![]() |
| Team gujarat with Dr Amitbhai shah |
૧૧ નવેમ્બર ગુજરાત સમાજ શાર્લોટ અને સંસ્કૃતિ અને કલા સેવા ટ્રસ્ટ, ગાંધીનગર (ટીમ ગુજરાત સમાજ શર્લોટ)ના ગુજરાત સ્થિત સભ્યો માટે ખુબ મહત્વનો રહ્યો. શાર્લોટ ખાતે ૧૪ દિવસ ટીમ ગુજરાતના વિવિધ વિભાગોમાં કામ કરતાં છ સભ્યોએ મુલાકાત લઇ કેટલાંક ક્ષેત્રોમાં સાથે કામ કરવા નક્કી કરેલ. આ પ્રોજેક્ટને Soil To soul નામ આપવામાં આવેલ. Soil To soul અર્થાત ગુજરાતી અને ગુજરાતની માટીની 'મહેક' છેક અમેરીકા સુંધી પ્રસરે. એ પૈકીના કામ માં લાંબા ગળાના પરંતુ મહત્વના આયામો પૈકી "જૈવિક ઔષધિય બાગ", "સાત્વિક આહાર", "રોજીંદા જીવનમાં આયુર્વેદ" અને "ઈ મેગેઝીન માધ્યમે ઘર ઘર સુંધી પહોંચવા પર કામ કરવાનું પ્રાથમિક તબક્કે નક્કી થયેલ. આ અંગે સ્થળ મુલાકાત અને વિશેષ માર્ગદર્શન માટે શાર્લોટ અમેરીકાથી ડૉ અમિતભાઈ શાહ હાલમાં ગુજરાત પ્રવાસે આવેલ છે. તેઓશ્રીએ ટીમ ગુજરાતના સભ્યો સાથે ગણેશપુરામાં આવેલ વન લક્ષ્મી સેવા સંસ્થા, ગણેશપુરા- જીલ્લો મહેસાણા ના જૈવિક ખેતરમાં રાખેલ મીટીંગમાં મુલાકાત લઈ આગામી આયોજન સંદર્ભે બેઠક યોજી.
'વસુદેવ
કુટુંબકમ' નો મહામંત્ર ભલે ભારતે વિશ્વને આપ્યો હોય પરંતુ વર્ષો સુંધી બહારની
પ્રજાના આપણા પરના શાસન ને કરને એ સ્વીકારવું જ રહ્યું કે આપણે દિવસે દિવસે
સંકુચિત બનતાં જઈ રહ્યા છીએ. આપણે ભારતની દરેક બાબતને ગર્વ સાથે વિશ્વ સમક્ષ મુકીએ
પરંતુ વિશ્વમાં રહેલી 'સારપ' ને 'સરપ'
જ માનીએ છીએ. આપણે એ સ્વીકારવું જ રહ્યું કે બહારની કોઈ સારી બાબતોને આપણે સારી
માનવા અને સ્વીકારવા તૈયાર નથી. આપણે બધાં હિન્દુસ્થાની છીએ પરંતુ ગુજરાતમાં મજુરી
કે સ્વ-વિકાસ માટે આવેલ બિહારી, કે અન્ય રાજ્યના કામ કરનાર નાગરીકોને પર પ્રાંતીય
માનીએ છીએ. જયારે અમેરીકા વિશ્વના કોઈ પણ સારા વ્યક્તિ માટે ખુલ્લું છે. આપણને દુનિયાના
બધાં દેશોનું પ્રતીનીધ્ત્વ અમેરીકામાં શાંતિથી રહેતાં જોવા મળશે. અમેરિકાનું સૌથી મજબુત પાસું એ છે કે અમેરીકા સાચા
અર્થમાં વિશાળ હૃદય નું છે...વિશ્વની તમામ સારી બાબતો જેનો અમેરીકન અને અમેરીકાને ફાયદો
છે તે તમામ બાબતો અમેરીકાને સ્વીકાર્ય છે. અમારા અનુભવો મુજબ અમેરીકામાં તેમના આહાર
અને ઉપચારની પદ્ધતિ બદલવામાં આવે તો દેશ અત્યારે છે તેના કરતાં પણ વધુ શક્તિ શાળી
બની શકે. ભારતની બે ચાર બાબતો અમેરીકા માટે ઉપયોગી છે જયારે અમેરીકાની ઘણી બધી
બાબતો ભારતીયોએ સ્વીકારવી જોઈએ....અમારા અનુભવો મુજબ કેન્સર, મોટાપા અને ચામડીના
કેટલાંક રોગો અમેરીકામાં વધારે છે. આ માટે ભારતીય ભોજન અને ઔષધ ખુબ ઉપયોગી
નીવડે.... સાથે સાથે અન્ય સમસ્યાઓ પૈકીની બીજી મહત્વની સમસ્યા જોઈએ તો મૂળ અમેરીકન ધોરણ બાર (12) પછી અભ્યાસ છોડે છે. આ માટેના મુખ્યત્વે કારણો પૈકી કારણ જોઈએ તો યુનીવર્સીટીના અભ્યાસ મોટે ફી વધારો, વિભક્ત પરીવાર, વિદ્યાર્થીની પોતાની કોઈ આર્થિક બચત નહિ અને સામજિક સ્વતંત્રતાને કારણે વ્યક્તિગત સ્વચ્છંદતા વિગેરે વિગેરે. આ માટેની સમજણ આયોજન બદ્ધ રીતે અમેરીકન સમક્ષ મુકવામાં આવે તો તેઓ જરૂરથી
સ્વીકારે કારણ સત્ય સ્વીકારવું અમેરીકન માટે ખુબ સહેલું છે અને એમાં પણ પોતાના ઉજ્જવળ
ભવિષ્ય માટે હોય તો....!!!
અમારી આ
સંકલન અને સમજણ વિકાસ માટે ની બેઠકની શરૂઆત સેવા ટ્રસ્ટના બહેનો મધુર કંઠે 'આવો
મહેમાન, બેસો મહેમાન મોંઘેરા મહેમાન તમને ચોખાલીયે વધાવીએ...' સ્વાગત ગીત દ્વારા દરેક
મહેમાન નું કંકુતીલક, ચોખા અને પુષ્પ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. પવિત્ર અને કુદરતી વાતાવરણમાં અનેરી
સુગંધ ભળી. બેઠકની ઔપચારિક શરૂઆત એક બીજાના પરીચયથી કરાઈ. પરીચય સાથે સાથે એક
બીજાની કામગીરીની વિગતો અને અમેરિકામાં ક્યાં કેવી રીતે ઉપયોગી બની શકાય તે અંગે
પણ ચર્ચા થતી રહી. ડૉ અમિતભાઈ શાહ દ્વારા અમેરીકન માનસ અને તેમની જરૂરીયાતમાં
ગુજરાત ક્યાં અને કેવી રીતે ઉપયોગી બની શકે તે અંગે ઊંડાણમાં સમજ આપવામાં આવી.
સાથે સાથે કોનો કેવો રોલ હોઈ શકે એ અંગે પણ ચર્ચા કરાઈ. આગામી સમયમાં શાર્લોટ
ગુજરાતી સમાજ અને સંસ્કૃતિ અને કલા સેવા ટ્રસ્ટ, ગાંધીનગર સાથે મળી નીચે જણાવેલ બાબતો
પર કામગીરી શરુ કરવા આયોજન હાથ ધરવા વિચારવામાં આવ્યું.
- જૈવિક
કૃષિ
- ગુજરાતના
ઔષધિય બગીચામાં તૈયાર થયેલ ઔષધિનો શાર્લોટમાં ઉપયોગ
- Soil
To soul 'ઈ મેગેઝીન' દ્વારા શાર્લોટ ગુજરાતી સમાજના સભ્યો સાથે નિયમિત
મુલાકાત
-
રોજીંદા જીવનમાં આયુર્વેદનો ઉપયોગ ઓનલાઈન અભ્યાસક્રમ
આ બેઠકમાં
શર્લોટની મુલાકાત માટે બાકી રહી ગયેલ ટીમ ગુજરાતના સભ્યો ડૉ ભાવેશભાઈ પંડ્યા,
ચેતનભાઈ પટેલ, ફરમાનભાઈ સૈયદનું તેમના સહકાર બદલ તેમજ મુલાકાત લેનાર હસમુખભાઈ મોદી, હેમાબહેન પટેલ, કેતન ઠાકર અને વિદ્યાબેન મોદીનું ટીમ ગુજરાત સમાજ, શાર્લોટ વતી ડૉ અમિતભાઈ શાહ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે શર્લોટની મુલાકાત માટે બાકી રહી ગયેલ ટીમ ગુજરાતના સભ્યો ડૉ ભાવેશભાઈ પંડ્યા, ચેતનભાઈ પટેલ, ફરમાનભાઈ સૈયદ, પ્રીતિબહેન ગાંધી, કનૈયાલાલ પટેલને સાંકળીને
અમેરીકાના વિદ્યાર્થીઓ, વડીલો અને લોકો સાથે આયોજન બદ્ધ કાર્યક્રમ આયોજવા માટે
ચર્ચા કરી. શ્રીમતી હેમા બહેન પટેલ દ્વારા આભાર પ્રવચન અને સેવા સંસ્થાના બહેનો
દ્વારા વિદાય ગીત દ્વારા બેઠકનું સમાપન કરવામાં આવ્યું.
![]() |
| Team 'Soil To Soul' |
![]() |
| Honored by CGS |




1 comment:
આયુર્વેદનો આ અમૂલ્ય વારસો સેવા જેવી સંસ્થાઓ,ડૉક્ટર સાહેબ જેવા એન.આર.આઇ અગ્રણીઓ દ્વારા છેવાડાના માનવી સુધી પહોંચે તેવો આપ સૌનો પ્રયત્ન પ્રશંસનીય છે.
Post a Comment