Tuesday, December 20, 2016

દાદીમાનું વૈદુ ....કે ડોશીમાનું વૈદુ ....?



વૈદુ...
ઊંટ વૈદુ એ કહેવતમાં જાણીતું. આમ જોઇએતો આવડત વિના કરેલ કામ જેનું પરીણામ અપેક્ષિત હોય તે ઊંટ વૈદુ...એવી જ રીતે દાદીમાનું વૈદુ કે ડોશીમાં નું વૈદુ....અર્થાત રોગનો એવો ઈલાજ જેની તાત્કાલિક અસર ન થાય પરંતુ આડઅસર પણ ન થાય....ભારતીય સંસ્કૃતિમાં આપણા વડવાઓએ વર્ષો સુંધી અમલીકરણ કરી માન્યતા આપેલા ઉપચાર...વિશ્વમાં દરેક દેશમાં પોતાનું વૈદુ હોય. આપણે એ બાબતમાં થોડાં વધુ સમૃદ્ધ છીએ એટલે ઘર ઘર સુંધી રોગના ઈલાજ ની દવા મળી રહે. આપણા શરીરની રચના અને કુદરતમાં કુદરતે કરેલ નિર્માણનો સંયોગ એટલે વૈધુ. vaઇધુ કોઈ પણ નું હોય દાદીમાનું કે ડોશીમાનું,,,,વૈદુ વૈદુ જ કહેવાય... આપણે જાણીએ છીએ એ મુજબ આપણું શરીર પંચમહાભૂતથી બનેલું છે. આ પંચમહાભૂત એટલે આપણી આસપાસ નું પર્યાવરણ જ ને ? જો અંતે પંચમહાભૂતમાં જ ભળી જવાનું હોય તો પંચમહાભૂત ના ઉપયોગથી સારું દીર્ઘ જીવી શકાય ....ખરુંને ? જો સહમત હોવ તો અહી કેટલાંક નુસખા આપેલા છે તેનો ઉપયોગ કરી અનુભવ જણાવશો તો ગમશે. 


ઉધરસ


લવીંગને મોંમા રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળીને પીવાથી ઉધરસ મટે છે.
મરીનું ચૂર્ણ સાકર ઘી સાથે મેળવી ચાટવાથી ઉધરસ મટે છે.
થોડી હીંગ શેકી તેને ગરમ પાણીમાં મેળવી પીવાથી ઉધરસ મટે છે.
દ્રાક્ષ અને સાકર મોંમા રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
દાડમના ફળની છાલનો ટુકડો મોં મા રાખવાથી ઉધરસ મટે છે.
થોડી ખજુર ખાઈ ઉપરથી થોડું ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને નીકળી જશે અને ઉધરસ તથા દમ મટી જશે.
રાત્રે મીઠાની કાંકરી મોંમા રાખી મુકવાથી ઉધરસ ઓછી આવશે.
ગરમ કરેલા દૂધમાં હળદર અને ઘી મેળવી પીવાથી ઉધરસ અને કફ મટે છે.
હળદર અને મીઠાવાળા તાજા શેકેલાં ચણા એક મુઠ્ઠી જેટલા સવારે તથા સાંજે સુુતી વખતે ખાવાથી (ઉપર પાણી ન પીવું) કાયમી શરદી અને ઉધરસ રહેતી હોય તે મટે છે.
હળદર તાવડીમાં શેકી તેની ગાંગડી મોંમા રાખી ચૂસવાથી કફ મટે છે.
નવશેકા પાણી સાથે અજમો ખાવાથી કફની ખાંસી મટે છે.
તુલસીનો રસ સાકર સાથે પીવાથી ઉધરસ તથા છાતીનો દુઃખાવો મટે છે
.
-

 શરદી


ગરમા ગરમ રેતી અથવા રેતીનો શેક કરવાથી શરદી મટે છે.
ગરમા ગરમ ચણા સુંઘવાથી શરદી મટે છે.
નાગરવેલના બે ચાર પાન ચાવીને શરદી મટે છે.
રાત્રે સુતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે.
રાઈને વાટીને સાકરની ચાસણીમાં મેળવીને ખાવાથી શરદી મટે છે.
અજમાને વાટી તેની પોટલી સુંઘવાથી શરદીમાં રાહત થાય છે.
ગરમ દૂધમાં મરીની ભુકી અને સાકર નાંખીને પીવાથી શરદી મટે છે.
પાણીમાં સુંઠ નાંખી ઉકાળીને ગાળી પાણી પીવાથી શરદી મટે છે.
કાળા મરી અને શેકેલી હળદરનું ચુર્ણ ગરમ દૂધ સાથે લેવાથી શરદી મટે છે.
ફુદીનાનો તાજો રસ પીવાથી શરદી મટે છે.
ફુદીનાના રસના ટીપા નાકમાં નાંખવાથી સળેખમ મટે છે.
લવીંગના તેલના ટીપાઓ રૂમાલમાં નાંખી સુંઘવાથી શરદી મટે છે.
સુંઠ પીપરામુળની ગોળીઓ ત્રણ-ચાર તોલા જેવડી બનાવી લેવાથી શરીરની શક્તિ અને ર્સ્ફુિત જળવાઈ રહે છે.
સુંઠ અને તલ અને ખડીસાકરનો ઉકાળો કરીને પીવાથી શરદી સળેખમ મટે છે.
સાકરનો બારીક પાવડર છીંકણીની જેમ સુંઘવાથી શરદી મટે છે.
તુલસીના પાનવાળી ચા પીવાથી સળેખમ મટે છે.
તુલસી, સુંઠ કાળા મરી અને ગોળનો ઉકાળો કરીને દિવસમાં ત્રણવાર પીવાથી ગમે તેવી શરદી મટે છે.
સુંઠ, કાળા મરી અને તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
નાગરવેલના બે ચાર પાન ચાવીને શરદી મટે છે.

પથરી
નાળીયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરી મટી જાય છે.
કારેલાનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે.
જુનો ગોળ અને હળદર છાસમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે.
કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.
કળથી ૫૦ ગ્રામ રાત્રે પલાળી રાખી સવારે મસળી ગાળી એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.
લીંબુના રસમાં સિંધવ મીઠું મેળવીને ઉભા ઉભા પીવાથી પથરી ઓગળી જાય છે.
ગાયના દૂધની છાશમાં સિંધવ મીઠું નાંખીને ઉભા ઉભા રોજ ૨૧ દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને આરામ થાય છે.
ગોખરૂનું ચુર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે.
ટંકણખારને બારીક વાટી તેનો ભુકો ઠંડા પાણી સાથે ફાકવાથી પથરીનો ચુરો થઈ પેશાબ વાટે બહાર નીકળી જાય છે.
કળથીનો સુપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી પીવાથી પથરી મટી જાય છે અને પથરીને લીધે થતી ભયંકર પીડા મટે છે.
ઘઉં અને ચણાને સાથે ઉકાળીને તેના ઉકાળામાં ચપડી સુરોખાર નાંખી ઉકાળો પીવાથી પથરી ભાંગીને ભુકો થઈ જાય છે.
મહેંદીના પાનનો ઉકાળો પીવાથી પથરી મટે છે.
મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને બાળી તેની ભસ્મ બનાવી ચાળીને આ ભસ્મ ૧ ગ્રામ જેટલી સવાર સાંજ પાણી સાથે લેવાથી પથરીનું દર્દ તથા પેશાબની અટકાયત મટે છે.

