આજે ધોરણ બાર સાયંસનું પરિણામ
જાહેર થયું.
ધોરણ બારનું પરિણામ મેળવેલ તમામ
વિદ્યાર્થીઓને અભિનંદન....પરિણામ શું આવ્યું એના કરતાં મહત્વનું છે ધોરણ બારની
માર્કશીટ મેળવવી. મારી દ્રષ્ટીએ ધોરણ બારની માર્કશીટ મેળવવી એટલે હવે તરુણાવસ્થાને
પૂરી કરી તમે પુખ્ત બનવાના છેલ્લા પગથીયા પર પહોંચ્યા છો. હવે તમે પુખ્ત બની ગયા
છો. તમે તમારા નિર્ણય હવે જાતે લઇ શકો છો. હું એવાં ઘણાં લોકોને ઓળખું છું જેઓએ
પરીક્ષામાં ભલે તેમના માતા પિતાને ઈચ્છિત પરિણામ ન મેળવ્યું પરંતુ જીવનમાં ખુબ
સફળતા મેળવી ચુક્યા છે. અથાક પ્રયત્ન પછી પણ જો ધાર્યું પરિણામ ન મળે તો સમજવું કે
કુદરત તમારી પાસે ખુબ બધી અપેક્ષાઓ રાખીને બેઠા છે અને તમે સામાન્ય બાબત માટે
માંથી રહ્યા છો.
મને યાદ આવે છે રંગમંચ અને ફિલ્મના મહાન કલાકાર અનુપમ ખેરના જીવનમાં બનેલ અને તેમન જીવનને બદલતો એક પ્રસંગ....
અનુપમ ખેર જયારે અગિયારમાં ધોરણમાં હતાં ત્યારે તેઓ પરીક્ષામાં ફેઈલ થયા. એ
સમયે અગીયારમાં ધોરણનું અત્યારના બારમાં ધોરણ જેટલું મહત્વ હશે. નાપાસ પરીણામ
આવતાં અનુપમના માથે તો આભ તૂટી પડ્યું, હવે ?? ઘરે કહેવું તો શું કહેવું ? ઘરે
પહોંચ્યા...પિતાજીને મળ્યા અને પાસ થયાનું જણાવ્યું. ખોટું બોલવાનો રંજ પરંતુ કોઈ
રસ્તો પણ નહિ....શાળા સમય અને બધું જ અગાઉની જેમ હોઈ તેમના પિતાજીને શંકા ગઈ. તેઓ
શાળામાં ગયા અને શાળાના આચાર્યશ્રીને મળ્યા. આચાર્યશ્રીએ સાચી વાત જણાવી અને અનુપમભાઈનો
વર્ગખંડ બતાવવા પટાવાળા ભાઈ ને મોકલ્યા. પિતાજી મૌનાસ્થ...ખુબ વ્યથિત પરંતુ કાઈ જ બોલ્યા
વિના અનુપમને તેમના ઘરે લઇ ગયા. એ સમયે
તેમના પરિવારની આર્થિક સ્થિતિ બહુ નબળી એટલે વર્ષે એકાદ વાર કોઈ વિશેષ પ્રસંગે
(ખાસ કરીને વર્ષે જયારે પિતાજીનો તેમનો પગાર વધે ત્યારે...) ઘરના તમામ સભ્યો નવા
કપડાં પહેરી ફિલ્મ જોવાની અને હોટેલમાં જમવાનું. ઘરે જઈ પિતાજીએ ઘરના તમામ સભ્યોને
સેલેબ્રેશન માટે તૈયાર થવા જણાવ્યું. અનુપમની ચિંતા વધી. અગાઉના આયોજન મુજબ પહેલાં
ફિલ્મ જોવાઈ અને પછી નક્કી કરેલ લીમીટેડ બજેટ વાળી હોટેલમાં જમવા ગયા. ડાયનીંગ ટેબલ
પર અનુપમને ભાવતું ભોજન મંગાવવાનું કહેવાયું. ડરતાં ડરતાં અનુપમે પોતાને ગમતાં ભોજનનો
ઓર્ડર આપ્યો....બધાં રાજી થતા જમવાનું પૂરું કર્યું જયારે અનુપમે ડરતાં ડરતાં...બધાં
ઉભા થવાની તૈયારીમાં હતાં અને પિતાજીએ કહ્યું કે આજે અનુપમ નાપાસ થયા ની પાર્ટી
હતી. આખું ઘર સ્તબ્ધ...અનુપમની આંખમાંથી ચોધાર આંસુ...પોતે નિષ્ફળતાને છુપાવી એ બહુ
મોટી ભૂલ કરી એવો ભાવ થયો. તે પિતાજીના પગમાં પડી ગયો અને પિતાજીએ સાંત્વના આપતા
કહ્યું કે, 'સફળતાને તો સૌ સ્વીકારે અને સેલીબ્રેટ કરે,,,આપણે નિષ્ફળતાને
સ્વીકારવી...સફળતા દોડતી આવે....અને હા, બેટા, તું મેટ્રિક પાસ થઇ ક્લાર્ક બને એ
કુદરતને મંજુર નથી...તું રસ્તો બદલ અને જીવનને સાર્થક કર...' એ દિવસ અનુપમની
શાળાનો છેલ્લો દિવસ, ત્યાર પછી અભિનય શીખી અભિનય સમ્રાટ બન્યા....આજે દેશમાં એક
સફળ વ્યક્તિ કહી શકાય....જો તેમના પિતાજી તેમની સાથે ઝગડ્યા હોત તો ??? આજે આપણ ને
અનુપમ ખેર ન મળત કે 'દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે' ફિલ્મમાં શરૂઆતમાં શાહરૂખ
કોલેજમાં ફેઈલ થાય છે અને તેના પિતા તરીકે અનુપમ ખેર સેલેબ્રેશન ઓફ ફેઇલર જે રીતે
મનાવે છે એ ન આપણે ન જોઈ શક્યા હોત. 'દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે' ફિલ્મનું એ
દૃશ્ય અનુપમના જીવનની સત્ય ઘટના છે.
તમે જાતને પૂછો, જો તમારા બાળકની નિષ્ફળતાને સ્વીકારવા શરમ અનુભવો છો તો તમને
તેના વાલી કહેવરાવવાનો હક ખરો ? મોગરાને મોગરો અને ગુલાબને ગુલાબ બનવા દો....એજ
સાચી સફળતા....બાકી તો મોગરા પાસે ગુલાબની સુગંધની અપેક્ષા અને મોગરાના ગુલાબ
બનવાના નિરર્થક પ્રયત્નો ક્યારેક આત્મહત્યા પણ કરાવે...!!! શું એ તમને ગમશે..??
છોકરાને ડોક્ટર, ઈજનેર કે આઈ.ઈ.એસ અધિકારી બનાવવાથીજ સફળતા નથી કહેવાતી...એવા
ઘણા ક્ષેત્રો છે જ્યાં વિકાસની વિપુલ તકો છે....વિકાસ માટે જીવંત હોવું એ પહેલી
શરત છે. તમારા સંતાનને સત્ય સ્વીકારી જીવવા દો....
આજે એક શિક્ષક મિત્રએ એમના દીકરાના પરીણામની મનોવ્યથા મારી સામે ઠાલવતાં કહેલ
કે લ્યો, ૭૦% જ આવ્યા...મારા તો નામ માથે પાણી ફેરવ્યું. અરે ભાઈ, તમે એક શિક્ષક જ
છો...તમે ક્યાં બારમામાં ૯૫% લાવેલ. અને લાવ્યા હોત તો અત્યારે....સંતાનને પરીણામ
માટે મ્હેણાં ટોણા માર્યા પહેલાં આપણે સ્વ ને પ્રશ્ન કરવો...'શું આપણે એ માટે લાયક
છીએ...?'
આપણા સંતાનને એ શીખવવું કે, 'નિષ્ઠાપૂર્વક કામ કરો, નામ તમારી પાછળ દોડતું આવશે....' સંતાનને મુક્ત બની, મસ્ત બની જીવે એ પસંદ કરશો કે નોકરી કરી કોઈના આદેશનું પાલન કરનાર...?? વિચારો....
આપણા સંતાનને એ શીખવવું કે, 'નિષ્ઠાપૂર્વક કામ કરો, નામ તમારી પાછળ દોડતું આવશે....' સંતાનને મુક્ત બની, મસ્ત બની જીવે એ પસંદ કરશો કે નોકરી કરી કોઈના આદેશનું પાલન કરનાર...?? વિચારો....
સંતાનને મહેનત, અથાક પ્રયત્ન કરતાં શીખવીએ અને જે પરીણામ આવે તેને
સ્વીકારીએ....શક્ય છે તમારા ઘરમાં જ આવતી કાલની મહાન વ્યક્તિ હોય???? છે જ...ભરોશો
રાખો અને રીઝલ્ટને સેલેબ્રેટ કરો....ગુડ લક....
અને હા, આ વિડીયો કલીપ જોઈ પ્રોત્સાહન મેળવી શકશો....


No comments:
Post a Comment