તારીખ ૧ ઓક્ટોમ્બર ૨૦૧૧ ના રોજ નદીશાળા ક્લસ્ટરના કો ઓર્ડીનેટર બન્યા પછીના થોડાં મહિનાઓ મે મારા ક્લસ્ટર અંતર્ગતની પાંચ શાળાઓની સતત મૂલાકાત લઈ શિક્ષકો, વિદ્યાર્થીઓને સમજવા તેમજ તેમની જરૂરિયાતો અને જરૂરિયાત મુજબ આયોજન કરવામાં પસાર કર્યો. આ સમય દરમિયાન મે જોયું કે મારા ક્લસ્ટરની તમામ શાળાઓમાં કોમ્પ્યુટર લેબ ઉપલબ્ધ છે પરંતુ એકાદ કોમ્પ્યુટર જ વહીવટી કાર્ય માટે વપરાય છે. શિક્ષકો પણ કોમ્પ્યુટરનો શૈક્ષણિક ઉપયોગ કરી શકતાં નથી કે તે અંગે સમજણ પણ ન જણાઈ. મને થયું કે અહીં સતત માર્ગદર્શનની જરૂર છે.આ માટે શું કરી શકાય તેના હું વિચાર કરતો હતો. હું નિયમિત આ શિક્ષકોને મળી તેમની સાથે શાળાકીય અને શૈક્ષણિક ગુણવતા વધારવા માટે તેમની સાથે સતત સંપર્કમાં રહેવા માગતો હતો. દૈનિક પ્રવૃત્તિ અંગે ચર્ચા કરવા માંગતો પરંતુ મારા સીઆરસી માં પાંચ શાળાઓ હતી. આમ મારે માટે સતત બધીજ શાળાઓ અને શિક્ષકોને મળવું શક્ય ન હતું. આ શક્ય નહોતું. તે માટે નીચે મુજબના કારણો વર્ણવી શકાય...જેમ કે
જે રીતે દરેક બાળકની શીખવાની અને સમજવાની શક્તિ જુદી હોય છે તે જ રીતે આ બાબત શિક્ષકોને પણ એટલી જ લાગુ પડે છે.
શિક્ષકોની વિગતો અને તેમની જાણકારી મેળવવામાં મને આઠ એક મહિના જેવો સમય લાગ્યો. મારા વિચાર મુજબ તેમણે કામ આપવા અને તેમની પાસેથી કામ લેવા મારે સંપૂર્ણ વિગતોણી જરૂર હતી.આ વિગતો માત્ર કાગળ ઉપર જ હોય તે શક્ય ન હતું. આ વિગતો માત્ર મૌખિક હોય તેવી પણ મારે જરૂર ન હતી.મારી જરૂર આ શીક્ષકોમાં કોણ કઈ રીતે અને કેવું કામ કરે છે તે અંગેની જાણકારી મેળવવાની હતી.
મારા ખાસ પ્રયાન્તો અને ચોક્કસ માહિતી એકઠી કરવા માટે મને લગભગ આઠ-દશ મહિનાનો સમય લાગ્યો.આ સમય દરમિયાન હું ચોક્કસ વિગતો ઉપર પહોચી શક્યો.
· મને જણાયું કે તમામ શિક્ષકોને આપેલ કામ સુંદર રીતે કરે છે.
· કેટલાંક શિક્ષકો જાતે કામ કરતાં જ હતા.
· કેટલાંક શિક્ષકો ને માર્ગદર્શનની જરૂર હતી.
· ક્યાંક વધુ ધોરણ અને ઓછા શિક્ષકો ની વ્યવસ્થા હોઈ અનેક સમસ્યાઓ અને મૂંઝવણ હતી.
· આ બધી જ બાબતો માટે સતત વિચારી મને એક જ મુદ્દો સમજાયો કે,
આ શિક્ષકોની સાથે કામ લેવા માટે અને તેણે ગુણવત્તા સાથે બાળકો સુધી પહોંચાડવા માટે ચોક્કસ કામ આપવું પણ જરૂરી છે. કેટલીક શાળામાં ૧ થી ૮ ધોરણ ??અને ત્રણ કે ચાર શિક્ષક હોઈ શિક્ષકોની કેટલીક મર્યાદાઓ પણ હતી.
આવી સમસ્યાઓ,ચોક્કસ શાળા અને શિક્ષકોની ખાસિયતો,તેમની શક્તિઓ અને આ ર્રીતે ચોક્કસ વિગતો ભેગી કરી મે વિચાર્યું કે...
· આ તમામ સમસ્યાઓ સામે પરિણામ મેળવવા માટે મે વિચાર્યું કે જો નિયમિત રીતે શિક્ષકોને કોઈ વિષય પર પ્રવૃત્તિ અંગે નું માર્ગદર્શન આપવામાં આવે તો જરૂર શૈક્ષણિક સ્તરમા વિકાસ કરી શકાય.
મારા આ વિચારને અમલી કરવા માટે મે નીચે મુજબના મુસદ્દા ઉપર વિચાર કર્યો.
· રોજ કોઈ એક જ શાળામાં મૂલાકાત લઇ શકવાના કારણે મે દરેક શાળાના કોમ્પ્યુટર ચાલુ (કાર્યરત) ન હોય તેવા કોમ્પ્યુટર ચાલુ કરાવવાની વ્યવસ્થા કરી.
· સીઆરસીમાં આ કામ પૂર્ણ થતાં મને એકાદ અઠવાડિયું કે દસ દિવસ થયા હશે.
· કોમ્પ્યુટર મેઈન્ટેનન્સનું કામ પૂર્ણ કરી ઈન્ટરનેટ કનેક્શન સાથે આ કોમ્પ્યુટર જોડાય તેવા પ્રયત્નો કર્યા.
· આ માટે મારી પાસે બે વિકલ્પ હતા.
(૧)બ્રોડબેન્ડ કનેક્શન
(૨)સીમ કાર્ડ ધરાવતા ડૉગલ સાથેનું જોડાણ.
આમ બંને પૈકી કોઈ પણ એક રીતે શાળાને નેટના માધ્યમથી જોડવાની પ્રક્રિયા પૂર્ણ કરી. આ કામ પૂર્ણ થતાં મને બીજા દસ દિવસ પસાર થયા.અહીં કયા વિસ્તારમાં કઈ કંપનીનું કવરેજ નેટ માટે ઉપલબ્ધ છે તેની ચકાસણી અને ડૉગલ કે અન્ય વ્યવસ્થામાં મે દસ દિવસ પસાર કર્યા..
હવે મારી પ્રાથમિકતા એ હતી કે આ માધ્યમથી શિક્ષકોને માર્ગ દર્શન આપવું. અને આ રીતે મે શિક્ષકો અને શાળાઓને માર્ગદર્શન આપવા અંગે વિચાર્યું. આ અંગે શિક્ષકો સાથે ચર્ચા કરી પરંતુ કેટલાક અવરોધને કારણે એ શક્ય ન બન્યું.
આ અવરોધ નીચે મુજબના હતા..
આ કામને યોગ્ય રીતે પૂર્ણ કરવા માટે મે કોઈ ચોક્કસ પ્રોજેક્ટ બનાવી તે માટે કામ કરવાનું વિચાર્યું.આ વિચારના અમલ માટે મે મારા ક્લસ્ટરની તમામ શાળામાં Distance Mode Direction પ્રોજેક્ટ અમલી કરવા આયોજન કર્યું. આ પ્રોજેક્ટ માટે મેં અમારા ડી.પી.ઈ.ઓ સાહેબ શ્રી એમ.એમ.જાનીસાહેબને મારી મૂંઝવણ સમજાવી તેમના દ્વારા મારી શાળાઓ માટે આ પ્રોજેક્ટ અમલીકરણણો પરીપત્ર મેળવ્યો.
૨૮ ડીસેમ્બર૨૦૧૨ના રોજ અમારા કેળવણી નિરિક્ષક શ્રીમતી ચંદ્રિકાબેન પટેલની ઉપસ્થિતિમાં દરેક શાળામાંથી એક એક શિક્ષકને ટેકનોલોજીના ઉપયોગ માટે તાલીમ આપવાનું આયોજન કર્યું. દરેક શિક્ષક્ને કોમ્પ્યુટર આપી સીધું પ્રેક્ટીકલ કરાવી ઈમેઈલ, blog, યુ ટ્યુબ ડાઉનલોડ વિગેરે માટે તાલીમ આપી. તાલીમમાં આવેલ દરેક શાળાના શિક્ષકને ઈ મેઈલ એકાઉન્ટ બનાવરાવી, ઈ મેઈલ કરતા, આવેલ મેઈલ વાંચતા, ફાઈલ અટેચમેન્ટ, મેઈલ ડાઉનલોડ વિગેરે પ્રેક્ટીકલ કરી બતાવી શિક્ષકોને પોતાના કોમ્પ્યુટરમાં તાલીમ દરમિયાન જ શીખવ્યું.
|
Distance Mode Direction પ્રોજેક્ટ અંતર્ગત શાળાઓને મે મોકલેલ મેઈલ શાળા રીપ્લાય આપે છે કે નહી, કેટલી શાળાઓ રીપ્લાય આપે છે, તેમજ કેટલી શાળાઓ અને શિક્ષકો વર્ગખંડમાં ઇન્ટરનેટનો શૈક્ષણિક ઉપયોગ કરે છે તે અંગે મારી રૂબરૂ મૂલાકાત અંતર્ગત ચર્ચા કરતો. શિક્ષકને કોઈ અડચણ હોય તે અંગે ચર્ચા કરતાં. જરૂરી સોફ્ટવેરની શિક્ષકો દ્વારા માંગણી કરવામાં આવતા તેમજ શિક્ષક દ્વારા ઈન્ટરનેટ કે યુ ટુબ પરની કોઈ શૈક્ષણિક વિડીયો ક્લીપ અંગે ચર્ચા કરાતા તેઓના રસ તેમજ તેમના કાર્યને હું સમજતો. લગભગ એકાદ વર્ષના અંતે મારી પાંચ શાળાઓ પૈકી ચાર શાળાઓ નદીશાળા, લક્ષ્મીપુરા, જશપુરા અને ગમાનપુરા શાળા સુંદર રીતે કાર્ય કરતી જણાઈ. રામગઢ શાળામાં નેટ કનેક્શન માટે નેટવર્ક ન હોઈ કામગીરી મધ્યમ જણાઈ.
|
મારા આ પ્રયોગના અંતે મારા ક્લસ્ટરની તમામ શાળાઓ ઈન્ટરનેટ કનેક્ટ શાળાઓ બની. શિક્ષકો શૈક્ષણિક કાર્ય દરમિયાન વિડીયો ક્લીપ કે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતાં થયા. મારા ક્લસ્ટરની તમામ શાળાઓ નિયમિત દૂરવર્તી શિક્ષણ અંતર્ગત પ્રસારિત કાર્યક્રમો વિદ્યાર્થીઓને બતાવતી થઇ. શિક્ષકો ટેકનોલોજીનો શિક્ષણમા ઉપયોગ અંગે હકારાત્મક વલણ અપનાવવા લાગ્યા. અમારા વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર શીખ્યા. શિક્ષકો અને ધોરણ ૬ થી ૮ ના કેટલાંક વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરનો ઉપયોગ કરતાં શીખ્યા. શિક્ષકો શૈક્ષણિક કાર્ય દરમિયાન વિડીયો ક્લીપ કે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતાં થયા. કોમ્પ્યુટર ચલાવવા મળશે કે કોમ્પ્યુટર પર શૈક્ષણિક કાર્ય થવાથી આંનદ મળતો હોઈ વિદ્યાર્થીઓની નિયમિતતા અને હાજરીમા નોંધપાત્ર ફેર જણાયો. મારા ક્લસ્ટરની જશપુરા શાળામાં શિક્ષકોએ તેમના કોમ્પુટરના ભાગ વિદ્યાર્થીઓને આપી પાડ્યા...આ વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરને પોતાની સંપતી માની ખુબ સાચવવા લાગ્યા. આ પણ એક ઇનોવેશન(શાળા પરિવારનું પોતીકું) કહી શકાય ને ? શિક્ષકો શિક્ષણમા ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા તેમજ ટેકનોલોજીના ઉપયોગ માટે હકારાત્મક વલણ અપનાવતા થયા. મારું કામ સરળ બની ગયું. અમારા આ પ્રોજેકટ અંતર્ગત અમે પ્રથમ તાલીમ નું આયોજન 28/08/2012ના રોજ . કરેલ પરંતુ ગુણોતસવ, દિવાળી વેકેશન વિગેરે કારણોના લીધે અમે આ પ્રોજેકટ. 01/01/2013 ના દિવસથી શરું કરી શકયા. આજે લગભગ તેર માસના અંતે અમે ઘણી સફળતા મેળવી શકયા છીએ.. જોકે હજું હું પૂર્ણ રીતે સફળ કે ખુશ નથી કારણ મારી એક શાળા રામગઢ પ્રાથમિક શાળાણો મને નિયમિત મળતા નથી અને ...!!??
(અમારી કોમ્પ્યુટર તાલીમ તેમજ વર્ગખંડમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા શિક્ષક-વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સ આપનામાટે...)
|
Wednesday, January 29, 2014
Distance mod direction...
Subscribe to:
Post Comments (Atom)













2 comments:
Good initiative.. keep it up
Thanks sirji
Post a Comment