વાળની માવજત


વાળ ખરે તો દીવેલ ગરમ કરીને વારંવાર વાળ ઉપર લગાડવાથી ફાયદો થાય છે.
આમળા, કાળા તલ, ભાંગરો અને બ્રાહ્મી સરખેભાગે લઈ વાટીને પાવડર બનાવી રોજ સવાર સાંજ ફાકવાથી સફેદ વાળ કાળા થાય છે.
ખાંડ અને લીંબુનો રસ બંને ભેગા કરી માથુ ધોવાથી ખોડો અને જૂ મટે છે.
ચણાને છાસમાં પલાળીને ચણા એકદમ પોચા થાય ત્યારે માથા ઉપર મસળીને બે કલાક પછી માથુ ધોવાથી જૂ અને ખોડો મટે છે.
તલના ફુલ ગોખરૂ અને સિંધવને કોપરેલમાં નાખી તેનો લેપ કરવાથી માથાની તાલ પડતી બંધ થાય છે.
પા શેર ફુલ ગોખરૂ અને સિંધવને કોપરેલમાં તેનો લેપ કરવાથી માથાની તાલ મટે છે.
લીમડાના પાનને પાણીમાં વાટીને પાણીથી માથું ધોવાથી ખોડો મટે છે.
વાળ ખરી પડતા હોય ત્યારે તેના પર ગોરાળુ માટી (પ્રવાહી) લીંબુના રસમાં મેળવીને ચોપડવાથી વાળ ખરતા અટકે છે.
છાલ સાથેની કાકડી ખાવાથી વાળ ઉપર ચમક આવે છે.
ગરમ પાણીમાં આંબળાનો ભૂકો નાખી ઉકાળી એ પાણીથી વાળ ધોવાથી વાળ સુંદર અને ચમકતા બને છે.

તાવ
કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો બે આનીભાર મીઠું ગરમ પાણીમાં ત્રણ વાર લેવાથી તાવ ઉતરી જાય છે અને તાવ ઉતર્યા પછી સવાર-સાંજ દોઢ આદીભાર મીઠું બે દિવસથ લેવાથી તાવ પાછો આવતો નથી.
  કોઈપણ જાતનો તાવ આવતો હોય તો ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઉતરી જાય છે.
    સખત તાવમાં માથા પર ઠંડા પાણીનાં પોતા મુકવાથી તાવ ઉતરે છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી.
    કોફી બનાવતી વખતે તેમાં તુલસીના અને ફુદીનાના પાન નાંખી ઉકાળો નીચે ઉતારી ૧૦ મિનિટ ઢાંકી રાખીને પછી મધ નાંખીને પીવાથી કોઈપણ જાતનો તાવ મટે છે.
    તુલસી અને સુરજમુખીના પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે.
    ફલુના તાવમાં કાંદાનો રસ વારંવાર પીવાથી તાવ ઉતરી જાય છે.
    તુલસીનાં પાન, અજમો અને સુંઠનું ચુર્ણ સરખે ભાગે લઈ તેમાં મધ નાખીને લેવાથી ફલુનો તાવ મટે છે.
    પાંચ ગ્રામ તજ, ચારગ્રામ સુંઠ એક ગ્રામ લવીંગનું ચુર્ણ બનાવી તેમાંથી બે ગ્રામ જેટલું ચુર્ણ, એક કપ ઉકળતા પાણીમાં નાંખી ૧૫-૨૦ મિનિટ પછી તેમાં મધ ઉમેરી પીવાથી ફલુનો તાવ બેચેની મટે છે.
    ૧૦ ગ્રામ ધાણા અને ત્રણ ગ્રામ સુંઠ લઈ તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવાથી ફલુનો તાવ મટે છે.
    એક ચમચી પીપરીમુળના ગંઠોડાનું ચુર્ણ મધમાં ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી ટાઢીયો તાવ મટે છે.
    ગરમ કરેલા દૂધમાં હળદર અને મરી મેળવીને પીવાથી ટાઢીયો તાવ મટે છે.
    જીરૂ વાટીને ચાર ગણા પાણીમાં રાતે પલાળીને સવારે નરણા કોઠે પીવાથી ટાઢીયો તાવ મટે છે.
    ફુદીનાનો તાજો રસ મધ સાથે મેળવી દર બે કલાકે પીવાથી ન્યુમોનીયાનો તાવ મટે છે.

    મેલેરીયા

    તુલસી, કાળા મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુનો રસ નાંખીને ગરમા ગરમ પીવાથી મેલેરીયાનો તાવ મટે છે.
    તુલસીનો રસ ૧૦ ગ્રામ, આદુનો રસ ૫ ગ્રામ મેળવીને પીવાથી તાવ મટે છે.
    ઠંડી લાગીને આવતા તાવમાં અઢી ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું જોર નરમ પડે છે અને પરસેવો વળી તાવ ઉતરે છે.



 એસીડીટી


દ્રાક્ષ અને બાલ હરડે સરખેભાગે લઈ એટલી જ સાકર મેળવી તેની રૂપીયાભાર જેવડી ગોળીઓ બનાવી લેવાથી એસીડીટી મટે છે.
ગંઠોડા અને સાકરનું ચુર્ણ લેવાથી તથા સુંઠ ખડી સાકર અને આમળાનું ચુર્ણ લેવાથી એસીડીટી મટે છે.
અડધા લિટર પાણીમાં એક લીંબુનો રસ નાખી અડધી ચમચી સાકર નાખી બપોરે જમતા પહેલાના અડધા કલાક પહેલા પીવાથી એસીડીટી મટે છે.
અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી એસીડીટી મટે છે.
એલચી સાકર અને કોકમની ચટણી બનાવી ખાવાથી એસીડીટી મટે છે.
ધાણાજીરુનુ ચુર્ણ ખાંડ સાથે લેવાથી એસીડીટી મટે છે અને છાતીની બળતરા થતી હોય તો તે મટે છે.
૧૦૦ થી ૨૦૦ ગ્રામ દૂધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલા કાળા મરી ચાર પાંચ નંગનું ચુર્ણ નાખી સાંજે પીવાથી એસીડીટી મટે છે.
૧ થી ૨ ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણા જીરાના ચુર્ણમાં અથવા સુદર્શન મેળવી લેવાથી એસીડીટી મટે છે.
તુલીસના પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસીડીટી મટે છે.

વજન વધારવા માંટે
- નરણા કોઠે ખજુર સાથે દૂધ પીવાથી લોહી શુદ્ધ થાય છે,અને વજન વધે છે.
-ખજુર દસ તોલા અને દ્રાક્ષ પાચ તોલા દરરોજ ખાવાથી સુકલકડી શરીરમાં નવું લોહી પેદા થાય છે, અને ખુબ ફાયદો થાય છે.
-કોથમરીનો તાજો રસ અને લીંબુનો રસ ભેળવી રોજ સવારે પીવાથી લોહી શુદ્ધ બને છે અને વજન વધે છે.
-રાત્રે ભેસનાં દુધમાં આખા ચણા પલાળી રાખી સવારે ખાવાથી શક્તિ અને વજન વધે છે. -

કબજીયાત
અજમો અને સોનામુખીનું ચૂર્ણ હુંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજીયાત મટે છે.
પાકા ટમેટાનો એક કપ રસ પીવાથી આંતરડાનો મળ છૂટો પડી કબજીયાત મટે છે.
નરણા કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાય કબજીયાત મટે છે.
લીંબુ રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજીયાત મટે.
ખજુરને રાત્રેપલાળી નાખી સવારે મસળી ગાળીને તે પાણી પીવાથી કબજીયાત મટે છે.
ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ, એક ચમચી લીંબુનો રસ અને બે ચમચી મધ મેળવી પીવાથી કબજીયાત મટે છે.
કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં રાખી સવારે દ્રાક્ષને મસળી ગાળીને તે પાણી પીવાથી કબજીયાત મટે છે.
રાત્રેસુતી વખતે બે સંતરા ખાવાથી કબજીયાત મટે છે.
ત્રણ ગ્રામ મેથીનું ચૂર્ણ સવાર સાંજ ગોળ અને પાણી સાથે લેવાથી કબજીયાત મટે.
ચાર ગ્રામ હરડે અને એક ગ્રામ તજ, સો ગ્રામ પાણીમાં કરી તે ઉકાળો રાત્રે તથા સવારના પહોરમાં પીવાથી કબજીયાત મટે છે.
રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને દૂધમાં બે ચમચી મધ મેળવીને પીવાથી કબજીયાત મટે છે.
અજમાના ચુર્ણમાં સંચોરો નાંખી ફાકવાથી કબજીયાત મટે છે.
તુલસીના ઉકાળામાં સિંઘવ અને સુંઠ મેળવી ફાકવાથી કબજીયાત મટે છે.
જાયફળ લીંબુના રસમાં ઘસીને તે ઘસારો લેવાથી કબજીયાત મટે છે.
જમ્યા પછી એકાદ કલાકે ત્રણથી પાંચ હીમેજ ખુબ ચાવીને ખાવાથી કબજીયાત મટે છે.

જાયફળ :
ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ આવે છે.
પીપરીમુળના ચુર્ણના ફાકી લેવાથી અને પગે દીવેલ ઘસવાથી સારી ઊંઘ આવે.
સુતા પહેલા ઠંડા પાણી વડે હાથ-પગ ધોઈ તાળવે અને કપાળે ઘી ઘસવાથી ઊંઘ આવે છે.
 સાથે ગંઠાડાનું ચુર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ આવે છે.
વરીયાળી, દૂધ અને સાકરનું ઠંડુ સરબત પીવાથી સારી ઊંઘ આવે છે.
જાયફળ, પીપરીમૂળ તથા સાકર દૂધમાં નાંખી ગરમ કરી સુતી વખતે પીવાથી સરસ ઊંઘ આવે છે.
ખુબ વિચાર, વાયુ કે વૃદ્ધાવસ્થાને લીધે વાયુ વધી જવાથી ઊંઘ ઉડી જાય છે ત્યારે ગંઠોડાનું ચુર્ણ ૨ ગ્રામ જેટલું ગોળ તથા ઘી સાથે ખાવાથી ઊંઘ આવી જાય છે.
દૂધમાં ખાંડ તથા ગંઠોડાનું ચુર્ણ નાંખી ઉકાળીને પીવાથી ઊંઘ સારી આવે છે.

કફ
દૂધમાં હળદર, મીઠું અને ગોળ ગરમ કરી પીવાથી કફ મટે છે.
દરરોજ થોડી ખજુર ખાઈ ઉપર પાંચ ઘુંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળે છે અને ફેફસાં સાફ બને છે.
રાત્રે સુતી વખતે ત્રણ ચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર પોશેર દૂધ પીવાથી શ્વાસ નળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે.
જાડાપણું ઘટાડવા તેમજ વજન ઓછુ કરવા માટે

- એક પાકા લીંબુ નાં રસમાં મધ મેળવીને ચાટવાથી જાડાપણું મટે છે.
-સહેજ ગરમ પાણીમાં મધ મેળવી સવારે નરણે કોઠે પીવાથી ચરબી ઊતરે છે . બહુજ વજન ધરાવતી વ્યક્તિ પણ આ પ્રયોગથી ઓગળી જાય છે.
-પાકા લીંબુનો રસ અઢી તોલા તથા મધ લઈ ,વીસ તોલા સહેજ ગરમ પાણીમાં મેળવી જમ્યા બાદ તરત પીવાથી એક -બે મહિનામાં જાડાપણું મટે છે.
-તુલસીનાં પાંદ ને દહીં અથવા છાસ માં ખાવાથી વજન ઘટે છે,શરીર માંથી ચરબી ઓછી થાય છે ,અને શરીર સપ્રમાણ બને છે . 

 જીવજંતુના ડંખ


મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે.
    મધમાખીના ડંખ ઉપર તપકીર અથવા ઝીણી કરેલી તમાકુ ચોપડવાથી પીડા મટે.
    મધમાખીના ડંખ ઉપર સુવાને સિંધવ મીઠું પાણી સાથે વાડી ચોપડવાથી પીડા મટે.
    કાનખજુરાના ડંખ ઉપર ગોળ બાળીને ચોપડવાથી પીડા મટે છે.
    કાનખજુરો કાનમાં ગયો હોય તો સાકરનું પાણી કરી કાનમાં નાખવાથી કાનખજુરો નીકળી જશે અને આરામ થશે.
    કોઈપણ ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તરત જ તુલસીના પાનને પીરસીને ડંખ ઉપર મસળવાથી ઝેરની અસર નાબુદ થાય છે.
    કોઈપણ ઝેરી જીવજંતુના ડંખ ઉપર મીઠા લીમડાના પાન વાટીને ચોપડવાથી ડંખની પીડા અને સોજો ઉતરે છે અને ઝેરની અસર નાબુદ થાય છે.
    કોઈપણ જીવજંતુના ડંખ ઉપર હળદર ઘસીને સહેજ ગરમ કરી ચોપડવાથી પીડા મટે છે.
    વીંછી કરડ્યો હોય તો સુંઠને પાણીમાં ઘસી સુંઘવાથી વીંછીનો ઝેર ઉતરે છે.
    વીંછી કરડ્યો હોય તો ફુદીનાનો રસ પીવાથી કે ફુદીનાના પાન ખાવાથી ઝેર ઉતરે છે.
    વીંછીનાં ડંખવાળો ભાગ મીઠાપાણીથી વારંવાર ધોવાથી તથા મીઠું પાણી નાખેલા પાણીનાં ટીપાં આંખોમાં નાંખવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
    તાજણીયાનો રસ સાકર સાથે પીવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
    આમલીનો ચીંચોડો સફેદ થાય ત્યાં સુધી પાણીમાં ઘસી એ સફેદ થયેલો ચીચોંડો વીછીંના ડંખ ઉપર ચોટાડવાથી ઝેર શોપી લે છે અને પોતાની મેળે ખરીપડે છે અને વીંછીનું ઝેર ઉતરે છે.
    મચ્છરોના કે કીડી-મકોડાના ડંખ ઉપર લીંબુનોરસ ચોપડવાથી પીડા મટે છે.
    ગરોળી કરડે તો સરસીયું તેલ અને રાખ મેળવીને ચોપડવાથી ઝેર મટે છે.
    મચ્છરના ડંખ ઉપર ચુનો લગાડવાથી પીડા મટે છે.
    ઉંદર કરડ્યો હોય તો ખોરૂં કોપરું મૂળાના રસમાં ઘસી ચોપડવાથી પીડા મટે છે.
    સાપ કરડે ત્યારે દસ થી વીસતોલા ચોખ્ખું ઘી પીવું પંદર મિનિટ પછી નવશેકું પાણી પી શકાય એટલું પીવાથી ઉલટી થઈને ઝેર બહાર નીકળી જશે.

અનીંદ્રા

ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ આવે છે.
પીપરીમુળના ચુર્ણના ફાકી લેવાથી અને પગે દીવેલ ઘસવાથી સારી ઊંઘ આવે.
સુતા પહેલા ઠંડા પાણી વડે હાથ-પગ ધોઈ તાળવે અને કપાળે ઘી ઘસવાથી ઊંઘ આવે છે.
સાથે ગંઠાડાનું ચુર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ આવે છે.
વરીયાળી, દૂધ અને સાકરનું ઠંડુ સરબત પીવાથી સારી ઊંઘ આવે છે.
જાયફળ, પીપરીમૂળ તથા સાકર દૂધમાં નાંખી ગરમ કરી સુતી વખતે પીવાથી સરસ ઊંઘ આવે છે.
ખુબ વિચાર, વાયુ કે વૃદ્ધાવસ્થાને લીધે વાયુ વધી જવાથી ઊંઘ ઉડી જાય છે ત્યારે ગંઠોડાનું ચુર્ણ ૨ ગ્રામ જેટલું ગોળ તથા ઘી સાથે ખાવાથી ઊંઘ આવી જાય છે.
દૂધમાં ખાંડ તથા ગંઠોડાનું ચુર્ણ નાંખી ઉકાળીને પીવાથી ઊંઘ સારી આવે છે.

 કોલેરા


લવીંગના તેલના બે ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી કોલેરા મટે છે.
ફુદીનાનો રસ પીવાથી કોલેરા મટે છે.
જાયફળનું એક તોલો ચૂર્ણ ગોળમાં મેળવી નાની નાની ગોળીઓ કરી, કરી તેમાંથી એક એક ગોળી અર્ધા કલાકે લેવાથી અને અને ઉપર થોડું ગરમ પાણી પીવાથી કોલેરા મટે છે.
હિંગ કપૂર અને આંબાની ગોટલી સરખે ભાગે લઈ ફુદીનાના રસમાં ઘુંટી ચણા જેવડી ગોળીઓ બનાવી લેવાથી કોલેરા મટે છે.
પાણીમાં લવીંગ નાખી ઉકાળી ને તે પાણી પીવાથી કોલેરામાં થતી તરસ મટે છે.
જાયફળનો ઉકાળો પીવાથી કોલેરામાં થતી તરસ મટે છે.

 ડેન્ગ્યુ

તમને અથવા તમારા સગાં સબંધીને ડેન્ગ્યુ  થયો હોઈ અથવા પ્લેટલેટ ની સંખ્યા ઓછી હોઈ તો નીચેની ત્રણ કુદરતી વસ્તુ નો ઉપયોગ કરી ને આરામ મેળવો...

૧) પપૈયા ના પાંદ નો રસ,
પપૈયા ના પાંદ નો રસ બહુંજ ફાયદાકારક છે, તેમજ તેના પાંદ સરળતાથી મળી રહે છે,તાજા પાંદ નો રસ નીકાળી ને  દર્દી ને રોજ ૨ થી ૩ વાર આપો, એકજ દિવસ માં પ્લેટલેટ ની સંખ્યા વધવા લાગશે.
૨) નાના ઘઉં (જુવારા) ના ઘાસ નો રસ ,
3)દાડમ નો રસ,
દાડમ નો રસ તેમજ નાના ઘઉં (જુવારા) ના ઘાસ નો રસ નવું લોહી બનાવવાં માટે તથા રોગપ્રતિકારક શક્તી વધારવા  બહુંજ ઉપયોગી છે.

ક્ષય

બકરીના ૨૦૦ ગ્રામ દૂધમાં થોડું મીઠું નાખી સવાર સાંજ પીવાથી દર્દીનું બળ ટકી રહે છે.

કફ સહેલાઈથી નીકળી જશે અને શરીર વધુ સુકાતું અટકી જશે.
ખજુર, દ્રાક્ષ, સાકર, ઘી, મધ અને પીપર સરખેભાગે લઈ તેનું ચાટણ બનાવી દરરોજ બેથી ત્રણ તોલા જેટલું ચાટવાથી ક્ષય જયની ખાંસી અને શ્વાસમાં ફાયદો થાય છે.

ખરજવું
ગાજરને વાટી તેમાં થોડું મીઠું નાખી ગરમ કરી ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે.
ખોરાક અથવા ખજુરના ઠળીયાને બાળી તેના રાખ કપુર અને હિંગ સાથે મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.
તાજણીયાની લાજીના રસમાં સાકર મેળવીને પીવાથી ખસ મટે છે.
ખરજવા ઉપર લીમડાના બાફેલા પાન બાંધવાથી અને લીમડાનો અર્ધો કપ રસ સવાર-સાંજ પીવાથી ખરજવું મટે છે.
પપૈયાનું દૂધ અને ટંકણખારને ઉકળતા પાણીમાં મેળવીને લેપ કરવાથી ખરજવું ખસ મટે છે.
જવના લોટમાં તલનું તેલ અને છાશ મેળવીને લગાડવાથી ખુજલી મટે છે.
કોપરૂં ખાવાથી અને કોપરૂં બારીકવાટી શરીર પર ચોપડવાથી ખંજવાળ મટે છે.
ટમેટાના રસમાં તેનાથી બમણું કોપરેલ મેળવી શરીર પર માલીશ કરી, અર્ધા કલાક પછી સ્નાન કરવાથી ખુજલી મટે છે.
ત્રણ દિવસનો વાસી પોશાખ ખરજવા ઉપર દિવસમાં સવાર-સાંજ ચોપડવાથી ખરજવું ચોક્કસ મટે છે.
(ત્રણ ખાટલી રાખી રોજ એક ખાટલીમાં પોશાખ બરતા રહેવું)આમળા બાળી તલના મેળવી શરીર પર માલીશ કરવાથી અને સ્નાન કરવાથી ખુજલી મટે છે.
ચણાનો લોટ પાણીમાં મેળવી શરીરે માલીશ કરવાથી અને સ્નાન કરવાથી ખુજલી મટે છે.
રાઈને દહીંમાં વાટીને ચોપડવાથી દરાજ મટે છે.
એરીયો દહીંમાં વાટીને ચોપડવાથી દરાજ મટેછે.
તુવેરના પાન બાળી દહીંમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે.
આખા શરીરે ખુજલી આવતી હોય તો સરસીયાના તેલનું માલીશ કરવાથી ખુજલી મટે છે.
કોપરેલ તેલ અને લીંબુનો રસ મેળવી શરીર પર માલીશ કરવાથી ખુજલી મટે.
ખંજવાળ આવતી હોય તો તુલસીના પાનનો રસ ઘસવાથી મટે છે.

No comments: