એક્સિલરેટેડ લર્નિંગ Accelerated Learning
છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણને જાણવાની,સમજવાની અને સમગ્ર શાળાના અભ્યાસને વેગ આપવાની પદ્ધતિઓમાંથી સારી કહી શકાય તેવી Accelerated Learning પ્રક્રિયા છે. અહી આપણે આ પ્રક્રિયાને ઉડતી નજરે જાણવાનો પ્રયત્ન કરીશું.
આપણે જાણીએ છીએ કે એક્સીલરેશન એટલે વેગ આપવો...આ શબ્દનો ઉપયોગ વાહન ચલાવનાર જાણે છે કે વાહન નો વેગ વધારવા-ઘટાડવા એક્સીલેટર આપવું પડે.આ એક્સીલેટર એટલે વેગ વધારવામાં મદદરૂપ યંત્ર(-પેડ). શિક્ષણ માં એક્સીલરેટર તરીકે વેગ વધારવાની પ્રક્રિયા શિક્ષકે કરવાની રહેછે. ઘણી બધી માન્યતાઓમાંથી એક માન્યતા એમ પણ છે કે શિક્ષકોમાં Accelerated Learning અને એક્સિલરેશન બંને સરખા ઉદ્દેશની પ્રક્રિયા છે,પરંતુ એક્સિલરેશન એ Accelerated Learningથી તદ્દન અલગ જ બાબત છે. Accelerated Learning ને આપણે બ્રેઈન બેઇઝ લર્નિંગ તરીકે પણ ઓળખી શકીએ છીએ. આ એવી શીખવાની પદ્ધતિ છે જેમાં શીખનાર કઈ રીતે વધુમાં વધુ શીખી અને શિક્ષણ અસરકારક બનાવી શકે તેના ઉપર આધારિત છે. છેલ્લા દાયકામાં બ્રેઈન બેઝ્ડ થયેલા ઘણા બધા સંશોધનના કારણે આપણી સમજવાની અને શીખવાની બ્રેઈન પ્રોસેસમાં ઘણાબધા સુધારા અને સમજણ આપણે કેળવી છે.
Accelerated Learning સંકલ્પના:
શીખવવાની એવી પદ્ધતિ કે જેમાં ઝડપ,ઊંડાણપૂર્વકની સમજ અને અપેક્ષિત પરિણામો જે પદ્ધતિથી ઝડપ મેળવીએ તેને Accelerated Learning કહેવાય. છેલ્લા ઘણા વર્ષોમાં શિક્ષણની ક્ષમતા, જ્ઞાન અને તેના બૌધિક કાર્યોને અસરકારક રીતે બાળકોના વિકાસ માટે Accelerated Learning નો ઉપયોગ થાય છે. Accelerated Learning દ્વારા હકારાત્મક કેળવણીનું વાતાવરણ અને શીખવાની બાહેંધરી પણ મળે છે.જેમાં મનોવૈજ્ઞાનિક અને શારીરિક કેળવણીનો પણ સમાવેશ થાય છે.
એક્સિલરેશનએ શીખવાની એવી પ્રક્રિયા છે કે જેમાં બાળકોની નક્કી વયજૂથ કરતા આગળના વયજૂથમાં અથવા પરિકક્ષામાં ઝડપથી અપગ્રેડ કરવાની પદ્ધતિને એક્સિલરેશન કહે છે.
Accelerated Learning સમજાવે છે,સાંકળે છે...
- શીખનાર શારીરિક રીતે શીખવા સજ્જ હોય છે.
- શીખનાર મનોવૈજ્ઞાનીક રીતે શીખવા સજ્જ હોય છે.
- શિક્ષક શીખવાની યોગ્ય પ્રયુક્તિ નો ઉપયોગ કરે છે.
આપણે જાણીએ છીએ કે સફળ થનાર કોઈ અલગ કાર્ય કરતા નથી પરંતુ કાર્ય અલગ રીતે કરે છે. શિક્ષક તરીકે આધુનિક શિક્ષણ પ્રક્રિયાને જાણી સમજી શિક્ષણ કાર્યમાં ઉપયોગ કરવાથી અપેક્ષત પરિણામ સુંધી જરૂરથી પહોંચી શકીએ.જૂની પદ્ધતિઓ સાથે નવી પદ્ધતિ,પ્રવુંત્તી અને પ્રક્રિયાનો ઉપયોગ જરૂરથી આપણને શિક્ષણના સરલીકરણ માટેના પ્રયાસોમાં સફળતા આપાવશે.
No comments:
Post a Comment