
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અત્યારે વિદ્યાર્થીઓની પરિક્ષા ચાલી રહી છે. થોડા દિવસો પહેલા શિક્ષકની પરિક્ષા પૂરી થઇ અને હવે શિષ્યની. ગુણોત્સવ અંતર્ગત લેવાયેલ પરિક્ષા આપી વિદ્યાર્થીઓએ પરંતુ તેના પરિણામની સીધી અસર શિક્ષક ના ગ્રેડ પર થશે. ગુનોત્સવમાં લેવાયેલ પરિક્ષન પેપર્સ એપ્લીકેબલ નોલેજ વાળા હતા અર્થાત વિદ્યાર્થી ભણ્યા તેનું રોજીંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકે ... જેમ કે સીધો ૪ નો ઘડીયો પૂછવો તેના બદલે ચાર ગાયના પગ કેટલા ? દિશાઓ વિષે સીધો પ્રશ્ન પૂછવા બદલે કોઈ એક ચિત્ર આપી પૂછવામાં આવે કે રાસ્તો પસાર કરવામાં કેટલી વાર ડાબી બાજુ વળવું પડશે તે કહો. આમ, ગણતર ની પરિક્ષા એટલે ગુણોત્સવ એમ કહી શકાય. જો આ પરિક્ષામાં વિદ્યાર્થી A+, A કે B ગ્રેડ લાવે તો સમજવું કે આ વિદ્યાર્થી ભણવા સાથે સાથે જ્ઞાન ને સારી રીતે પચાવી શક્ય છે. ખરેખર તો પરિક્ષામાં આ પ્રકારના પ્રશ્નોની જરૂર છે પરંતુ તેમ છતાં જયારે પરિક્ષા લેવાય ત્યારે વિદ્યાર્થી કેટલું ગોખી શક્યા તે ચકાસતા પ્રશ્નો વધારે પૂછવામાં આવે છે. વિદ્યાર્થીએ કેટલીક બાબતો યાદ રાખવી કે ગોખવી જરૂરી છે પરંતુ પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્તા વિદ્યાર્થીઓએ અનુભવ જાણ્ય જ્ઞાન મેળવી તેનો જીવનમાં ઉપયોગ કરે અને આ રોજીંદો ઉપયોગ એ વિદ્યાર્થીની ટેવ બને એ પ્રકારની પરિક્ષા હોવી એ સમાજની અપેક્ષા છે.જીલ્લા ક્ષાઆએથી પરિક્ષાના પ્રશ્નપત્ર તૈયાર કરનાર સભ્યો આ બાબત થી વાકેફ હોય અને પેપર તૈયાર કરવામાં નીપુણ હોય તે જરૂરી છે કેટલાક સંજોગોમાં પરિક્ષાના પેપર તૈયાર કરનાર મિત્રોને એ ખ્યાલ પણ નથી હોતો કે તેઓ ૬ થી ૧૪ વરસના વિદ્યાર્થીઓની પરિક્ષ લે છે. માત્ર બ્લુ પ્રિન્ટ આધારે એક બે દિવસના વર્કશોપમાં પરિક્ષાના પ્રશ્ન પત્ર તૈયાર થાય , પેપર સેટર જે એકમની પરિક્ષા લેવા માંગતા હોય તે એકમ વાંચવો, તે એકમમાં શું શીખવવા માંગવામાં આવેલ છે તે બાબત જણાવી અને તેની પરિક્ષા લેવી.
આમ તો, ગુણોત્સવ અંતર્ગત લેવાતી પરિક્ષા પછી તુરંત સંત્રાંત પરિક્ષા લેવાય છે તેના બદલે ગુણોત્સવની જ ૧૦૦ ગુણ ની પરિક્ષા લેવાય તો વિદ્યાર્થીને સતત ઘણા દિવસો પરિક્ષાના ભય હેઠળ ન રહેવું પડે અને સાથે સાથે સમગ્ર રાજ્યમાં એક ચોક્કસ પ્રકારના ઢાંચા સાથે થતા મુલ્યાકાનમાંથી વિદ્યાર્થી પસાર થાય અને રાજ્યના મૂલ્યાંકન કાર્યમાં એકસુત્રતા જળવાય. એપ્લીકેબલ નોલેજ ની પરિક્ષા લેવાતી હોઈ શિક્ષક વર્ગમાં શિક્ષણ કાર્ય કરે ત્યારે આ બાબતને ખાસ ધ્યાને લેતા થાય.શિક્ષકે પેપર ચકાસવામાં વધારે સમય ન રોકાવું પડે. વળી, એક જ વિદ્યાર્થીની બે વાર પરિક્ષા લેવાથી થતા આર્થિક નુકસાન અને કાગળના ઉપયોગ થી થતા પર્યાવરણના નુકસાનને પણ ઓછો કરી શકાય. આમ, રાજ્યમાં ગુણોત્સવ દ્વારા લેવાતી પરિક્ષા જ વિદ્યાર્થીની સત્રાંત પરિક્ષા તરીકે લેવી જરૂરી છે.
No comments:
Post a Comment