Sunday, March 6, 2016

મળે શૂર જો તારો મારો, બને આપણો શૂર નિરાળો.....

સારું  છે કે આઝાદીની લડત સમયે યુવા નેતાઓ જેવા કે, સરદાર પટેલ,  બાબા સાહેબ આંબેડકર, સુભાષચંદ્ર  બોઝ, ભગતસિંહ, ગાંધીજી, નહેરુજી  પોતાના સમાજ સુંધી  જ  સિમીત ન રહ્યા  નહિતર  દેશ હજું પણ કોઇક વિદેશી દેશનો  ગુલામ જ હોત....
એવું નથી લાગતુ કે, આપણાં સ્વર્ગસ્થ  નેતાઓનો પોતાના કે પોતાના પક્ષના સ્વાર્થ  ખાતર લોકો પોતાના  સમાજ કે પક્ષનું લેબલ લગાવી  'સ્વ સ્વાર્થ' કાજે  ઉપયોગ કરી આપણે સૌ એ દિવંગત  રાષ્ટ્ર ભક્તોના આત્માને  દુ:ખ પહોંચાડીએ છીએ...?
કન્યાકુમારી થી કાશ્મીર  અને કોલકત્તા થી કચ્છ  બધાં ને પોતાના આગવા નેતા મળી ગયા છે. દરેક નેતાને એક લેબલ આપી પોતાના પક્ષ કે સમાજના જાણે બ્રાંડ એમ્બેસેડર  ન બનાવી દેવાયા હોય...!!  આજે ઘણાં લોકોને ભારતના પ્રશ્નો, વિકાસ  કરતાં પોતાના સમાજ અને પક્ષના વિકાસની વધુ પડી છે. સરહદો પર સૈનિકો  પોતાનું સર્વસ્વ  આપી દેશની રક્ષા  કરી રહ્યા  છે અને  આપણે જાતી વાદને જુદા જુદા નામ આપી આપણાં  ભારતને અંદથી પરેશાન કરવાનું પાપ કરી રહ્યા છીએ. ટીવી પર  કોઇ પણ ન્યુઝ ચેનલ  ચાલુ કરીએ, સમાચાર જોતાં પાશેર લોહી બળી જાય. કેટલાંક  લોકોતો અન્ય  સમાજ પર નિવેદન  કરી દેખીતી રીતે જ વર્ગ વિગ્રહ તરફ લઈ  જવાનું કામ કરે છે. આવા સ્વાર્થી લોકો દેશને જોખમમાં મુકી રહ્યા છે. આ સ્વાર્થી  લોકો પોતાના  નેતા અને સમાજનું મહત્વ બતાવવા બીજા નેતાઓ અને સમાજના લોકોને ચિતરે ચઢે એવા ચિતરવા પ્રયત્નો  કરી રહ્યા છે.  આમ કરતાં એવું પણ બને કે સમસ્ત ભારતના નેતાઓ આગામી વર્ષોમાં માત્ર પોતાના સમાજ  સુંધી જ સિમીત બની જાય.ટીવી ચેનલોએ અત્યારે  દેશભક્તિ  પર બનેલ ફિલ્મો  જેવીકે, 'ખેલે હમ જી જાન સે', 'લક્ષ્ય', 'બોર્ડર' જેવી અનેક આઝાદી  મેળવવા  અને ટકાવવા બનેલ ફિલ્મો  બતાવવી...જેથી સમજાય કે 'ભારત' બસ એમ  જ આઝાદ  નથી થયો અને ભારત એ કોઇ ગણ્યાગાંઠ્યા લોકો કે સમુદાયનો દેશ નથી. ભારત એ ભારત છે. દરેક સમાજનું ભારત નિર્માણમાં યોગદાન છે અને એ કાયમ જરૂર રહેશે. દુ:ખ સાથે કહેવું  પડે છે કે આઝાદી  માટે જ્યારે આપણાં વડવાઓ લડી રહ્યા હતાં ત્યારે બે ભારતીય  મળે તો  'વંદેમાતરમ્' કે 'જય ભારત' કહેતાં જ્યારે  આજે '......' , '........' , '........' , આમ દરેક સમાજે પોતાના સમાજના કોઇ એક મહાપુરુષના નામ સાથે પોતાનુ આગવું સ્લોગન  બનાવી દીધું છે. દેશ માટે પોતાનું અને પોતાના પરિવારનું સર્વસ્વ આપનાર દેશના ઘડવૈયાઓના સપનાના ભારતને એમનુંજ નામ લઇ અંદરથી તોડવાનું કામ તો નથી કરી રહયા  ને ??? દેશમાં અરાજકતા ફેલાવી દેશના દુશ્મનોને તો મદદ નથી કરી રહ્યા  ને..?  'સ્વ' ને પૂછીએ અને અંતર આત્માને  અનુસરીએ...

કોઇ સમાજ કે વાડાની  વાત કરનારને સમજાવીએ અને આવા તક સાધુઓના સોશિયલ મીડિયા  પરના સ્ટેટસને લાઇક કે શેર ન કરીએ. સોશિયલ મીડિયા  અત્યારે  સૌથી વધુ ખતરનાક  બની રહ્યુ  છે. ફેસબુક, વૉટસઅપ  તેમજ અન્ય એપ્લીકેશનનો સમજણ  પૂર્વકનો ઉપયોગ આવશ્યક  છે.15/081947 પહેલાં ભારત એ આજનું ભારત નહોતો એ ભૂલવું ન જોઇએ...પાકિસ્તાન,  ચીન  કે બાંગ્લાદેશ કરતાંય રોજ અશોભનીય સ્ટેટમેન્ટ  આપી સૌહાર્દપૂર્ણ વાતાવરણ બગાડનાર આ તકસાધુ લોકો દેશ માટે વધારે ખતરનાક  કહી શકાય. પોતાને નેતા બનાવવા  આવા વાડાઓ ઉભા કરનારા એ સૌ દેશભક્ત નેતાઓને બે હાથ જોડી વિનંતી  કે દેશને વર્ગ  વિગ્રહ  તરફ ન ધકેલો...પ્લીઝ...કોઇ સમાજ માટે કરવામાં આવેલ આપનું વક્તવ્ય બીજા સમાજના અબાલ વૃધ્ધ  પર કેવી અસર કરે છે એ એક શિક્ષકથી વિશેષ કોણ અનુભવે...!!કોણ જાણે..!!
રોજબરોજના અનુભવો જોતાં દુ:ખ સાથે કહેવું પડે છે કે ભારત ભાંગી રહ્યો છે. કન્યાકુમારી થી કશ્મીર અને બંગાળ થી ગુજરાત  કોઇ એવું રાજ્ય  નથી જ્યાં  કહેવાતા સમાજ સુધારકો, ઉધ્ધારકો દ્વારા પોતાના સમાજને મહાન અને અન્ય  સમાજને અત્યાચારી કે પોતાના સમાજ માટે ખતરનાક હોવાની પાયા વિહોણી વાતો કરી અશાંતી ફેલાવાઇ ના રહાઇ હોય...!!! દેશને આપણી જરૂર છે..... આપણાં સહુની જરુર છે. 'Nation First' આ  ઉક્તિ  ને હંમેશા યાદ રાખીએ...
વિચારજો પ્લીઝ....

1 comment:

Hemant said...

હા,સાહેબ..આપની સાથે હું પણ સહમત છું...
વંદે માતરમ્...ભારત માતાકી....જય...
First is our nation...
JAY HIND