
ગુણોત્સવ .....
૨૦૦૨ માં જી.સી.ઈ.આર.ટી દ્વારા રાજ્યમાં વાંચન ગણન અને લેખન કૌશલ્ય વિકાસ માટે અભિયાન ચલાવવામાં આવ્યું.આ અભિયાન દર વર્ષે ચલાવવા છતાં અપેક્ષિત્ પરિણામ ન મળ્યું જેની નોંધ રાજ્યની કેટલીક સામાજિક સંસ્થાઓએ લીધી. પ્રથમ સંસ્થા દ્વારા સંશોધન હાથ ધરાયું અને પરિણામ રાજ્ય માટે આઘાત જનક રહ્યું કારણ એ સંશોધન આધારે રાજ્યના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા મોટા ભાગના વિદ્યાર્થીઓ તેમની વય મુજબ વાંચન,ગણન અને લેખન કૌશલ્યમાં નીપુણતા ધરાવતા નહોતા. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ તેમજ શિક્ષણની જુદી જુદી શાખાઓ દ્વારા સતત પ્રયત્ન થતા હોવા છતાં,દરેક શાળાને જરૂરી સાધન સામગ્રી અને રોકડ ગ્રાન્ટ મળતી હોવા છતાં,ઉચ્ચ અભ્યાસ કરેલ,ઉચ્ચ મેરીટ ધરાવનાર તાલીમ પામેલ શિક્ષકો હોવા છતાં રાજ્યના શિક્ષકે સમાજમાં લોકોના મહેણાં નો ભોગ બનાવો પડે એ સ્વીકાર્ય નહોતું. આ બધી બાબતોને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા એક એવો કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો જે આજનો નિયમ બન્યો. શરૂના વર્ષમાં એમ લાગતું કે ગુણોત્સવ એ બે-પાંચ વરસ માટેનો સરકારી કાર્યક્રમ છે...પરંતુ આજે ગુણોત્સવ એ માત્ર વિદ્યાર્થી જ નહિ પરંતુ આચાર્ય,શિક્ષક, કોઓર્ડીનેટર્સ, કેળવણી નિરિક્ષક વિગેરેનું કાર્ય મૂલ્યાંકન બની ગયું. નજીકના ભવિષ્યમાં એમ સંભાળવા મળે તો આશ્ચર્ય ણ પામતા કે ગુણોત્સવમાં બી ગ્રેડ નથી તો શિક્ષકની બદલી નહિ થાય...ગુણોત્સવમાં બી ગ્રેડ નથી તો અન્ય સરકારી લાભ નહિ મળે, મ્યુચુઅલ બદલી માટે પણ પોતાના ગ્રેડ વાળા જ શિક્ષક હોવા જોઈએ કે પછી સતત ૨-૩ વરસ ગ્રેડ વૃદ્ધિ ન થાય તો ......નોકરીથી હાથ ધોવા પડે... અમદાવાદ જિલ્લામાં માનનીય જીલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીશ્રી એમ.એમ.જાની સાહેબ અને શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી હર્ષદગીરી ગોસ્વામી સાહેબ દ્વારા ગુણોત્સવ વાતાવરણ નિર્માણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જીલ્લાને ત્રણ ઝોનમાં વિભાજીત કરી ઝોન મુજબ તે ઝોનના તમામ કેળવણી નિરિક્ષક, બી.આર.સી.-સી.આર.સી કૉ ઓર્ડીનેટર, પે સેન્ટર શાળાના આચાર્ય,પ્રાથમિક શિક્ષક્ સંઘના હોદ્દેદાર, શિક્ષક્ ક્રેડીટ સોસાયટીના ચેરમેન સાથે જીલ્લા કક્ષાના તજજ્ઞ દ્વારા ગુણોત્સવ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ આ તમામ બાબતો પ્રત્યેક શાળા સુંધી પહોંચાડવા પ્રયત્ન કરાયો...ગુણોત્સવ વાતાવરણ નિર્માણ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે જીલ્લાની પ્રત્યેક શાળામાં ગુણોત્સવ મૂલ્યાંકન પ્રક્રિયા શિક્ષક સમજે, તે મુજબ શાળાઓમાં પ્રવુત્તિઓ હાથ ધરાય જે રોજેરોજ થતા શિક્ષક્નિ ટેવ બને...
આ બાબત પર ઘણી ચર્ચા અગાઉ કરી છે આથી વીશેષ ન કરતા આ વર્ષના ગુણોત્સવ માં ધ્યાન માં રાખવાની બાબતો પર કરીએ....
ગયા વરસની જેમ આ વરસે પણ ગુણોત્સવ બે તબક્કામાં....સ્વ મૂલ્યાંકન અને અધિકારી દ્વારા મૂલ્યાંકન
સ્વમુલ્યાંકન રાજ્યની તમામ શાળાઓમાં જયારે અધિકારી દ્વારા મૂલ્યાંકન રાજ્યની ૨૫% શાળાઓમાં..
શાળા સ્વ મૂલ્યાંકન પુસ્તિકાનો દરેક શિક્ષક અભ્યાસ કરી માહિતી અપલોડ કરે જેથી પોતાની ભૂલના આધારે ગ્રેડમાં નડતરરૂપ ન બને.
જે પ્રવુત્તિઓ પુસ્તિકામાં અપાયેલ છે તે તમામ શાળામાં બિનચૂક યોગ્ય રીતે શરુ કરવી પછી જ માહિતી ભરવી...સમજણ ણ પડે ત્યાં આપના સી.આર.સી કૉ ઓર્ડીનેટર નું માર્ગદર્શન લેવું.
મિત્રો, ગુનોત્સવના મૂલ્યાંકન માં એ તમામ બાબતો છે જેની અપેક્ષા સમાજ આપની પાસે રાખી રહી છે. આ બાબતો થોડા વરસ નિયમિત કરવાથી ટેવ માં પરિણામ પામશે અને પછી ગુણોત્સવ કે અન્ય કોઈ મૂલ્યાંકન નો નહિ રહે ડર કે નહી લાગે થાક.
No comments:
Post a Comment