Sunday, March 18, 2012

Learning Based Reinforcement Material


સંદર્ભ સાહિત્ય (Learning Based Reinforcement Material):  

પ્રત્યેક શિક્ષક તેના વર્ગ કાર્યથી ઓળખાય છે.શિક્ષણ કાર્યને અસરકારક કરવા અનેક પૈકીનું એક અદનું સાધન એટલે સંદર્ભ સાહિત્ય.
શિક્ષણકાર્ય દરમિયાન વિદ્યાર્થીમાં સમજ, જ્ઞાન,ઉપયોજન,સમજ અને પહેલાના અનુભવ હોય છે.અત્યારના સમયમાં અભિવ્યક્તિ અને અર્થ ગ્રહણને મહત્વ આપવામાં આવે છે. પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવતા વિદ્યાર્થી જીવતા જીવન સાથે અનુબંધ કેળવી જ્ઞાન મેળવે એવું ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીને શાળામાં પ્રવેશે ત્યાં  શિક્ષણને યોગ્ય વાતાવરણ (Learning based environment) મળી રહે તે  પણ જરૂરી છે. સર્વ શિક્ષા અભિયાન મિશન દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત પ્રવૃત્તિઓ  હાથ ધરવામાં આવી છે.
RTE મુજબ શિક્ષક દ્વારા શિક્ષણકાર્ય દરમિયાન સતત મૂલ્યાંકનને મહત્વ આપવામાં આવ્યું છે.
-     વિદ્યાર્થી કેટલું શીખ્યા તે અંગે નિદાન.
-    ઓછી અને ન સમજાયેલ બાબતોનો યોગ્ય ઉપચાર.
-    ચોક્કસ અને બાલભોગ્ય રીતે મહાવરો કે દૃઢીકરણ.આ બધાને આધારે વિદ્યાર્થીઓનું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન થતું રહે તે જરૂરી છે. ભણવા ભણાવવાની પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીનું સતત મૂલ્યાંકન થતું રહે તેમજ તેને આધારે વિદ્યાર્થીને માર્ગદર્શન અને જરૂર જણાય ત્યાં સહયોગની પ્રક્રિયા  શિક્ષક માટે જરૂરી છે.આ પ્રક્રિયા મહત્વની છે.
-    વિદ્યાર્થીની સમાજની ચકાસણી અને જાતે શીખવાની શક્તિમાં વધારો કરવાના હેતુથી પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ થી ૭ના ધોરણ માટે સ્વ અધ્યયન પોથી ,નકશાપોથી અને પ્રયોગપોથી  આપવામાં આવે છે.
-    ધોરણ ૩ અને ૪મા  ગુજરાતી,ગણિત અને પર્યાવરણ વિષયની સ્વાધ્યાયપોથી...
-    ધોરણ ૫ થી  ૮મા ગુજરાતી,ગણિત,વિજ્ઞાન,અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યાયપોથી...
-    ધોરણ ૫ થી  ૮મા નકશાપોથી અને પ્રયોગપોથી આપવામાં આવે છે.
રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં સર્વ શિક્ષા અભિયાન મિશન, ગુજરાત રાજ્ય દ્વારા લર્નિંગ બેઝ્ડ ઇન્ફોર્સમેંન્ટ મટીરીયલ આપવામાં આવેલ છે.
Learning Based Reinforcement Material કેમ ખાસ...
