Sunday, January 24, 2010

Gunotsav Remedial Class Student Evaluation Card

મિત્રો,
આપ સૌ જાણો છો તે મુજબ ગુજરાત રાજ્યના આપણે સૌ શિક્ષકો અને શિક્ષણ વિભાગ નો અત્યારનો સૌથી મૂંઝવતો પ્રશ્ન હોય તો તે વિદ્યાર્થીઓંને વાંચતા લખતા અને ગણતા નથી આવડતું તે. છેલા કેટલાય વર્ષોથી આપણએ આ પ્રવુંત્તીમાં જોડાયેલ હોવા છતાં આપણ ને અપેક્ષિત્ પરિણામ નથી મળતું એ સત્ય સ્વીકારવું જ રહ્યું..
સર્વ શિક્ષા અભિયાન મિશન , ગુજરાત રાજ્યના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી અનિતા કવર મેડમ દ્વારા અત્યારે સઘન પ્રયત્નો થઇ રહ્યા છે ત્યારે લાગે છે કે ચોક્કસ આ વખતે આપણ ને ધારી સફળતા મળશે...
સી.આર.સી કોઓંરડીનેટર તરીકે આપણે થોડી સભાનતા પૂર્વક જવાબદારી ઉપાડીશું તો રાજ્યના શિક્ષકોને લાગેલ આ કલંકને આપણે જરૂર મિટાવી શકીશું.. આમાટે સી.આર.સી. કો ઓર્ડીનેટર અને શાળાના આચાર્ય એ તમામ ખામીઓની જવાબદારી પોતાના શિરે લઇ હવે આ ભૂલ આગળ ન વધે તે હેતુથી ૩૧ માર્ચ સુંધી સતત વર્ગ મુલાકાત અને માર્ગદર્શન આપવું જરૂરી છે. નબળા વિદ્યાર્થીઓને ગ્રેડ મુજબ તારવી પ્રવુંત્તીંઓ દ્વારા શિક્ષણ આપીશું તો જરૂર પરિણામ આપણા પક્ષે જ હશે. વાચન-લેખન-ગણન ક્ષમતા ચકાસણી માટે ગ્રેડ માં વિભાજન કરવા તેમજ વિદ્યાર્થીને મેઈનસ્ટ્રીમ કરવા આ સાથે નું ટૂલ- પ્રશ્નોત્તરી મદદરૂપ થશે.આપ્ શિક્ષક્ હોવ તો આ પ્રશ્નોત્તરી પરથી આપણા વિદ્યાર્થી નો ગ્રેડ તેમજ તેમને મેઈનસ્ટ્રીમ કરવામાં મદદરૂપ થશે.
જ્યાં સુંધી અમલીકરણ માટે જવાબદારી પૂર્વક કાર્ય આપવા માં નહિ આવે ત્યાં સુંધી આપણે ઉપચારાત્મક વર્ગો ચાલુ રાખવા પડશે.સાથે સાથે શ્રેષ્ઠ કાર્ય કરનાર સી.આર.સી. કો ઓર્ડીનેટરને રાજ્ય-જીલ્લા કક્ષાએ સન્માનવા પણ જોઈએ.

અમારા ક્લસ્ટર ની બોસ્કા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રોહિતભાઈ પટેલ દ્વારા અમારા ક્લસ્ટર માટે તૈયાર કરવામાં આવેલ રેમેડિયલ ક્લાસ એક્શન પ્લાન ,કાર્ડ અને સિસ્ટમ નો ઉપયોગ કરવાથી આપણ ને પરિણામ મળી શકે.
આ માટે આપને કોઈ પણ દ્વિધા હોય તો આપ અમને crcrampura007@gmail.com પર ઈ મેઈલ દ્વારા સંપર્ક કરી આપના પ્રશ્નો ની ચર્ચા કરી શકો છો.
ચાલો સૌ સાથે મળી ગુજરાતના શિક્ષકનુ નામ રોશન કરવા કમર કસી તૈયારી માં જોતરાઈએ.

ઉપચારાત્મ્ક વર્ગ

સી.આર.સી કોઓંરડીનેટરે પોતાને ફાળવવામાં આવેલ તમામ શાળાઓના રેમેડિયલ વર્ગ ના તમામ વિદ્યાર્થીઓને આ સાથે આપેલ કાર્ડ તેમજ જી.સી.ઈ.આર.ટી દ્વારા આપવામાં આવેલ ગુણોત્સવ મૂલ્યાંકન પુસ્તિકા નો ઉપયોગ કરી વિદ્યાર્થીઓની વાચન – લેખન-ગણન ક્ષમતા ચકાસવી. વિદ્યાર્થીની વ્યક્ત થવાની ક્ષમતા મુજબ ગ્રેડમાં વિભાજીત કરવા.તેમજ વર્ગ ચલાવનાર શિક્ષક –આચાર્યને તૈયાર કરેલ મૂલ્યાંકન આપવું.

પોતાના ક્લસ્ટરના વિદ્યાર્થીઓને મેઈનસ્ટ્રીમ કરવા માટે શાળા મુલાકાત દરમિયાન સી.આર.સી કો-ઓર્ડીનેટર જાતે આચાર્ય સાથે રહી વિદ્યાર્થીની ચકાસણી કરી વર્ગ બઢતી આપી મેઈનસ્ટ્રીમ કરવા. પોતાના ક્લસ્ટર ના એક પણ વિદ્યાર્થી વાચન – લેખન-ગણન ક્ષમતા હસ્તગત કરવામાં કચાસ રહી ન જાય તે માટે કો-ઓર્ડીનેટરે સતત માર્ગદર્શન આપતા રહેવું તેમજ કચાસ વાળો એક પણ વિદ્યાર્થી મેઈનસ્ટ્રીમ ન થાય તે માટે પણ કો-ઓર્ડીનેટરે વિશેષ ધ્યાન રાખવું.આ માટે આચાર્ય અને સી.આર.સીને સંયુક્ત જવાબદાર ગણવામાં આવશે.

આ વર્ગમાં ચીલાચાલુ પધ્ધતિથી ભણાવવા કરતા દરેક બાબત પ્રવુત્તિ દ્વારા જ ભણાવવી-સમજાવવી.

ઉપચારાત્મ્ક વર્ગ કેવો હશે ?

  • વર્ગની શરૂઆત પ્રાર્થના પછીના તરત પ્રથમ બે તાસ માં કરવી . પ્રાર્થના ૧૧..૧૫ કલાકે પૂર્ણ કરી વાચન-લેખન નું કાર્ય ૧૨.૦૫ સુંધી કરવું.તેમજ ૧૨.૦૫ થી ૧૨.૪૫ સુધી ગણન કાર્ય કરવું .પ્રથમ વિરામ બાદ લાભાર્થી વિદ્યાર્થીઓંને પોતાના વર્ગમાં મોકલવાના રહેશે.આ વિદ્યાર્થીઓને પ્રાર્થના બાદ સીધા ઉપચારાત્મ્ક વર્ગમાં જવાનું રહેશે તેમજ તેમની હાજરી આ વર્ગમાં જ ભરવાની રહેશે.
  • વર્ગ શિક્ષકે નિયમિત રોજ સાંજે છેલ્લા બે તાસ માં તમામ વિદ્યાર્થીઓ સાથે રમતો, વાર્તા, ગીતો કે અન્ય પ્રવુત્તિઓ દ્વારા વર્ગના તમામ વિદ્યાર્થીઓંને વાચન-લેખન-ગણન નું દૃઢીકરણ કરાવવું.
  • વિદ્યાર્થીઓં જૂથમાં બેઠેલા હોય તેમજ વિષયવસ્તુ અનુરૂપ બેઠક વ્યવસ્થા હોય.
  • વર્ગ શિક્ષક વિદ્યાર્થીઓ સાથે જુથમાં જ બેસી પ્રવુત્તિઓ કરાવતા હોય.
  • વર્ગખંડ માં ટી.એલ.એમ માટેની જરૂરી સાધન સામગ્રી સહજતાથી બાળકોને હાથ વાગી હોય.
  • વર્ગખંડમાં દરેક વિદ્યાર્થીને અનુરૂપ પ્રવુત્તિઓ કરાવાતી હોય.
  • વર્ગ શિક્ષક ધૈર્યવાન અને પ્રેમાળ હોય.

વિદ્યાર્થીને મેઈનસ્ટ્રીમ કરવા માટે :


ઉપચારાત્મ્ક વર્ગમાંથી સામાન્ય વર્ગમાં મેઈનસ્ટ્રીમ કરવા માટેની જવાબદારી સી.આર.સી કો-ઓર્ડીનેટરર અને શાળાના આચાર્ય ની રહેશે. જે માટે પરિપત્ર મુજબ મૂલ્યાંકન કરવું.એપ્રિલ ૨૦૧૦ માં યુનિસેફ દ્વારા થનાર મોનીટરીંગ અને મૂલ્યાંકન દરમિયાન સી.આર.સી કો-ઓર્ડીનેટરે અને આચાર્ય દ્વારા થયેલ મૂલ્યાંકન કોઈ ક્ષતિ જણાશે તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાના આચાર્ય અને કો-ઓર્ડીનેટરે ની રહેશે.

ઉપચારાત્મ્ક વર્ગના પરિણામની કામગીરીના આધારે કો-ઓર્ડીનેટરની સમીક્ષા અને શ્રેષ્ઠતાનું માપન થશે.


આ કાર્યને પરિણામ લક્ષી બનાવવા અમદાવાદ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા અગ્રતા ક્રમે મિશનમોડથી લેવામાં આવ્યું છે.તેમાટે કરવામાં આવેલ એક્શન પ્લાન અહી આપેલ છે.જીલ્લાની તમામ શાળાના વર્ગો નું આંતર તાલુકા મુલ્યાંકન સી.આર.સી કો-ઓર્ડીનેટર દ્વારા કરવામાં આવનાર છે.આ મૂલ્યાંકન મુલાકાત ના આધારે બે ફોર્મ્સ ભરશે જે એક્શન પ્લાન માટે મદદરૂપ બનશે.

આંતર તાલુકા ઉપચારાત્મ્ક વર્ગ મૂલ્યાંકન મુલાકાત દરમિયાન કો-ઓર્ડીનેટરે શું કરવાનું રહેશે ?

  • સમય પહેલાં દશ મીનીટ પહોચવાનું રહેશે.
  • એક દિવસમાં બે શાળાઓના ઉપચારાત્મ્ક વર્ગ માં મૂલ્યાંકન માટે મૂલાકાત લેવાની રહેશે.
  • વર્ગના તમામ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાનું રહેશે.
  • વર્ગ મુલ્યાંકન દરમિયાન કોઈ વિદ્યાર્થી મેઈનસ્ટ્રીમ કરવા યોગ્ય જણાય તો મુલ્યાંકન પત્રકમાં વિશેષ નોંધ માં ભલામણ લખવી તેમજ વિઝીટ બુકમાં પોતાની વિઝીટ લખતા આ બાબતનો ઉલ્લેખ કરવો.આ અંગે આચાર્ય તેમજ વર્ગ્સંચાલક શિક્ષકને જાણ કરવી.
  • વર્ગ મુલ્યાંકન દરમિયાન વર્ગમાં જોવા મળેલ સારી બાબતોની નોધ કરવાની રહેશે.તેમજ વર્ગને પરિણામલક્ષી બનાવવા રચનાત્મક સુચનો ની નોધ કરવાની રહેશે.
  • વર્ગ મુલ્યાંકન દરમિયાન કોઈ શાળામાં નબળું કાર્ય અથવા નિષ્ક્રિયતા જણાય તો તે અંગેની જાણ બી.આર.સી કે કેળવણી નિરિક્ષકને કરવી. બી.આર.સી એ આ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી જીલ્લા કચેરીને માહિતગાર કરવા.
  • વર્ગ મુલ્યાંકન દરમિયાન કો-ઓર્ડીનેટરે વિદ્યાર્થી સાથે મુલ્યાંકન કાર્ય શરુ કાર્ય પહેલા આત્મીયતા કેળવવા કોઈ એક શૈક્ષણિક પ્રવુત્તિ ( બાળવાર્તા, બાળગીત,રમત) કરાવવાની રહેશે.ત્યાર બાદ જ વર્ગ કાર્ય શરુ કરવું.
  • આપણી મુલાકાત જે તે ક્લસ્ટરના કો-ઓર્ડીનેટર માટે માર્ગદર્શક રૂપ હોઈ મૂલ્યાંકન સચોટ અને તટસ્થતા પૂર્વક કરવું.આમ કરવાથી આપણે આપણા કો-ઓર્ડીનેટરને પોતાના ક્લસ્ટર માટેના એક્શનપ્લાન માટે મદદરૂપ બની શકીશું.
  • આપ જયારે વર્ગમાં મૂલાકાત લેશો ત્યારે અગાઉથી તે ક્લસ્ટરના કો-ઓર્ડીનેટર દ્વારા મુલાકાત પત્રકમાં વિગતો ભરાવેલ તૈયાર હશે તેમાંની પ્રત્યેક વિગત ભરી દિવસના અંતે જે તે તાલુકાના બી.આર.સી કો-ઓર્ડીનેટરને પહોચાડવા. બી.આર.સી કો-ઓર્ડીનેટરે આ પત્રકની મૂળ કોપી પોતાની પાસે રાખી તેની બે ઝેરોક્ષ સી.આર.સી કો-ઓર્ડીનેટરને આપવી જેથી તેમની એક નકલ કો-ઓર્ડીનેટર પોતાની પાસે એક્ષન્પ્લન તૈયાર કરવા રાખે જયારે બીજી નકલ જે તે શાળાને આપે. આ નકલ ને ધ્યાને રાખી શાળા કક્ષાએ પોતાનો પરિણામલક્ષી એક્શન પ્લાન તૈયાર કરવો.
  • બી.આર.સી કો-ઓર્ડીનેટરે તમામ ફોર્મ્સ પોતાની કક્ષાએ સેફ કસ્ટડી (શીલબંધ) કવર માં રાખવાના રહેશે.આ કવર ઉપર મુલ્યાંકન માટે આવેલ સી.આર.સી માંથી બે સી.આર.સીની સહી કરાવવાની રહેશે.

ગ્રેડ નક્કી કરવા માટે માર્ગદર્શક સૂચનો(સર્વ શિક્ષા અભિયાન મિશન, ગુજરાત દ્વારા માર્ગદર્શિત):


વાચન

ધોરણ ૩ થી ૪

- કઈ નહી-મૂળાક્ષર ન વાંચતા હોય તો -D

- મૂળાક્ષર વાંચતા હોય તો – C

- શબ્દ વાંચતા હોય તો -B

ધોરણ ૫ થી ૭

- કઈ નહી-મૂળાક્ષર ન વાંચતા હોય તો -D

- શબ્દો વાંચતા હોય તો –C

- વાક્ય વાંચી શકે તો – B



લેખન

ધોરણ ૩ થી ૪

- કઈ નહી-મૂળાક્ષર લખી શકે નહી તો -D

- મૂળાક્ષર લખી શકે તો – C

- શબ્દ લખી શકે તો -B

ધોરણ ૫ થી ૭

- કઈ નહી-મૂળાક્ષર લખી શકે નહી તો -D

- શબ્દો લખી શકે તો –C

- વાક્ય લખી શકે તો – B


ગણન

ધોરણ ૩ થી ૪

- કઈ નહી-અંક ઓળખ નથી -D

- અંક ઓળખ છે તો – C

- સરવાળા-બાદબાકી આવડે છે તો -B

- ગુણાકાર-ભાગાકાર આવડે છે તો -B+

ધોરણ ૫ થી ૭

- કઈ નહી-સંખ્યા જ્ઞાન બિલકુલ નથી -D

- સંખ્યા જ્ઞાન [ ૪ અંક સુંધી] આવડે છે તો – C

- સરવાળા-બાદબાકી-ગુણાકાર-ભાગાકાર

[ ૪ અંક સુંધી] આવડે છે તો -B

- સરવાળા-બાદબાકી-ગુણાકાર-ભાગાકાર

[ ૪ અંકથી મોટી સંખ્યા સુંધી] આવડે છે તો -B+


" ગુણોત્સવ " અનુંકાર્યના ભાગ રૂપે ઉપચારાત્મક કાર્યનું મૂલ્યાંકન પત્રક



ધોરણ ૩ અને ૪ વાચન
ગ્રેડ બી ગ્રેડ બી

નમન પતન લગન ઝગમગ રંગ સવારી ભુખ સૌરભ
જગત પરત ગલત ઝલક કંચન રીત કુતુહલ કૌવત
રમત પરબ લટ નળ નંગ સીતા લુગડું સૌથી
ગમત ડગ ટમટમ ફળ ઉમંગ મીના બૂમ કૌતુક
રત્ન ડર લટક વળ સંગટ હીના ઘૂઘરો ગૌમુત્ર
ભગત પડતર મટક ફરજ નામ ચેતન તડબુચ પ્રકાર
તરત રમણ ચડ ફરજ ગામ વેતન' સોબત ક્રમ
જનક જમણ ચક ઘર માન નરેશ મોગરો પ્રવેશ
જમણ કબર ચપળ હરણ ગાજર સહેજ હળવો અંગ્રેજો
મઘર કમળ ખરચ હરસ જામ હેરાન કોયલ શક્તિ
મનન બતક ખતમ હસ પાતાળ કુરાન તડકો ભક્તિ
મગજ રબર ભરત ક્ષણ માગણ ગુમાન ડાબો ખુલ્લો
ગરજ અડગ ભગત નક્ષત્ર કાબર ગુજરાત છોલવું લુચ્ચો
ગણન અસર ઢગ ઉર કિનાર ખુમાણ બગીચો ચોખ્ખું
દરદ અજબ ઢમ ઈયળ સિતાર બુલબુલ પોલીસ ઓગષ્ટ
દમન છગન ધરમ અજ દિમાગ ડમરું ફુવારો માતૃભુમી
દશ છત ધન મરદ રીવાજ પાલતું ઉનાળો વ્યવસ્થા
જતન છર મધ રમણ મિનાર વરુ ઉજાગરો મીણબત્તી




ધોરણ ૩ અને ૪ લેખન નોંધ: મૂળાક્ષર લખી શકે તો સી ગ્રેડ આપવો. - શબ્દો લખી શકે તો બી ગ્રેડ આપવો.
માણસ ખેડૂત રસોઈ પ્રકાશ
ભરવાડ દેરાસર બગીચો પ્રવાસ
જામફળ ટેબલ ખાડો છત્રી
નવકાર તહેવાર હોળી ચક્ર
કબાટ તુવર દોણી સ્થળ
ઘાસ દૂધી ખોરાક ડબ્બો
ગમાણ ખમીસ બંદુકડી શર્ટ
મકાન ડુંગળી નાનકડું પ્રાર્થના
પવિત્ર મૂળા પોલીસ બિલ્લી
વિચાર દુનિયા વિષય મૌખિક
ભલાઈ પાલતું ખિસકોલી અંગ્રેજ
સળિયા હુપહુપ સુંવાળું વર્ષા
નીશાળ અંકુર દુંદાળા તલ્લીન
ખમીસ ઉખાણું ગીરનાર વિજ્ઞાની
દીવાબત્તી નાણું ઘડિયાળ ફૂલ્યો
શરીર વેશભૂષા થાંભલો યુક્તિ
કારીગર ફુવારો ધોતિયું વનસ્પતી
થાળી સૂરજ રૂપાળી ક્ષણ
લીલાછમ કુદરત ઉખાણું નાખ્યું




ધોરણ ૩ અને ૪ ગણન
ગ્રેડ સી ગ્રેડ બી ગ્રેડ બી +
અંક ઓળખ અને લેખન સરવાળા અને બાદબાકી
ગુણાકાર અને ભાગાકાર
૧૫ ૧૭ ૧૨ ૩૬+૨૩ ૩૭+૨૪ ૨૦x
૩૫ ૧૯ ૨૩ ૧૧+૩૧ ૧૩+૩૫ ૨૦x
૪૨ ૨૫ ૩૬ ૫૨+૧૬ ૫૫+૧૩ ૪૨x
૨૯ ૨૭ ૬૫ ૪૫+૩૦ ૪૭+૩૨ ૩૨x
૧૯ ૩૦ ૫૪ ૩૫+૪૦ ૩૭+૪૨ ૫૪x
૧૧ ૩૨ ૪૭ ૬૫+૨૦ ૬૧+૧૬ ૬૧x
૧૩ ૩૬ ૭૮ ૭૧+૧૭ ૭૧+૧૮ ૮૩x
૨૨ ૩૩ ૮૯ ૨૮+૭૧ ૩૦+૭૫ ૯૨x
૪૦ ૯૬ ૩૫+૨૨ ૪૫+૨૮ ૭૨x
૪૧ ૬૩ ૬૮-૩૨ ૫૮-૨૨ ૨૮-:-૪
૪૪ ૧૮ ૭૨-૪૧ ૬૨-૩૧ ૩૬-:-૬
૫૫ ૪૭ ૧૭ ૮૧-૭૦ ૯૧-૫૦ ૫૦-:-૫
૬૯ ૫૧ ૧૦ ૭૫-૧૨ ૬૫-૨૨ ૪૬-:-૨
૭૬ ૫૩ ૯૯-૬૫ ૯૯-૪૫ ૯૯-:-૩
૯૯ ૫૭ ૭૮ ૭૮-૩૭ ૮૮-૫૮ ૫૪-:-૨
૯૩ ૫૮ ૨૨ ૮૭-૩૨ ૮૭-૬૨ ૨૭-:-૩
૮૬ ૬૭ ૨૮ ૯૪-૮૨ ૯૪-૫૨ ૩૬-:-૪
૫૦ ૬૮ ૩૪ ૭૬-૭૨ ૭૬-૩૨ ૭૨-:-૪
૭૦ ૬૯ ૩૭ ૫૮-૩૩ ૫૮-૨૩ ૬૯-:-૩




ધોરણ ૫-૬-૭ વાંચન અને લેખન

ગ્રેડ સી ગ્રેડ બી
વરસાદ મિલકત સૌરભ અમારી શાળા મોટી છે.
ઉનાળો ભૂસકો કૌવત શાળામાં ઘણાબધા ઓરડા છે.
અવાજ ફુવારો સૌથી રમત માટેનું મોટું મેદાન છે.
ગભરાય સૂંઢ કૌતુક મને મારી શાળા ખુબ ગમે છે.
રામપુરા ગુજરાત ગૌમુત્ર આ મારા દાદી છે.
લીમડા મનસુબો પ્રકાર દાદી રોજ પૂજા કરે છે અને શંખ વગાડે છે.
રાયણ ડૂબેલો ક્રમ મમ્મી ભીંડા કાપે છે.
આંબા મહેનત પ્રવેશ મારે ઘરે ઢેલ આવી દાણા ચણે છે.
પરદેશ વહેપારી અંગ્રેજો મેં અને મગને વાડીએ જઈ ખૂબ ફળ ખાધા.
કાગડો સંતોષ શક્તિ મમ્મી મારા વાળ ઓળે છે.
રોટલો ખાપપૂરતું ભક્તિ હું રોજ આકાશમાં ખુબ ઊંચે ઊડતી સમડી જોઉં છું.
ખીચડી મજબૂત ખુલ્લો મને પણ સમડીની જેમ ઊડવું ગમે છે.
મુલાયમ આફ્રિકા લુચ્ચો ઝાડ પર રંગબેરંગી પંખીઓ બેસે છે.
લીલાશ સ્વાગત ચોખ્ખું ધરતી આપની માતા છે તેથી સૌ તેને વંદન કરે છે.
હોંશિયાર ગુસ્સો ઓગષ્ટ મારું નામ રમેશ છે. હું પાંચમા ધોરણમાં અભ્યાસ કરું છું.
પિકદાની પ્રમાણ માતૃભુમી મારા વર્ગ શિક્ષક રોહિતભાઈ અમને ગણિત ભણાવે છે.
સાબરમતી અજાણ્યો વ્યવસ્થા આજે અમે સૌ નદી કિનારે ફરવા ગયા.



જીલ્લો: અમદાવાદ
ધોરણ ૫-૬-૭ ગણન
ગ્રેડ સી ગ્રેડ બી ગ્રેડ બી +
સંખ્યા ઓળખ અને લેખન સરવાળા-બાદબાકી- ગુણાકાર- ભાગાકાર ‌(ચાર અંક સુંધી) સરવાળા-બાદબાકી- ગુણાકાર- ભાગાકાર ‌(ચાર અંક વધુ)
૩૪૨૫ ૩૫૨૦+૪૮૪૧ ૧૦૫૫૧+૫૪૮૩૪
૭૫૨૦ ૮૯૫૧+૧૦૨૨ ૨૦૫૯૦+૧૮૩૨૫
૮૯૫૪ ૨૫૯૧+૩૩૦૫ ૩૩૯૮૮+૧૨૦૦૨
૧૨૭૯ ૭૨૫૧+૩૫૩૯ ૫૫૮૪૦+૨૨૫૭૦
૫૦૪ ૪૮૨૦+૯૧૮૯ ૮૯૯૨૦+૭૪૩૨૮
૯૦૦૧ ૭૬૭૪-૩૫૪૨ ૭૫૮૨૦-૬૬૫૧૯
૨૦૦૦ ૮૨૫૧-૬૧૩૦ ૨૨૯૮૧-૧૬૮૯૦
૫૯૯૯ ૭૦૦૭-૫૦૦૩ ૮૭૯૫૨-૭૫૪૨૩
૮૦૫૦ ૪૯૮૯-૩૫૬૮ ૩૬૯૮૭-૨૪૯૫૯
૭૯૫૧ ૬૭૮૯-૫૬૭૮ ૫૫૦૦૫-૧૧૯૦૩
૮૯૬૨ ૩૨૧x૧૭ ૪૨૧૭x૧૭
૪૬૨૭ ૬૫૪x૨૧ ૭૬૫૪x૨૨
૩૯૩૧ ૭૨૩x૧૫ ૯૭૨૩x૧૬
૫૨૭૮ ૧૨૦x૧૧ ૫૧૨૦x૧૨
૭૧૯૯ ૫૨૫-:-૫ ૪૫૨૫-:-૬
૮૦૦૮ ૮૪૦-:-૫ ૨૮૪૦-:-૬
૫૦૫૦ ૯૮૪-:-૮ ૧૯૮૪-:-૯
૯૭૫૩ ૭૬૫-:-૫ ૬૭૬૫-:-૬
૯૯૯૯ ૧૧૬૦-:-૮ ૩૧૧૬૦-:-૯


1 comment:

Tarun Patel said...

Thanx………..
Ketanbhai for published “Evaluation Card For Gunotsav Remedial Class Student "
I had tried to make it from last 20 Days but I can’t make it as effective as ur eval. Card. Thanks once again…

If Possible plz Give me some Tips (Ideas) for teach to Gunotsav Remedial Class Students

Plz If Possible……………