Thursday, January 21, 2010

A letter to Kiranbhai...the new blogger with new vision...

Dear Readers,

Last week I have received a mail from Mr Kiran Patel. He has started a new blog in Gujarati. Its nice one...I have written him a letter and thought to publish it on my blog also... Please write me what you think for that which ideas I mentioned in the letter...

Please mail...It will help us to create a new blog for Primary Teachers....

Please visit Kiran's blog on http://www.e-sikha07.blogspot.com/ and send your opinion to him also.

ભાઈશ્રી કિરણભાઈ,

નમસ્કાર...

આપના બ્લોગની બે વાર મુલાકાત લીધી. આપ સુંદર રીતે બ્લોગ અપડેટ કરી રહ્યા છો તે બદલ આભાર સહ અભિનંદન...

આપ વિષે વિશેષ પરિચય નથી ... આપ કોઈ શાળા માં શિક્ષક છો કે... ?? ક્યા સ્થળે ?? વિગેરે..વિગેરે..

આપણા રાજ્યમાં ( કદાચ ) ભારત માં પણ..

શિક્ષક તાલીમ માટેના વિષય નક્કી કરી તાલીમ આપવામાં આવે છે તે માટે નું મટીરીયલ્સ, મોડ્યુલ તૈયાર કરવા માટે અઠવાડિયાનો સમય પણ આપવામાં આવતો નથી. બધાજ સુધારા ઓન્ગોઈંગ હોય છે. જરૂરિયાત મુજબ એડજસ્ટ થવાનું. હું એક શિક્ષક છું માટે મારાથી ન કહેવાય પરંતુ આપણે સિસ્ટમના ભાગ રૂપે તાલીમ કરીએ છીએ...કે પછી કરવા માટે કરીએ છીએ...એક એવા મટીરીયલ સાથે તાલીમ જેનો ઉપયોગ શિક્ષકે પુરા વર્ષ દરમિયાન કરવાનો હોવા છતા તેની પાછળ ન તો પુરતો સમય, નતો કોઈ સંશોધન અને ન તો કોઈ ચર્ચા કે શા માટે આ તાલીમ? શા માટે દર વર્ષે નવું મોડ્યુલ ? શા માટે શિક્ષકની જરૂરિયાત સંતોષવા તેમના મંતવ્યો મુજબ ની તાલીમ નહી ? વિષયો ની ચર્ચા નહી. વિષયો નક્કી કરવા વિદ્યાર્થીઓના કથીન્બિંદુ- Hard spot પર શિક્ષક્ તાલીમ. શિક્ષકને શું જોઈએ ? શું નથી આવડતું ? ક્યાં કચાસ છે ? તાલીમ નું મોડ્યુલ પણ શિક્ષક્ અને તજજ્ઞ માટે સરખું ? શિક્ષક્ અને એક્સપર્ટ માટે અલગ મોડ્યુલ શા માટે નહી ?? શામાટે દર વર્ષે નવું મોડ્યુલ?? શું એક મોડ્યુલ બે-ત્રણ વર્ષ ણ ચલાવાય ? તૈયાર કરેલ- અમલી કરેલ મોડ્યુલ પર સંશોધન ન કરવું જોઈએ ?? એક એવું મોડ્યુલ શા માટે નહી કે જેમાં એક બે કે ત્રણ નહી પરંતુ અનેક બુદ્ધીજીવીઓંનો સહકાર મળેલ હોય, અનુભવનો નિચોડ હોય, જણાવેલ વિષયો શિક્ષકો સાથે કે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી તેમને જણાવેલ વિષય પર થયેલા અનુભવો દ્વારા સુધારા કરી પછી રાજ્યના તમામ શિક્ષકો સામે મુકવામાં આવે તો?? તાલીમ માં લાખો રૂપિયાનો ખર્ચ કરીએ તેની નીપજ શું ? આ માટે એક અલગ જ તાલીમી શાખા હોય જે માત્ર ને માત્ર શિક્ષક્ તાલીમ – તાલીમનું વર્ગખંડમાં અમલીકરણ , તાલીમની અસરકારકતા પર સંશોધન અને તેની અસરકારકતા માટે કામ કરે. આ પ્રક્રિયા લાંબી છે પરંતુ જરૂરિયાત પણ ખરીજ. બાકીતો કોઈ પણ પ્રકારના આયોજન મુજબ તૈયાર કરેલ મોડ્યુલ પરની તાલીમ એ માત્ર સમય નો બગાડ અને શિક્ષકો નો અસંતોષ વધારવા માટે જ હોય છે.

આપને લાગશે કે હું આ બધું આપને શા માટે લખું છું??? ખરુને ???

??

આપજો આમ વિચારતા હોવ તો જરાય ખોટું નથી?? સહજ છે.

હું કેટલાય સમય થી એમ વિચારતો કે એક એવો બ્લોગ હોય જેમાં કેટલીક પદ્ધતિઓ, પ્રવ્વુંતીઓ જરૂરી બાબતો મુકવામાં આવે...તેના પર વિશ્વ-દેશ-રાજ્ય-જીલ્લો-બ્લોક કે ક્લસ્ટરના અનુભવી શિક્ષકો, તજજ્ઞો, સમાજ, એન્જીઓં, એક્ષપર્ટ કે જેઓં તાલીમ વર્ગમાં આવી ન શકે અથવા સમય મર્યાદા કે સિસ્ટમ મર્યાદાના કારણે ન આવે તેમનો લાભ બ્લોગ પર મુકેલ વિષય ને મળી શકે...બે-ત્રણ મહિના સુંધી મુકેલ મુદ્દા પર નિશ્ચિત જૂથ ચર્ચા કરે ... આવેલ મંતવ્યો પર શ્રેષ્ઠ મંતવ્યો વાળા એક્ષપર્ટને બોલાવવામાં આવે, તેમના અનુભવોને આમેજ કરી એક તાલીમી પેકેજ થાય જેના પર રાજ્યના બે લાખ શિક્ષકોને તાલીમ મળે...આ માટે અમે ( અમે અંગ્રેજી વિષયને લાગતું કે અન્ય નવું કોઈ પણ કામ જૂથમાં જ કરીએ છીએ જેમાં અમારા મિત્રો ધર્મેશ રામાનુજ, રાકેશ પટેલ of www.nvndsr.blogspot.com વિગેરે સતત પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહે છે...આપ પ્રાથમિક શિક્ષક્ હશો તો જરૂર આ બન્ને સોરી અમે ત્રણે ઇડીયટ ને ઓળખતા હશો??- થ્રી ઇડીયટ નામ અમને ડૉ.ભૌમીક્ભાઈ ત્રિવેદી ની ભેટ છે...) એક બ્લોગ પણ શરુ કરેલ...ગયા વરસની પ્રાથમિક શિક્ષક્નિ દસ દિવસીય અંગ્રેજી તાલીમ સમયે જાહેરાત પણ કરેલ કે આદરણીય ટી.એસ.જોશી સર, ડૉ.વિજય સેવક સર અને માન.શ્રી એ.કે. પટેલ સર ના માર્ગદર્શન મુજબ અંગ્રેજી માટે બ્લોગ શરુ કરીશું...જેમાં મેં જણાવેલ બધું જ હોય અને બ્લોગ ના ફોલોવર્સ તેમના અનુભવોના આધારે અપડેટ કરતા રહે... પરંતુ .... બ્લોગ બન્યો પરંતુ...તે એક જાહેરાત જ રહી...

હજુ કદાચ આપને એમ થશે કે હું આપને આ બધું શા માટે લખું છું ?? ખરુને ??

મિત્ર,

આપનો બ્લોગ જોયો. તેમાં મુકેલ બધીજ વિગતો ગમી. કલર કોમ્બીનેશન મને ન ગમ્યું. જોકે કલર્સ ની પસંદગી દરેકની અલગ હોય છે તે તો આપ પણ જનતા હશો..? ક્દચ મેં જે સમયે આપનો બ્લોગ જોયો તે સમય મને તે કલર્સ માટે પ્રતિકુળ હશે?

મને સૌથી વધુ ગમ્યું હોય તો આપનો વાર્તા મુકવાનો વિચાર...વાચક ખાલી ન વાંચે પરંતુ વાંચે વિચારે અને ત્યાર બાદ પોતાના વિચારો વિશ્વ સમક્ષ રજુ કરે...ઘણા સારા વિચારકો સારા લેખક નથી હોતા પરંતુ આ એક એવું પ્લેટફોર્મ બને કે સારા વિચારકો ને સારા લેખક બનાવે...(મેં સી.આર.સી કો-ઓર્ડીનેટર તરીકે ૨૦૦૨ માં કામ શરુ કર્યું ત્યારે મારા ક્લસ્ટર ના શિક્ષકોને સારા લેખક બનાવવા માટે દીવાસ્વપ્ન મેગેઝીન શરુ કરેલ... લેખકો માત્ર મારા ક્લસ્ટર ના જ શિક્ષકો...ચારેક વર્ષ ચલાવ્યું પછી નાણાના અભાવને કારણે બંધ કર્યું...)... નવી એન્ગ્લની વાર્તા બને...સમાજ શું વિચારે છે તે પણ જાની શકાય...

આપનો બ્લોગ અમારા થ્રી ઇડીયટ માટે આવતા વર્ષનો પ્રોજેક્ટ બનશે તેમાં શંકા નથી.. હું અમારા બાકી બે ઈડિયટ્સ સાથે ચર્ચા કરી અઅંગ્રેજી માટે એવા બ્લોગની શરૂઆત કરવાનું વિચારું છું કે જેમાં સ્પોકન સ્કીલ ડેવલપ કરવા માટે ની પ્રવ્વુંતીઓં, પદ્ધતિઓ મુકીએ...વર્ગખંડમાં શિક્ષક્ તૈયારી કરી આ પ્રવ્વુંતીઓં, પદ્ધતિઓને અમલી કરે ...અનુભવના અંતે સુચવેલ પ્રવુંત્તીઓંમાં, પદ્ધત્તીઓંમાં જરૂરી સુધારા કરી પોતાના સુચનો આપણ ને મોકલે તેના પર ચર્ચા કરી એક ચોક્કસ મોડ્યુલ નક્કી થાય જેના પર ગુજરાતના વર્ગખંડોમાં અસરકારક વર્ગ શિક્ષન્ બને અને માત્ર થોડાજ મહિનામાં ગુજરાતનું બાળક અંગ્રેજીમાં વાતો કરે...આશા રાખું આ જાહેરાત માત્ર જાહેરાત ન રહે...આપ સૌનો સહકાર પણ તેમાં લઈશું જ... આટલા પેજ તમારે માટે લખ્યા તો યાર આ કલયુગમાં એટલી તો અપેક્ષા રાખીએને ??

શક્ય હોય તો દહીં-દુધના સમાચાર આપી આપણા બ્લોગને ખીચડી બનાવો,ભાઈ. આવા સમાચાર તો વાચક મેળવી શકશે. બેક ગ્રાઉન્ડ કલર્સ માટે કોઈ બીજા મિત્રોએ કહ્યું હોય તો બદલવા વિચારજો હો...બહુ ખરાબ લાગે છે...હો...ચાલો ત્યારે મિત્ર આવજો...એક સારો બ્લોગ બનાવવા બદલ અને અમારા મગજમાં પડેલા વિચારોમાં સળવળાટ ઊભો કરવા બદલ આભાર...

No comments: