Wednesday, February 10, 2016

Innovation Fair .... ઇનોવેશન ફેર ....

ઇનોવેશન ફેર

જાન્યુઆરી મહિનાના પ્રારંભથી જ રાજ્યમાં જિલ્લા કક્ષાએથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા જીલ્લાના શિક્ષકો દ્વારા કરવામાં આવતાં ‘નવતર પ્રયોગ’ ને સમાજ સમક્ષ ‘ઇનોવેશન ફેર’ દ્વારા મુકવામાં આવ્યા. મહેસાણા ખાતે રાજ્ય કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન સાથે સાથે રાજ્યના પ્રથમ ‘ઇનોવેશન ફેર’ ને ખુલ્લું મુકવામાં આવ્યું. અગાઉ IIM અમદાવાદ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરનાર શિક્ષકોને સન્માનિત કરવાની શરૂઆત કરવામાં આવેલ.
રોજ સવાર થી સાંજ સુંધી માં સમાજના જુદાં જુદાં લોકો દ્વારા, પ્રાથમિક શિક્ષકો સામે શૈક્ષણિક બાબતોના જ્ઞાન વિના કેટલાંક ભાષણ આપતાં મહાનુભાવો દ્વારા સાંભળવા મળે કે ‘શિક્ષકો શાળામાં કાઈ  કામ કરતાં નથી,અથવા શિક્ષણ બગડ્યું છે....વિગેરે વિગેરે....’ આ સમયે શિક્ષક તરીકે દિલ દઈને કામ કરતાં કોઈ પણ શિક્ષક્ને ખુબ લાગી આવે એ સ્વાભાવિક છે. રાજ્યના તમામ શિક્ષકો કામ કરે છે અલબત્ત એના વીશે મુક્ત પણે ચર્ચા પછી જ પ્રાથમિક શિક્ષણ બગાડવાનો દોષનો પોટલો શિક્ષકો પર નાખવામાં આવે એ જરૂરી કહેવાય. એર કન્ડીશન ઓફિસમાં બેસી ‘બિચ્ચારા મારા જેવાં માસ્તરને મન ફાવે એવી ગાળો દઈ પોતાનું પેટીયું રળતા એ સૌ કોઈ મહાનુભાવો ને પરમાત્મા માફ કરે. હું ફરીથી કહી શકું કે મોટાભાગના શિક્ષકો કામ કરે છે. કામ કરનાર શિક્ષકો સામે બહુ ઓછી સંખ્યામાં શિક્ષકો હોઈ શકે જે ઓછું કે સાવ નહી કામ કરતાં હોય. કોણ કામ નથી કરતું એનાથી સમાજ-સિસ્ટમ સંપૂર્ણ પણે વાકેફ છે. પરંતુ કામ નથી કહેતાં એવું સંભાળતા સમયે કામ કરતાં શિક્ષકો, સી.આર.સી કૉ ઓર્ડીનેટર કે બી.આર.સી કૉ ઓર્ડીનેટર ની માનસિક વ્યથા દયાજનક હોય એ સ્વાભાવિક છે. તેઓની કામગીરીને કોઈ જોનાર, બિરદાવનાર કે સમાજ સમક્ષ મુકનાર નહી. જ્યાં સુંધી સમાજ ના લોકો સમક્ષ શિક્ષકો દ્વારા થતી શાળાની વિવિધ પ્રવૃત્તિઓ સમાજ સમક્ષ મુકવામાં ન આવે ત્યાં સુંધી સમાજ પણ ભાષણો પર તાળી પાળી શિક્ષકોને કોશે એ સ્વાભાવિક છે. શિક્ષકો  દ્વારા થતાં  શૈક્ષણિક , અભ્યાસિક અને  સહઅભ્યાસિક  કામને નિયમિત  રીતે  સમાજ સમક્ષ  મુકવાનો  સમય આવી ગયો છે. यहां तो वोही बिकता है जो दिखता है ।  સમાજ દ્વારા શિક્ષણ બગડ્યાની વાતો થાય એ સમયે વિવિધ પ્રાથમિક શિક્ષક સંગઠન દ્વારા શિક્ષકો દ્વારા થતાં નવતર પ્રયોગો અને રચનાત્મક કાર્યોને સમાજ સમક્ષ મુકવા જરૂરી હતી. પરંતુ કદાચ વહીવટી કાર્યોમાં વ્યસ્તતાને કારણે શિક્ષકોના પ્રતિનિધિઓ દ્વારા શિક્ષકોના સારા કાર્યોને સમાજ સમક્ષ મૂકી શકવાનું કામ ન થઇ શક્યું. આશા રાખીએ આગામી વર્ષોમાં આપણે સૌ સાથે મળી ‘ઇનોવેશન ફેર’ને શિક્ષકોના ઉત્સવ તરીકે   દર વર્ષે ૧૫ નવેમ્બરના રોજ ઉજવી સ્વર્ગસ્થ ગીજુભાઈ બધેકા ને શ્રદ્ધાંજલિ આપીશું.
રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ GCERT, ગાંધીનગર અને IIM Ahmedabad ના Innovation in Education  વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારણા માટે રાજ્યની તમામ શાળાઓમાં શિક્ષકો દ્વારા થતાં નવતર પ્રયોગોને સમાજ સમક્ષ મુકવાનું અને સમાજમાં શિક્ષકની સાચી ઓળખ કરાવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું. આપણે જાણીએ છીએ તે મુજબ રાજ્યમાં એવાં ઘણાં શિક્ષકો અને કૉ ઓર્ડીનેટર છે જેઓ બીજાં કરતાં અલગ કામ કરે છે. આમ પણ ડૉ.શિવ ખેડા ના કહેવા મુજબ ‘જીતવા વાળા કોઈ અલગ કામ કરતાં નથી પરંતુ દરેક કાર્યને અલગ રીતે કરે છે.’ આ અલગ રીતે કાર્ય કરતાં શિક્ષકોને ‘ઇનોવેશન ફેર’ માં આમંત્રણ આપી તેમના નવતર પ્રયોગને સૌ શિક્ષકો માટે ઉપયોગી બંને એ હેતુ થી ઇનોવેશન ફેર આયોજવામાં આવ્યો.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમદાવાદ શહેર દ્વારા ૨-૩ ફેબ્રુઆરી ના રોજ ડાયેટના પ્રાચાર્ય ડૉ દિનેશભાઈ તિવારી સાહેબના માર્ગદર્શન મુજબ, શ્રી નરેશભાઈ પટેલ અને શ્રી જી ભાઈ દેસાઈના કૉ-ઓર્ડીનેશન દ્વારા ‘ઇનોવેશન ફેર’ સફળ રીતે યોજવામાં આવ્યો. આ ઇનોવેશન ફેર માં અમદાવાદ કોર્પોરેશનની પ્રાથમિક શાળાઓ, દેત્રોજ, વિરમગામ અને માંડલ તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં ગુણવત્તા સુધારણા માટે અલગ રીતે કામ કરતાં શિક્ષકો , કૉ ઓર્ડીનેટર અને બી.આર.પી દ્વારા ૪૮ નવતર પ્રયોગો મુકવામાં આવ્યા. દરેક પ્રયોગની આગવી વિશેષતા. દરેક પ્રયોગ જો અમલી કરવામાં આવે તો દરેક શાળામાં પરીણામ આપી શકે તેવા પ્રયોગો મુકવામાં આવ્યા. આ ઇનોવેશન ફેરમાં મુકાયેલ પ્રયોગો શિક્ષકો, કૉ ઓર્ડીનેટરને પોતાના સ્થાન પર અમલી કરવાં આપવામાં આવે તો જરૂર પરીણામ મળે....આ  નવતર પ્રયોગ માટે જેમના દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવેલ છે તેમના માર્ગદર્શન મુજબ તાલીમ દ્વારા શિક્ષકોને વિશેષ માહિતી આપી નવતર પ્રયોગમાં પણ નવતર પ્રયોગ કરી શકાય. રાજ્યના તમામ જિલ્લાઓમાં  ઇનોવેશન ફેર  પૂર્ણ  થતાં અંદાજીત 2000  જેટલા   શૈક્ષણિક  નવતર પ્રયોગો GCERT, ગાંધીનગર અને IIM અમદાવાદ  ને મળશે. આ તમામ નવતર પ્રયોગોની ચકાસણી  કરી શાળામાં  અમલીકરણ દ્વારા  શૈક્ષણિક  ગુણવત્તા  સુધારણા  માટે  વિચાર  શકાય.
આગામી વર્ષોમાં ‘ઇનોવેશન ફેર’માં રાજ્યની તમામ શાળાઓનું પ્રતિનિધિત્વ થાય અને શિક્ષકોના કાર્યોને સમાજ સમક્ષ મુકવામાં આવે તો સમાજમાં શિક્ષકો અને શિક્ષણ વ્યવસ્થા પર વિશ્વાસ જાગશે.
‘ઇનોવેશન ફેર’માં સહભાગી સૌ શિક્ષકો, કૉ ઓર્ડીનેટર્સ, બી.આર.પી ને અભિનંદન.
IIM Ahmedabad  દ્વારા  સન્માનિત રાજ્ય  ના અનેક શિક્ષકોના વિવિધ  વિષયો  અને વિભાગોમાં કરેલ નવતર પ્રયોગો આપ www.teachersastransfermor.org પર જોઇ શકો છો.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-અમદાવાદ (શહેર) આયોજિત ‘ઇનોવેશન ફેર’ની કેટલીક તસ્વીર આપને માટે....
ઉદઘાટન સમારોહ

ટીમ ઇનોવેટર....દેત્રોજ 

ડૉ હર્ષદભાઈ પટેલ, વા.ચેરમેનશ્રી અ.મ્યુ.કૉ. દ્વારા મારા સ્ટોલની મુલાકાત

ઇનોવેશન ફેર સ્ટોલ્સ.....

ઇનોવેશન ફેર સ્ટોલ્સ.....

ઇનોવેશન ફેર સ્ટોલ્સ.....

શ્રી અવિનાશભાઈ ભંડારી સાહેબ દ્વારા સન્માન પત્ર દ્વારા સન્માન

શ્રી જગદીશભાઈ ભાવસાર, ચેરમેનશ્રી, અ.મ્યુ.કૉ. દ્વારા સન્માન

શ્રી અવિનાશભાઈ ભંડારી સાહેબ દ્વારા સન્માન પત્ર દ્વારા સન્માન


હું સી.આર.સી કૉ ઓર્ડીનેટર છું. મારા દ્વારા થતી વિવિધ કામગીરી પૈકી એક કામગીરી એ પણ ખરી કે, ‘અમારા ક્લસ્ટરની શાળાઓમાં થતી પ્રવૃત્તિઓનો સમાજમાં પ્રચાર અને પ્રસાર કરવો’....મારા આ હેતુને સિદ્ધ કરવાં અમારા નવતર પ્રયોગને અહી આપને વંચાણે મુકેલ છે. આપનું માર્ગદર્શન અમને વધારે સારું કામ કરવાં પ્રેરણા આપશે.

