Thursday, November 17, 2016

Clean Palanpur-Green Palanpur

Dr Amtbhai shah, Mr Hasmukhbhai Modi, Hemabahen Patel, Miteshbhai Bhavsar and Team Gujarat with students of Vidhyamandir, Palanpur

'ક્લીન પાલનપુર-ગ્રીન પાલનપુર'
શાર્લોટ ગુજરાતી સમાજ 'Soil To Soul' પ્રોજેક્ટ અંતર્ગત કેટલાંક મહત્વના ચોક્કસ હેતુઓને સિદ્ધ કરવા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. 'Soil To Soul' ના સ્વપ્ન ને સાકાર કરવા ઓક્ટોમ્બર ૨૦૧૬ માં ગુજરાતથી છ સભ્યોની ટીમ દ્વારા શાર્લોટ મુલાકાત લેવામાં આવેલ. આ કાર્યને સતત વેગવંતુ રાખવા શાર્લોટ ગુજરાત સમાજ ના માર્ગદર્શક ડૉ અમિતભાઈ શાહ હાલમાં ગુજરાત ખાતે મુલાકાતે છે. ડૉ અમિતભાઈ શાહ દ્વારા ગત તારીખ ૧૧/૧૧/૨૦૧૬ ના રોજ શાર્લોટ ગુજરાત સમાજ વતી સંસ્કૃતિ અને કલા સેવા ટ્રસ્ટ 'ટીમ ગુજરાત' ના સભ્યો સાથે ગણેશપુરા ખાતે બેઠક યોજેલ. આ બેઠકમાં ગુજરાતમાં રહી કેટલાંક કામો કરવા આયોજવાનું નક્કી થયેલ. વિધ્યામાંદીર ટ્રસ્ટ, પાલનપુરની શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સહકાર થી 'ક્લીન પાલનપુર-ગ્રીન પાલનપુર' પ્રોજેક્ટ હાથ ધરવાનું સંસ્થાના નિયામક શ્રી હસમુખભાઈ મોદી અને શ્રી ફર્માંનભાઈ સૈયદના સહકારથી નક્કી કરવામાં આવ્યું. 'ક્લીન પાલનપુર-ગ્રીન પાલનપુર' પ્રોજેક્ટ ને કાર્યન્વિત કરવા અને આયોજન મુજબ પાલનપુરને ગુજરાતનું પ્રથમ 'ક્લીન પાલનપુર-ગ્રીન પાલનપુર' શહેર બનાવવાના હેતુથી પ્રોજેક્ટની વિધિવત શરૂઆત આજ રોજ તા.૧૬/૧૧/૨૦૧૬ ના રોજ પાલનપુર એસ.ટી. બસ સ્ટેન્ડની સફાઈ કરીને ક્લીન પાલનપુર – ગ્રીન પાલનપુર અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. જેમાં ડૉ. અમિત શાહ, શ્રીમતી હેમા બહેન, સૃષ્ટિ, શ્રી નિમિષભાઈ, શ્રી ભાવેશ પંડ્યા, શ્રી વિવેક શેઠ, શ્રી હસમુખ મોદી, પાલનપુર નગરપાલિકા પ્રમુખ શ્રી નિલમબેન જાની, શ્રી હરેશ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ સફાઈયજ્ઞ અંતર્ગત તા.1 જાન્યુઆરી, 2017 થી 2 ઓક્ટોબર, 2019 સુધીમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ ચાલતા સફાઈ અભિયાનમાં પાલનપુરને સમગ્ર રાષ્ટ્રનું પ્રથમ હરોળનું સ્વચ્છ શહેર બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. 'ક્લીન પાલનપુર-ગ્રીન પાલનપુર' અંતર્ગત કરવામાં આવનાર કાર્યોમાં સ્વચ્છતા, વેસ્ટ કલેક્શન, વેસ્ટ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોને આવરી લેવાયા છે. આપણે જાણીએ છીએ કે જ્યાં સુંધી આપણે જાતે જ કોઈ કાર્ય શરુ ના કરીએ ત્યાં સુંધી બીજાને ના કહી શકીએ. અમેરિકા શાર્લોટ થી પાલનપુર ને પ્લાસ્ટિક મુક્ત 'ક્લીન પાલનપુર-ગ્રીન પાલનપુર'બનાવવાના શુભ આશયથી આવેલ ડૉ અમિતભાઈ શાહ અને ટીમ વિદ્યામંદિર ટ્રસ્ટ-પાલનપુરના  નિયામકશ્રી, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ જાતે જ સ્વચ્છતા માટે બસ સ્ટેન્ડ પર સફાઈ ની શરૂઆત કરી લોકોને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પડ્યું. ડૉ અમિતભાઈ શાહે વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત વાલીઓ, નાગરિકોને જણાવ્યું કે, 'સ્વચ્છતા એ સ્વભાવ બને એ જરૂરી...' આ સ્વચ્છતા અભિયાન બાદ આ ટીમ બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ શ્રી જેનુ દેવનને મળી હતી અને આ પ્રોજેક્ટ અંગે વિગતે ચર્ચા કરી હતી. ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટે આ પ્રોજેક્ટની સફળતા માટે તમામ સહયોગ આપવાની ખાતરી આપી હતી.  ક્લીન પાલનપુર – ગ્રીન પાલનપુર અંતર્ગત યોજાયેલ આ સફાઈ કાર્યક્રમમાં વિદ્યામંદિર ટ્રસ્ટના પદાધિકારીઓ, શિક્ષકો, 700 વિદ્યાર્થીઓ તથા સદભાવના ગ્રૂપના સેવાભાવી યુવાનોએ ઉપસ્થિત રહીને શ્રમદાન કર્યું હતું. વિદ્યામંદિર એ ગુજરાતની શ્રેષ્ઠ શાળાઓ પૈકી એક શ્રેષ્ઠ શાળા છે જેમાં બાલમંદિર થી ધોરણ બાર સુંધીનો અભ્યાસ કરાવવામાં આવે છે. વિદ્યામંદિર શાળા ના વિશેષ જરૂરીઆત વાળા વિદ્યાર્થીઓ વિશ્વભરમાંથી પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી સો થી વધુ એવોર્ડ મેળવેલ છે. સિક્ષ્થ સેન્સનો ટેકનોલોજીમાં ઉપયોગ કરનાર અને જાણીતી મોબાઈલ બનાવતી કંપનીના સેમસંગ ના સી.ઈ.ઓ તરીકે કામ કરનાર પ્રણવ મિસ્ત્રી એ વિદ્યામંદિર પાલનપુર ના વિદ્યાર્થી છે. (પ્રણવ મિસ્ત્રી વિષે વિશેષ માહિતી માટે ક્લીક કરો..... http://jivantshixan.blogspot.in/2010/03/v-behaviorurldefaultvml-o.html ).

.....Because Change Begins With Me....Because I am Global Citizens..... આ વિચાર આપણા સૌનો બને ક્લીન અને ગ્રીન નો સ્વભ્વાવ બને એ માટે આજ્થીજ જાગીએ....ટેવ પાડીએ.... પાલનપુર ને ક્લીન અને ગ્રીન બનાવવામાં સહભાગી બનીએ.....
ક્લીન પાલનપુર – ગ્રીન પાલનપુર અંતર્ગત યોજાયેલ આ સફાઈ અભિયાન ની કેટલીક તસવીર અને વિડીયોક્લીપ્સ આપને સફાઈ અને પ્લાસ્ટિક કચરા મુક્તિના કાર્યને વધુ સારી રીતે સમજાવશે....

                  




No comments: