Friday, January 31, 2014

આગવા અનોખા... શ્રી રાજેન્દ્રસિંહ રાણા

પ્રેરણા મૂર્તિ...
આજે  ગમાનપુરા શાળામાંથી મને મેઈલ મળ્યો. પ્રથમતો મેઈલ અક્ષર સહ અહી મૂકતા આનંદ થાય છે. 
               અહેવાલ
              આજ રોજ તા.29/1/2014ના રોજ અત્રે ની શાળામાં શ્રી
રાજેન્દ્રભાઇ જી.રાણા કે જે માંડલ તાલુકાના
વતની છે અને એક અંધ હાસ્ય કલાકાર છે. તેમણે શાળામાં આવી બાળકોને ગમ્મત
સાથે જ્ઞાન આપી ભણતરનો
 બોજો થોડા સમય માટે હળવો કરી હાસ્યનો એક દરબાર ભરવાની રજૂઆત કરી. તેઓ એ
બાળકોને નાના નાના
 ટુચકાઓ, હાસ્ય ઉપજાવે તેવી રીતે સમાચાર કહ્યા. ત્યારબાદ બાળકોને થોડુ વૈદિક ગણિત
શિખવાડ્યુ અને પછી થોડીવાર બાળકોને ''કૌન બનેગા કરોડપતિ'' ની રમત દ્વારા
બાળકોને જ્ઞાન આપ્યુ.

               આ રીતે બાળકો એ પણ આ હાસ્ય દરબાર ને સારી રીતે માણ્યો.
     આ સાથે ફોટો અટેચ કરેલ છે.

- આચાર્યશ્રી, ગમાનપુરા

  મેઈલ વાંચી મેં તેમના આચાર્યશ્રી નો ટેલીફોનીક સંપર્ક કરી વિગતો જાણી. આચાર્યશ્રી મંગળભાઈના કહેવા મુજબ, 'બપોરે લગભગ ૨.૩૦ કલાકે એક અંધ ભાઈ ઓફીસમાં જાતે ચાલીને આવ્યા. અમે એમને બેસવા ખુરશી આપી. તેઓ સાહજિક રીતે સામાન્ય માણસની જેમ જ બેઠા અને પરિચય આપ્યો કે મારું નામ રાજેન્દ્રસિંહ છે. હું વરમોરથી આવું છું. વિદ્યાર્થીઓ સમક્ષ જ્ઞાન સાથે ગમ્મતનો કાર્યક્રમ કરુ છું. જો વિદ્યાર્થીઓને પસંદ આવે તો મહેનતાણા પેટે જે આપે તે લઉં છું. અમે તેઓને ઉચક રકમ આપવા કહ્યું પરંતુ તેમણે આ માટે સ્પષ્ટ ના કહી. તેમણે કહ્યું કે સાહેબ,હું દરબાર છું અને એમ ભીખ નથી માંગતો. વિદ્યાર્થીઓને મારો કાર્યક્રમ પસંદ આવે તો તેઓ જે આપે તે જ હું લઈશ. આ સાંભળી અમને આનંદ થયો. તેઓએ કાર્યક્રમ રજુ કર્યો અને વિદ્યાર્થીઓને પ્રેરણા,પ્રોત્સાહન અને કઈક નવું મળ્યું."
મિત્રો, દેશમાં એવા પણ લોકો છે જેઓ કઈ પણ કાર્ય કર્યા વિના ઘણું બધું મેળવવા પ્રયત્ન કરે છે..અને આ ભાઈ અંધ હોવા છતાં...તેમણે વિદ્યાર્થીઓ સમક્ષ સુંદર કાર્યક્રમ રજુ કર્યો. બ્લેકબોર્ડની મદદથી ઝડપી ગણતરી, કૌન બનેગા કરોડપતિ જેવી રમત રમાડી ઘણું બધું શીખવ્યું. સામાન્ય અને વિકલાંગ વિદ્યાર્થીઓને પ્રેરણા મળી. દ્રઢ મનોબળથી શારીરિક વિકલાંગતા સામે લડવાની હિંમત મળી. આવા માણસોમાંથી આપણને  પણ સતત કાર્યરત રહેવાની અને જીવનમાં જે મળ્યું છે તેના દ્વારા આગળ વધવાની આપણને પ્રેરણા મળતી રહે છે...આપનો આભાર શ્રી રાજેન્દ્રસિંહ.  આપ સમાજ માટે પ્રેરણામૂર્તિ છો...શ્રી મંગળભાઈ અને બહેનશ્રી ધારાબહેનનો દ્વારા આવા પ્રેરણાદાયી સમાચાર વહેંચવા બદલ આભાર...

No comments: