શિક્ષક માટે સૌથી વધારે અઘરી અને જટીલ સમસ્યા હોય તો વિદ્યાર્થીને ભણતો કરવો.ઘણી વાર બહુ જ હોશિયાર અને ઉંચા મેરીટ કે ભણતર ધરાવતા શિક્ષકો વર્ગમાં ધાર્યું પરિણામ મેળવી શકતા નથી અને સામાન્ય સરળ લગતા શિક્ષક પોતાની આગવી પદ્ધતિથી વિદ્યાર્થીને સરળતાથી સમજાવી શકે છે. વિદ્યાર્થીને સરળતાથી સમજાવવા માટેની જુદી જુદી ટેકનીક્સ માની એક ટેકનીક એટલે બહુમુખ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીને ઓળખી ટેઓને ટે મુજબ કામ આપીએ...પ્રાથમિક શાળાનું દ્રશ્ય માનસપટ પર લાવીએ ત્યારે કલ્પનામાં આવશે ગુરુ બેઠા હોય અને શિષ્ય અભ્યાસ કરતા હોય...એક આદર્શ ગુરુકુળ આપણા માનસપટ પર જરૂર આવે...ગુરુકુળમાં નિવાસ ફરજીયાત હતો અને લેખિત સ્વરૂપે ફિક્સ અભ્યાસક્રમ નહોતો, દરેક વિદ્યાર્થીને ગુરુ જાતે ચકાસે અને તે વિદ્યાર્થીની તાકાત મુજબ જ્ઞાન આપતા જેથી શિષ્ય પોતાને ગમતા વિષયમાં પાવરધો થાય.એક જ વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો અભ્યાસક્રમ અલગ અલગ હોઈ શકે. આથી જ અર્જુન ને બાણ વિદ્યા તો દુર્યોધન ને ગદા વિદ્યા કે નકુલને તલવારબાજી માં માહિરતા મળી...સાથે સાથે તેમનામાં રહેલી અન્ય પ્રતિભાઓ પણ બહાર લાવી નીખરી શકી.આમ આ પદ્ધતિથી અપતા શિક્ષણ મુજબ શિક્ષણ આપણે આપી શકવા સક્ષમ નહોવાથી કે આ ગુરુકુલ વ્યવસ્થા ગોઠવી ન શકવાથી આપણે શરૂ કરાવી પડી આજની શાળા..આજની શિક્ષણ પદ્ધતિ ને જન્મ આપ્યો. તે સમયમાં પણ બધા ગુરુ જ્ઞાન દાતા હતા જ નહિ જ્ઞાન ટ્રાન્સફર કરતા અને આજે પણ મોટાભાગના શિક્ષક જ્ઞાન દાતા નથી માત્ર નોલેજ ટ્રાન્સફર કરે છે આથી આવા શિક્ષક્ને ગુરુ કહેવા તે પણ એક પ્રશ્ન જ કહેવાય...આપણે જેને જ્ઞાન કહીએ છીએ તે જ્ઞાન તો આજના ઈન્ટરનેટ યુગમાં આગળીના ઈશારે એક ક્લિક કરવાથી આંખના પલકારમાં મેળવી શકાય છે. આથી આપણે આપણી જાત ને ગુરુના સ્થાને મુકવા હોય કે ગણવા હોય તો એ કરવુંજ રહ્યું જે મહર્ષિ વેદ વ્યાસ, સંદીપની ઋષિ કે વિશ્વામિત્રજીએ કર્યું.માત્ર ચાણક્યના વંશજ ગણાવવાથી ગુરુ નું પદ પમાતું નથી કે ચાણક્ય બનતું નથી. ન ગમતી કે સાંભળવી અઘરી લાગતી આ બાબત સ્વીકારવી જ રહી, હા મહર્ષિ વેદ વ્યાસ, સંદીપની ઋષિ કે વિશ્વામિત્રજીની ખાલી પડેલી જગ્યાઓ આપણે જરૂરથી ભરી શકીએ જો આપણે તેઓની કાર્ય પદ્ધતિને અપનાવીએ...ગુરુકુળમાં અપનાવવામાં આવતી પદ્ધતિઓ માની કેટલીક પદ્ધતિઓ અહી આપવઅનો પ્રયત્ન કરીશ, આપણે યોગ્ય લાગે તો અપનાવશો ... ગુડ લક ...
આજે આપણે જોઈએ “બહુમુખ પ્રતિભા” જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે “Multiple Intelligency”.
વર્તમાન સમયમાં બાળકોને શીખતા કરવા એ ખુબ જ અગત્યનું બની ગયું છે. આ શીખવા-શીખવવાની પ્રક્રિયાને અગત્યતા મળવાના ઘણાબધા કારણો પૈકી વર્તમાન સમયની ઘણી બધી પ્રવીધ્ધિઓ-પ્રવુત્તિઓ એ યુરોપિયન દેશો દ્વારા અજમાવવામાં આવી રહી છે. તેપણ છે અને હાલના આ યુગમાં શીખવવાની રીતો ઘણી બધી પ્રસ્થાપિત થયેલી છે અને ઉપલબ્ધ પણ છે કે જેના દ્વારા પ્રાથમિક શિક્ષણ એક ચોક્કસ વેગથી પ્રકારથી અસરકાર રીતે ભણાવી શકાય છે. આવી ઘણી બધી રીતમાં પણ અત્યારે એક ટેકનીક કે પ્રવિધિ પ્રચલિત બની તે છે “Multiple Intelligency”.
હવે આપણે આ માહિતી શીખવા-શીખવવાની પદ્ધતિ-પ્રવિધિના ક્રમમાં જાણીએ અને સમજીએ.આપણી શિક્ષણ પ્રણાલીમાં અત્યારે હાલ visual એટલેકે દેખી/જોઈને કરવાની પદ્ધતિ અને માહિતી મેળવવા અને જ્ઞાન પ્રાપ્ત કરવા આંખનો ઉપયોગ થાય છે.બીજી એક પદ્ધતિમાં બાળક Auditory એટલેકે શ્રાવ્યના અનુભવો પ્રાપ્ત કરી શીખે છે જેમાં શીખવાની પ્રક્રિયા શીધી જ કાન સાથે સંકળાયેલી હોય છે જયારે ઇન્દ્રિય આધારિત જાગૃતતા ની શિક્ષણ પદ્ધતિમાં બાળકો સુચના આધારિત કે દાર્શનિક અનુભવના અંતે ઇન્દ્રિય (જ્ઞાનાત્મક) કેળવી શારીરિક ક્રિયા કરી શિક્ષણના અનુભવમાંથી પસાર થાય છે.
પ્રાથમિક શાળાના બાળકો તેમના ઇન્દ્રિયોના અનુભવને આધારે તેમની પોતાની સમૃદ્ધિમાં અલગ અલગ ઇન્દ્રિયો પ્રમાણે સંચિત કરે છે. અભ્યાસને આધારે કહી શકાયકે પ્રવૃત્તિમાં સમયમાં શિક્ષકની તરાહને સમાંજવાનિયા એક,બે કે ત્રણ નહિ પણ ઘણી બધી પ્રવીધિઓ છે જેમ હાલના યુગમાં સૌથી વધુ અસરકારક “Multiple Intelligency”. જેને આપણે બહુમુખ પ્રતિભા કહીએ છીએ.
બહુમુખ પ્રતિભામાં મુખ્યત્વે પ્રાથમિક શિક્ષણમાં આઠ તબક્કે દાખલ કરી શકાય એમ છે અને આ આઠ તબક્કા કે રીત સીધા જ બાળકોના શિક્ષન્ અને શીખવવાની પદ્ધતિને અસર કરે છે.
“Multiple Intelligency” શીખવવાના આઠ માર્ગ :
“Multiple Intelligency” માં મુખ્યત્વે આઠ રીતે જ્ઞાન મેળવી કે જાણી શકાય છે અને તેના માટે આ પ્રક્રિયામાં જ્ઞાન હાથ વાતું કરવાનો તથા તેને applicationમાં મુકવામાં ખુબ કાળજી રાખવામાં આવે છે.આ પદ્ધતિ અનુસરતી વખતે શિક્ષકે એ વાતની ખાતરી કરાવી પડશે કે તેઓ શિક્ષણના અનુભવમાં વધુમાં વધુ પ્રવૃત્તિઓનો ઉપયોગ કરવો પડશે.અને આ પ્રવુત્તિઓ બાળક જયારે આચરણમાં મુકાશે ત્યારે તમે એ બાળકના બહુમુખી પ્રતિભાના તત્વો છે કે નહિ તે અને છે તો કેટલા તે જાની તેના પૂર્વોત્તરમાં કેટલો વિકાસ કરી શકાય તે જાણી શકાય છે.
શીખવાની આ પ્રણાલીમાં બાળકને ઉંમર જેટલી નાની હશે તેટલા વધુ શારીરિક અનુભવ (movement) પુરા પડતી પ્રવૃત્તિઓ કરાવવી અને તેનાથી બાળકમાં વધુમાં વધુ જ્ઞાનેન્દ્રિય અનુભવ પણ વધતો જશે જેના પરિણામે શિક્ષક બાળકમાં એક સાથે ત્રણ પ્રતિભાઓનો વિકાસ નોંધી શકે છે.બાળક જયારે વધારેમાં વધારે Physical movement કરે ત્યારે તે શિક્ષક્ પાસે જોઈને (visual element) સંભાળીને (earatory) અને તે સમાજ કેળવી (sense) તેને અનુભવમાં મૂકી Physical movement કરે છે તેથી શિક્ષક બાળકમાં રહેલા જ્ઞાનાત્મક,વિચારાત્મક શારીરિક કેળવણી એક સાથે જોઈ શકીએ છીએ. દા.ત. બાળકને બ્લેકબોર્ડ પરથી ચિત્ર દોરવાનું કહેશે ત્યારે બળના પરીપ્રક્ષ્યમાં સૌ પ્રથમ બાળક ચિત્રને જોઈને (visual growth) એટલે એક સાથે શિક્ષક્ બળના ત્રણ પાસાઓનો વિકાસ કરશે અને સાથે સાથે સમાજ કેળવાશે. કેટલાંક બાળકો “Multiple Intelligency”માં આવશે..?અને આ બહુમુખી પ્રતિભા કેળવવા મુખ્યત્વે આ પ્રવુત્તિઓ સહાયક બની શકે છે.૧. ભાષાકીય રમતો, ૨. પ્રતિસ્પર્ધા નહિ પરંતુ સહભાગિતા વધારતી પ્રવુત્તિઓ, ૩. ચિત્ર વાર્તાનો ઉપયોગ, ૪. ચિત્ર દોરવા-રંગ પુરાવા, ૫. હસ્ત કળા, ૬. ગીત, ૭. શાબ્દીકીય પ્રવુત્તિઓ, ૮.નાટક, ૯. રમતો (વર્ગખંડ અંદર-બહારની)
બહુમુખ પ્રતિભા એ મહત્તમ જ્ઞાનાત્મક વૃદ્ધિ, સમસ્યા ઉકેલ અને સર્વાંગી વિકાસમાં શીખનાર સાથે શીધો સંબંધ રાખે છે.
No comments:
Post a Comment