ગઈ કાલે ઉતરાયણ હતી. હું મારા મિત્રો સાથે અમદાવાદ ગયેલ. આમતો પુરા રજાના મૂડમાં હતાં. આકાશમાં રંગ બે રંગી પતંગો ચગે. અમે થોડો સમય મિત્રો સાથે ટેરેસ માં ઉતરાયણની મજા માણી. પાછલા કેટલાક દિવસોથી વાળ કપાવવાની ઈચ્છાથાતી, પરંતુ અતિ વ્યસ્તતા ના કારણે હું જે સ્થળે વાળ કપાવું છું તે સ્થળ એટલેકે બેલેઝા માં જવાનો સમય મલતો ન હતો. મારા મિત્ર ચંદ્રેશ પણ મારી જેમ પતંગનો શોખીન નહી. ઉતરાયણ છે માટે છાપરા પર જવું જ પડે તેવી માન્યતા ને કારણે અમે પણ છાપરે ચડેલાં.થોડો સમય બેસી કંટાળતા એમ થયું કે કાળો છોડો આ બધું અને બોપલ શીલજ ચાર રસ્તા પર આવેલ મુરલીધર કોમ્પ્લેક્સ પર જઈ બેસીએ. મનમાં એમ પણ ખરુંજ કે જો બેલેઝા ખુલ્લું હોય તો વાળ પણ કપાવી શકાય.પરંતુ અમને તે પણ ખાતરી હતી કે રજામાં વળી કોણ હોય? અમે મુરલીધર પહોંચ્યા. ઉપર નજર કરી તો બેલેઝા ખુલ્લું જોયું. અમારા બંને મિત્રોના ચહેરા પર આનંદ હતો. અમે સીધા બેલેઝામાં ગયા. ત્યાના સ્ટાફના ભાઈઓ પરિચિત હોઈ અને તેમના સ્વભાવ મુજબ સસ્મિત વદને અમારું સ્વાગત કરી વાળ કપાવવા આમંત્રણ આપ્યું.હું વાળ કપાવવા બેઠો ત્યાં તો અમારા બન્ને મિત્રો માટે પાણી ના ગ્લાસ્ લઇ એક ભાઈ આવ્યા. મારા વાળ કાપનાર ભાઈ નું નામ નીલકંઠ. નીલકંઠ ને પહેલા હું બેલેઝામાં જોતો પરંતુ વાળ કપાવવા તેમની પાસે પહેલી વાર બેઠો.મારા મિત્ર કાન્દ્રેશનો સ્વભાવ આમતો મળતાવડો.કોઈ પણ વ્યક્તિ સાથે સરળતાથી વાત કરી શકે. આશ્ચર્ય સાથે અમે નીલકંઠને પ્રશ્ન કર્યો કે
‘ભાઈ કેમ આજે તમારે ઉતરાયણ નથી?’
તેમને સ્માઈલ સાથે અમને જણાવ્યુંકે ના આજે અમારે રજા નથી.
કેમ ?
અમારા માલિક અમને આટલું બધું આપે તો અમારે કમ્પનીના નિયમો પણ પાળવા જોઈએને?
અરે ભાઈ પણ તમે રજા તો મુકીજ શકોને?
મુકી શકીએ, પણ આજે મુકવાનું અમારું મન નહોતું માનતું ? અમારથી ખોટું કારણ આપી અમારા માલિકને છેતરાય ખરા?
હમમમ...આમતો અમારાથી ન પુછાય પણ તમે બે ત્રણ વાર કહ્યું કે તમને તમારા માલિક ઘણું આપે તો એ કહેશો કે ઘણું શું આપે..?
મહીને દશ હજાર જેટલો મોટો પગાર અને કમિશન , રહેવા ઘર,જમવા મેશ બધી આપેલ છે...યુનિફોર્મ અને દર મહીને બે તાલીમ અને એ પણ પ્રેસીડટ હોટલમાં.
અને તમને જો બીજે નોકરી મળે તો?
તો ન જઈએ...કેમ જઈએ ? અહી સારું છે તો ?
આમ વાતો આગળ ચાલી...
વાળ કપાવી અમે બંને મિત્રો નીલકંઠ ની વાતો કરતા કરતા બહાર નીકળ્યા...નીલકંઠ નો આત્મવિશ્વાસ...તેમના માલિક માટે મમત્વ...
અમે બંને મિત્રો તેની વાતને લઇ ચર્ચાએ ચઢ્યા..આપાણી નોકરીને લઇ...આપણા જોબ સેટીશફેક્સન ને લઇ...જોબને લઇ...
શું આપણને આપણી નોકરી માટે...માલિક માટે મમત્વ ખરું ?
શું આપને એક દિવસ શાળામાં ન જઈએ તો આપણને ગમે ખરું? આપણને ક્યારેય એમ થાય કે હું આજે વહેલો જઈ મારા વિદ્યાર્થીઓંને મળું?
જોકે સામા પક્ષે આપણા માલિક માટે પણ આ પ્રશ્ન થવો જોઈએ કે, ‘મારા કર્મચારી નિરાંતે સુવે છે ખરા ? તેમના પરિવારની જરૂરિયાતો સંતોષી શકે છે ખરા ?’
જ્યાં સુધી આપણ ને આપણને આપણા કામ સાથે અને આપણા માલિકને આપણા માટે મમત્વ – વિશ્વાસ – સંતોષ નહિ હોય ત્યાં સુંધી આપણને જોબ સેટીશફેક્સન ક્યાંથી થશે??
No comments:
Post a Comment