ભાગ - ૧
અરે, સુહાસિની તું...?? અને એ પણ અહિયા...? આટલી મોડી રાત્રે ?? અને આ કોણ ??? આટલી મોડી રાત્રે આ પિત્ઝાની લારી પર તને આમ એકલી જોવી એટલે પોતાની જ આંખો પર પોતાનો જ વિશ્વાસ ખોઈ બેસવો એના જેવી વાત...? તું ઠીક તો છે ને સુહાસિની ?
અરે, સુહાસિની તું...?? અને એ પણ અહિયા...? આટલી મોડી રાત્રે ?? અને આ કોણ ??? આટલી મોડી રાત્રે આ પિત્ઝાની લારી પર તને આમ એકલી જોવી એટલે પોતાની જ આંખો પર પોતાનો જ વિશ્વાસ ખોઈ બેસવો એના જેવી વાત...? તું ઠીક તો છે ને સુહાસિની ?
એક સાથે અનેક પ્રશ્નો સામે સુહાસીનીએ એક જ
વાક્યમાં હૃદય સોંસરો ઉત્તર આપ્યો....
‘હું એકલી નથી, આ છે સુમન. મારો મિત્ર....’
અને સુહાસિની સુમનનો હાથ પકડી સામે ઉભેલ કારમાં
બેસી પૂરઝડપે ચાલી નીકળી. માનવ, અવાક બની દુર સુંધી એ કાર ને ત્યાં સુંધી જોતો રહ્યો જ્યાં સુંધી
એને કારની પાછળ રેડીયમ થી લખેલ ‘સુહાગ” વંચાવવાનું બંધ ન થયું....અને જ્યાં ‘સુહાગ’ શબ્દ અંધારામાં ખોવાઈ ગયો, ત્યાંતો માનવના મસ્તિકમાં ફરી
પાછી આવી સુહાસિની અને સુહાગ સાથે ગાળેલ એ સમયની યાદો.....
સુહાસિની....નામ એવાં જ ગુણ. સ્વભાવે શરમાળ. કોઈ
મોઢામાં આંગળા નાખીને પરાણે કાઈ પૂછે, તો જોખીને જવાબ દે. ઓછા બોલી એટલી કે પોતાના જ ઘર બહાર- પોતાના જ
મહોલ્લામાં એને કોઈ ન ઓળખે. પરંતુ હા, કોલેજમાં સહુ કોઈ ઓળખે એ સ્વાભાવિક હતું, કારણ કોલેજમાં આવ્યાના છેલ્લા ત્રણ વર્ષથી દરેક
પરીક્ષાના પરિણામમાં સુહાસિની જ સર્વ પ્રથમ હોય. ઘરથી કોલેજ અને કોલેજ થી ઘર આ
રોજીંદો ક્રમ હોઈ પાડોશી પણ રજાના દિવસે તેનો ચહેરો જોઈ શકે, આવી શરમાળ સ્વભાવની છોકરીને મહોલ્લો કેવી સીતે
જાણે..? કપડાંનું
કોઈ વળગણ નહી અને કામનો કોઈ કંટાળો નહી. કેમ્પસ ઇન્ટરવ્યુમાં જ સુહાસિની ખુબ ઉંચા
પગારે એક ખ્યાતનામ કંપનીમાં લાગી ગઈ. રાત દિવસ મહેનત કરી સુહાસિનીએ બહુ ઓછા સમયમાં
કંપનીમાં પોતાની આગવી ઓળખ બનાવી. પોતાના કાર્યક્ષેત્રમાં લોકોની ઓળખ સાથે સાથે એ
દિવસે સુહાસીનીને તેના મહોલ્લા અને ગામ વાળા સૌ એ ઓળખી જયારે એના પ્રેમલગ્નના
સમાચાર સમાચાર પત્રમાં છપાયા. સુહાસિની એ તેની સાથે કામ કરતાં સુહાગને પોતાનો ‘સુહાગ’ બનાવ્યો. સુહાગ સાથે આંતરજ્ઞાતિય લગ્ન હોઈ
ઘર-પરીવારને છોડવાની શરતે અને પોતે નવો પરીવાર વસાવવો પડશે એ પહેલાં થી જ
સ્વીકાર્ય બન્યું. શરમાળ સુહાસિની એ જીવન સાથી તરીકે અલ્લળ અને સ્વભાવે મોજીલા
સુહાગ સાથે લગ્ન કર્યા ત્યારે સૌ કોઈ વિચારમાં પડી ગયેલ....કારણ પણ દીવા જેવું
હતું, આ એ જ સુહાગ જે હંમેશા સુહાસિનીને ‘મૂંગી કોયલ’ કહી ચીડવતો અને સુહાસિની સુહાગ રંગે થોડો શ્યામ
વર્ણો હોઈ ‘લપલપીયો કાગડો’ કહી પોતાનો ગુસ્સો ઠાલવતી. પહેલેથી સુહાસીનીને
સુહાગ સાથે સારું બનતું અને ઝગડાં પણ બહુ થતાં.
માનવ, સુહાગનો ખુબ નજીકનો એક માત્ર મિત્ર. સુહાસિની અને સુહાગના અબોલાનો
મધ્યસ્થી હંમેશા માનવ જ બંને એ સ્વાભાવિક હતું...ક્યારેક ત્રણ એકલાં હોય અને વૌંઠી
(ઝગડાના સમાધાન માટે ચર્ચા) ચાલતી હોય તો માનવ બિન્દાસ્ત બની સુહાગને કહી દેતો કે, ‘આ રોજ ના ઝગડાં કરતાં બંને
પરણી જાઓ નહિતર સુહાસિની સાથે હું પરણી જઈશ અને તું જીવનભર ‘ભાભી’
કહી પસ્તાઈશ.’ સુહાસીનીને સુહાગ બહુ ગમે, સુહાગનું નામ પડતાં જ એ પાગલ થઇ જતી. સહકર્મીઓ
ક્યારેક સુહાસીનીની અમુક હરકતને લઇ શંકા કરી લેતાં પરંતુ એ લાંબી ના રહે. બંને નું
વર્તન એવું કે કોઈ કાઈ સમજી જ ના શકે.માર્કેટીંગમાં પાવરધો એવો સુહાગ તેની
વાક્છટાથી સૌને પ્રભાવિત કરી દેતો. સુહાગ અને સુહાસિની છાને છુપે એકબીજાં વહેલી
પરોઢ થી મોડી રાત્રી સુંધી એક બીજા સાથે નાનામાં નાની વાતોને મસ્તીથી મસ્ત બની
વહેંચતાં...કોને ના ગમે આવો વ્યક્તિ જેની પાસે તમામ સમસ્યાના રસ્તા હોય...!?
જોકે સહકર્મીઓને, સુહાસીનીની પસંદગી સુહાગ થવા
નું કારણ સમજાતું નહી. સુહાગ કામગરો બહુ પરંતુ એની દોડ પૈસા પાછળ આંધળી, પૈસા
કમાવવા એ કઈ પણ કરે એ બધાં જાણે. સુહાગ પાસે પ્રેમ કરવાનો સમય ક્યાંથી આવ્યો એ
કોઈને સમજાયું જ નહી, અને આતો વાત લગ્ન એ જાણવા મળી.
સુહાસીની જેવી આદર્શ સ્ત્રીના લગ્ન સુહાગ સાથે આ સમાચારથી તેની સાથે કામ કરનાર તેના કેટલાંક મીત્રો મીઠી
ઈર્ષ્યા પણ કરતાં. જો સુહાસીનીનો સ્વયંવર થાય તો...?? કેટલાંક
તો મનોમન લાઈનમાં શેરવાની સીવડાવવાની રાહમાં હતાં. સુહાસિની માટે પોતાનું ઘર, પરીવાર સાથે પ્રેમથી જીવન અને તમામ મસ્તી
મનમુકીને મસ્તીખોર સુહાગ સાથે જ... જયારે સુહાગ માટે પૈસો જ પરમેશ્વર. સહકર્મીઓને
પણ ન સમજાયું કે આ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ અચાનક કેવી રીતે એક થઇ ગયાં...? સુહાસિનીનું રૂપ એટલે સ્વર્ગથી હાલ ઉતરેલ પરી
જેવું અને સુહાગ રંગે શ્યામ વર્ણ. બંનેના દેખાવ જોઈ ‘કાગળો દૈથરું લઇ ગયો’ એ કહેવત પરાણે યાદ આવે.
લગ્નની જાહેરાત થી કંપનીના માલિકે સુહાગ અને
સુહાસીની બંને ની કાગીરી જોઈ બઢતી આપી પરંતુ સુહાસીનીએ પોતાનો મહત્તમ સમય સુહાગને
આપી શકાય એથી પ્રમોશન જતું કર્યું અને નોકરીમાંથી રાજીનામું આપી પૂર્ણત: ગૃહિણી
બની. સુહાગને જીવનનાં બધાં સુખ આપવા પોતાને પોતાની ચાર દીવાલોમાં જ કેદ કરી. જયારે
સુહાગે પ્રમોશનને કારકિર્દીનું મજબુત પગથીયું માની તેના પર સડસડાટ ચઢવા માટેનું
આયોજન કરી લીધું. લગ્નના બે-ચાર વર્ષમાં તો સુહાગ ધન સંપત્તિના નશામાં ખોવાઈ ગયો
અને રૂપિયા કમાવવા આંધળી દોડ લગાવી દીધી. સુહાગ પોતાનો મહત્તમ સમય જ્યાં ધન મળે
ત્યાં જ આપતો. અતિ ધનાઢ્ય બનવાના લક્ષ્ય ને પહોંચવા રાત દિવસની આયોજન પૂર્વકની
મહેનતના કારણે સુહાગ કંપનીના માલિક પછીની પોસ્ટ પર આવી ગયો. સુહાગ અને સુહાસિની
વચ્ચે ખુબ પ્રેમ. એક બીજાની તકલીફ સમજી એક બીજાને અનુકુળ બની કામ કરે, જોકે હંમેશા
અનુકુલન સુહાસીનીએ જ સાધવું રહ્યું. દેશ વિદેશમાં ફરતો સુહાગ સુહાસિની માટે મોંઘીદાટ વસ્તુઓ અને ભેટ સોગાદો
લાવે અને ક્યારેક સુહાસિની પણ પોતાની બચતમાંથી સુહાગને કાંઈ ભેટ સ્વરૂપે આપે. સમય
જતાં સુહાગ સુહાસીનીને સમય સિવાય બધું જ આપતો. અતીવૈભવ છતાં મહેલ જેવાં મકાનને ઘર
બનાવવાના સપના જોતી સુહાસિની એકાંતમાં આફરો ચઢે એવી સ્થિતિમાં મૂકાઈ. સુહાગ ક્યારે
ઘરે આવે અને જતો રહે એ ખબર પણ ના પડે, નિયમિત રીતે અનિયમિત આવવું, હંમેશા વહેલા
જવું અને આવવું તો મોડી રાત્રે આ રોજીદો ક્રમ હવે મિલનમાં એકાંતરા થી અઠવાડિયું
અને મહિનાઓ બનતો ગયો. સુહાગની રાહમાં અને એનો ચહેરો જોવા તડપતી સુહાસિનીએ શયનખંડ
છોડી દીવાનખાનામાં સોફા પર જ સુવાનું પસંદ કર્યું...બસ એ રાહમાં કે ક્યારે આવે અને
વ્હાલા સુહાગનો ચહેરો જોઉં. અને રોજ સવારે સૂરજ એકલો આવતો. સુહાસીનીને લાગતું કે
લગ્ન પહેલાના સપના લગ્નના બંધનો સાથે બંધાઈ જાય અને પછી બંધનો અને ખુલવા દે પણ
નહી...ખાસ કરીને બંને માંથી એક અતિ મહત્વાકાંક્ષી હોય!!! અને ધન કમાવવાનો નશો હોય.
આવાં સમયે જીવન ઝેર બની જાય. ના જીવવામાં રસ રહે અને ના જીવનસાથીને છોડી શકાય,
પ્રેમ જો કર્યો હોય.પ્રેમી તરીકે બતાવેલ સપનાઓ સાકાર કરવા સમય જ ન રહે મળી સપના
સપના જ રહે. રાત દિવસ વાતોના વડા કરનાર બંને વચ્ચે એટલું અંતર વધ્યૂ કે સુહાસિની સુહાગ સાથે વાત કરવા તેના મોબાઈલ પર
એક નાનકડી રીંગ કરે અને કાપી નાંખે જેથી સુહાગને એના કામમાં અડચણ ન પડે પછી
સુહાગને અનુકુળ સમયે વાત કરી લે. વાત કરવાનો ક્રમ અને સમય ગાળો પણ હવે વધવા
લાગ્યો. જોકે, સુહાસિની માટે મોંઘીદાટ વસ્તુઓ કે કીમતી દાગીના કરતાં સુહાગ સાથે
બે પળ ગુજારવા મળે એ મહત્વનું હતું. સુહાસિની એવી તક શોધવા નિરર્થક પ્રયત્ન
કરતી....જેના બદલામાં નિરાશા મળતી. જયારે સુહાગ માટે પોતાની નોકરી અને ધન કમાવવાની
દોડમાં સહભાગી સાથીઓ જ મહત્વના રહેતાં. સુહાગ એટલી હદે ધન કમાવવા પાછળ પડેલ કે એને
વધુ કમાણી-ધનની લાલચ આપનાર મળવા આવેલ વેપારીઓને સુહાસીનીનો સમય આપતો અને ફોન પર બે શબ્દ બોલી વાત કરવાનું પણ ટાળતો.
સુહાસિની સુહાગ માટે પ્રેમિકા મટી હવે પત્ની બની ગયેલ જેની સાથે એ પોતાના રસ થી
ક્યારેક શયનખંડને માણી લે અને ક્યારેક બે મીઠા બોલ બોલી પ્રેમ જતાવી દે, પરંતુ એ પછીના એકાંતમાં ઉભી થતી તલપ નું શું ? ક્યારેક
બે પાંચ પળ માટે મળવાનું થાય તો, સુહાસિની સુહાગને કહેતી કે, ‘તારી મોંઘીદાટ ઘડિયાળ કરતાં
તારો મોંઘો સમય મને આપ’ તો ક્યારેક કહેતી કે, ' તારી અઢળક સંપત્તિ મારા પર ખર્ચ કરે એના કરતાં, હું ઈચ્છું છું કે તું તારો સમય મારા પર
ખર્ચ....' અને સુહાગ પરાણે સ્મિત કરી વાત બદલી લેતો તો
ક્યારેક વાત શરૂ થતાં જ,
‘જલ્દી બોલ, મારે બહુ કામ છે’ કહી કાપી નાખતો. સુહાગ ખુબ વ્યસ્ત થઇ ગયો અને સુહાસિની એટલી જ ત્રસ્ત.
સુહાગ એક રાજ્ય થી બીજાં રાજ્યમાં અને એક દેશ થી બીજાં દેશમાં ઉડતો રહેવામાં
વ્યસ્ત બની ગયો જયારે સુહાસિની એકાંત પળોને કાપવા કોઈ પ્રવૃત્તિ શોધતી. સુહાસિની
નોકરી કરી પોતાને વ્યસ્ત રાખવાં વિચારતી પરંતુ સુહાગને સ્ટેટ્સ માટે ખરાબ લાગતું
હોઈ તે કોઈ નોકરી પણ ન કરી શકતી. સુહાસીનીએ સુહાગ સાથે વાત કરવાં દિવસભર રાહ જોવી
પડવાં લાગી. અકળાઈને ક્યારેક ડરતાં ડરતાં ફોન કરે તો સુહાગ ક્યારેક પ્રેમથી બે
શબ્દો બોલી વાત પૂરી કરે અથવા તો ક્યારેક પોતાના ગુસ્સાનો ભોગ સુહાસીનીને.
સુહાસિની બધું સમજતી પરંતુ પોતાના પ્રેમાળ જીવનની શરૂઆતના એ સમયને યાદ કરી શાંતી
મેળવતી. સુહાગ માટે જીવનમાં ધન મહત્વનું અને સુહાસિની માટે પોતાનો પ્રેમ જેના માટે
એને સમાજ સામે પડી સુહાગ સાથે લગ્ન કર્યા હતાં. સુહાસીનીના આંતરજ્ઞાતિય લગ્નનો ડંખ
હજું તેને તેના માવતરને ઘેર જવા મંજૂરી ન આપતો....કે મિત્રોને કાંઈ કહી પણ ન શકતી.
સુહાગની પૈસા પાછળની દોટે માનવને પણ ખુબ દુર કરી દીધેલ. સુહાસિની માટે એકાંતને સહન
કરવું કે એકાંતનો રસ્તો શોધવો આ બે જ માર્ગો હતાં. પોતાને સતત વેદના ગ્રસ્ત અને
તણાવમાં રાખવા પાછળનું કારણ માત્ર સુહાગની પોતાના ‘સુહાગ’ તરીકે પસંદગી હતી. સુહાસિની બધું સમજવા લાગી.