-    એકમના વિકાસક્રમ, જ્ઞાનમાં  વધારો,સમજ,ઉપયોજનને સ્થાન.
-    અર્થગ્રહણ,અભિવ્યક્તિ આધારિત સમજ કેળવવા પ્રયાસ.
-    જીવતા જીવન સાથે અનુબંધ આધારે જ્ઞાન વિકાસ સાથે ઉપયોજન માટે તક.
-    પાઠ્યપુસ્તક સિવાયના સંદર્ભ પ્રોજેક્ટ તેમજ પ્રવૃત્તિઓ.
-    અવલોકન, અનુભૂતિ,સંવેદના અને વલણ ઘડતર માટે પ્રવૃત્તિઓ.
-    સમજ,ઉપયોજન,અભિવ્યક્તિ,જ્ઞાન,પૂર્વ અનુભવ,અર્થગ્રહણ ને મહત્વ.
-    વાલી માટે અલગથી માર્ગદર્શન. પ્રગતિ અંગે વાલી જાણી શકે તેવી વ્યવસ્થા.
-    ધોરણ ૧ અને ૨ માં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકમાં લેખન તેમજ અન્ય પ્રવૃત્તિઓ આપવામાં આવેલ છે.જયારે ધોરણ ૩ થી ૭ માટે અલગથી વિષય અનુરૂપ સ્વ અધ્યયન પોથી (ધોરણ ૩ થી ૭), નકશાપોથી અને પ્રયોગપોથી (ધોરણ ૫ થી ૭) આપવામાં આવેલ છે.
Learning Based Reinforcement Material (સંદર્ભ સામગ્રી)નો ઉપયોગ:
સર્વ શિક્ષા અભિયાન મિશન દ્વારા આપવામાં આવેલ સ્વ અધ્યયનપોથી (ધોરણ થી ), નકશાપોથી અને પ્રયોગપોથી (ધોરણ થી )નો શિક્ષકે એકમ શીખવતા પાઠના વિકાસ સાથે સાથે ઉપયોગ કરવો જેથી સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરી શકાય.વિદ્યાર્થીને જરૂરી દૃઢીકરણ માટે તક મળે તેમજ વિદ્યાર્થીના પ્રગતિની જાણ વાલીને જાણ થાય તે માટે વાલીની સહી કરાવવી.આ પ્રકારે ધોરણ ૧ અને ૨ માં પાઠ્ય પુસ્તકમાં આપેલ Inbuilt Practice Activities અર્થાત પાઠ્ય પુસ્તકમાં આપેલ પ્રવૃતિઓ કરાવવી તેમજ પુરાવવી. નો ઉપયોગ કરવો.
માર્ગદર્શન અને સૂચનાઓ મુજબ અમલ કરવો.
કેમ અને કેવી વિશેષતા:
-    સ્વતંત્ર લેખન માટે  તક.
-    અલગ નોટબુક જરૂરી નથી.
-    પ્રોજેક્ટ બેઝ લર્નીગ માટે જરૂરી પ્રોજેક્ટ.
-    વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે જરૂરી પ્રશ્નો, પ્રવૃત્તિઓ અને અનુભવો.
-     લેખન,ઉપચાર,દૃઢીકરણ માટે જરૂરી પ્રશ્નો-પ્રવૃત્તિઓ.
નકશાપોથી:
-    દરેક એકમને જુદા જુદા ત્રણ વિભાગ નક્ષાવાચન, નકશાપૂર્તિ અને પ્રવૃત્તિમાં વહેંચાયેલ છે.
નકશાવચન: નકશા વાંચન એટલે વિદ્યાર્થી જેમ પુસ્તક કે લખાણનું વાચન કરે તેમ નકશાનું વાંચન કરવું.
-    નકશામાં ઉપયોગમાં લેવાતી રૂઢ સંજ્ઞાઓ, દિશાઓ,પ્રમાણમાપ અને સૂચીનું અર્થઘટન કરતા વિદ્યાર્થીઓ શીખે તેનું ધ્યાન રાખવું.
નકશાપૂર્તિ: રેખાંકિત નકશામાં વિદ્યાર્થીઓમાં વિવિધ સ્થળ દર્શાવતા શીખે તે માટે મહાવરો કરાવવાનો છે. વિદ્યાર્થી ગોખણપટ્ટી ન કરે તેમજ સમજ પૂર્વક નકશાપૂર્તિ કરી શકે.આ માટે ખાસ પ્રવૃત્તિ આપવામાં આવેલ છે.
 પ્રવૃત્તિ:
સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખી વિદ્યાર્થીને પ્રવૃત્તિ કરવા માર્ગદર્શન આપવું.ભૂગોળ શિક્ષણમાં શીખેલ બાબતો વિદ્યાર્થીઓ જીવન વ્યવહારમાં ઉપયોગી થાય તે પ્રકારની પ્રવૃત્તિઓ.
પ્રયોગપોથી :
પ્રયોગપોથી ત્રણ વિભાગમાં વહેંચાયેલ છે.
વિભાગ A :  આ વિભાગમાં વિદ્યાર્થીઓ સરળતાથી પ્રાયોગિક કાર્ય કરી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવેલ છે.વિદ્યાર્થીઓ જાતે જ પોતાના અવલોકન આધારિત નિર્ણય તારવી નોંધ તૈયાર કરશે. પ્રાયોગિક કાર્ય સબંધિત સૈધાંતિક સરળ હેતુલક્ષી પ્રશ્નો દ્વારા જ્ઞાન ચકાસણી.
વિભાગ B : વ્યવહારિક જીવનમાં વણાયેલી નાની નાની પ્રવૃત્તિઓ દ્વારા વૈજ્ઞાનિક સિદ્ધાંતો, કાર્યકારણ સબંધો તારવવાની ઉત્તમ તક આપેલ છે. પ્રવૃત્તિમાં જરૂરી સાધન સામગ્રીની યાદી, આકૃતિઓ, ખર્ચાળ મોંઘા સાધનો અને જોખમી બદલે સરળ,સહજ ઉપલબ્ધ સામગ્રી દ્વારા ઘરે કરી શકાય તેવી પ્રવૃત્તિઓ આપેલ છે.
વિભાગ C : વિજ્ઞાન પ્રયોગ નોંધપોથી,સહ અભ્યાસિક પ્રવૃત્તિની નોંધ તેમજ વિજ્ઞાન પ્રદર્શન અંગે સ્વાનુભવ નોંધ કરવાની તક. મારું અવલોકનમાં વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન વિદ્યાર્થીએ જોયેલ નવીન પક્ષી,પ્રાણી,ફળ,ફૂલ,કીટક,પશુ,પક્ષી,છોડ,ક્ષુપ,વ્રુક્ષની વિગતે નોંધ કરવા તક. વિજ્ઞાન દિન વિશેષ તવારીખોની યાદી. વૈજ્ઞાનિકો વિષે જાણકારી. ધોરણ ૬ અને ૭ માં સચિત્ર ફોટો ગેલેરી-વિજ્ઞાન કોશ.
આમ, આપણે સમજી શકીએ કે વિદ્યાર્થીઓને  આપવામાં આવેલ સ્વ અધ્યયનપોથી, પ્રયોગપોથી કે  નકશાપોથીનો સાચો ઉપયોગ વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે કેટલી અમુલ્ય છે...!!! ધોરણ ૧ થી ૮માં શિક્ષણકાર્ય દરમિયાન આ સાહિત્યનો ઉપયોગ વિદ્યાર્થીને શૈક્ષણિક અનુભવો Learning Experiences પુરા પાડવા સાથે સાથે પ્રવૃત્તિમય, આનંદદાયી શિક્ષણ આપવામાં મદદરૂપ નીવડશે.

નોંધ: શિક્ષક તાલીમમાં સ્વ અધ્યયનપોથી,નકશાપોથી અને પ્રયોગપોથીની માહિતી આપતા સમયે દરેક નોંધપોથી તેમજ તેમાં આપેલ બાબતોને બતાવી ઉપયોગ કરવા માહિતગાર કરવા.ધોરણ મુજબ જૂથ પડી જે તે ધોરણનું Learning Based Reinforcement Material આપી તે અંગે ચર્ચા કરાવવી.

No comments: