ક્યાં સુંધી એલોપેથી દવાઓ લઈશું ? જી હા મિત્રો, ક્યાં સુંધી એલોપેથી દવાઓ લઈશું ? આ પ્રશ્ન મને પણ થતો. વાત એમ છે કે સતત બહાર રહેવાના કારણે, બહાર જમવાના કારણે અને અનિયમિત જીવન ના કારણે મને એસીડીટી થયેલ. પેટમાં બળતરા ના કારણે કામમાં જીવ ન પરોવી શકું.જુદા જુદા ઘણા ડોક્ટર્સને મળ્યો. હજારો રૂપિયાની દવાઓ કરાવવા છતાં હું તો ત્યાનો ત્યાજ.દવા લઉં ત્યાં સુંધી આરામ અને પાછું ફરી એજ બળતરા અને ગેસ થી પીડાવાનું. કેટલીક વર્તો હું મારા મિત્રો સાથે વાત પણ કરવાનું ટાળતો. સ્વભાવ એક દમ ચીડિયો બનવા લાગ્યો. રેન્ટેક ટેબ્લેટ ની ટેવ પાડવા લાગી. રોજ સવારે જાગી ફ્રેશ થઇ એક રેન્ટેક ટેબ્લેટ લીધા પછી પંદર મીનીટ બાદ જ હું ચા-નાસ્તો લઇ શકું. હું ખુબ કંટાળી ગયેલ. શું કરું તેનો રસ્તો જ ન મળતો. મારા નજીકના મિત્રો પણ વાકેફ, પરેશાન અને ચિંતિત. જયારે મને રેન્ટેક ટેબ્લેટ લેતા જુએ ત્યારે કહેતા ક્યાં સુંધી રેન્ટેક લઇશ. મને કોઈ રસ્તોજ ન મળતો. હું મનમાં ને મનમાં ચિંતિત અને વિચારતો રહેતો ક્યાં સુંધી એલોપેથી દવાઓ લઈશ ?? છેલ્લા બે વર્ષથી તો રેન્ટેક ટેબ્લેટ વિના મારી સવાર જ નહોતી પડતી.હું એડીક્ટ થઇ ગયેલ.
વીશેક દિવસ પહેલા મારા પિતાજીને ડૉ.હરેશ ભાલોડીયા પાસે “ની ટ્રાન્સપ્લાન્ટ” ક્રવાવેલ. “ની ટ્રાન્સપ્લાન્ટ” જેવી મોટી સર્જરી પછી દર્દી બીજા જ દિવસે પોતાના પગ પર ચાલી શકે તેવી કલ્પના પણ મેં નહી કરેલ.કદાચ એ ડોક્ટર ભાલોડીયા સર ના હાથની કમાલ જ કહેવાય. મારા પિતાને હોસ્પિટલ માં રાખેલ ત્યારે મારા બહેન દીપિકાબેન અને જીજાજી હસમુખકુમાર સતત સાથે જ રહેતા.તેમના વિના અમારા સુખદ કે દુ:ખદ પ્રસંગો વિશે કલ્પી જ ન શકાય.મારા જીજાજી નો પ્રેમાળ સ્વભાવ અમને એવ પ્રકારની હુંફ આપેકે અમે ગમે તેવા સંજોગોનો સામનો કરી શકીએ. અમારા વચ્ચે સાળો-બનેવી કરતા મિત્રતાના સંબંધ વિશેષ છે. મારા બહેને મને સવારે રેન્ટેક ટેબ્લેટ લેતા જોઈ કહ્યું કે રોજ રેન્ટેક ટેબ્લેટ લેવા બદલે તું ડોક્ટર બીન્દીયાબેન નો સંપર્ક કર. તેમની સારવાર લે. સારવાર થોડો લાંબો સમય ચાલશે પરંતુ હોમીયોપેથીક હોવા થી કોઈ આડ અસર નહી અને રોગ તેના મૂળ સાથે ભાગશે. તેમને તેમના સ્વાનુભવ સાથે વાત કરી. મેં મારા જીજાજી પસેથી ડોક્ટર બીન્દીયાબેન પટેલ નો કોન્ટેક્ટ નંબર મેળવી અપોઈન મેન્ટ માટે સમય લીધો. તેમને મને ૧૬ જાન્યુઆરી સાંજે ૬ વાગે મળવા બોલાવેલ. મારા બહેન પાસેથી મેં ડોક્ટર બીન્દીયાબેન પટેલની ટ્રીટમેન્ટ વિષે, તેમની પધ્ધતિ વિષે પહેલાથી જ માહિતી મેળવી લીધેલ. તેમને મને જણાવેલ કે તારી પાસે પુરતો સમય હોય તેવા સમયેજ અપોઈન્ટમેન્ટ લેજે. તારી સાથે લગભગ એકાદ કલાક ચર્ચના અંતે તારણ નીકળી દવા ની શરૂઆત કરશે. તારા રોગ સાથે સ્વભાવની દવા કરશે જેથી ફરી આ તકલીફ ન થાય.
હું ડોક્ટર બીન્દીયાબેનને તેમને આપેલ સમય મુજબ મળ્યો. તેમની પધ્ધતિ મુજબ તેમને મને લગભગ એકાદ કલાક જુદા જુદા પ્રશ્નો પૂછી મારો સ્વભાવ-રોગનું મૂળ કારણ જાણવા પ્રયત્ન કર્યો. મેં આપેલ જવાબો તેમને તેમની હોમિયોપેથીક બુક સાથે સરખાવી મને બે બોટલ માં સફેદ નાની નાની ટેબ્લેટ આપી. આ ટેબ્લેટ એટલે કેરિયર જેમાં જ્રરૂરી લીક્વીડ-મેડિસિન્સ ઉમેરવા માં આવે. તેમને મને ટ્રીટ મેન્ટ સાથે કેટલીક ટીપ્સ પણ આપેલ જેથી મને એસીડીટી થાય તો હું રેન્ટેક ટેબ્લેટ લેવા બદલે મનથી મજબુત બની સહન કરું અને તેમને આપેલ ઇમરજન્સી ટેબ્લેટ નો ઉપયોગ કરું. મેં એમને જણાવેલ પધ્ધતિથી ટેબલેટ લેવાનું શરુ કર્યું. મન ને મજબુત કર્યું કે આજથી મારે રેન્ટેક ટેબ્લેટ નથી જ લેવી. એક અઠવાડિયા પછી ગઈ કાલે ફરી હું મારા મિત્ર દિનેશભાઈ સાથે ડોક્ટર બીન્દીયાબેનને મળ્યો. તેમને મને પહેલો જ પ્રશ્ન કર્યો કે કેટલી રેન્ટેક લીધી ? મેં આનંદ સાથે કહ્યું કે માત્ર એક જ વાર. (આજે સવારે નોર્મલ માણસની જેમ ચા નાસ્તો કરવા છતાં મને કોઈ જ તકલીફ નથી...અને માટે જ સમયની સંકળાશ હોવા છતાં...આ બ્લોગ પર મારા અનુંઅભાવાને આપ્ સૌ વચ્ચે વહેચવા બેઠો...) તેમની સાથે થોડીક ચર્ચા પણ કરી. હોમિયોપેથીક અને એલોપેથિક ટ્રીટમેન્ટ વચ્ચેના તફાવત ને સમજવા પ્રયત્ન કર્યો. તેમની પણ મારી સાથે આત્મીયતાથી અને સરળતાથી મિત્ર ભાવે ચર્ચા કરી. કદાચ તેમની સફળતાનું એક કારણ એ પણ હોઈ શકે કે તેઓ તેમના બધાજ દર્દીના ડોક્ટર કરતા મિત્ર બનવાનો પ્રયત્ન કરતા હશે.મેં પણ નિખાલસતાથી સહજ સ્વભાવે સીધા પ્રશ્નો જ કર્ય જાણે અમે જુના પરિચિત હોઈએ..મેં તેમને એમ પણ પૂછ્યુંકે મારા એક મિત્ર હોમિયોપેથી ડોક્ટર હોવા છતાં એલોપેથી દવા આપે છે...તેમને આમ થવા ના કારણો આપ્યા. તેમના જણાવ્યા મુજબ હોમીયો પેથી સારવાર લાંબી હોઈ તેમજ ડોક્ટર ના સ્ટડી અને દવા કેટલી માત્રામાં આપવી તેના પર નિર્ભર હોવાથી ઘણી વાર દર્દી વિશ્વાસ ગુમાવી બેસે છે અને એલોપેથીનો સહારો લે છે...લોકો ને ટૂંકી સારવાર માં ઝડપી ઈલાજ જોઈએ છે અને એલોપેથી માટે દર્દી સરળતાથી ખેચી જાય છે...આવા કારણોને લીધેજ ડોક્ટર્સ હોમિયોપેથી ને બદલે એલોપેથી સારવાર આપવા પ્રેરાય છે...કેટલાક એવા રોગ છે જેની સારવાર હોમિયોપેથીમાં સચોટ હોય છે પરંતુ સમય મર્યાદાના કારણે દર્દી એલોપેથી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હોમિયોપેથી દવા મોડો પણ સચોટ ઈલાજ કરે કારણ કે "Homeopathy is a system of treating diseases in which ill people are given very small amounts of natural substances which, in healthy people, would produce the same effects as the diseases produce.
મારા બે ત્રણ વર્ષની રેન્ટેક ટેબ્લેટ ની ટેવ અઠવાડિયામાં છૂટી. મારી ટ્રીટમેન્ટ ચાલુ છે. આપ પણ આપને કોઈ હઠીલા રોગ થી પીડાતા હોવ કે તકલીફ હોય તો ડોક્ટર બીન્દીયાબેન પટેલનો 98250 21548 સમ્પર્ક કરી શકો છો.
1 comment:
Emnu address apsho pls
Post a Comment