સોશિયલ મીડિયા દ્વારા નદીશાળા ક્લસ્ટરની શાળાઓમાં થતી પ્રવૃત્તિઓનો પ્રચાર અને પ્રસાર
૧. નવતર પ્રવૃત્તિનું શીર્ષક: સોશિયલ મીડિયા દ્વારા નદીશાળા ક્લસ્ટરની શાળાઓમાં થતી પ્રવૃત્તિઓનો પ્રચાર અને પ્રસાર
૨. કોના દ્વારા વિકાસ કરવામાં આવ્યો : સ્વયં
૩. નવતર પ્રવૃત્તિ કરનાર શિક્ષકનુ નામ: કેતન મહેન્દ્રપ્રસાદ ઠાકર
૪. ફોન નં. : ૯૯૨૫૧૪૮૩૦૧                        ઈ મેઈલ એડ્રેસ: ketanmthakar@gmail.com
૫. સહકાર આપનારનું નામ: સ્વયંમ
૬. સહ કાર્યકર્તાનો ફોન નં.: લાગુ પડતું નથી
૭. સહકાર્યકર્તાનું ઈ મેઈલ એડ્રેસ: લાગુ પડતું નથી
૮. શાળાનું નામ અને સરનામું : દેકાવાડા પે સેન્ટરની તમામ દશ શાળાઓ (દેકાવાડા, વિજયનગર,ઉમેદપુરા,ગીતાપુર,સદાતપુરા,નદીશાળા,જશપુરા, ગમાનપુરા, લક્ષ્મીપુરા અને રામગઢ પ્રાથમિક શાળાઓ...)
૯. નવતર પ્રવૃત્તિ માટે પ્રેરિત કર્યા હોય તેવી સમસ્યાનું વર્ણન :
        શિક્ષકો શાળામાં પુરતો સમય કામ કરતાં નથી આથી શિક્ષણ કથળ્યું છે આવી વાતો ઘણી જગ્યાએ સાંભળવા મળતી. અમારા નદીશાળા ક્લસ્ટર અને મને કામગીરી સોંપાયેલ બાજુનું દેકાવાડા ક્લસ્ટરમાં શિક્ષકો ખુબ સારી પ્રવૃત્તિ કરતાં. પરંતુ સમાજ કે ક્યારેક કોઈ વક્તાના વક્તવ્યમાં ‘શિક્ષકો કામ નથી કરતાં’ જેવી વાતો સાંભળી હતાશ પણ થતાં. આથી મે વિચાર્યું કે શિક્ષકો જે કાર્ય શાળામાં કરે છે તેની વિગતો સમાજ સુંધી પહોંચાડવી ખુબ જરૂરી છે. જ્યાં સુંધી શિક્ષકોના શાળાકીય કામ ની સમાજને માહિતી નહી મળે ત્યાં સુંધી આવી વાતો સંભળાવી જ રહી. વળી કેટલીક સારી શાળાઓ કે શિક્ષકોની પ્રવૃત્તિઓ કે નવતર પ્રયોગ અમારા શિક્ષકો જાણે, વાંચે અને જુવે એ પણ જરૂરી હતું. હું તાલીમ કે મીટીંગ યોજી રાજ્યની જુદી જુદી શાળાઓની  નવતર પ્રવૃત્તિઓ અંગે અમારા શિક્ષકોને સીધી જાણ કરું એના કરતાં તેઓ જાતે જ જુવે એની અસરકારકતા વધુ રહે. આથી મે અમારા બંને ક્લસ્ટરની તમામ શાળાઓમાં ફેસબુક એકાઉન્ટ ખોલવા નક્કી કર્યું.

૧૦. નવતર પ્રયોગની સંપૂર્ણ વિગત :
        શિક્ષકો શાળામાં પુરતો સમય કામ કરતાં નથી આથી શિક્ષણ કથળ્યું છે આવી વાતો ઘણી જગ્યાએ સાંભળવા મળતી. અમારા નદીશાળા ક્લસ્ટર અને મને કામગીરી સોંપાયેલ બાજુનું દેકાવાડા ક્લસ્ટરમાં શિક્ષકો ખુબ સારી પ્રવૃત્તિ કરતાં. પરંતુ સમાજ કે ક્યારેક કોઈ વક્તાના વક્તવ્યમાં ‘શિક્ષકો કામ નથી કરતાં’ જેવી વાતો સાંભળી હતાશ પણ થતાં. આથી મે વિચાર્યું કે શિક્ષકો જે કાર્ય શાળામાં કરે છે તેની વિગતો સમાજ સુંધી પહોંચાડવી ખુબ જરૂરી છે. જ્યાં સુંધી શિક્ષકોના શાળાકીય કામ ની સમાજને માહિતી નહી મળે ત્યાં સુંધી આવી વાતો સંભળાવી જ રહી. વળી કેટલીક સારી શાળાઓ કે શિક્ષકોની પ્રવૃત્તિઓ કે નવતર પ્રયોગ અમારા શિક્ષકો જાણે, વાંચે અને જુવે એ પણ જરૂરી હતું. હું તાલીમ કે મીટીંગ યોજી રાજ્યની જુદી જુદી શાળાઓની  નવતર પ્રવૃત્તિઓ અંગે અમારા શિક્ષકોને સીધી જાણ કરું એના કરતાં તેઓ જાતે જ જુવે એની અસરકારકતા વધુ રહે. આથી મે અમારા બંને ક્લસ્ટરની તમામ શાળાઓમાં ફેસબુક એકાઉન્ટ ખોલવા નક્કી કર્યું. અમારા ક્લસ્ટરની શાળાઓના મુખ્ય શિક્ષક અને સાથી શિક્ષકો ને કમ્પ્યુટર અને ઈન્ટરનેટ અંગેની અગાઉ તમામ શાળાઓના મેઈલ એકાઉન્ટ ખોલી માહિતગાર કરેલ હોઈ સોશિયલ મીડિયાથી તેઓ પરિચિત હતાં. મે શાળાના આચાર્યશ્રીઓ ની મીટીંગમાં અમારા માટે સોશિયલ મીડિયા શા માટે જરૂરી છે એ અંગે માહિતગાર કર્યા. મોબાઈલ થી ફેસબુક દ્વારા લાખો લોકો સુંધી પોતાની શાળાકીય પ્રવૃત્તિઓ પહોંચાડી શકાય તે અંગે માહિતગાર કર્યા, ફેસબુકના ફાયદા સમજાવ્યા. અને દરેક આચાર્યના મોબાઈલમાં ફેસબુક એપ્લીકેશન એક્સેસ કરી ફેસબુક પર એકાઉન્ટ શરૂ કરી આપ્યું.
અમારી શાળાના આચાર્યશ્રીઓ નિયમિત રીતે અથવા સમયાંતરે પોતાની ફેસબુક વોલ પર શાળાકીય પ્રવૃત્તિઓ અપલોડ કરી શિક્ષક, વિદ્યાર્થીઓ અને શિક્ષણ વિભાગ દ્વારા થતી જુદી જુદી પ્રવૃત્તિઓ પહોંચાડી રહ્યા છે.
૧૧. પ્રયોગના અમલીકરણનું મૂલ્યાંકન : નિયમિત શાળાઓનું અપડેશન કરાવી જરૂરી શાળાઓને માર્ગદર્શન આપ્યું.
૧૨. પ્રાપ્ત થયેલ પરીણામ : અમારા બંને ક્લસ્ટર ની શાળાઓમાં થતી પ્રવૃત્તિઓનો સમાજમાં પ્રચાર અને પ્રસાર થઇ રહ્યો છે. અમારા શિક્ષકો રાજ્યની અન્ય શાળાઓની પ્રવૃત્તિઓ અને પ્રયોગોથી અવગત થાય છે તેમજ નવતર પ્રયોગ હાથ ધરનાર શિક્ષકો કે વ્યક્તિઓના પરીચયમાં આવી પ્રેરણા અને પ્રોત્સાહન મેળવે છે.





આ સિવાય અમારા ગીતાપુર, વિજયનગર અને નદીશાળા ના શિક્ષકશ્રી ઓ દ્વારા કરવામાં આવેલ નવતર પ્રયોગો આપને વાંચન માટે....


ઓટોમેટિક લાઈટ વડે શાળા પરીસરની જાળવણી...

૧. નવતર પ્રવૃત્તિનું શીર્ષક: ઓટોમેટિક લાઈટ વડે શાળા પરીસરની જાળવણી...
૨. કોના દ્વારા વિકાસ કરવામાં આવ્યો : સ્વયં
૩. નવતર પ્રવૃત્તિ કરનાર શિક્ષકનુ નામ: કેતન મહેન્દ્રપ્રસાદ ઠાકર
૪. ફોન નં. : +91 7041501101                        ઈ મેઈલ એડ્રેસ: hm.gitapur01@gmail.com
૫. સહકાર આપનારનું નામ: શાળા પરીવાર
૬. સહ કાર્યકર્તાનો ફોન નં.: લાગુ પડતું નથી
૭. સહકાર્યકર્તાનું ઈ મેઈલ એડ્રેસ: લાગુ પડતું નથી
૮. શાળાનું નામ અને સરનામું : ગીતાપુર પ્રાથમિક શાળા, તાલુકો: દેત્રોજ, જીલ્લો: અમદાવાદ
૯. નવતર પ્રવૃત્તિ માટે પ્રેરિત કર્યા હોય તેવી સમસ્યાનું વર્ણન :
        અમારી શાળા આસપાસની અમારા વિસ્તારની મોટાભાગની શાળાઓમાં ચોરીઓ થતી અને શાળાના મહત્વના દસ્તાવેજો, કોમ્પ્યુટર, ટેલીવિઝન ચોરાઈ જતાં. અમારી શાળામાં ચોરી ન થતી પરંતુ  કેટલાંક લોકો દ્વારા શાળાને નુકસાન પણ કરવામાં આવતું. અમારી શાળામાં પણ અમને ચોરી થવાનો ભય રહેતો. અમારી શાળા પરિસરમાં થતાં નુકસાનને બચાવવા અને ચોરી પણ ન થાય તે હેતુથી અમે ટાઈમર લાઈટ સેટ કરી. વળી અમારી શાળાની નજીકમાં સીસીટીવી કેમેરાથી સજ્જ દેવપુરીબાપુનું મંદિર આવેલ છે. રાત્રે કોઈ શાળા પરિસરમાં આવે તો તેઓ લાઈટ ચાલુ હોઈ ઓળખાઈ જાય.

૧૦. નવતર પ્રયોગની સંપૂર્ણ વિગત :
                અમારી શાળા આસપાસની અમારા વિસ્તારની મોટાભાગની શાળાઓમાં ચોરીઓ થતી અને શાળાના મહત્વના દસ્તાવેજો, કોમ્પ્યુટર, ટેલીવિઝન ચોરાઈ જતાં. અમારી શાળામાં ચોરી ન થતી પરંતુ  કેટલાંક લોકો દ્વારા શાળાને નુકસાન પણ કરવામાં આવતું. અમારી શાળામાં પણ અમને ચોરી થવાનો ભય રહેતો. અમારી શાળા પરિસરમાં થતાં નુકસાનને બચાવવા અને ચોરી પણ ન થાય તે હેતુથી અમે ટાઈમર લાઈટ સેટ કરી જેના દ્વારા અંધારું થતાં લાઈટ આપોઆપ ચાલુ થઇ જાય અને અજવાળાને કારણે કોઈ બિન અધિકૃત વ્યક્તિ શાળામાં પ્રવેશ ન કરે અને પ્રવેશ કરે તો જણાઈ આવે. વળી અમારી શાળાની નજીકમાં સીસીટીવી કેમેરાથી સજ્જ દેવપુરીબાપુનું મંદિર આવેલ છે. રાત્રે કોઈ શાળા પરિસરમાં આવે તો તેઓ લાઈટ ચાલુ હોઈ ઓળખાઈ જાય. આ અંગે અમે ગ્રામજનોને પણ જાણ કરી. ગ્રામજનોએ પણ અમારા આ કાર્યમાં સહભાગીતા દાખવી.
છેલ્લા દોઢ વર્ષથી અમારી શાળામાં ઓટોમેટિક લાઈટ વ્યવસ્થા કરેલ હોઈ અંધારું થતાં લાઈટ આપો આપ ચાલુ થાય છે અને શાળા પરીસર સચવાઈ ને રહે છે. અમારી શાળામાં અમે જુદી જુદી પ્રવૃત્તિઓ કરીએ છીએ તેમજ શાળામાં ઇકો ક્લબ અંતર્ગત ઔષધીય બગીચો, કિચન ગાર્ડન અંતર્ગત શાખભાજીનું વાવેતર કરેલ હોઈ શાળા પરિસરની જાળવણી ખુબ જરૂરી છે.

૧૧. પ્રયોગના અમલીકરણનું મૂલ્યાંકન : હું સ્થાનિક રહેતો હોઈ સાંજે ઓટોમેટિક લાઈટ દ્વારા અજવાળું થયેલ છે કે નહી તે જોઈ લઉં છું. છેલ્લા દોઢ વર્ષથી અમારી શાળામાં કોઈ નુકસાન થયેલ નથી.
૧૨. પ્રાપ્ત થયેલ પરીણામ : છેલ્લા દોઢ વર્ષથી અમારી શાળામાં કોઈ નુકસાન થયેલ નથી. અમારો ઔષધીય બગીચો, કિચન ગાર્ડન, શાળામાં અન્ય સગવડો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ વસ્તુઓ સાચવીને રહેલ છે. અમારી ઓટોમેટિક લાઈટના કારણે રાત્રે પણ શાળામાં અજવાળું હોઈ ગામમાં પ્રવેશનારને અલગ જ રોનક જોવા મળે છે, મોડી રાત્રે આવે તો પણ શાંતિ અનુભવાય છે અને શાળા પરીસર સચવાઈને રહે છે.
૧૩. નવતર પ્રવૃત્તિની વર્તમાન સ્થિતિ : છેલ્લા દોઢ વર્ષથી અમારી શાળામાં કોઈ નુકસાન થયેલ નથી. અમારો ઔષધીય બગીચો, કિચન ગાર્ડન, શાળામાં અન્ય સગવડો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ વસ્તુઓ સાચવીને રહેલ છે.





સોશિયલ મીડિયાના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓના કથન કૌશલ્યનો વિકાસ...

૧. નવતર પ્રવૃત્તિનું શીર્ષક: સોશિયલ મીડિયાના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓના કથન કૌશલ્યનો વિકાસ...
૨. કોના દ્વારા વિકાસ કરવામાં આવ્યો : સ્વયં
૩. નવતર પ્રવૃત્તિ કરનાર શિક્ષકનુ નામ: કેતન મહેન્દ્રપ્રસાદ ઠાકર
૪. ફોન નં. : +91 9687999636                        ઈ મેઈલ એડ્રેસ: ranjanbenjadav5@gmail.com
૫. સહકાર આપનારનું નામ: શાળા પરીવાર
૬. સહ કાર્યકર્તાનો ફોન નં.: લાગુ પડતું નથી
૭. સહકાર્યકર્તાનું ઈ મેઈલ એડ્રેસ: લાગુ પડતું નથી
૮. શાળાનું નામ અને સરનામું : વિજયનગર પ્રાથમિક શાળા, તાલુકો: દેત્રોજ, જીલ્લો: અમદાવાદ
૯. નવતર પ્રવૃત્તિ માટે પ્રેરિત કર્યા હોય તેવી સમસ્યાનું વર્ણન :
        અમારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ખુબ ઓછી છે. તમામ વિદ્યાર્થીઓના વાલીઓ ખેતમજૂરી કરે છે. અમારા વિદ્યાર્થીઓનો પરીવાર પણ ખેતરમાં જ રહેતા હોઈ આ વિદ્યાર્થીઓ ને બહારના લોકોને મળવાનું પણ ઓછું થતું. શાળા મુલાકાતે બહારથી કોઈ આવે તો આ વિદ્યાર્થીઓ બોલવામાં ખચકાતાં. વિદ્યાર્થીઓના આ ડરને કારણે ક્યારેક અમારી મહેનત ઓછી હોય તેવું બહારથી આવેલ મુલાકાતીને લાગતું. આ વિદ્યાર્થીઓનું કથન કૌશલ્ય વિકસાવવું એ અમારા માટે ખુબ મહત્વનું હતું.

૧૦. નવતર પ્રયોગની સંપૂર્ણ વિગત :
                        અમારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ખુબ ઓછી છે. તમામ વિદ્યાર્થીઓના વાલીઓ ખેતમજૂરી કરે છે. અમારા વિદ્યાર્થીઓનો પરીવાર પણ ખેતરમાં જ રહેતા હોઈ આ વિદ્યાર્થીઓ ને બહારના લોકોને મળવાનું પણ ઓછું થતું. શાળા મુલાકાતે બહારથી કોઈ આવે તો આ વિદ્યાર્થીઓ બોલવામાં ખચકાતાં. વિદ્યાર્થીઓના આ ડરને કારણે ક્યારેક અમારી મહેનત ઓછી હોય તેવું બહારથી આવેલ મુલાકાતીને લાગતું. આ વિદ્યાર્થીઓનું કથન કૌશલ્ય વિકસાવવું એ અમારા માટે ખુબ મહત્વનું હતું.
આ અંગે અમે અમારા સી.આર.સી કૉ ઓર્ડીનેટર કેતનભાઈ ઠાકર સાથે ચર્ચા કરી. તેમણે અમને જણાવ્યું કે વિદ્યાર્થીઓને વાર્તા, ગીતો મોબાઈલમાં રેકોર્ડ કરી તેમને જ બતાવવી. આમ કરવાથી વિદ્યાર્થીઓની હિમ્મત વધશે અને તેમની ભૂલો પણ જાતે સુધારવાની તક મળશે. અમારી શાળાનું ફેસબુક પર એકાઉન્ટ પણ છે. અમે વિચાર્યું કે અમારા વિદ્યાર્થીઓની રોજબરોજની વિવિધ પ્રવૃત્તિઓ અમે ફેસબુક પર અપડેટ કરીએ છીએ. અમે અમારા વિદ્યાર્થીઓની વિવિધ પ્રવૃત્તિઓ, વાર્તાઓ, ગીતો વિગેરે વિડીયો ક્લિપ્સ પણ અપડેટ કરવાનું શરૂ કર્યું. વળી જયારે જયારે અમારા સી.આર.સી કૉ ઓર્ડીનેટર કે અન્ય મુલાકાતી આવે તો તેઓ અમારા વિદ્યાર્થીઓને મળી પ્રસંશા કરતાં. આમ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધતો ગયો અને પોતાની વાત ને યોગ્ય રીતે મુકવાનો પ્રયત્ન કરતાં થયાં. વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો જોઈ શકાય છે.
૧૧. પ્રયોગના અમલીકરણનું મૂલ્યાંકન : અમારા સી.આર.સી કૉ ઓર્ડીનેટર કે અન્ય મુલાકાતી શાળામાં આવે તો તેઓ અમારા વિદ્યાર્થીઓને મળી તેમની વિવિધ પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરે અને વિદ્યાર્થીઓનેની પ્રસંશા કરતાં. આમ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધતો ગયો અને પોતાની વાત ને યોગ્ય રીતે મુકવાનો પ્રયત્ન કરતાં થયાં. વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો જોઈ શકાય છે.
૧૨. પ્રાપ્ત થયેલ પરીણામ : અમારા સી.આર.સી કૉ ઓર્ડીનેટર કે અન્ય મુલાકાતી શાળામાં આવે તો તેઓ અમારા વિદ્યાર્થીઓને મળી તેમના કામની પ્રસંશા કરતાં. આમ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધતો ગયો અને પોતાની વાત ને યોગ્ય રીતે મુકવાનો પ્રયત્ન કરતાં થયાં. વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો જોઈ શકાય છે.
૧૩. નવતર પ્રવૃત્તિની વર્તમાન સ્થિતિ : આ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધતો જોવા મળે છે અને પોતાની વાત ને યોગ્ય રીતે મુકવાનો પ્રયત્ન કરતાં થયાં. વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો જોઈ શકાય છે.



No comments: