ધોરણ આઠ માટે નવ નિયુક્તિ પામેલા વિદ્યાસહાયક ભાઈ-બહેનો માટે શિક્ષણ વિભાગ દ્વારા એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. આ તાલીમ માટેના સાહિત્ય નિર્માણની જવાબદારી જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની છે જયારે તાલીમનું સંપૂર્ણ આયોજન સર્વ શિક્ષા અભિયાન મિશન દ્વારા કરવામાં આવશે. તાલીમી સાહિત્ય નિર્માણ સમયે વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ્ય પુસ્તકના કન્વીનર શ્રી ભૌમીક્ભાઈ ત્રિવેદીને મળવાનું થયું. તેમની સાથે બેસવાથી જ્ઞાન વૃદ્ધી થાય જ એવું અમારું માનવું છે. તેમની સાથે ચર્ચા દરમિયાન ક્યારેક વર્ગ ખંડ આળસી જાય કે કંટાળેલ જણાય તો વર્ગમાં એકાદ રમત રમાડી શકાય.આવી નાનકડી રમતને આઈસ બ્રેકિંગ એક્ટીવીટીઝ કહી શકાય. ચર્ચા દરમિયાન કેટલીક આવી પ્રવુત્તી ની પણ ચર્ચા કરવામાં આવી જે અમારા તાલીમી સાહિત્ય અને તાલીમી પ્રવીધીનો એક ભાગ બની. આમાંની કેટલીક પ્રવુંત્તી અહી આપું છું આપ આવી પ્રવુંત્તી વર્ગમાં કરવી જુઓ, તમને અને વર્ગને જરૂરથી મજા આવશે. હા આવી પ્રવુત્તી કરાવવા માટે આપણી તૈયારી જરૂરી છે. ઓરેટર પર જ આ બધું આધાર રાખે છે...કારણ પ્રવુત્તી પછી ની સમજણ પણ એટલી જ મહત્વ ની હોય છે. જેમ કે અહી આપી છે...WIN … WIN. આ પ્રવુત્તિ પછી ચાર પ્રકારના વ્યક્તિત્વની સમજ આપવી અને તે મુજબ પ્રવુત્તિ કરાવવી એ મહત્વનું છે. કોઈ પણ પ્રવુત્તીનો પોતાના વિષયને અનુરૂપ કેવી રીતે ઉપયોગ કરવો તે તજજ્ઞ પર આધારિત છે.
આપ શિક્ષક ન હોવ પરંતુ શાળા મુલાકાતે જવાનું થતું હોય તો આવી પ્રવુત્તિ હાથ વાગી હોવી જરૂરી છે. વર્ગખંડ ની મુલાકાત મેળવી માત્ર વાતો કરી પાછા ફરવા કરતા એકાદ પ્રવુત્તિ કરાવી પછી પોતાની ભારે ભરખમ વાત મુકશો તો વર્ગખંડમાં બેઠેલ શિક્ષક કે વિદ્યાર્થી આપણી વાત સ્વીકારવા તૈયાર થશે...
WIN…WIN….
• વર્ગમાં બેઠેલા તાલીમાર્થીઓ (વિદ્યાર્થીઓ)ને બે-બેની જોડી બનાવવા કહેવું.
• પંજો પછાડવાની રમત માટેના નિયમો જણાવી રમત માટે એક મિનિટનો સમય આપવો.
• એક મિનિટના સમયમાં સામેના તાલીમાર્થી / વિદ્યાર્થી (હરીફ તાલીમાર્થી)નો પંજો જે જમીન તરફ વાળી શકે/પછાડી શકે તેના માટે ઇનામની જાહેરાત કરાવી. ઇનામમાં લડવા તાળી,ત્રણ તાળી કે ભમરા તાળી રાખી શકાય. જે તાલીમાર્થી એક મીનીટમાં વધુ વખત હરીફનો પંજો પડે તેને વીજેટ જાહેર કરવો.
• તાલીમાર્થીઓને ગેમ શરુ કરાવી એક મિનિટનો સમય આપવો.
• એક મીનીટ પછી વિજેતાને માન આપવું.
• બે તજજ્ઞ કે સાથી મિત્રએ શું કરવાનું છે તે જણાવી) ફરી વર્ગખંડમાં તાલીમાર્થી/વિદ્યાર્થીઓ સામે આ રમત રમાડવી. આ રમત દરમિયાન એ ધ્યાન રાખવું કે કોઈ પ્રકારના સંઘર્સ વિના પંજાને વારાફરતી પછાડવાનું ચાલુ રાખવું બંને ની જીત થાય એ લક્ષ્ય રહે. રમત બતાવ્યા પછી નીચેની બાબતો સમજાવી માણસની માનસિકતા અને સતત ગતિ કરવા તેમજ સંઘર્સથી થતા ગેરલાભ અંગે સમજણ આપવી.
- Lose…Lose(કેટલાક લોકો જાતે હારે અને અન્યને હરાવે તેવા કાર્ય કરતા રહે છે)
- I lose … You Win…(કેટલાક લોકો જાતે હારે અને અન્યને જીતાવે તેવા કાર્ય કરતા હોય છે)
- I win … You Lose…(કેટલાક લોકો જાતે જીતે અને અન્યને હરાવે તેવા કાર્ય કરતા હોય છે)
- I win … you win…(કેટલાક લોકો જાતે જીતે અને અન્યને જીતાવે તેવા કાર્ય કરતા હોય છે)
આપણે શું કરીશું ? જરા વિચારો....
Communication Chain:
• વર્ગમાંથી ત્રણ તાલીમાર્થી/વિદ્યાર્થીને ઉભા કરવા.
• બે તાલીમાર્થી/વિદ્યાર્થીને વર્ગ બહાર મોકલવા.
• એક તાલીમાર્થીને કોઈ એક ચિત્ર વર્ણન કરવા આપવું.
• વર્ણન માટે ત્રણ મિનિટનો સમય આપવો.
• તાલીમાર્થી/વિદ્યાર્થી વર્ગ સમક્ષ ચિત્રમાં જોઈ ચિત્રનું વર્ણન કરશે.
• વર્ગ બહારના બે તાલીમાર્થી/વિદ્યાર્થીઓમાંથી કોઈ એક ને બોલાવી ફરી ત્રણ મીનીટ એ જ ચિત્રનું વર્ણન કરાવવું.બંને વચ્ચેનો તફાવત બોર્ડ પર નોંધાવો કે મનમાં નક્કી કરવો.
• તેવી રીતે વર્ગમાંના ત્રીજા તાલીમાર્થી/વિદ્યાર્થીને બોલાવી ચિત્ર વર્ણન માટે આપવું.
• ત્રણે તાલીમાર્થી/વિદ્યાર્થીના વર્ણનની ચર્ચા કરવી.
આહાર જાળ:
(આ રમત વિદ્યાર્થીને રમાડવી હોય તો અંદરના નામ બદલવા – તાલીમાર્થી શિક્ષક માટે નીચે મુજબ કરી શકાય)
• તાલીમાર્થીઓના બે જૂથ પાડવા.
• એક જૂથના સભ્યોને શિક્ષણ સાથે સંકળાયેલ Live Stock ના ફ્લેશ કાર્ડ ચોંટાડવા આપવા. જેવા કે બાળક, શિક્ષક,વાલી, આચાર્ય, BRC,CRC,BRP,SRG,DPEO,પ્રાચાર્ય,ડાયેટ લેક્ચરર,કેળવણી નિરિક્ષક્ વિગેરે.
• બીજા જૂથને જરૂરી સાધન સમ્પ્ન્નની યાદીના ફ્લેશ કાર્ડ ચોંટાડવા આપવા. જેવા કે કમ્પુટર,પેન,કાગળ,ટેબલ,રૂમ,ખુરશી કાર, બાઈક, પેન ડ્રાઈવ, શાળા, મકાન, શૌચાલય, મેદાન,ગ્રાન્ટ,તાલીમ,યોજનાઓ,પ્રવુત્તિઓ..વિગેરે...
• દોરીનો દડો લઇ Live Stock અને infra structureની એકબીજા ઉપરની જરૂરિયાતના આધારે દોરી પસાર કરવાની સુચના આપવી.
• જે જાળું બને તેના આધારે એકબીજા પરના અવલ્મ્બનનું મહત્વ સમજાવવું. આ માટે એક જૂથને નીચે બેસાડવા, દોરી ઉપર લઇ જવી, દોરી ઢીલી કરાવી કે છોડી દેવાથી થતી ગૂંચ વિષે ચર્ચા કરાવી.
આ રમત રમાડતા એ વાત સમજાવવી કે એક બીજાનું એક બીજા માટે કેટલું મહત્વ છે.
Environment Chain:
• તાલીમાર્થીઓને મેદાનમાં લઇ જવા.
• તાલીમાર્થીઓના બે સરખા જૂથ બનાવવા.
• તજજ્ઞ દ્વારા બંને જૂથને સીધી લાઈનમાં ઉભા રાખી કહેવું કે પોતાના શરીરના અંગોનો ઉપયોગ કરી શક્ય તેટલી લાંબી લાઈન બનાવો.
• લાંબી લાઈન થયા પછી તાલીમાર્થીઓ પાસે પોતાની પાસે રહેલી અમૂર્ત વસ્તુઓ જેવી કે પેન,રૂમાલ,ડાયરી,મોબાઈલ વગેરે પોતાની પાસેની વસ્તુઓનો ઉપયોગ કરી શક્ય તેટલી વધુ લાંબી લાઈન બનાવવા કહેવું. આ માટે ત્રણ મિનિટનો સમય આપવો.
• ત્યારબાદ આજુ-બાજુના પર્યાવરણમાની વસ્તુઓનો ઉપયોગ કરી તેઓને લાંબી લાઈન કરવા કહેવું. આ માટે ત્રણ મિનિટનો સમય આપવો.
કોણ કેટલી વસ્તુઓનો મહત્તમ ઉપયોગ કરે છે તે બાબત ચર્ચવી.
No comments:
Post a Comment