કોઇ પણ પ્રકારની તકરાર કે હથિયાર વિના કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં પોતાનો સપાટો બોલાવ્યો. ક્યારેય કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે વિશ્વની તમામ બોર્ડરો આવી રીતે એક દિવસ બંધ થઈ જશે. આજ સુધી જે બે દેશની સિમા બંધ થાય એ બંને દેશ પરસ્પર દુશ્મન હોય પરંતુ અહીંતો વિશ્વને સિમાઓ બંધ કરીને પણ એક કર્યું. દુશ્મન દેશના લોકો યુધ્ધમાં મૃત્યુ પામે તો સામે વાળો દેશ ખુશ થાય જ્યારે અત્યારે તો દુનિયા ના કોઈ પણ દેશમાં કોઇ મૃત્યુ પામે, સૌને દુઃખ થાય! જોકે, પોતાની નજીક ના લોકો પર અવિશ્વાસ પણ વધ્યો છે. અફઘાનિસ્તાન કે તાલીબાન ના આતંકવાદીઓ સુસાઇડ બોમ્બર નો ઉપયોગ કરતા. કોરોના આપ્યા પછી કોનો ભરોસો રાખવો ? કોઇપણ વ્યક્તિ (ખાસ કરીને અંગત વ્યક્તિ) તમને કોરોનાની ભેટ આપી શકે છે. કોના પર વિશ્વાસ રાખવો ?
વસુધૈવ કુટુંબકમ- One World, One Family આપણે હંમેશા કહીએ છીએ. સાંપ્રત પરિસ્થિતિ એ આ સાબિત કર્યું. આમ પણ પરીવાર માં ભલે અંદરોઅંદર ઝઘડા ચાલતા હોય પરંતુ પરીવાર ના કોઇ એક સભ્ય પર સમસ્યા આવે ત્યારે પુરો પરિવાર એકજૂટ બની જીત હાંસલ ન થાય ત્યાં સુધી લડે. સમગ્ર વિશ્વના લોકો અત્યારે એક પરીવાર બની લડી રહ્યા છે. વિજય જરૂર થશે.
બે દિવસ પહેલા એક ફિલ્મ જોયેલી "સ્ત્રી'...આ ફિલ્મ માં કોઇ એક સ્ત્રી નું ભૂત રાત્રે ગામમાં નિકળે જે કોઇ મળે એને જીવતાં જ ઉપાડી લે, જો ઘરના દરવાજે 'સ્ત્રી તુમ કલ આના' લાલ શાહીથી ના લખેલ હોય એના ઘરમાંથી પણ પુરુષ ને ઉપાડી લે અને કપડાં ત્યાં જ છોડી દે. શ્રધ્ધા કપૂર બીજા કોઇ સ્થળથી આવેલ અને આ સ્ત્રી ને કંટ્રોલ કરવા ની રીત શોધે. ખુબ બધાં પુરુષો ગુમ થયા. આખું ગામ ડરી જાય છે. સાંજે છ વાગ્યા પછી સૌ સેલ્ફ ક્વારંટાઇન. પછી ફિલ્મનો મુખ્ય કલાકાર રાજકુમાર રાવ એના મિત્રો અને શ્રધ્ધા બહેન સાથે મળી સ્ત્રી ના ત્રાસથી કાયમી ગામને કેવી રીતે મુક્ત કરવો એ માટે રસ્તાઓ શોધતા કોઇ એક લેખક કમ જ્યોતિષ પાસે જાય છે. કૌઆ બિરીયાનીના પાત્રથી પ્રખ્યાત અહીં જ્યોતિષ ના પાત્ર માં છે અને તેઓ રસ્તો બતાવે છે જે હિરો પાસે જ હોય છે. અંતે એ સ્ત્રી નો ચોટલો કાપવામાં આવે છે... શ્રદ્ધા બહેન ની વિદાય થાય છે. ગામમાંથી સ્ત્રી ના ભૂત નો ડર પુરો થાય છે. હવે ગામનાં ગોંદરે એ સ્ત્રી ની મૂર્તિ પાસે લખેલ જોવા મળે છે 'સ્ત્રી તુમ હમારી રક્ષા કરના'...Self Quarantine એ ગામમાંથી હટાવાઇ ગઇ અને લોકો મોડી રાત્રી સુધી ટોળે વળી બેસવા લાગ્યા. જો કે, સ્ત્રી નો કપાયેલો ચોટલો શ્રધ્ધા બહેન સાથે લઇ ગયા હોઇ એ જ્યાં ગયા હશે ત્યાં લોકોએ lockdown નો અમલ શરૂ કરવો પડ્યો હોઇ શકે છે...
અત્યારે આપણને ઘરમાં રહી કોરોના સામે લડતા શિખવાઇ રહાયુ છે. કદાચ હાલની એ જરૂરીયાત હશે !! મારી દૃષ્ટિએ હવે કોરોનાની રસી સાથે સાથે કોરોના ના વાયરસ સાથે કેવી રીતે જીવી શકાય એ શિખવાની જરૂરિયાત છે. રસી વૈશ્વિક રીતે ઉત્પાદન કરી સૌને મળતી થાય એ માટે વર્ષ - બે વર્ષ નિકળી જાય. દુનિયા ના કોઈ દેશને વર્ષ સુધી Self Quarantine રાખવા શક્ય નથી. કોરોના નો ઉપચાર જરૂર મળશે. ચિંતા કરવાની જરૂર નથી. રાવણ ને મારવા રામનો જન્મ થયો હતો, નાગને નાથવા કૃષ્ણ ગયા હતાં એવી રીતે કોરોનાનો નાશ કરવા કોઇ ક્યાંકતો જન્મ્યા જ હશે ને ? બીજા વાયરસ ની જેમ કોરોના સાથે એને પોતાનો કરી કેવી રીતે રહેવું એ શિખવું જરૂરી છે. શક્ય છે ચાર-છ મહિના પછી એમ કહેવાય કે તમારા રિસ્ક પર નોકરી કરો, ખરીદી કરો, તહેવાર ઉજવો અને હરો ફરો... ભારતીય માટે આપણા જનીન બંધારણ ને કાયણે શક્ય છે. વિશ્વ ના ખૂણે ખૂણે કોરોના નો સપાટો છે. ખરેખર તો ઇટલી, જર્મની, અમેરિકા, કેનેડા, સ્પેન કે અન્ય દેશો જ્યાં કોરોના વધુ ફાલેલો છે એ દેશોમાં વસતાં કેટલા ભારતીય મૂળના લોકો ને થયો ? સંખ્યા બહુ ઓછી આવશે. કોરોના ની રસી ની શોધ સાથે કેવા જનીન વાળા વ્યક્તિ ઓ આ વાયરસ સામે લડી શકે છે એ શોધ કરવી પણ જરૂરી છે. દવા શોધાઈ નહી હોય અને આપણે બહાર નિકળવું પડશે ત્યારે કોરોના પૃફ હોવું જરૂરી બનશે. ચિંતા ના કરીએ, કોઈ પણ શક્તિશાળી વ્યક્તિ કે વાયરસ જયારે અનીતિ કરી નિર્દોષ પર અત્યાચાર કરવા નું શરુ કરે છે ત્યારે એને મારનાર તૈયાર જ હોય છે. બસ, યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ આવા રાક્ષસી પૃવૃત્તી કરનાર વાયરસ નો ખાતમો કરતાં હોય છે. આપણા ધર્મો અને સંસ્કૃતિ આ અંગે ઘણાં જાગતા ઉદાહરણો આપેલ છે. આથી જ કોઈ પણ રક્ષાસી પૃવૃત્તી કરનાર સામે મન ને એકાગ્ર કરી જેવો રક્ષાસ એવી રમત રમી એનો નાશ કરવો. કોરોના ને સાથે રાખી, એનો નાશ કરવો શક્ય નથી ??? છે બસ સમય ની રાહ જોવી. સમય નો પણ સમય આવે જ.
અત્યારે સમય છે સરકાર શ્રી ની સુચના મુજબ ઘર માં રહી પોતાને તન અને મનથી વધુ મજબુત બનાવવાનું. પરીવાર સાથે રહી આત્મીયતા વધારવાનું અને જીવન ને આધ્યાત્મિક જ્ઞાન થી વધુ તરોતાજા બનાવવું.
ચલો, અત્યારે જ પુછી લો...
શું આપ કોરોના પૃફ છો ?
શું કોઇ પણ પ્રકારની દવા વિના બહાર નિકળવા આપ તૈયાર છો ? નથી તો આપના શરીર ને જીવવા લડવા તૈયાર કરો...
No comments:
Post a Comment