Thursday, April 16, 2020

મારો 'લાડવો'...વ્હાલનો દરિયો...

હીમ શી ઠંડી સવારનો પહેલો પહોર,
કમરને મરડી, જાતે ટચાકા ફોડી એને યાદ કરી...
આખરે મીઠા થાકનો અંત આવ્યો:
ટાણું સુખેથી ઊકલી ગયું...
હવે,
ઘરની ચીજવસ્તુઓ ગણે છે
એ વૃધ્ધ
સંભારી સંભારી મેળવે છે એ અબોલ વસ્તુઓ,
સંભાળી સંભાળી ગોઠ્વે છે એ રોજ ઉપયોગી વસ્તુઓ:
થાળી, વાડકા, ગ્લાસ, ડિશ ગણે છે એ ધૃજતા છતાં મક્કમ હાથ-
એક એક વસ્તુ સાથે અનેક યાદો તાજી કરે એ આજે પણ ઘબકતુ હૃદય...
આ ગ્લાસ, આ ડીશ, આ પ્લેટ તો આ ઘરઘંટી...જાણે યાદો નો પટારો છે આ નિર્જીવ વસ્તુઓ આ સજીવ પરદેશમાં...
હાશ,
બધું બરાબર છે
બધું અકબંધ છે
ક્યાંય કશુંય ખોવાયું નથી
ક્યાંય કશુંય ગયું પણ નથી-
પરંતુ,
અચાનક કંઈક યાદ આવતાં
એ ઓરડા વચ્ચે
ઊભો રહી જાય,
અને એની જ
આંખોમાંથી ટપકું ટપકું થવા મથી રહ્યો છે
એનો ખારો ખારો પ્રશ્ન :
‘મારો 'લાડવો' તો પરણી સાસરે ગયો પણ મારી 'પત્નીકા' ક્યાં ?’
આજે પણ હું એકલો જ...???
રડીશ નહીં નો નિર્ણય વર્ષો પછી પણ એના પ્રશ્નો ની ખારાશને આંખો ભીની કર્યા વિના જ હોઠો પર કાગળનું સ્મિત છોડી સુકાઇ જાય છે.
ફરી કમર સિધી કરી બે ચાર ટચાકા ની તાજગીથી કાગળના સ્મિત ને ચહેરા પર ઓઢી આંખો બંધ કરી એ બેસી ગયો...

થોડો‌ સમય જાણે સ્મશાન શી શાંતિ પ્રસરી ગઇ વાતાવરણમાં અને અચાનક એનાથી મોટે થી ખીજાઇને બોલાઇ જવાયું,
જાઓ કોઇ તરફડતા એ કાગળોને કહો, કે એ મારાં અક્ષરોની રાહ ના જુવે. હવે આ આગળીઓએ એના માટે કાયમી લખવાનું છોડી દીધું છે...અને ચોધાર આંસુ એ રડી પડ્યો...કદાચ વર્ષો પછી એની આંખો માં આ આંસુ જોવા મળ્યા....ખબર નહી એને  એનો 'લાડવો' યાદ આવ્યો હશે કે 'વ્હાલી પત્નીકા' ??? એને તો આખો બંધ કરી પરંતુ આજે પણ એ પ્રશ્ન નો ઉત્તર શ્મશાન શોધી રહ્યું છે...
કોઇ માટે પ્રેમ મહત્વ નો છે, કોઇ માટે સંપત્તિ...
આને એને પ્રેમ કર્યે રાખ્યો અને એણે સંપત્તિ ને...

કેતન ઠાકર
૧૪-૦૪-૨૦૨૦
#લોકડાઉન

No comments: