Friday, April 1, 2016

State Examination Board.... રાજ્ય પરીક્ષા બોર્ડ

ધંધાકીય દૃષ્ટિએ જોઇએ તો જે પેઢીના માલિક કે કર્મચારી  સતત એ પેઢી અને એની સાથે સંકળાયેલ પ્રત્યેક પાસા વિશે વિચારતાં રહે તોજ એ પેઢીનો વિકાસ થાય. સફળ બીઝનેસમેન  સતત પોતાની પ્રોડક્ટ વિશે વિચારતાં રહે. સવારે મળીએ કે અડધી રાત્રે પરંતુ તેઓના મનમાં સતત પોતાની પેઢીને કેવી રીતે સફળતાના શિખરો પર પહોંચાડવા એ વિશે જ વિચારે. આવા પરીશ્રમી  અને કોઇ પણ અશક્ય કામને શક્ય બનાવનારને ઘણાં લોકો 'પ્રોફેશનલ પર્સન' કહે છે. આ 'પ્રોફેશનલાઇઝમ' દરેક વ્યક્તિમાં હોય એ અપેક્ષિત છે. અને સફળ થવા આ જરુરી પણ ખરું. કહેવાય છે કે 'પ્રોફેશનલાઇઝમ' શબ્દની સમાજને ભેટ ઓછું, સમય મર્યાદા બહાર કામ કરનાર સરકારી કર્મચારીઓએ આપી. સમય બદલાતાં હવે સરકારી કર્મચારીઓ પણ ખુબ કામ કરે છે...આનો અનુભવ અમને તા.28 થી 30 માર્ચ દરમિયાન જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર અને આઇ.આઇ.એમ અમદાવાદ  દ્વારા યોજાયેલ 'રાજ્ય કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેર' દરમિયાન થયો. રાજ્યના 108 ઇનોવેટીવ ટીચર્સ દ્વારા કરાયેલી નવતર પ્રયોગ દ્વારા કરાયેલ કામગીરી જેમણે જોઇ હશે એમને આ વાત સમજાશે.
આ ત્રણ દિવસ દરમિયાન કામગીરીમાં સંકળાયેલ હોવાથી અવારનવાર  રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન શ્રી જલુ સાહેબને મળવાનું થતું. શ્રી જલુ સાહેબને જ્યારે પણ મળતાં એમની વાતમાં રાજ્ય પરીક્ષા બોર્ડ  અંતર્ગત લેવાતી પરીક્ષાનો રાજ્યના મહત્તમ વિદ્યાર્થીઓ લાભ લે એ માટે  શું કરી શકાય એજ કેન્દ્રમાં હોય. સાહેબશ્રી રાજ્ય પરીક્ષા બોર્ડને એક આગવી ઓળખ આપવા માંગે છે....અને આપશેજ. સાહેબને શિક્ષક માટે ખુબ આદરભાવ છે. પોતાના ઉદબોધનમાં તેમણે કહેલ કે અહી 108 નવતર પ્રયોગ હાથ ધરનાર શિક્ષક ઉપસ્થિત છે...અને બીજા 108×108 થી વધારે શિક્ષક જેઓ અહીં સુંધી નથી પહોંચ્યા તેઓ પોતપોતાની શાળામાં  વિદ્યાર્થીઓના ઉજવળ ભવિષ્ય  માટે પ્રયત્નશીલ છે. આદરણીય શ્રી જલુ સાહેબે મનોમન એક લક્ષ્ય નક્કી કર્યું છે કે જુદી જુદી પરીક્ષામાં સહભાગી બની રાજ્યના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષાનો ડર દૂર કરવો. વિદ્યાર્થી  ધોરણ 1 થી 8 દરમિયાન  આ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા (કોમ્પેટેટીવ એક્ષામ્સ)થી ટેવાશે તો ભવિષ્યમાં એ બોર્ડ કે અન્ય પરીક્ષા હસતાં હસતાં આપી શકે.
આપ પણ વિદ્યાર્થીઓ આવી પરીક્ષામાં જોડાય એ માટે ઇરાદા પૂર્વક  પ્રચાર અને પ્રસાર કયશો.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તૈયાર થયેલ બ્રોસર આપ માહિતગાર થાઓ એ હેતુથી  આપના માટે....

No comments: