૨૬ મી જાન્યુઆરી ના દિવસે અમારે ત્યાં એક શુભેચ્છક સહપરીવાર લંચ માટે આવવાના અચાનક મોડી સાંજે સમાચાર મળ્યા.આવનાર વ્યક્તિ અમારે સૌને મન આદરણીય હોય તેમની ખાતિરદારીમાં કચાસ ન રહે તેવી મનમાં ઈચ્છા.પપ્પાની ‘ની સર્જરી’ના કારણે સ્નેહીઓં સતત આવતા હોઈ પરિવાર ના સભ્યો થોડા ડીસ્ટર્બ પરંતુ આવનાર વ્યક્તિ માટે સૌના હૃદયમાં માન હોઈ હું સરળતાથી ઘરે કહી શક્યો. અમારા મહેમાન સાથે તેમનો ૪-૫ વર્ષ નાનો દીકરો પણ આવવાનો. તેને બિસ્કીટ્સ વધારે ગમે તેની મને જાણ હોઈ અને તે સમયે હું માર્કેટ માં જ હોઈ મને એમ થયું કે લાવને થોડા બિસ્કીટ્સ પણ લઇ લઉં.મેં થોડા બિસ્કીટ્સ, વેફર્સ વિગેરે લીધું.તે માટે મેં ૨૨૩ રૂપિયા ચુકવેલ.મને રાત્રે સુતી વખતે મન માં દિવસભર કરેલ ખર્ચ, તેમજ ગાળેલ દિવસને at a glance જોવાની ટેવ. તે સમયેજ મનમાં મેં વિચાર્યું કે સોનુભાઈ એ મારી પાસેથી ૨૨૩ રૂપિયા આટલા થોડા સમાન માટે લીધા ?? ગણતંત્ર દિવસની ઉજવણીમાં જવાનું હોઈ સવારે વહેલા જાગવાના કારણે સુઈ ગયો. વહેલા ૫:૩૦ કલાકે જાગ્યો. નહિ તૈયાર થયો ત્યાતો રોજની ટેવ ને કારણે મારો દીકરો યશ પણ ૬ વાગે જાગી ગયો. હું ચા-બ્રેકફાસ્ટમાં બીઝી હોઈ તે સીધો મારી પાસે ડાયનીંગ ટેબલ પર આવ્યો.તેને જોયો અને મને બિસ્કીટ્સ યાદ આવ્યા. તેને વેફર્સ વધારે ભાવતી હોઈ મેં તેને કહ્યુંકે આ કોથળીમાં વેફર્સ છે તું બ્રશ કરી ચા સાથે લઇ શકશે. તે સમયે મને એક તુક્કો આવ્યો. આમતો અમારો યશ ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે.આમારો લાડલો.તેના તોફાન પણ અમને ગમે.આટલી નાની ઉમરમાં તેનું નોલેજ, મોટી ઉમરના વ્યક્તિ જેવું વિચારવાનું અને દરેક વાતને હળવાસથી લેવાનું તેના આગવા લક્ષણો...મેં તેને રાત્રે આવેલ વિચાર વિષે કહેતા કહ્યુંકે મેં વધુ પૈસા આપ્યા છે કે બરાબર તે ચકાસવા તું એક કાગળમાં વસ્તુનું નામ અને તેની કીમત લખી ટોટલ ગણી રાખજે. હું બપોરના આવું ત્યારે મને કહેજે. આ માટે મેં તેને એક મારો વન સાઈડ પ્રિટિંગ માટે વપરાયેલ કાગળ પણ આપ્યો. તેને બ્રશ કરવાનું થોડા સમય માટે postpone કરી હું મારો સવારનો નાસ્તો પુરો કરું તે પહેલા તો દરેક પેકેટ ના નામ અને તેની પ્રાઈઝ લખી તેટલ કરી મને આપ્યું. તેને મને કહ્યું કે પપ્પા તમે કેટલા રૂપિયા આપેલ ? મેં કહ્યું, તું જ મને કહેજેને ભાઈ. તેને કહ્યું કે જો તમે ૨૨૩ રૂપિયા આપ્યા હોય તો બરાબર છે.આમ જુઓં...આટલા ઓછા સમયમાં બાળક આટલું જલ્દી કામ કરે તે મારી અપેક્ક્ષા નહોતી. બે બિસ્કીટ અને એક વેફર્સ ના પેકેટ પર તો ગુજરાત અંદર અને બહારની પ્રાઈઝ લખેલ. આવા સમયે કઈ પ્રાઈઝ સાચી તે સમજાવવા તેને તેના દાદાજી (મારા પિતાજી) મદદ કરતા. તેને આપેલ લીસ્ટ જોતા મને સમજાયું કે આમ આટલી નાની લગતી પ્રવુત્તિથી તેને....કેટલું બધું જાણવા મળ્યું...?
· તે MRP વિષે સમજતો થયો.
· જુદા જુદા દશ-બાર પેકેટ હોઈ તેટલી સંખ્યાના સરવાળા કરી શક્યો.
· ગુજરાત અંદર અને ગુજરાત બહારના ભાવ અલગ હોય તો આપણે ગુજરાતના ભાવ ગણવા તે સમજ્યો સાથે સાથે આમ થવાનું કારણ પણ તેના દાદાજી પાસેથી સમજ્યો. મુંબઈ ગુજરાતમાં નથી તે સમજી શક્યો.
· અત્યારે કયા બિસ્કીટ-વેફર્સ નો ભાવ કેટલો તેનાથી માહિતગાર થયો.
· લેખન નો મહાવરો થયો.
· લખાયેલું વાન્ચાવવાથી વાંચન નો મહાવરો પણ થયો.
· સવારથીજ તેને ગમતી પ્રવુત્તિ કરવાની તક મળતા તેનો દિવસ વધારે સ્ફૂર્તિ થી પસાર કરી શકશે...
આજે સમગ્ર રાજ્ય છેલા કેટલાય વર્ષોથી વચન – લેખન-ગણન અભિવૃદ્ધિ માટે પ્રયત્નો કરવા છતાં આપણે દર વર્ષે તેના તે જ બાળકોને પ્રિય બાળકોની યાદીમાં મુકીએ છીએ કારણ કે આ બાળકોને આપણે રૂટીન પદ્ધતિથી ભણાવીએ છીએ. આપણે એ નક્કી કરવુંજ રહ્યું કે આ બાળકો અન્ય કરતા અલગ જ છે અને તેમને આપણી જૂની પદ્ધતિ અનુકુળ નથીજ આવી. સિસ્ટમ-સમાજ આપણ ને બદલે એ પહેલા આપણે બદલાવવાની જરૂર નથી લગતી ? આપણા સમાજ ની એક વ્યક્તિ જે દિવસે કોર્ટમાં જઈ એમ કહેશે કે મારું બાળક સાતમાં ધોરણમાં અભ્યાસ કરેછે...મેં એની શિક્ષણ મેળવવા જ શાળા એ મોકલેલ.શિક્ષણ મેળવવા પ્રાથમિક જરૂરિયાત અક્ષર જ્ઞાન જરૂરી છે. મારું બાળક પાંચમાં કે સાતમાં ધોરણ માં હોવા છતાં પણ તેને વાંચતા નથી આવડતું અને આ હું નથી કહેતો તેના શિક્ષક્ જ કહેછે અને માટે જ તેને અલગથી શીખવાય છે. છેલ્લા ચાર-પાંચ વર્ષ થી કોઈના કોઈ નામ હેઠળ તેને અલગથી ભણાવાય છે. તેને પ્રિય બાળકનું ઉપનામ પણ આપ્યું છે. પહેલા તેને શિક્ષક્ પ્રીય બાળક કહેતા, પછી વિદ્યાર્થીઓ અને હવે આખું ગામ...આમ થવાથી તો હવે તેને અને અમનેય આ નામ અપ્રિય થવા લાગ્યું છે. તેને કે તેના જેવા અન્ય છોકરાને કેમ નથી આવડતું, તેના અમુલ્ય વર્ષો બગડ્યા તેનો હિસાબ તો હું નથી જ માગતો કારણ તે પાપની સજા તો પરમાંત્મજ આપી શકે... પણ મારું બાળક લખતા, વાંચતા કે ગણાતા ણ જાણવા છતાં તે કઈ રીતે દરેક પરીક્ષામાં સારા માર્ક્સ સાથે પાસ થયું ?? મિત્રો, આવો સમય આવવાને હવે બહુ સમય નહિ લાગે માટે જ "Let's change our selves, before we have to...." હવે આપનો વારો આવા કેસ લડવા માં જાય અને પેન્સન બગાડે તે પહેલા એટલે કે માર્ચ પહેલા પરિણામ લાવવું જરૂરી છે...હવે Do or Die ને બદલે Do before we Die...ની જરૂર છે...ખરુને...???
No comments:
Post a Comment