Friday, November 4, 2011

Vidhyasahayak Training

તારીખ 3 નવેમ્બર ના રોજ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે નવનિયુક્ત વિદ્યાસહાયક તાલીમ વર્ગના તજજ્ઞ માટે નું તાલીમ આયોજન કરવામાં આવ્યું. સીનીયર લેક્ચરરશ્રી છીપા સાહેબ દ્વારા સવાગત પરિચય પછી જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી માનનીય એમ.એમ.જાની સાહેબ દ્વારા તાલીમ દરમિયાન તજજ્ઞ,આયોજક(બી.આર.સી) પાસેની અપેક્ષાઓ સાથે પોતાનું પ્રાસંગિક ઉદબોધન આપ્યું. જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમદાવાદ(ગ્રામ્ય) ના પ્રાચાર્ય ડૉ. એમ.બી.પ્રજાપતિ સાહેબે તજજ્ઞોને અસરકારક તાલીમ માટે કેટલીક જરૂરી સુચના, માર્ગદર્શન આપ્યુ.

ત્યારબાદ નીચેની બાબતોની દિવસભર ચર્ચા કરવામાં આવી.

- તાલીમી સાહિત્ય માર્ગદર્શિકામા સમવીષ્ઠ વિષયો રાખવાનું કારણ તેમજ તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

- તાલીમી સાહિત્યમાં સમાવિષ્ઠ Ice Breaking Activities અંગે સમાજ આપી કેવી રીતે આ પ્રવુત્તિઓ કરાવવી તેમજ તે દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો પ્રવુત્તિ કરાવી સમજાવવામાં આવી.

- વિષય મુજબ તજજ્ઞના જૂથ બનાવી પોતાના જે તે દિવસના વિષયનો સમય, રજૂઆતની પદ્ધતિ, આમેજ કરવા જેવી જરૂરી વિગતો, બિયોન્ડ ટેક્ષ ચર્ચાવાના મુદ્દાઓ, ટેકનોલોજીનો ઉપયોગ વિગેરે અંગે જૂથ ચર્ચા તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું.

- પ્રોજેક્ટ માટે Data Collection, Data Compilation, Report Preparation અને Presentation અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.

- આઠ દિવસના સમય પત્રકની સમજ આપવામાં આવી.

- આ તાલીમ તારીખ ૫ થી ૮ દરમિયાન નવનિયુક્ત વિદ્યાસહાયક માટે વીશેષ તૈયાર કરવામાં આવેલ તાલીમી સાહિત્ય ના જુદા જુદા વિષયો પર તાલીમ આપવામાં આવશે.

- તારીખ ૯ (ભાષાઓ) અને ૧૧ નવેમ્બરે (ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન) બાયસેગ(BISAG ચેનલ ૨) ના માધ્યમથી ઓન એર દ્વારા પાઠ્યપુસ્તક પર પાઠ્યપુસ્તક ના કન્વીનરશ્રી અને એસ.આર.જી મેમ્બર્સ દ્વારા જુદા જુદા વિષય પર ચર્ચા, પ્રશ્નોત્તરી દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

No comments: