સંસ્કારધામ, ઘુમા, બોપલ ખાતે આજે 'શિક્ષકત્વના નિખાર પર સમારોહ યોજાયો. અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી એમ.પી.મહેતા સાહેબની આયોજનમાં સહભાગીતાને કારણે આ સમારોહમાં ઉપસ્થિત રહેવાનો લ્હાવો મળ્યો. આ સમારોહના મુખ્ય વક્તા શ્રી જય વસાવડા એ હૃદય સ્પર્શી વક્તવ્યથી સૌને વિચારતાં કરી દીધા....સાચુ કહુ તો 'હું શિક્ષક છું..?' આજે સ્વ ને આ પ્રશ્ન કરવાનો મોકો મળ્યો.
પ્રત્યેક વાકય પર 'વાહ'ની અનુભૂતિ કરાવનાર જય વસાવડાના 'શિક્ષક' પાસેની અપેક્ષા પરના કેટલાંક યાદગાર વાક્યો....
#JayVasavada
દરેક વાત પર 'વાહ' ની અનુભૂતિ કરાવી...
# શિક્ષક પાસે ગાડી હોય એનો અનેરો આનંદ,
વિદ્યાર્થીઓને સમજાશે કે જ્ઞાનના રસ્તે ગાડી પણ મળે....
# કોઇ પણ હોદ્દો કે સત્તા ઘણી બધી જવાબદારી સાથે મળે છે. જવાબદારી મુજબનું કાર્ય કરનાર જાતે સફળ બને...અને સમાજને શાંતિ અર્પે....
# Great power comes with great responsibility.
# વગર કહ્યે સમજે એ જ શિક્ષક...
# દુનિયામાં આપણને કોઇ જોતું ના હોય એ સમયે આપણે બીજા સાથે કેવું વર્તન કરીએ છીએ એ આપણું ચારિત્ર્ય....
# મૂલ્યો ઝીલી શકાય પરંતુ શિખવી ન શકાય....
# આ દુનિયામાં આપણાં સિવાય બીજા પણ જીવે છે એ ધ્યાન રાખે એ શિક્ષિત....મૂલ્યવાન....
# શિક્ષકનું કાર્ય એ દાયણ જેવું છે...
# શિક્ષણ એટલે અરીસાઓને બારીમાં બતાવવાનું કાર્ય....
# સવાલ પેદા કરવાની કળા શિખવે એ શિક્ષક.
# શાળામાંથી 'હાશ' લઇ ને ઘરે જાય એવી અનુભૂતિ કરાવે શિક્ષક.
# સફળતા અને નિષ્ફળતા એ માણસે બનાવેલા 'લેબલ્સ' છે. પ્રયત્નો કરનાર જ માણસ.
# શિક્ષણ એટલે અરીસાઓને બારીમાં બદલાવવાનું કાર્ય નથી....
# શિક્ષક એટલે....
- સારો માણસ
- સારો નાગરિક
- સારો ભાવક
- સારો સર્જક
બનાવે એ શિક્ષક...
# મૂલ્યોની વાતો કરવા કરતાં મૂલ્યો જીવી બતાવનાર શિક્ષક
# શિક્ષણના મૂલ્યો...
- સિધ્ધાંત વિહીન રાજકારણ
- પરિશ્રમ વિહીન ધન કમાણી
- સદાચાર વિહીન વ્યાપાર
- કલ્યાણ વિહીન વિજ્ઞાન
- વિવેકહીન સુખ
- વૈરાગ્ય વિહીન ઉપાસના
- ચારિત્ર્ય વિહીન શિક્ષણ
# પૈસો હાથનો મેલ છે કહેનારે અનેક મહેલો બાંધ્યા...મહેલોમાં રાચે....
# આપણાં નામને ગર્વથી બોલી કહે કે હું '.......' નો વિદ્યાર્થી છું એ શિક્ષકનું સૌથી મોટું સન્માન કે પ્રમાણપત્ર...
# દુ:ખ એ વાતનું છે કે બુટલેગર ગાડીમાં ફરે અને શિક્ષક બાઇકમાં....
# મરવા જરૂર જન્મે પણ ઘરડો થવા ન જન્મે એ શિક્ષક....
# શિક્ષણમાં ટહુકાની જરૂર છે.
# શું શિખવવું અને શું ન શિખવવું એ જાણે એ શિક્ષક...
# વળગણ વિના પ્રત્યેક ક્ષણને જીવે એ શિક્ષક....
No comments:
Post a Comment