આજે
પરિવાર સાથે નવસારી જવાનું થયું. સાંજે વળતાં રોડ પર મળતું 'ઉંબાળીયુ' ખાવા જવાનું
સર્વનું માટે નક્કી થયું. 'ઉંબાળીયુ' એ દક્ષીણ ગુજરાત, ખાસ કરીને નવસારી માં થતું
એક શાખ છે જે સલાડ, છાસ સાથે ખાવામાં આવે છે. 'ઉંબાળીયા'માં તમામ શિયાળુ શાખભાજી
મરચાં, તેજના-મરી મસાલા થી ભરપુર ચટાકેદાર બનાવાય છે. કદાચ તમે પણ ચટાકેદાર 'ઉંબાળીય'નો
સ્વાદ ચાખ્યો હશે.
અમે 'ઉંબાળીયુ'
ઓર્ડર કરી ટેબલ પર બેઠા. વાતો સાથે 'ઉંબાળીયુ' બનાવતાં બહેનની 'ઉંબાળીયુ' બનાવવાની
પ્રક્રિયા પણ જોઈ રહ્યા. 'ઉંબાળીયુ' એ માટીમાંથી બનેલ માટલીમાં સુરતી પાપડી,
બટાટા, રતાળુ, શક્કરીયા, તમામ શાખભાજી નાંખી તેમાં થોડું તેલ અને બાકી તમામ મારી
મસાલા મરચાં વિગેરે નાંખી તેના પર માટીનું વાસણ ઢાંકી-કપડું બાંધી જમીનમાં કરેલ
ખાડામાં ઊંધું દાટી ઉપર લાકડા/કોલસાથી કરેલ ભઠ્ઠામાં ગરમી આપી શેકી બનાવાય છે.
અમારા ઓર્ડર મુજબનું 'ઉંબાળીયુ' અમને ટેબલ પર આપવા આવેલ એ બહેનને મેં પૂછ્યું કે
તમે બહાર કુકર કે તપેલીમાં બાફો તો ? એ બહેને કહ્યું કે સાહેબ અમારા વડવાઓ આવી
રીતે જ 'ઉંબાળીયુ' બનાવતાં. મેં પૂછ્યું કે પરંતુ હવે સમય બદલાયો. તમે પણ બદલાઓ.
બહેને તરત કહ્યું કે સાહેબ,"અમે...." કદાચ માટી પવિત્ર હોય છે એટલે
માટીના વાસણમાં બનાવતાં હશે. અમે તો ગરીબ ઘરનાં અને રોડ પર 'ઉંબાળીયુ' વેચી ગુજરાન
ચલાવીએ અહી બધાં ખાવા આવે. એટલે અમારી એમની પવિત્રતા તો જાળવવી જોઈએ ને ??? હું
બહેન તરફ જોતો જ રહ્યો અને માટીની પવિત્રતા વિષે જાણવા ગુગલ થી ગ્રંથાલય સુન્ધીની
સફર શરુ કરી. વર્ષો થી આપણે સંભાળેલ તે મુજબ 'આપણું શરીર માટીનું બનેલું છે અને
માટીમાં મળી જશે...' માણસના મૃત્યુ પછી તેના અગ્નિ સંસ્કાર કરવામાં આવે તો તેમનું
શરીર બળીને રાખ થયા પછી રાખનું વજન સવાશેર (લગભગ ૬૨૫ ગ્રામ જેટલું) થઇ જાય. આ
માટીનું લેબોરેટરીમાં એનાલિસિસ કરવામાં આવે તો એમાંથી કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ,
જીંક, સલ્ફર, માઈક્રો ન્યુંકીડંસ જોવા મળે છે. આ એજ તત્વો છે જે માટીમાં છે.
