આપણે જાણીએ છીએ તે મુજબ MHRD ની ગાઈડ લીન મુજબ શિક્ષકે એક વરસમાં ઓછામાં ઓછા ૨૦ દિવસની તાલીમ લેવી જરૂરી છે. સર્વ શિક્ષા અભિયાન દ્વારા દર વર્ષે ૧૦ દિવસ બ્લોક કક્ષાની અને ૧૦ દિવસ ક્લસ્ટર કક્ષાની તાલીમનું આયોજન કરે છે. બ્લોક કક્ષાની ૧૦ દિવસની તાલીમ એપ્રિલ ૨૦૧૧માં યોજાઈ ગઈ. દર મહિનાના પ્રથમ શનિવારે ક્લસ્ટર પર ક્લાસ્ટરના તમામ શિક્ષક્નિ તાલીમનું આયોજન કરવામાં આવે છે. આ તાલીમ અંતર્ગત જુલાઈ,ઓગસ્ટ,સપ્ટેમ્બર,ઓક્ટોમ્બર મહિનાની ચાર તાલીમ પૂર્ણ થઇ. નવેમ્બર મહિનામાં દિવાળી વેકેશન હોઈ તેમજ ગુણોત્સવનું આયોજન કરવાનું હોઈ તેમજ એપ્રિલ મહિનામાં પરીક્ષા હોઈ આ મહિનામાં એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવશે નહિ. આથી ઓક્ટોમ્બર મહિનામાં બે દિવસની તાલીમનું આયોજન કરવામાં આવેલ. જેમાં બંને દિવસ સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત મેનેજરીયલ સબ્જેક્ટની તાલીમનું આયોજન કરવાનું આયોજન કરવામાં આવેલ. જીલ્લા કક્ષાના તજગ્નનો સીધો લાભ જીલ્લાના તમામ શિક્ષકોને મળી રહે તેમજ કમ્યુનિકેશન ગેપ ન રહે અને એસ.એસ.એ.એમ દ્વારા ચલાવતા તમામ કાર્યક્રમ અંગે કોઈ પ્રકારની મૂંઝવણ હોય તો સીધા જે-તે અધિકારી સાથે પ્રશ્ન પૂછી માર્ગ દર્શન મેળવી શકાય આ હેતુથી અમદાવાદ જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી હર્શદગીરી ગોસ્વામી અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એમ.એમ.જાની સાહેબ ના માર્ગદર્શન મુજબ અમદાવાદ જિલ્લાએ જીલ્લાના ઓ.આઈ.સી. સ્ટાફ સાથે આ એક દિવસીય તાલીમનું બાયસેગ દ્વારા 21-11-2011ના રોજ સવારે ૧૨-૦૦ થી સાંજે ૫-૩૦ કલાક દરમિયાન આયોજન કરવામાં આવ્યું. બાયસેગ પરથી સવારે ૧૨ કલાકે આ ટેલી કોન્ફરન્સ/તાલીમ નું પ્રસારણ શરુ થયું. તાલીમની શરૂઆત જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એમ.એમ.જાની સાહેબે પ્રાસ્તાવિક બાબતોનું માર્ગદર્શન આપ્યું. સાહેબશ્રીએ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ, વાંચનનો શોખ વિકસાવવો અને વાંચન માટે પુસ્તકના પ્રકાર બદલવા, તાલીમને વર્ગખંડ સુંધી પહોંચાડવા જીલ્લા કક્ષાથી કરવામાં આવેલ આયોજન તેમજ ગુણોત્સવ માં શ્રેષ્ઠ પ્રદર્શન માટે જરૂરી બાબતો અંગે માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ શ્રી વિમલભાઈ ડોબરીયાએ વિકાલાન્ગ બાળકો માટે સંકલિત શિક્ષણ, શ્રી મુકેશભાઈ પરમાર (OIC Account) દ્વારા હિસાબી આયોજન, સ્પેશિઅલ ટ્રેઈનીંગ પ્રોગ્રામ પર શ્રી કાજલબેન શ્રીવાસ્તવ (OIC SPT), ગર્લ્સ એજ્યુકેશન પર શ્રી અલકાબેન વ્યાસ(OIC Girl Education), MIS પર શ્રી ઝલક્બેન મોદી (OIC MIS), ટીચર્સ ટ્રેનીંગ પર શ્રી દિલીપભાઈ વડેરા(OIC TT) પર માર્ગદર્શન આપ્યું. તજજ્ઞ દ્વારા માર્ગદર્શન આપવાના સમયે જીલ્લાના ૧૫૦ જેટલા રીસીવિંગ સેન્ટર પરથી તાલીમ લઇ રહેલ શિક્ષક ભાઈ બહેનો એ જે તે વિષય અંગે ઓનલાઈન પ્રશ્નોત્તરી દ્વારા પોતાની મૂંઝાવણો અંગે માર્ગદર્શન મેળવ્યું. સમાપનમાં અમદાવાદ જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી હર્શદગીરી ગોસ્વામી સાહેબે આજના હાઈ ટેક યુગમાં શિક્ષક પાસે સમાજની અપેક્ષા, ગુણોત્સવ સરકારશ્રીનો અતિ મહત્વકાંક્ષી કાર્યક્રમ તેમજ શિક્ષણ ને જીવંત રાખવા શું કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું. સાહેબે પોતાના વક્તવ્ય દરમિયાન ભાવુક સવારે જણાવ્યું કે શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે મને ત્યારે દુઃખ થાય છે જયારે લોકો મને સંભળાવે છે કે “છેલ્લા ૧૦ વરસ થી શાળાઓમાં વાંચન,લેખન અને ગણન માટે વીશેષ કાર્યક્રમ ચલાવવામાં આવવા છતાં આજે પણ ઘણા વિદ્યાર્થીઓ પોતાની ઉમ્મર-વય મુજબ વાંચી-ગણી કે લખી શકતા નથી. આ ૩ થી ૭ ધોરણમાં વીશેષ ચલાવાવતો કાર્યક્રમ ક્યારે પુરો કરીશું ?” આ તાલીમના પ્રસારણ સમયે દરેક લેકચર પહેલા જીલ્લાની પ્રાથમિક શાળામાં ચલાવવામાં આવતી મૂલ્યવર્ધિત પ્રવુંત્તી ની વિડીયો ક્લીપ બતાવવામાં આવતી જેમાં બેંક ઓફ પનાર,તેમજ રામ્દુકાન(પનાર,તાલુકો-દેત્રોજ), ગીતાપુર શાળા(તાલુકો-દેત્રોજ)નો ઔષધીય બગીચો, નદીશાળા (તાલુકો-દેત્રોજ),એકમ કસોટી(માનપુરા,તાલુકો-માંડલ), ઇનોવેટીવ ટીચર(શ્રી કૈલાસબેન પટેલ-હાંસલપુર,તાલુકો-માંડલ) શાળાની વિડીયો ગ્રાફી બતાવવામાં આવી. આ તાલીમના પ્રસારણ દરમિયાન કોઈ વિક્ષેપ કે અડચણ વિના રીસીવિંગ સેન્ટર પર પહોંચી શકે તે માટે ટેકનીકલી સપોર્ટર તરીકે શ્રી યોગેશભાઈ પટેલ(સી.આર.સી કૉ ઓર્ડીનેટર નાંદેજ, તાલુકો દસક્રોઈ), શ્રી રમેશભાઈ લાધેલ (બી.આર.સી. કૉ ઓર્ડીનેટર ધંધુકા), શ્રી સ્ટેનલીભાઈ (સી.આર.સી કૉ ઓર્ડીનેટર વનથળ, તાલુકો વિરમગામ), શ્રી ચિરાગભાઈ પટેલ (સી.આર.સી કૉ ઓર્ડીનેટર પીસાવાડા, તાલુકો ધોળકા), શ્રી સતીશભાઈ પટેલ (શિક્ષક, ગ્યાસપુર પ્રાથમિક શાળા,તાલુકો સીટી) સહકાર આપ્યો. આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન તેમજ પ્રસારણ સમયે સમગ્ર સંચાલન કરવાનું સદભાગ્ય મને મળેલ. ટીમ એજ્યુકેશન માટે આ અનુભવ અવિસ્મરણીય હતો. અમદાવાદ જીલ્લા દ્વારા કરવામાં આવેલ આ તાલીમી આયોજન રાજ્ય માટે માર્ગદર્શનરૂપ બની રહે તે પ્રકારનું હતું. તાલીમ કાર્યક્રમનું પ્રસારણ ૧૨-૦૦ કલાક થી ૫-૩૦ કલાક કરવામાં આવેલ.





૨-૦૦ થી ૨-૩૦ (૩૦ મિનિટના) વિરામ સમયે સૌ બય્સેગના બગીચામાં માન.અધ્યક્ષ સાહેબના માર્ગદર્શન મુજબ સમૂહ ભોજન નો આનદ માણ્યો...ઓન એર પ્રશ્નોત્તરી જવાબ આપતા હિસાબી અધિકારી શ્રી મુકેશભાઈ પરમાર
વિરામના સમયે હળવું ભોજન જાણે પર્યટન દરમિયાન સમુહભોજન નો અનેરો આનદ ન હોય ...!!??
ટીમ એજ્યુકેશન, માન. અધ્યક્ષ શ્રી હર્ષદગીરી ગોસ્વામી સાહેબ સાથે - બાયસેગ
માનનીય જીલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી સાહેબ શ્રી એમ.એમ.જાની સાહેબ તેમજ ટીમ એજ્યુકેશન
પ્રસારણના થોડા સમય પહેલા આયોજન અંગે બારીકાઈ થી ચર્ચા કરતા માનનીય જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી એમ.એમ.જાની સાહેબ, ઓ.આઈ.સી.ટી.ટી. શ્રી દિલીપભાઈ વડેરા સાહેબ
પ્રસારણના થોડા સમય પહેલા આયોજન અંગે બારીકાઈ થી ચર્ચા કરતા માનનીય જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી એમ.એમ.જાની સાહેબ, ઓ.આઈ.સી.ટી.ટી. શ્રી દિલીપભાઈ વડેરા સાહેબ ...
No comments:
Post a Comment