછ્યું  તો તેણે કહ્યું  કે, પપ્પા, એ ગઇકાલ  બપોરવાળો ઉંદર છે. આનંદ કરવો કે દુ:ખ એ જ ના સમજાયું. ગઇકાલ  સુંધી એ ઉંદરનો વટ મેં અલગજ જોયેલ અને આજે દયામણા ચહેરે જીવનની ભીખ..??
બે દિવસ  પહેલા  એક ઉંદરે ઘરમાં  ખુબ નુકસાન  કર્યુ.  આમતો એ આવ્યો  ત્યારથી  જ તેના ભાગનું  ખાઇ લે અને અમે કાંઇ  કરતાં  પણ નહિ.  પરંતુ દિવસે દિવસે તેની અવળચંડાઇ અને નુકસાન અમને અને અમારા ઘરને નુકસાન થતું  વધતાં અમે એ ઉંદરને નિકાળવા ખુબ પ્રયત્ન  કર્યા...ઘર માંથે લીધુ પરંતુ  એમ પકડાય...આતો શહેરમાં  તૈયાર  થયેલ હિમ્મત વાળા સુશિક્ષિત  ઉંદર. ઘણાં સજ્જનોના ઘરોને હેરાન કરવાનો અનુભવ ધરાવનાર ઉંદર. એને એમ કે આ ઘરવાળા પણ થાકશે. પણ બધા થાકે નહિ  કોઇકતો એનાથી માથાભારે હોયને..? અંતે ઘરના સભ્યોએ પાજરે પુરવા આયોજન કરી પાંજરુ મૂક્યુ.
પાંજરુ  મુકવાનું  સ્થળ પુજાનો રુમ કારણ ખાસ કરીને આ રુમમાં  અવર જવર ઓછી હોય. પાંજરામાં  રોટલીનો ટૂકડો કાફી હતો લોભી ઉંદરને ફસાવવા. કારણ રસોડામાં  ધાનનાં ઢગલાં જે તેના તાબામાં  હતા તે ભૂલી તે રોટલીના ટૂકડાથી લલચાય. કદાચ એને એમ કે ધાનના ઢગલાંતો મારા છે જેટલું બહારનું  ખવાય કે લેવાય એટલું  સારું....!!! રોટલીનો ટૂકડો જોઇ દિવસ દરમિયાન  તેને નિકાળવા અમે કરેલ દોડધામ એ ભૂલી ગયો, 'લાલચ બુરી ચીઝ હૈ' એ કહેવત બોલવામાં સારી પણ પાલન કરવામાં અઘરી....સ્વાર્થ અને સંપત્તિ અંધ બનાવી દે. એને ભવિષ્યની મુશ્કેલીઓ બદલે રોટલીનો ટૂકડો  જ નજરમાં  આવતો.... અને અંતે એ લોભે જ એને પાંજરે પુર્યો.... શક્ય છે આ પાંજરાનો અનુભવ  ઉંદરને સમજણ આપે અને વધારોનો બગાડ કરતાં  અટકાવે....શક્ય  છે આવા અનુભવે જ નિર્દોષને લુંટનાર કે પોતાની શક્તિનો દુર ઉપયોગ કરનાર વાલીયા માંથી વાલ્મીકિ  બને.
બસ,
આવું  જ બને છે આપણી આસપાસના સત્તા ધરાવનાર અને સત્તાનો દુર ઉપયોગ કકરનારના જીવનમાં  કારણ....એક દિવસતો આવા લાલચુને પાંજરુ  પાક્કુ જ....
લોભ કે પ્રલોભન થયે થોડી ક્ષણો 'પાંજરા' ને યાદ કરવુ. કદાચ જે રોટલીનો  ટૂકડો આપણો નથી તે મેળવવાની ઘેલછા આપણને ફસાવે પણ ખરી....
આવા અનુભવ આપને પણ થયા હશે...
હવે તો કેટલાંક સપત્તિવાન લોકો કીમતી ભેત્સોગદોથી ઉંદર પ્રકૃતિ વાળાને પાળતા પણ થયા છે. ઘણાંને પોતાની જરૂરિયાત  મુજબ ઉંદર પાડવાનો શોખ હોય છે. આ ઉંદરોએ વિચારવું  કે પોતાના જીવનસાથી  કે સંતાનોને પણ બજેટ મુજબ વસ્તુ આપનાર, કોઇ સંબંધના હોય તોપણ સામે વાળી વ્યક્તિને  કિમતી  ભેટસોગાદો કેમ આપે..સ્વાર્થ વિના કોઇ કાંઇ ન જ આપે...જેટલો મોટો સ્વાર્થ  એટલો મોટો 'ટૂકડો'...કોઇ જ કારણ વિના કોઇ વ્યક્તિ કિમતી ભેટસોગાદ આપે એનો અર્થ  આપણાં માટે કોઇનું કોઇ પાજરું બનાવી રહ્યું છે.
સહી કરવાની સત્તાવાળાએ  'પાંજરુ' ના ભૂલવું. એકના એક દિવસ કોઇ એક ટૂકડો  પાંજરે પૂરાવે જ...ખોટા અને અનીતિના માર્ગે કમાયેલી સંપત્તિ કોના માટે ? પાપ કર્મમાં એ બધાં (પરીવાર) સહભાગી ખરા ?જેઓ પાપ માર્ગે કામાંવાનારા ની સંપત્તિમાં મોજ મસ્તી કરે....વાલિયા લુંટારામાંથી વાલ્મીકી ઋષિની જીવનયાત્રા યાદ હશે...વિચારવું....
અને અંતમાં,

ધ ગ્રેટ એલેક્ઝાન્ડર ને કોણ નથી ઓળખાતું??? એમને પોતાની મરણ શૈયા પર પોતાના સૈન્યના જનરલ (સેનાપતિ)ને બોલાવી ત્રણ ઈચ્છાઓ વ્યક્ત કરેલ,

૧. વિશ્વના શ્રેષ્ઠ ડોક્ટરોને પોતાની સમાધી ને ખાંધ આપવા બોલાવવામાં આવે જેથી દુનિયા સમજી શકે કે કોઈ મૃત્યુને જીતી શક્યું-રોકી શક્યું નથી કે કોઈ કોઈને બચાવી શકતું નથી... ધ એલેકઝાન્ડર ગ્રેટ પણ નહી....

૨. મારી અંતિમયાત્રા સમયે મારી કમાયેલી તમામ ધન દોલતને રસ્તામાં પાથરી દેવી જેથી લોકો જાણી શકે કે અહી કમાયેલું અહી જ રહી જશે....

૩. મારી નનામીમાં મારા હાથ ખુલ્લા રાખવા જેથી લોકો સમજી શકે કે કે હાથમાં કર્મોના હિસાબ સિવાય કાઈ જ લઇ જવાનું નથી...

પાપ કર્મે સંપત્તિ કમાતાં સમયે કે હક વિનાનું લેતાં પહેલાં સો વાર વિચારવું.....

 
પાળવા  માટે  વપરતા    સફેદ   ઉંદર.....

No comments: