ગઈ કાલે એક મિત્રનો હ્રદય સ્પર્શી એસ.એમ.એસ મળ્યો. એસ.એમ.એસ માં જણાવેલ કે When our nails grow long, we cut nails, ‘Not Our fingers’…!!! Similarly when a misunderstanding grows up, cut the reason ‘Not The relation’…!! આપણા નખ વધે ત્યારે વધેલ નખ બિનઉપયોગી થઇ જાય છે. ક્યારેક તકલીફ પણ આપે, કારણ તે આંગળીથી વેગળાએ વેગળા. આપના જીવનમાં પણ એમ જ હોય છે. ક્યારેક બિન ઉપયોગી સ્વાર્થી લોકો આપણા જીવનમાં આવતા જીવનને તકલીફોથી ભરી દે છે. આવા લોકો પોતાનો સ્વાર્થ પુરો કરી જતા રહે પરંતુ ત્યાં સુંધીમાં આપનું જીવન બરબાદ થઇ જાય. આમ ન બને આથી આપણે પણ આપણા વધેલા નખને જેમ કાપી નાખીએ છીએ તેમ એવા લોકો સાથેના સંબંધને કાપવામાં જ ભલાઈ હોય છે. વધેલા નખ કદાચ આંગળીઓને થોડો સમય સુંદરતા આપે પરંતુ આપણે આંગળી નથી કાપતા. ક્યારેક સમય મળ્યે થોડો સમય પોતાની જાતને પૂછી લેવું કે આવા કોઈ પાત્રો આપણા જીવનમાં તો નથી આવ્યાને જેમને કાપવાની જરૂર છે નહીતર નખમાં કચરો ભરાય અને આપણા તંદુરસ્ત શરીરને કેટલા રોગોની લ્હાણી મળે એમ આવા સ્વાર્થી માણસો આપણા જીવનને બરબાદ કરવાની લ્હાણી કરી જતા રહે છે. ક્યારેક આવા સ્વાર્થી લોકો જીવનમાં આવવાથી અંગત જીવનમાં ઘણી ગેર સમજણ ઉભી થાય છે જે ક્યારેય જતી નથી...જેમ નખ વધે ત્યારે નખને કાપીએ છીએ આંગળીઓંને નહિ તેવી જ રીતે આવા સ્વાર્થી લોકો જીવનમાં આવવાથી ઉદ્ ભવતી સમસ્યાઓ, મનભેદ કે મતભેદ દુર કરવા આવા લોકોને જ જાકારો આપવો જરૂરી છે અંગત ને નહિ જેમને પોતાનું સર્વસ્વ આપણને અર્પ્યું હોય... વ્યક્તિ ત્યારે જ જીવન ને ખુશીઓથી ભરી શકે છે જયારે પોતાના જીવન અને પોતાના નીજાનન્દને જોવાનો પોતાનો આગવો દ્રષ્ટીકોણ હોય. A happy person is happy, not because everything is Right in life. He is happy because his attitude towards everything in his life is Right.
So let’s cut the nail and enjoy life with dearest one who sacrifice life for us….
No comments:
Post a Comment