માટીમાં બનાવેલ ખોરાક લાંબા સમય સુંધી સુરક્ષીત રહે છે બગડતું નથી. પ્રેસર કુકરમાં
બફેલ ધન કે ખોરાક પાકે નહિ પરંતુ ઉપરથી આપેલ હવાના પ્રેસર ના કારણે તૂટે. ભારતમાં
વર્ષો પહેલાં માટીના જ વાસણો વાપરતાં. ખાસ કરીને દાળ માટીના વાસણોમાં બનાવાતી જેથી
પ્રોટીન અને બીજા તત્વો અને સાત્વિકતા સચવાઈ રહે. આથી જ આપણા વડવાઓ નાની ઉંમરે
ડાયાબીટીસ, હાર્ટ એટેક, પગના ઘૂંટણ ના રોગો નહોતા. ભારતમાં એલ્યુમીનીયમ કે બોક્ષાઇટ
ના ખજાના હતાં પરંતુ વાસણો માટીના વાપરતાં. બહારથી આવેલ પ્રજા એલ્યુમીનીયમ અને
સ્ટીલ લાવી જેને કહેવાતાં ઉચ્ચ વર્ણ ના લોકો એ સ્વીકાર્યા. આજે પણ ઉત્તર પ્રદેશ,
રાજસ્થાન, બિહાર, ઓરિસ્સા કે અન્ય રાજ્યોમાં માટીના વાસણોમાં જમવા બનાવે છે અને
માટીના વાસણમાં ચા પીવે છે. માટીના વાસણ માં બનેલ ખોરાક પ્રેસર કુકર કરતાં મોડા
સમયમાં બને. દાળ જલ્દી ગળે નહી. આમ પણ દાળ જેટલી મોડી ગળે (ચડે) તે વધુ સ્વદીસ્ટ
હોય. અમારા ઘરમાં મારા માતુશ્રી માટીની તાવડી (તવી)માં ચૂલા પર લાકડાં સળગાવીને
રોટલો બનાવતાં. ગરીબીનો રોટલો અને ડુંગળી/મૂળો છાશ અને ગોળ એ અમારું ભોજન બનતું અને એના કારણે આજે પણ કોઈ
જટિલ રોગ માં હજુ ગૂંચવાયા નથી. અઠવાડિયે એકાદ વાર વાળુંમાં મળતી ખીચડી પણ ચુલ્લા
પર જ બનતી અને કદાચ એટલે જ એ સ્વદિસ્ટ લગતી. વર્ષો પહેલાં ઘરમાં રેફ્રીજરેટર નહોતા
એટલે જમવાનું એક બે દિવસ સુંધી સુરક્ષિત રાખવા માટે માટીના વાસણોમાં બનાવતાં. માટીના
વાસણોમાં રંધાયેલ ખોરાક ની ગુણવતામાં ઘટાડો થતો નથી. તત્વો એટલી જ માત્રામાં જળવાઈ
રહે છે. માટીના વાસણો પછી કોઈ બીજી ધાતુ જેને પવિત્ર (સાત્વિક) ગણવામાં આવે તો એ
છે કાંસુ.બ્રાહ્મણના સંતાનો ને જનોઈ આપતા કાંસના વાસણો ભિક્ષામાં આપવામાં આવે છે. અર્થાત વિદ્યા અભયસ
માટે જતાં એ સંતાનો પવિત્ર વાસણમાં જમે કે પોતાનું જમવાનું બનાવે. કાંસમાં જમવાનું
બનાવામાં આવે તો વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ૯૦ થી ૯૩ ટકા સત્વ (તત્વ) જળવાઈ રહે
છે. કાંસા પછી આવતી શ્રેષ્ઠ ધાતુ એટલે પિત્તળ જેમાં લગભગ ૮૦ ટકા ભોજન સુરક્ષીત રહે
છે જયારે સ્ટીલના પ્રેસર કુકરમાં બાફેલ ખોરાકમાં માંડ ૨૦ થી ૨૫ ટકા જ સત્વ (તત્વ)
જળવાઈ રહે છે. 'ઉંબાળીયુ' એટલે સાત્વિક
આહાર. વિટામીન અને પ્રોટીનથી ભરપુર આહાર. એમાં રહેલ સત્વ (તત્વ)ને કેવી રીતે વેડફી
શકાય ? માર્કેટમાં માટીના આકર્ષક વાસણો મળે છે પરંતુ વ્યસ્ત સમયમાં ત્રસ્ત આપણે એ
વાસણોમાં જમવાનું બનાવતાં નથી કે સચાવાનીને કારણે ઘરમાં રાખતાં પણ નથી. જો ડાયાબિટીસ , બ્લડપ્રેશર કે સાંધા નો દુખાવો સતાવતો હોય તો માટીના વાસણમાં બનાવેલ ખોરાક ખાઓ ...રાહત રહેશે ...
'ઉંબાળીયુ'
વેચનાર બહેન જે વાસણ ને પવિત્ર કહે છે એ વાસણ નું મહત્વ હવે સમજાયું.....જયારે
નવસારી જવાનું થાય ત્યારે 'ઉંબાળીયુ' બિનચૂક ખાજો....



'ઉંબાળીયુ' બનાવવાની રીતે You Tube પર જોવા નીચેની લીંક પર ક્લીક કરો....
યુ ટ્યુબ પર 'ઉંબાળીયુ' બનાવવાની રેસીપી શેર કરનાર વ્યક્તિનો આભાર.....






No comments:
Post a Comment