તારીખ ૧૬ ઓક્ટોબર ૨૦૧૫ના રોજ ફરી એકવાર અમદાવાદ જીલ્લાના ધોરણ ૬ થી ૮ના
વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યશ્રીઓ અને મોનીટરીંગ ટીમ સાથે સંકળાયેલ ટીમ
એજ્યુકેશનના સભ્યો સાથે બાયસેગ માધ્યમે મળવાનું થયું. જિલ્લા વિકાસ અધીઅકારી સાહેબ
શ્રી ભાર્ગવીબેન દવે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીશ્રી પ્રફુલભાઈ જલુ સાહેબના
માર્ગદર્શન મુજબ NMMS અંતર્ગત વિદ્યાર્થીઓને સ્કોલરશીપ માટેની પરીક્ષાના માર્ગદર્શન તેમજ અન્ય વહીવટી,
શાળાકીય આયોજન અંગે ચર્ચા માટે તારીખ ૧૬ ઓક્ટોમ્બર ૨૦૧૫ના રોજ બાયસેગ માધ્યમે બેઠક નું આયોજન હાથ ધરાયું. આ
કોન્ફરન્સમાં ટીમ માંડલ દ્વારા ‘ચાઈલ્ડ ટ્રેકિંગ’ માટે ડેવલપ કરાયેલ એક્ષલ શીટ/સોફટવેર
પર ચર્ચા કરાઈ...ભાવનાબેન ચૌહાણ (મીરોલી પ્રાથ. શાળા) દ્વારા અમદાવાદ જીલ્લાના ૮૮૫
જેટલા વિદ્યાર્થીઓ NMMS પરીક્ષા આપી રહ્યા છે તેમને અને અન્ય
વિદ્યાર્થીઓને રીઝનીંગ અને ગાણિતિક સૂત્રોની મદદથી સરળતાથી દાખલા ગણી શકે તે માટે
માર્ગદર્શન આપવામાં આવ્યું. દેત્રોજ
તાલુકા પ્રાથમિક શિક્ષણાધીકારી શ્રી ચંદ્રિકાબેન પેટેલ દ્વારા સહભ્યાસિક પ્રવૃત્તિ
અને શાળાકીય આયોજન માટે માર્ગદર્શન અપાયું. માન. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીશ્રી
પ્રફુલભાઈ જલુ સાહેબ દ્વારા ગુનોત્સવમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરવાના સૂચનો અને ‘મુખ્યમંત્રી
યુવા સ્વાવલંબન યોજના’ અંતર્ગત જરૂરી માહિતી આપવામાં આવી. માન. જિલ્લા વિકાસ
અધીઅકારી સાહેબ શ્રી ભાર્ગવીબેન દવે સાહેબ દ્વારા શરદોત્સવ, વાંચે અમદાવાદ દ્વારા
ગુણોત્સવમાં ઉત્કૃષ્ઠ પરીણામ, નવતર પ્રયોગ કરતાં વિદ્યાર્થીઓ-શિક્ષકોની શોધ માટે
સૃષ્ટી, અમદાવાદ ના સહયોગથી તાલુકા કક્ષાએ બેઠક તેમજ સરકારશ્રીની જાણ વિકાસ માટે
કેટલીક યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
મને આ પરિસંવાદનું એન્કરીંગ તેમજ જરૂરીયાત મુજબ
વિષયોની ચર્ચા કરવાની જવાબદારી પૂર્વકનું કાર્ય સોંપવા બદલ હું ટીમ એજ્યુકેશન
અમદાવાદનો આભારી છું.







No comments:
Post a Comment