પોતે જોયેલાં ગૃહ જીવનનાં સપના, અંગત વાતો, મૂંઝવણો અને શયનખંડની અંગત પળોને સુહાગ સાથે જ
માણવાના પોતીકાં સપનાઓ કે પછી સુહાગનું માથું પોતાના ખોળામાં મૂકી પોતાની કોમળ
આંગળીઓથી સુહાગનો થાક ઉતારવો આમાંનું કશુંય હવે શક્ય લાગતું નહી. આ બધું હવે
કાલ્પનિક બની ગયું. દુર સુંધીનો મારગ સુહાસીનીને અંધકારમય જ લાગતો. કલાકો સુંધી
ફોન પર થતી વાતો સેકન્ડોમાં સમેટાતી ગઈ. આ કારણ વિનાની વ્યસ્તતા ધીમે ધીમે
સુહાગ અને સુહાસિની વચ્ચે અંતર વધારવા લાગી. સુહાસીનીને પોતાના એકાંતને ચિચિયારીઓથી
ભરી દે એ માટે સંતાનની જરૂર હતી જયારે સુહાગ પાસે એ માટે સમય નહોતો.સુહાગીની
સમજાવીને થાકી સુહાગને કે આ ધન દોલત પાછળની તારી દોટ મૂર્ખતા ભરી છે.થોડો સમય
પરીવાર બનાવવા અને વધારવા પાછળ પણ આપ. માત્ર કામ અને સંપત્તિ એ જ જીવનનો માર્ગ
નથી. એક દિવસ બધું જ હશે અને છતાં જીવવા માટે કાઈ જ નહી હોય...!! સુહાસિની જાણતી
કે જીવન જીવવા માટે છે નહી કે આંધળી દોટ માટે...જીવી લેવું, શી ખબર, કાલે હોઈએ કે
ન હોઈએ...!! જયારે સુહાગ માટે પૈસો જ સર્વસ્વ અને પૈસો કમાવવામાં સહાયક એજ પોતાના
અંગત. હદ તો ત્યારે થતી કે સુહાગ સુહાસીનીનીનો સમય તેને પૈસાની લાલચ બતાવનારા પાછળ
ખર્ચતો અને એમની હાજરીમાં સુહાસિની સાથે વાત કરવાનું પણ ટાળતો. બંને વચ્ચે અંતર
વધતું અને એનું કારણ અન્ય વ્યક્તિ સાથે કોઈ અનૈતિક સબંધ નહી પરંતુ સુહાગની ધન
કમાવવાની અને એકલાં મોજશોખ કરવાની આદત. સુહાગ સતત બહાર રહેતો હોઈ તેને બધું મળતું
જયારે સુહાસિની એકલી એટલી. વ્યાકુળતા વધે ત્યારે સુહાગ સાથે વિતાવેલ સમયને વાગોળતી
અને જ્યાં જ્યાં બંને જીવનના પ્રારંભિક સમયે મીત્રો બની મજા માણેલ ટે સ્થળોએ દિલને
દિલાસો આપવા જઈ આવતી. હવે આ બધું રોજનું થયું. ઘા પર રૂઝ આવે અને પછી ગુમડું થઇ
માટી જાય એ સમય નજીક આવવા લાગ્યો. સુહાસીનીએ વિચાર્યું કે તેને માટે બે રસ્તા
રહ્યા...કાંતો આમ જ જીવવાની આશા સાથે રોજ મરતાં રહેવું અથવા પોતે પણ પોતાના અંગત
સમયને બીજા સાથે હરી-ફરી જીવન સાથે સમાધાન કરી અંગત આવેગોને પુરા કરવા પોતાના પ્રેમ
સાથે પોતે જ સમાધાન કરવું. ક્યારેક સુહાસીનીને એમ થતું કે મારા આ પગલાથી સુહાગને
દુઃખ થશે તો ?? અને બીજી ક્ષણે ટે વિચારી લેતી કે સુહાગને તેની કોઈ હરકત થી દુઃખ
ત્યારે થાય જો ટે સુહાસીનીને સમય આપી શકતો હોય..દુઃખ લગાડવા માટે પણ સામે વાળા
માટે એટલો સમય વિચારવું પડે છે જે સુહાગ પાસે નથી. બંને વચ્ચેનું અંતર અને
વ્યસ્તતાની વ્યથા સુહાસીનીને અકળાવતી. તેને માટે બંને રસ્તાઓ પર પાછલું જીવન અંધારકાર મય અને તકલીફો વધારનારું હતું....શું કરવું એ મૂંઝવણનો દોર શરૂ થયો....જીવંત બની જીવવું કે ??
.
.
.
કાળજું કોરી ખાતા એકાંતની પળોને પુલકિત કરી, મધુ માલતીની મહેક કોઈ પણ સમયે
ચોમેર પ્રસરાવવામાં માહિર જે પ્રત્યેક સેકન્ડને જીવતર બનાવી શકે એવો ‘સુમન’ અચાનક જ મળ્યો સુહાસીનીને....
એને જોયે મહિનાઓ થઇ ગયા
હશે એમ માની લ્યો... હું તેની કાગડોળે રાહ જોતી. સવારથી બપોર સુંધીમાં મેં સેકડો
મેસેજીસ અને અનેક મિસકોલ કર્યા...પરંતુ જવાબમાં એકાદ મેસેજ, પ્લીઝ વેઇટ... અને આ
વ્યથાના વમળો વચ્ચે ડોર બેલ રણકી...મને એમ કે સુહાગ જ હશે...અને બીજું હોય પણ કોણ
? મેં દરવાજો ખોલ્યો તો, સામે ઉભેલ સુમન. હા, એ સુમન જે કોલેજ કાળનો મારો એક માત્ર મિત્ર...હું તો બસ એને જોતી જ
રહી. મને કાઈ જ ના સમજાયું કે એ અહી કેવી રીતે...? મેં તેને ઘરમાં બોલાવ્યો અને
પૂછ્યું કે તું, અહી કેવી રીતે ? તો જાણવા મળ્યું કે તે ઇન્સ્યોરન્સ એજન્ટ છે અને
અમારા ઘરે કોઈ ડોક્યુમેન્ટ્સ આપવા આવેલ. એ સમયે હું ખુબ એકલતા અનુભવતી. મેં તેને
બેસાડ્યો. ઘણા વર્ષો પછી મળ્યા હોઈ અમે ખુબ વાતો કરી. અમે સાથે ડીનર લીધું અને એ
ડીનર ધીમે ધીમે અમારા માટે કાયમી બનતું ગયું....સુહાગને આવવા નવરાશ નહિ અને આવે તો
પણ એક મહેમાનની જેમ...મારા જ ઘરમાં હું કામવાળી અને સુહાગ મહેમાન...આ સમયે સુમન
દ્વારા મને જીવવાનો સહારો મળ્યો હોય એમ લાગ્યું. હું સાત વર્ષ સુહાગ સાથે વફાદાર
રહી પરંતુ મારી વફદારીએ ન તો મને સુહાગનો પ્રેમ આપ્યો કે ન તેના પરિવારે મને
સ્વીકારી. દુધના ઉભરા જેમ આવતા આવેગોને મારે ઠંડા પાણીએ નાહીને પુરા કરવા પાડતાં...એક
તરફ મારો પ્રેમ અને બીજી તરફ મારી જરૂરિયાત...હું શું કરું, મને સમજાતું નહિ. અને
એ એકાંતની પળોએ મને એ મુકામ પર લાવીને મૂકી જ્યાં મારે નહોતું જવું...પરંતુ હા,
મને ગયા નો પણ રંજ નથી....માનવ, કોઈ પોતાનું પોતાનાને સમજી ના શકે ત્યારે જ કોઈ પોતાનું પારકાને પોતાના બનાવવા મથતું હોય છે. મેં તો રીતસરનું યુદ્ધ ખેલેલ સુહાગ સાથે રહેવા અને સુહાગે જ મને એકલી કરી દીધી....સાચું કહું તો હું તો ધિક્કારું છું એ સમય ને જેને અમને માળાવ્યા...
ભાગ ૨
સૂર્યનારાયણ પોતાના સોનેરી કિરણોની ચાદર પાથરી સમગ્ર સૃષ્ટિને એક નવો દિવસ
આપવાની તૈયારીમાં હતાં ને, એ જ સમયે સુહાસીનીના શયનખંડમાંનો મોબાઈલ અને ઘરની
ડોર બેલ બંને સાથે રણક્યા... આંખો ચોળતાં ચોળતાં સુહાસિની ફોન હાથમાં લેવાં ઉભી થાય
ત્યાં રણકાર થંભ્યો. હજુ તો આળસ મરડવાનો પણ નથી મળ્યો અને ફરી એ જ ક્રમમાં
મોબાઈલની રીંગ અને દરવાજાની ડોર બેલ સાથે રણકી ઉઠ્યા. થોડોક થાક અને થોડીક શરમ
સાથે ફોન હાથમાં લઇ દરવાજા તરફ દબાતાં પગલે જતાં ચાલતાં ચાલતાં સુહાસિની શહજ બની
બોલી ઉઠી, 'લુચ્ચા, ધરાયો જ નથી....જા હું દરવાજો નહિ ખોલું....ફરી મોબાઈલ ફોન ની
વાગતી રીંગ બંધ થઇ પરંતુ ડોર બેલ બદલે હવે દરવાજા પર કોઈના હાથથી થપથપાવવાનો અવાજ
આવ્યો. સુહાસીનીએ મારકણી મીઠાશથી કહ્યું,'જા, નહિ ખોલું. હજુ તો......
ત્યાં ફરી ડોરબેલ નો રણકાર અને મોબાઈલની રીંગ એક સાથે ફરી એક વાર ટહુક્યા...
મોબાઈલની સ્ક્રીન પર આવેલ સુમનના ફોટો સામે જોઈ સુહાસિની બોલી....'બહુ અધીરો
હો સુમન તું....હજુ તો છૂટાં પડ્યે....'
દરવાજા પરની થાપનો અવાજ વધતાં અંતે
ચહેરા પર ગમતીલી શરમ અને સુમન તેને તરત પોતાની બાહોમાં લઇ લેશે એવા વિશ્વાસ સાથે
સુહાસીનીએ દરવાજો ખોલ્યો...ત્યાં..તો...
દરવાજાને પેલે પાર ઉભેલ માનવને જોઈને સુહાસિની થોડો સમય તો આવક બની ઉભી જ
રહી...જાણે, શું કરવું કે શું કહેવું એ કાઈ સમજાયું જ નહિ....
અરે સુહાસિની, સોરી હો....તમે તો જાણો જ છો કે હું રોજ સવારે ચાર થી પાંચ
વાગ્યા સુંધીમાં વોલ્કીંગ માટે નીકળું છું. આજે આ તરફ આવી ગયો....આમ પણ વરસો વીતી
ગયા તમારા હાથની ચા પીધાને...ખરુંને...??હલ્લો મેડમ- કેમ, શું વિચારમાં...?
આવક બની ઉભી રહેલ સુહાસિની થોડી સ્વસ્થ બનાવાનો પરાણે પ્રયત્ન કરતી હોય એમ સ્પષ્ટ
લાગતું...
એની પ્રોબ્લમ ? એન્ડ યા, વ્હેર ઇસ અવર એનેમી નંબર વન...મી.સુહાગ ? સાલ્લો
હજુય ઊંઘતો હશે....
માનવ સુહાગને શોધવા સામેના બંને કમરામાં જઈને જુવે છે પરંતુ બંને શયનખંડ
ખાલી....
સુહાસિની, આ મિસ્ટર બીઝનેસમેન ક્યાં ? અને તું કેમ કાઈ બોલતી નથી....સોરી હો,
આમંત્રણ વિના આમ સવાર સવારમાં હું તમારો મહેમાન બની ગયો....તારી આંખો જોતાં લાગે
છે કે તું પણ આખી રાત સુતી નથી.. સુહાસિની
(ઊંડો સ્વાશ લઈને) અને સાચું કહું હું પણ....બાય ધ વે ચા નહિ પીવડાવે ?
હા, જરૂર...પણ માનવ તું અચાનક આમ ?
તને તો મારી ખબર છે ને સુહાસિની, યદા યદા હી જરુરતસ્ય સમભાવમી સ્થળે
સ્થળે....હા...હા...હા...જોકિંગ..
સુહાસિની પોતે પહેરેલ કપડાં બરોબર કરી રસોડામાં ચા બનાવવા ગઈ અને માનવ પણ
તેની પાછળ પાછળ રસોડામાં પ્લેટફોર્મ પર બેઠો.....
સુહાસિની, હું પણ ગઈ કાલે રાત્રે સુઈ ન શક્યો....
તારા ગયા પછી મેં પણ જોબ બદલી નાખી અને
સુહાગ સાથે છેલ્લા ચાર પાંચ વર્ષ થી વાત થઇ નથી...તમે પ્રેમ અને પૈસા પાછળ
એટલાં પાગલ થઇ ગયેલ કે અમારા જેવા નાના માણસ સામે જોવાનુંય બંધ કર્યું અને મેં પણ
ગુસ્સે થઇને...તમારા બંને ના મોબાઈલ નંબર ગુસ્સામાં ને ગુસ્સામાં મેં ડીલીટ કરી
નાખેલ એટલે આમ સીધા ઘરે જ આવવા સિવાય કોઈ ઉપાય જ નહોતો....ગઈ કાલે તને અન્ય કોઈ
પુરુષ સાથે જોઈને હું તો...સુહાની મેં પરાણે રાત વિતાવી છે....ક્યાં છે સુહાગ અને
એ સુમન કોણ ???
જવા દે માનવ, લે ચા પી...
ચા તો પીશ જ પરંતુ....ટેલ મી ટ્રુથ....ટેલ મી વ્હેર ઈઝ સુહાગ ?
મને ખબર નથી, સુહાગ ક્યાં છે ?
વોટ...??તને ખબર નથી..? યુ મીન, તમે બંને છુટા પડી ગયા ? ઓહ નો...મેં ક્યારેય
વિચારેલ નહિ....અરે તમારો પ્રેમ જોઈ કોઈ ના વિચારી શકે સુહાસિની કે તમે
બંને....નેવર પોસ્સીબલ...તારું સુહાગ માટેનું બલિદાન અને તમારો પ્રેમ કોણ અજાણ
છે...? આખું ગામ તમને સારસ બેલડી કહેતું. અને તમે જુદાં પડ્યા ? તમારી એટલી હિંમત
?
તું સાચો છે માનવ, સમાજ સામે છુટા પડી શકીએ એટલી અમારી હિંમત નથી પરંતુ હા,
હવે એવું પણ નથી જે પુસ્તકોમાં હતું...એ પુસ્તકો વાળા પ્રેમમાંથી અમે ક્યારનાય
બહાર આવી ગયાં છીએ...
વોટ ? વાય ? એવું તો શું બન્યું કે સુહાસિની કે...?
કાઈ નહિ...જવા દે...બોલ, તારી લાઈફ...
આમ વાત ન કાપ સુહાસિની, પિત્ઝાની લારી પર તને લઘરવઘર હાલતમાં જોઈ હું હેબતાઈ
ગયેલ....અરે એક ક્ષણ માટે પણ ઉંધી શક્યો નથી. બોલ, યાર શું થયું??
માનવ, તારા થી શું છુપાવવું ? આમ પણ અમે લગ્ન જ તારા ભરોશે કરેલ...
હા, અને લગ્ન પછી તરત મારી સાથે સંબંધ પણ તમે જ પુરા કર્યા ?
એવું નથી... તું તો જાણે જ છે...હું અને સુહાગ એક બીજામાં એટલાં ખોવાઈ ગયેલાં
કે...મેં એના માટે મારો સમાજ, કુટુંબ, પરિવાર અને મારી જોબ- મારું સર્વસ્વ ખોયું
અને...એ એ જ રહ્યો....
લગ્નના બીજા દિવસે બોસ તરફથી અમને પ્રમોશનની ઓફર થઇ...મેં જોબ છોડી અને મારી
જગ્યા સુહાગે સાંભળી... સુહાગને આગળ વધતો જોઈને મને પણ આનંદ અને ગર્વ થતો...એક બે
વર્ષ બધું બરાબર ચાલ્યું કે ચલાવ્યું. સુહાગનું કામના બહાને રોજ મોડું આવવું તો
ક્યારેક ન આવવું અને આવીને પણ એ અને એનો મોબાઈલ....જાણે હું તો ઘરની એવી કામવાળી
જે સુહાગની ઈચ્છા મુજબનું બધું જ કરે...મારી ઈચ્છાનું તો...
મેં સુહાગ સાથે ઘણીવાર આ બધી ચર્ચા કરી પરંતુ એને મન એની નોકરી, એના બોસ, એના
ક્લાયન્ટ, એના નવા નવા અંગત બનતાં મિત્રો અને એનો પરિવાર....જેમાં મારું સ્થાન મને
જોવા મળતું બંધ થવા લાગ્યું...
હૃદયમાં ભરાયેલ વ્યથા આંખ વડે ચોધાર વરસી પડી...માનવે સુહાસીનીને પાણીનો
ગ્લાસ આપતા કહ્યું...તારું સ્થાન સુહાગના જીવનમાં નહિ....??શું વાત કરે છે ? કોઈ
બીજી સ્ત્રી ?? સાલો લફરાંબાજ....
લફરા વિષે તો મને કાઈ નથી ખબર પરંતુ, છેલ્લા ઘણા સમયથી સુહાગે ઘરે આવવાનું
ઓછું કરેલ...અને આવે તો પણ એની હરતી ફરતી ઓફીસ સાથે.. એ અને એનું કામ...હી નેવર
થોટ ધેટ આઈ એમ ઓલસો હ્યુમન બીયીંગ એન્ડ આઈ નીડ એવરીથિંગ વોટ અધર વુમન
વાંટ....સુહાગને કામ સિવાય કોઈ રસ નહિ...મેં એને ઘણી વાર કહ્યું કે સુહાગ ઘરમાં હું
ખુબ એકલતા અનુભવું છું, મારે સંતાન જોઈએ...મને એક સંતાન આપ પછી ફરજે તું તારા
ગમતાં ક્લાયન્ટ્સ સાથે...મારી આ વાત તેને જીદ લગતી અને તે દુર જવા લાગ્યો. માનવ,
તું જાણે છે કે મેં સમાજ અને પરિવાર વિરુદ્ધ જઈને સુહાગ સાથે લગ્ન કરેલ... સુહાગનો
પરિવાર મને આજે પણ સ્વીકારતો નથી. શક્ય છે તેમને સમાજમાં પોતાનું વર્ચસ્વ બતાવવું
હશે. પરંતુ એનો પરિવાર સુહાગ કંપનીનો મેનેજીંગ ડાયરેક્ટર બનતાં તેની સાથે ખુબ
પ્રેમથી બોલે. બોલે મને એનો પણ વાંધો નથી. પરંતુ
સુહાગે એતો વિચારવું જોઈએ કે, 'એ જ ઘરમાં મારું ક્યાં સ્થાન...?? મને પણ એ
ઈચ્છા હોય કે મારે પણ સાસરીયા હોય અને હું પણ તેમની સાથે બેસું-ઉઠું અને રહું.
સુહાગ તેને અનુકુળતા એ તેમના ત્યાં જાય અને એના પરિવારના સભ્યો અમારા ત્યાં આવે.
પરંતુ મને ના તો મારા ઘરમાં બોલાવે કે ના એમના ઘરમાં. સુહાગને તેના પરીવારના સભ્યો
સાથે રોજ બે વાર ફોન થી વાત કરવા સમય મળે પરંતુ મારી માતાને પગનું ઓપરેશન કરાવ્યે
મહિનો થયો હજુ ફોનથી ખબર પૂછવાને સમય મળ્યો નથી....અરે મારી માતા તો ઠીક મારે
સુહાગને મિસ કોલ કરી મૂકી દેવાનો પછી સુહાગ એની અનુકુળતાએ મને કોલ કરે અથવા બીજા
દિવસે મારે પાછું યાદ કરવાવનું..,સાલું, મારા ફીલિંગ્સ ને મારે ઇન્સ્ટોલમેન્ટમાં
માણવાના ?? એ પણ માત્ર ફોન પર વાત કરી ને જ...આમ છતાં હું એના પરિવારના તમામ
સભ્યોનું મન અને માન જાળવું. હું એમ માનું કે એક દિવસ તો ....પરંતુ આતો વધુ ને વધુ
બગડતું જવા લાગ્યું. બધું સહન કરતી પરંતુ, હું પણ સ્ત્રી છું. મારી પણ ઈચ્છાઓ
હોય...માનવને પુછજો કે છેલ્લે મારા શરીરને એને સામે ચાલીને મારી ઈચ્છા મુજબ ક્યારે
સ્પર્શ કર્યો...? શું મારા જીવનનો કોઈ અર્થ જ નહિ...બસ, તે પરણેલ છે એ બતાવવા જ
મારે જીવતાં રહેવાનું ને....? આવા અનેક પ્રશ્નો અને મારા શરીરની જરૂરિયાત બંને મને
રોજ મારતાં....સુહાસીનીની રડતી આંખો તેની મજબૂરી બતાવતી હોય એમ લાગતું...
પરંતુ શક્ય છે કે સુહાગ ખરેખર કામમાં વ્યસ્ત હોય ? અને એ જે કાઈ કરે છે, કમાય છે એ કોના માટે ? તમારા માટે જ ને ? તારે તેની વ્યસ્તતા અને મજબૂરી પણ સમજવી જોઈએને ? માનવે, સુહાગનો લુલ્લો બચાવ કરતાં અને સુહાસીનીને ઠારતા કહ્યું...
મજબૂરી ? વ્યસ્તતા ? હું વ્યસ્તતા અને નેગલેટ બંને ને સારી રીતે સમજી શકું છું માનવ. એને મારા સિવાય બીજા તમામ માટે સમય...અને હું...? ક્યારેક તો મને એમ થાય કે શું આજ એનો પ્રેમ હતો ? આ જીવન માટે એણે મારી સાથે લગ્ન કર્યા...આના કરતાં તો લગ્ન પહેલાંના દિવસો સારા હતાં. માનવનો ચા નો કપ હાથ માં લઈને...ગયા મહીને અમારી મેરેજ એનીવર્સરી હતી. હું સુહાગને ખુબ મિસ કરતી...હું એને કહેવા પ્રયત્ન કરતી કે તારી રાહ જોવામાં ધોમધખતો આખ્ખો ઉનાળો કબુલ મને, જો તું આપે ભીના ચોમાસાની એકાદ સાંજ તો ! વળી આ હું રોજ ક્યાં માંગતી..?કોઈ દિવસ તો મારો પણ હોય ને? અને એ....જવા દે...એને મન મારાથી પણ વિશેષ તેના રોજ નવા બનતાં તાળી મિત્રો કે ક્લાયન્ટ તેનો પરિવાર અને હું તો છેલ્લે...છ બાર મહીને ચેન્જ ની ઈચ્છા થાય તો...
પરંતુ શક્ય છે કે સુહાગ ખરેખર કામમાં વ્યસ્ત હોય ? અને એ જે કાઈ કરે છે, કમાય છે એ કોના માટે ? તમારા માટે જ ને ? તારે તેની વ્યસ્તતા અને મજબૂરી પણ સમજવી જોઈએને ? માનવે, સુહાગનો લુલ્લો બચાવ કરતાં અને સુહાસીનીને ઠારતા કહ્યું...
મજબૂરી ? વ્યસ્તતા ? હું વ્યસ્તતા અને નેગલેટ બંને ને સારી રીતે સમજી શકું છું માનવ. એને મારા સિવાય બીજા તમામ માટે સમય...અને હું...? ક્યારેક તો મને એમ થાય કે શું આજ એનો પ્રેમ હતો ? આ જીવન માટે એણે મારી સાથે લગ્ન કર્યા...આના કરતાં તો લગ્ન પહેલાંના દિવસો સારા હતાં. માનવનો ચા નો કપ હાથ માં લઈને...ગયા મહીને અમારી મેરેજ એનીવર્સરી હતી. હું સુહાગને ખુબ મિસ કરતી...હું એને કહેવા પ્રયત્ન કરતી કે તારી રાહ જોવામાં ધોમધખતો આખ્ખો ઉનાળો કબુલ મને, જો તું આપે ભીના ચોમાસાની એકાદ સાંજ તો ! વળી આ હું રોજ ક્યાં માંગતી..?કોઈ દિવસ તો મારો પણ હોય ને? અને એ....જવા દે...એને મન મારાથી પણ વિશેષ તેના રોજ નવા બનતાં તાળી મિત્રો કે ક્લાયન્ટ તેનો પરિવાર અને હું તો છેલ્લે...છ બાર મહીને ચેન્જ ની ઈચ્છા થાય તો...
એમાં તો મારો પણ હિસ્સો કહી શકું ને ?? માનવ પરિસ્થિતિને સમજી બોલી ઉઠ્યો...
ના, માનવ. આપણે બધાં તો કઠપૂતળી કહેવાઈએ. દોરી તો ઉપરવાળાના હાથમાં છે. નહિતર આમ, હું માનવ માટે બધું છોડું, માનવ તેના ગમતીલા માટે મને છોડે અને સુમન મારા માટે બધું છોડવા તૈયાર થાય એમ કાઈ બને ?
કાળજું
કોરી ખાતા એકાંતની પળોને પુલકિત કરી, મધુ માલતીની મહેક કોઈ પણ સમયે ચોમેર
પ્રસરાવવામાં માહિર જે મારાં પડતાં બોલ ઝીલતો અને પ્રત્યેક ક્ષણને જીવતર બનાવી આપતો ‘સુમન’ અચાનક જ મને મળ્યો એ કુદરતની મારા
જીવનને ભેટ કે કુદરતને ગમતું એમ માની મેં સ્વીકારી લીધો....તું જ કહે માનવ, મારી પાસે બીજો રસ્તો પણ
કયો ? મેં સુહાગ સાથે આ અંગે વાત કરવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ સુહાગને વળી મારા
માટે સમય ક્યાં ? અમારા પ્રેમ લગ્ન કદાચ સુહાગ માટે ઉભરો હશે પરંતુ મારા માટે એ
જીવન હતું...અને...આજે સુહાસીનીનો સુહાગ બદલાઈ ગયો....સુમને સુહાસીનીના જીવનમાં
તાજગી ભરેલ સુગંધ પ્રસરાવી દીધી....
વ્યથિત માનવ ભીની આંખે બોલી ઉઠ્યો...સુહાસિની,
કુદરતને પણ ક્યાં દોષ દેવો ? કેટલાક લોકો માટે પ્રેમ ઉભરો બને છે તો કેટલાક
પ્રેમને ઉભરામાં ખપાવી દે છે...
હું વિશેષ કાઈ જ નથી કહી શકતો...મને, સુહાગનો
કોન્ટેક્ટ નંબર આપીશ ???
હું તેને મળી....!!!!
.
.
.
.
રાતનો ઉજાગરો અને દિવસભરનો થાક માનવની આંખોમાં વરતાઈ આવતો. લગભગ અડધા કલાકથી
વધારે સમય ઓફીસ બહાર રાહ જોયા પછી અકળાઈને માનવ સીધો દરવાજો ખોલી સુહાગની ઓફિસમાં
પ્રવેશે છે. ઓફિસમાં બેઠેલ સૌ કોઈ ની નજર અચાનક ખુલતા દરવાજા તરફ જાય છે. સુહાગ
પોતાની ખુરશી પરથી ઉભો થઇ બોલી ઉઠે છે..., આઈ એમ સોરી માનવ, તારે ઘણો લાંબો સમય
રાહ જોવી પડી પણ શું કરું મારા ભાઈ...આ કામ તો તું જાણે છે. પ્લીઝ સીટ...એન્ડ ગેટ
કાલ્મ...વિલ મિટ યુ સુન....આ મી.પાંડિયન છે. આપણા મંત્રીશ્રીના પી.એ. એક મહત્વની
ચર્ચા પૂરી કરી....સુહાગ કાંઈ આગળ બોલે તે પહેલાં જ માનવ બોલ્યો....
સુહાગ, તને એમ છે કે તું રોજ
રસ્તામાં આવતાં નવા મિત્રો, સત્તા અને પૈસો મેળવી સુખી થઈશ ?? તારી આ 'વિલ મીટ યુ
સુન' કહી તારા પોતીકા લોકોને રાહ જોવારાવવાની રીતે તારું જીવન બરબાદ કર્યું છે,
સુહાગ .... ભાગ ૩
મને
લાગે છે કે તું બહુ ગુસ્સામાં છે. સોર્રી ભાઈ....બહુ વર્ષે મળ્યા. વેઇટ અ મુમેન્ટ.
સો ફ્રેન્ડસ, યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ સિચ્યુએશન. હિઅર ઈઝ માનવ. વન ઓફ માય બેસ્ટ
ફ્રેન્ડ....
વોઝ
બેસ્ટ ફ્રેન્ડ, જો અત્યારે હોત તો આમ પાંચ-છ વર્ષે ન જ મળત...અત્યારે તો તારો મિત્ર
માત્ર પૈસો...કદાચ પેલી કહેવત તારા માટે જ બની હશે, 'પૈસો મારો દેવ અને હું પૈસાનો
દાસ'...માનવથી ન રહેવાયું અને બોલી ઉઠ્યો.
ફ્રેન્ડસ,
આપણે કાલે મળીએ તો....
ઓકે
સર, બધાં માનવ સામે પરાણે મો મલકાવવાનો
શિષ્ટાચાર કરી નીકળે છે.
યા,
સો ટેલ મી ભાઈ. બહુ દિવસે...? જોબ છોડી ને તું ગયો તે ગયો...પછી....
બાય
ધ વે કેમ છે..? માનવનો હાથ પકડી સુહાગ ઓફીસના સોફા પર બેસે છે. ઓફીસના માણસને
બોલાવી માનવ માટે ચા મંગાવે છે અને કોઈને અંદર ન મોકલવા કહે છે.
બોલ
ભાઈ, સોરી યાર. એટલું બધું બીઝી રહેવાય છે કે તને મળી પણ શકાતું નથી. તને શું કોઈ
મિત્ર ને નથી મળી શક્યો.
નો
ઈશ્યુ. એમાં દુખ ન લાગે. એ અપેક્ષિત પણ નથી. જે વ્યક્તિ ને પોતાની પત્ની જેની સાથે
પ્રેમ લગ્ન કરેલ એને મળવા સમય ન હોય એ બીજા ને ક્યાંથી મળે ? અરે કયા મોઢે મળે...?
માનવે સ્વભાવ મુજબ શરમ કે સંકોચ રાખ્યા વિના સીધી જ વાત મૂકી.
શું
કહે છે યાર....
તું
સુહાસીનીને ક્યારે મળ્યો ?
અરે
પણ, તું પણ ખરો છે....આટલા વર્ષે મળ્યો અને...સુહાસીનીનો વકીલ બનીને...?
જો
ભાઈ, તું જાણે છે. મને એમ ગોળ ગોળ નથી ફાવતું. કદાચ તે મને કોઈ ચોક્કસ સ્વાર્થ
ખાતર મિત્ર માન્યો હશે અને છોડી પણ દીધો પરંતુ મેં તો તને અને સુહાસીનીને આજીવન
મિત્ર જ માન્યા છે એટલે...અને આમ પણ મારા જીવનના કેન્દ્રમાં પરિવાર મુખ્ય છે પૈસો
નહિ....માનવે અકળાઈ ને કહ્યું.
વાઉ,
ગ્રેટ, તે ક્યારે લગ્ન કર્યા...એ પણ ઇન્વીટેશન આપ્યા વિના ?
સુહાગ,
જો મેં લગ્ન કર્યા હોત તો જરૂર ઇન્વીટેશન આપત. મેં લગ્ન નથી કર્યા...અને....
અને...અરે
ભાઈ, લગ્ન નથી કર્યા અને પરણેલા ને શિખામણ આપવા આવી ગયો. તું અને તારો સ્વભાવ
ક્યારે ય નહિ બદલાય. આજે પણ તું 'વહટી' સ્પેશીયલ જ રહ્યો....સુહાગ હસતા હસતા બોલી
ઉઠ્યો. પટાવાળાએ દરવાજો ખોલી ચા આપી.
સુહાગ,
તું સમજે છે એમ નથી. મને એ કહે કે તું સુહાસીનીને છેલ્લે ક્યારે મળ્યો...? ચા ના
ઘૂંટડા સાથે ગુસ્સા અને દુઃખને ગળીને માનવે સુહાગ ને પૂછ્યું.
યાદ
નથી. પણ શું છે ભાઈ. તું આવ્યો ત્યાર નો બસ, સુહાસિની સુહાસિની જ રટ્યા કરે છે. તે
તને મળી ? શું કહેતી હતી ?
સુહાગ,
ટેલીંગ યુ સીરીઅસ્લી કે જો તું આમ જ રહીશ તો....
તો...?
શું થયું ?
તો
તારું લગ્ન જીવન તૂટી જશે...
આમ
પણ લગ્ન પછી ક્યાં જીવન જ રહ્યું છે તો....સુહાગે ઊંડો સ્વાસ લેતાં કહ્યું...
કેમ ? શું થયું ? સુહાસિની તો પરફેક્ટ છે...
કંકોળા
પરફેક્ટ....સુહાસીનેને પરણ્યાની પહેલી રાતથી જ મહેલના સપના અને મારા પરિવારથી દુર
રહેવાની વાતો...તે કહેતી કે, આપણા લગ્નનો વિરોધ તારા પરિવારે કરેલ એટલે હું એમની
સાથે એમના ત્યાં સેટ ન થઇ શકું અને....આજ દિન સુંધી એ સેટ નજ થઇ...
પરંતુ
એમાં તારો પણ વાંક તો ખરો જ ને ? તે શું કર્યું એમને સેટ કરવા. ઉપરથી તું તો
સુહાસીનીને મળતો પણ નથી.
અરે
ભાઈ, કંટાળી ગયો. સુહાસીનીને મળું તો એ સાચી લાગે અને મારા પેરેન્ટ્સને મળું તો
એ... મારે શું કરવું ?
કેમ
આ પ્રશ્ન લગ્ન પહેલાં નહોતો ? તારા પેરેન્ટ્સની પરમીશન લઇ ને સુહાસીનીને મળતો
હતો...?
ના,
પરંતુ....લગ્નથી બે વ્યક્તિના જ નહિ પુરા પરિવારના સંબંધો જોડાય છે. આટલાં વર્ષો પછી પણ મને કે એને જો સાસરીયા પક્ષ નું સુખ ન હોય તો...? એકબીજા સાથે ખુશ રહેવા અમે બંને રોજ મરીએ છીએ...આનો ઉપાય બંને પ્રેમથી છુટા પડવું એ જ છે...બાય ધ વે, આ રોજ મરવાની પીડા તને નહિ સમજાય...ચલ જવા દે...
હું
જવા દેવા નથી આવ્યો સુહાગ. હું તને ચેતવવા આવ્યો છું કે તું તારા ઘર પર ધ્યાન નહિ
આપે તો...એ કાયમ માટે ....
કાયમ
માટે ? શું....મને એની બહુ પરવા નથી. અને હા, સુહાસીનીને હું નિયમિત જરૂરી પૈસા
મોકલું છું. મારા માં-બાપ ને એમના સ્ટેટ્સ નો સવાલ છે અને....
એમના
સ્ટેટ્સ ના કારણે તું તારું સ્ટેટ્સ બગાડીશ...? કઈક અજગતું થવા જઈ રહ્યું છે એવો
અંદેશો બતાવતા માનવે કહ્યું
હશે,
આમ પણ હવે બગાડવામાં કાઈ બાકી નથી રહ્યું. હું તો હવે છૂટવા માંગું છું.
વોટ,
?
હા
ભાઈ...આ રોજ રોજ ની માથાકૂટથી....આમ લગ્ન કરી આજ્ઞાંકિત બની રોજ સાંજે છ વાગે
ઘરમાં પહોંચવું અને રોજ એની એજ લપમાં પડવું એ આપણું કામ નહિ હો....
તું
એને લપ કહે છે ? અરે એતો તારું જીવન છે ભાઈ જીવન અને....એ સાચી છે....તે એનો આ ઇન્ડસ્ટ્રીઝમાં ટોપ પર જવા ઉપયોગ જ કર્યો એમ ને.....? એનું સ્થાન તને મળ્યું અને આજે તું....તું એ ન ભૂલ કે તેને મુકેલ જગ્યા પર બેસીને તું આ ફૂલ્યો ફાલ્યો છે.જો લેડી લક તને ન ફળ્યું હોત તો તું આ ન જ વિચારી શકત...
એમ
તો એને પણ ....
સુહાગ
તું કાઈ બોલવાને લાયક નથી....અને હા, તેને એકાંતથી અને તારી આ આડોડાઈ થી કંટાળી
પોતાનો સમય પસાર કરવા મિત્ર શોધી લીધો છે. હવે તેને માત્ર તારા નામની જ જરૂર
છે...બાકી તું તો જાય કે ન જાય...
ઓહ,
તો વાત અહી સુંધી આવી ગઈ....ગ્રેટ, તો એક કામ કરને...હું ડિવોર્સ આપવા તૈયાર...ચલ
આપણે તેને જે પસંદ છે એની સાથે લગ્ન કરાવી દઈએ...
શું
બોલે છે ? તને શરમ છે ?
હા,
હું બેશરમ બની ને કહું છું...જા, એને કહી દેજે કે એને જેની સાથે લગ્ન કરવા હોય તેની
સાથે કરી શકે છે. હું તે કહે ત્યારે છુટું આપી દઈશ. અને જો ભાઈ, આમ હરપળ મારવા
કરતાં તો એક વાર શાનથી શહીદ થવું સારું.
આને
તું શહીદી કહે છે...? તારા માટે તો મારી પાસે શબ્દો પણ નથી. માનવ ગુસ્સાથી સુહાગ
ને કહે છે.
ન
જ હોય, પરંતુ આ જ સત્ય છે. મારા પરિવાર ને એમના સામાજિક સ્ટેટ્સની પડી છે.
સુહાસીનીને એના માવતર કહે એજ સાચું અને આમાં હું પિસાઈ રહ્યો છું. અરે યાર, સાંજ
મને કરડવા આવે છે. હું ઘરે નહિ જવાના બહાના નીકળું છું. હું ખુબ ત્રાસી ગયો છું.
સાચું કહું તો,
આમ, દહાડા પસાર કરી..જીવંત બની જીવંત સામે ટકી રહેવાની હોડમાં અને જીંદગીની કશ્મકશમાં એટલો વ્યસ્ત અને ત્રસ્ત બની ગયેલ કે..,
.
.
.
" હવે દુઃખી થવાનો પણ મારી પાસે સમય નથી...
.
.
.
.
અને અંતે મેં નક્કી કર્યું કે....દરેક પરિસ્થિતિને માણો જ
માણો....'
જવા
દે, તને નહિ સમજાય. અને તને મારી સમસ્યા સમજાવી હું હવે થુંકના સાંધા નથી કરવા
માંગતો. મારી તને એક વિનંતી છે ભાઈ, જો સુહાસીનીએ કોઈને પસંદ કર્યો જ છે તો કદાચ
ભગવાનની હું અમારા પર કૃપા જ માનીશ. અમારા બંને ના ભવિષ્યને ખાતર, અમારા બંને ના
પરિવારના ભવિષ્યને ખાતર હું એને છોડવા તૈયાર છું. એને જે જોઈએ એ આપું, પરંતુ પ્લીઝ....હવે
હું બહુ બોઝ સહન કરી શકું એટલો મજબુત નથી રહ્યો મારા ભાઈ. મને છોડવ....પ્લીઝ...એને
જે જોઈએ એ માંગી લે પણ....
તું
ખૈરાતમાં છુટું આપીશ તો જ એ જીવી શકાશે એમને ? માનવે ગુસ્સાથી કહ્યું અને ઉભો થઈ
દરવાજા તરફ ગયો...
અને
હા, સુહાસીનીને કહેજે ....જ્યાં જીવન વિતાવવું હોય ત્યાં વિતાવે...હું ખુશ....કાલે
જ ડિવોર્સ પેપર તૈયાર કરાવી રાખીશ....તું લઇ જજે ભાઈ...
માનવ
સુહાગની ઓફિસમાંથી નીકળી જાય છે....માનવ ખુબ વ્યથિત છે. શું કરવું કાઈ સમજાતું
નથી. સુહાસીનીને શું કહેવું ? કેવી રીતે કહેવું કે....થોડો સમય તો શૂન્ય બની જાય છે.
અંતે સુહાસીનીને કોલ કરી તે ઘરે છે એ પૂછે છે. સુહાસિની ઘરે જ હોય છે એથી એને મળી
બધી વાત કરવા સુહાસીનીને ઘરે જાય છે....
આવ
માનવ, બેસ...
સુહાસીનીના
ચહેરા સામે જોવાની માનવની હિંમત નથી થતી. તેમ છતાં એ પરાણે સ્મિત સાથે એક નજર નાખી
વાત ની શરૂઆત કરે છે...સુહાસિની, કેમ આજે ખુશ છે. કાઈ વિશેષ....
ના
રે અમારે શું વિશેષ...? બાય ધ વે ચા કે....?
કાઈ
પણ, મૂડ બને એવું....
કેમ
એમ...? શું થયું તારા મુડ ને વળી ? તું તો હંમેશા ખુશ રહેનાર.... ક્યારેક "સંઘર્ષ" ને આમ મારી જેમ પણ જોઈ ને જુવો મિસ્ટર માનવ... "સંગ + હર્ષ" પછી જુવો જિંદગી
કેવી બદલાઇ જાય છે......સુહાસિની ચા બનાવતા બનાવતા બોલી...થોડો સમય સન્નાટો છવાઈ
ગયો. સુહાસિની ચા નો કપ લઇ માનવ ને આપ્યો અને કહ્યું લે તારો મુડ બનશે અને ...
ત્યાં તો માનવ ની બાજુમાં સોફા પર પડેલ સુહાસીનીનો મોબાઈલ રણક્યો....સુહાસિની
રસોડામાં ગઈ હોય છે....રસોડામાંથી માનવને કોલ રીસીવ કરવા જ કહે છે.
હલ્લો, સુહાસિની નથી ? સામે છેડેથી આકર્ષક અદામાં ઘેઘુર અવાજ સંભળાય છે.
છે ને ? તે રસોડામાં છે...આપ કોણ ? માનવે મોબાઈલ સ્ક્રીન પર સુમનનું
નામ વાંચેલ પરંતુ બસ વાત ને આગળ વધારવા એમ જ પૂછ્યું...
હું,
સુમન... કેમ સુહાસીનીને મોબાઈલમાંથી મારો નમ્બર અને નામ બંને ડીલીટ કર્યું... ??
આપ કોણ ?
હું
માનવ...,
ઓહ,
મિસ્ટર માનવ...ગ્રેટ...મેં તમારા બહુ વખાણ સંભાળેલ...ખરેખર તમને સંભાળીને તો થાય
છે કે સુહાસિનીએ તમારા વખાણ કરવામાં પણ કંજુસાઈ કરી છે. કેમ છો તમે ?
બસ
ફીટ એન્ડ ફાઈન....માનવ સુમનના અવાજ અને વાત કરવાની છટાથી પ્રભાવિત થઇ ગયેલ. તેને
આગળ શું બોલવું એ જ સમજાતું નહિ...તેમ છતાં એવી ઈચ્છા પણ ખરી કે વાત ચાલુ જ
રહે....
મિસ્ટર
માનવ, મારો એક મેસેજ સુહાસીનીને કન્વે કરશો ?
હા,
બોલો....માનવ બહુ શાંત સ્વરે બોલ્યો...
સુહાસીનીને
કહેજો કે આજે સાંજે અમારે ડીનર માટે બહાર જવાનું હતું એ પોસ્ટપોંડ કરવું
પડશે...મારે અચાનક બહાર જવાનું થયું છે. સોરી પણ કહેજો બોસ્સ.....નહિતર સુહાસીનીનો
મુડ સાતમાં આસમાને પહોંચશે. આમ પણ ગરમી વધુ છે અને....હા એને કહેજો કે મીટીંગમાં
હોઈ હું મોબાઈલ પણ બંધ કરું છું. હવે મોડી રાત્રે જ વાત કરી શકીશ....
ડોન્ટ
વરી, આઈ વિલ કન્વેય યોર મેસેજ...બાય...માનવે પરાણે કોલ ડીસ્ક્નેકટ કર્યો.
સુહાસિની,
કોણ હતું ? સુમન ?
હા,
શું
કહેતો હતો ?
માનવે સુહાસીનીને વિગતે સમાચાર આપ્યા.
સુહાસીનીએ
મોબાઈલ હાથમાં લઈને સુમનને લગાવ્યો પરંતુ સામે છેડે થી મોબાઈલ બંધ હોવાના
સમાચાર મળ્યા....
અરે,
આ સુમન પણ ભારે ઉતાવળિયો....તરત ફોન બંધ કરી દીધો. મારે તેને એક ગીફ્ટ બોક્ષ મોકલવાનું હતું...માનવ, ઇફ યુ ડોન્ટ માઈન્ડ પ્લીઝ તું સુમન ની ઓફીસ આ પેકેટ આપી આવીશ...?
ઓહ,
સ્યોર. કેમ નહિ...? ક્યાં છે એની ઓફીસ...?
મને
એ બહુ ખબર નથી. એને મને એની ઓફિસનું સરનામું મેસેજ કરેલ, હું એ તને મોકલી આપું....
કેમ,
તું ક્યારેય તેની ઓફીસ નથી ગઈ ?
ના,
જો ને ક્યાં સમય જ મળે છે ? અને તું જાણે છે કે આમ જવું એ પણ ... સારું ન લાગે ને ?
વળી, અમને મળ્યે હજું બહુ ઝાઝાં દિવસો ક્યાં થયા છે?? સુહાસિની માનવના હાથમાં સુહાગને
પહોંચાડવા બંધ કવર આપે છે....સરનામું મેં મેસેજ કરી દીધેલ છે. જોઈ લેજે...અને હા
તે નીકળી જાય એ પહેલાં પહોંચાડજે... પછી સાંજે આવ, અહી ઘરે જ સાથે ડીનર લઈશું. આજે
મારા મમ્મી પણ આવશે. બધાં બેસીસું અને મને તારી કંપની રહેશે તો હું એમની સામે
શાંતિ થી બેસી શકીશ અને તું વાતો કરજે....ઠારકા સાથે સુહાસીનીએ કહ્યું. માનવ ફાઈલ
લઇ મોબાઈલ ફોનમાં સરનામું જોતો જોતો નીકળ્યો....
માનવ,
સુમનની ઓફીસ પહોંચે છે. સુમન વિષે તેના માણસને પૂછતા જાણવા મળે છે કે સુમન બહાર
ગયો છે. તે ફાઈલ તેના કોઈ સ્ટાફ ને આપે છે. બહાર નીકળતાં જ કોઈ બહેન માનવ પાસે આવે
છે અને તેને સુમનની ઓફિસમાં લઇ જાય છે.
શું
લેશો સર, ચા કે કોફી...?
કાઈ
નહિ, ફરી ક્યારેક....માનવ ની ઈચ્છા બેસવા અને સુમન વિષે જાણવા ખરી પરંતુ ...
ના
એમ ચાલે...? બોસ નો કોલ હતો કે મિસ્ટર સુમન આવે તો એમની ગેર હાજરી માં સ્વાગત ની કરકસર ન રહે. તેઓ કહેતાં હતાં કે આપ એમના અંગત મહેમાન છો...આપ પહેલી વાર આવો છો
અને એમ જ ન મોકલાય...
ઓકે,
ટી વિલ ડુ....
જી,
સર હું ચા મોકલું છું...આપ બે મિનીટ બેસો....
પટાવાળા
ભાઈ ચા માનવ ને આપે છે. બસ, એમ જ વાત આગળ વધારવા માનવ કહે છે મિસ્ટર સુમન ક્યાં ?? બહાર
ગયા છે ?
ના
સાહેબ, આજે અમારા સાહેબ બહાર જાય ? ક્યારેય ના જાય ?
કેમ
? એવું તો શું છે આજે ???
આજે
અમારા સાહેબની મેરેજ એનીવર્સરી છે. આજે તેઓ આખો દિવસ ઘરે જ રહે છે. અને કાલે મોડે
થી આવશે....
મેરેજ એનીવર્સરી છે ? કોની ?
મેરેજ એનીવર્સરી છે ? કોની ?
અમારા
બોસની...
એટલે
સુમન ની ???
હા
સાહેબ, સુમનભાઈ જ તો અમારા બોસ છે....
આજે
સાંજે એમના ઘરે આખાય સ્ટાફ નો જમણવાર છે....હજાર માણસ આવશે...બહુ મોજીલા છે અમારા બોસ....સુમન
અડધી ચા મૂકી કાઈ જ બોલ્યા વિના નીકળી જાય છે. માંડ માંડ પોતાની કાર સુંધી પહોંચે
છે. તેને કાઈ સમજાતું જ નથી. આજ સવારથી જ કાઈ અજુગતા સમાચાર મળી રહ્યા છે....શું
કરવું ? સુહાસીનીને કેવી રીતે કહેવું કે સુહાગ તારા થી છૂટવા માંગે છે અને સુમન
તને લાયક નથી.....સુમને તો પરણેલો હોવા છતાં કુંવારા કહી સુહાસીનીને છેતરી.... પરંતુ સુહાસીનીએ મોકલેલ બોક્ષ એ ગીફ્ટ પણ હોઈ શકે ? સુહાસિની મારાથી કેમ છુપાવે ? આ પરિસ્થિતમાં શું નિર્ણય લેવો એ જ સમજાતું નથી. માનવના હ્રદયના ધબકારા બંધ થઇ જાય એવી અનુભૂતિ થાય છે. માંડમાંડ કાર સુંધી પહોંચે છે. થોડો સમય આંખ
બંધ કરી કારમાં જ બેસે છે ત્યાં મોબાઈલની ઘંટડી રણકે છે...સ્ક્રીન પર સુહાસીનીનું નામ...શું
કરવું એજ સમજાતું નથી...ખુબ હિંમત એકઠી કરી આવેલ ફોન રીસીવ કરે છે....કાઈ બોલે એ
પહેલાં જ સુહાસિની બોલે છે....માનવ, એક કામ કરને તું અત્યારે ઘરે આવે ત્યારે થોડા
ગુલાબ જાંબુ લાવજે....તને બહુ ભાવે છે એ મને ખબર છે. આપણે ઘણા સમયે મળ્યા અને
ઘરમાં કાઈ ગળ્યું નથી...તું આવ એટલે સેલેબ્રેટ કરીએ...માનવ, ને કાઈ જ સમજાતું
નથી...શું કહેવું ??? માનવ હિંમત એકઠી કરી સુહાસીનીને ઘરે જાય છે...કયા સમાચાર
આપવા...કોના સમાચાર આપવા...સુમન વિશે પરિચય નહિ અને સુહાસીનીને આવડું મોટું પગલું
ભર્યું ? તેને અહી રોકવી જરૂરી...પરંતુ રોકીને ? સુહાગ વિષે શું કહેવું ? આ ગડમથલ સાથે
માનવ સુહાસીનીને ઘરે પહોંચે છે.
બેસ
માનવ...તારો ચહેરો જોતાં તો તું કન્ફયુઝ લાગે છે.
બસ
કાઈ નહિ...થાક...ઉજાગરો...માનવ મૂંઝવણ સાથે જવાબ આપે છે.
સુહાસિની
એક વાત કહું ? તું હિંમતથી સંભાળીશ ??? સ્વીકારીશ ??
પાછો
ફરી એમ નથી કહેવાનોને કે ચાલ, આપણે પરણી જઈએ...? યાદ છે જયારે જયારે મારા અને
સુહાગ વચ્ચે અબોલા થતાં ત્યારે ત્યારે તું સુહાગને કહેતો કે સાચવીને રાખજે નહીતર
હું લઇ જઈશ અને તારે આખી જીંદગી ભાભી કહેવાનો વારો આવશે....સુહાસીની મજાકના મૂડમાં
હળવી લાગી....
સુહાસિની
આજે હું સુહાગ ને મળેલ....
સુહાગને
????
અને
અચાનક સન્નાટો છવાઈ જાય છે....સુહાસીનીનો ચહેરો નિસ્તેજ બની જાય છે...
કેમ
છે સુહાગ ? તેની તબિયત...મનમાં ઉદાસી સાથે સુહાગના સમાચાર પૂછ્યા વિના પોતાની
જાતને રોકી શકાતી નથી. પ્રેમ છે ને ? એમાં વળી, પ્રથમ પ્રેમ...ક્યારેય ભૂલાય ? કોઈ
ભૂલી શક્યું છે ? સુહાસીનીનો ચહેરો નિસ્તેજ બની ગયો....ઓરડામાં લાંબો સમય સન્નાટો
રહ્યો...માનવ અને સુહાસીનીની બંને ની આંખમાં આંસુ...
કેમ,
મૌન બની ગઈ સુહાસીનીની ? અને તારી આંખોમાં આ આંસુ ? કરડતી શાંતિને છંછેડી સુહાસીની
કાઈ બોલે એ માટે માનવે હિમ્મત એકઠી કરી મૌન
તોડ્યું....
બસ એમજ, મારું
સાચું જીવન જેને માટે મેં બધું જતું કર્યું તે યાદ આવી ગયું...
આ એકાંતે બેડી પાડી
છે જીભમાં, અમે શુ બોલીએ ?
ને 'એ' સમજી શકે
નહીં મારા મૌનમાં, અમે શુ બોલીએ ?
આંખોના માપીયાથી
માપ્યા તો 'એ' નખશીખ હલકા નીકળ્યા,
એના જ ઘર અમે પણ રહેતા બહુ ભારમાં, અમે શુ બોલીએ ?
સુહાસીનીથી પોતાની વેદના આમ જ બોલાઈ જવાઈ....
સુહાસિની, સુહાગ તારા થી છૂટવા માંગે
છે....
માનવ પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલાં તો
આ સાંભળ્યું ન સાંભળ્યું અને...સુહાસિની ખુબ આક્રંદ કરી રડી પડે છે....માનવ એને
પાણી આપે છે....સુહાસિની હાથમાં ગ્લાસ લઇ ખુબ હસે છે...બસ, કહી શકાય સુહાસિની પાગલ
બની ગઈ...મોટેથી તેનું હાસ્ય અને રુદન જોઈ માનવ ગભરાઈ જાય છે..... આ પરિસ્થિતિમાં
શું કરવું કાઈ જ સમજતું નથી....સમયને પારખી તાત્કાલિક પોતાના ફેમીલી ડોક્ટરને કોલ
કરી સુહાસીનીના ઘરે બોલાવે છે...
(વધુ આવતાં ભાગ ૪ માં
....)

No comments:
Post a Comment