Tuesday, November 1, 2011

from the page of my dairy

ઘણું લખવા પ્રેરે એવી મારી ડાયરી આજ હાથ મળી,વર્ષ બાદ એ પાનું ફરી જોઈ છુપી લાગણીઓ પાછી ફળી.

મારા લખેલ એ પન્ના ઉથલાવતા ભૂતકાળને જોતો ગયો, યાદની એ ગલીઓમાં એકલો એકલો ફરતો રહ્યો.

બારસો સોળમા પાને વીંછીનું બચ્ચું સળવળ્યું, જીવન સામે ઝઝૂમવા માટે નવું બહાનું મળ્યું.

જાણ થઈ ગઈ એના પ્રેમ-હિમ્મત અને મર્દાનગીની સૌ કોઈને, મારા જીવનને ઝળહળાવતું સ્વપ્ન મારું બની પાછું મળ્યું...........

- ગયા વરસે આજના દિવસની ડાયરીના પન્નામાં મારી પત્નીના પત્રના જવાબમાં તેને ઉદ્દેશી લખાયેલ પત્ર...

પ્રિયે,

“તું મને સતત ભૂતકાળની સ્મૃતિને ભૂલી જવા ભલામણ કરે છે, વાસ્તવિક પરિસ્થિતિમાં જીવવા અને સત્ય સાથે લડવા કહે છે...પરંતુ હું મારી સ્મૃતિ ભૂલી જાઉં તો મારે મારી સર્જનશક્તિ-કલ્પનાશક્તિને પણ ભુલવી જ પડે. ગાંડી તું એ ન ભૂલ કે હું શિક્ષક છું, સતત વિચારતા રહેવું,સર્જતા રહેવું મારું કામ છે-સ્વભાવ છે. તે જ મને સતત પત્રો લખી રોજ કઈંક લખવા કહ્યે રાખ્યું અને તારા દ્વારા અપાતા હોમવર્કને કારણે તો હું મારા આ અનુભવોને ડાયરીમાં લખતો થયો, આજે હું જે લખું છું તેના મૂળમાં હું કઈ બાબતો યાદ રાખી આ વર્તમાન સમયનો સામનો કરું છું તેમાં પડેલા છે. મને એ આશ્ચર્ય છે કે લેખન કળા અને સર્જક- જેની કલ્પનાશક્તિ જ કલાને સર્જક બનાવે છે તેના વિના મારું જીવન કેવું હશે? તું જ હમેશા મને કહેતી કે ટોલ્સટોય કદી બુદ્ધ ન થઇ શકે અને બુદ્ધ કદી યુદ્ધ ન કરી શકે ? હું સાબિત કરી આપીશ કે આજના જમાનામાં જો ટોલ્સટોયને બુદ્ધ બનાવવામાં આવે અને બુદ્ધ યુદ્ધ કરે તો એ યુદ્ધમાં બુદ્ધ જ વિજયી બને...કારણ સત્ય નો હમેશા જય થાય છે....એ સનાતન સત્ય આજે પણ સત્ય જ છે...આવતી કાલે પણ રહેશે અને સદાય આ સત્ય સત્ય જ રહેશે...તારી હિમ્મત અને અડગ સો સો વિશ્વાસને સલામ...”

No comments: