Saturday, September 13, 2014

Meeting with Head Teachers

ગઈ કાલે નદીશાળા અને દેકાવાડા ક્લસ્ટરના આચાર્યશ્રીઓની સંકલન બેઠક યોજી. જેમાં અહી જણાવેલ  બાબતો પર ચર્ચા કરી.

 -  તારીખ:-1/9/14 થી 5/9/14 દરમ્યાન ઉજવેલ જ્ઞાન સપ્તાહના અહેવાલની ચર્ચા .
 -  આધાર ડાયસ પત્રક -2 નું એકત્રીકરણ કરવું, શાળાની સંખ્યામાં ફેરફાર હોય તો પત્રક -3  દર મહીને ભરીને આપવું. આધાર ડાયસ પત્રકો અંગે માર્ગદર્શન.
 -  ખેલ મહા-કુંભ-૨૦૧૪ અંગેના પરિપત્રની ચર્ચા, ઓનલાઈન રજીસ્ટ્રેશન અંગે માર્ગદર્શન.
 -  ખેલ મહા-કુંભમાં ભાગ લેનાર સ્પર્ધકોનું રજીસ્ટ્રેશન તારીખ:-૨૧/૯/૧૪ 
સુધીમાં થનાર છે.તો દરેક શાળામાં બાળકોનું રજીસ્ટ્રેશન કરાવવું.
 - ખેલ મહા-કુંભના ૧ દિવસ પહેલા ગ્રામ કક્ષાએસોય-દોરા પરોવવા,
સંગીત ખુરશી ,લંગડી,લીંબુ ચમચી, બહેનો માટે માટલા દોડ જેવી
                                  મનોરંજન સ્પર્ધાનું આયોજન કરવું.
 - આ ખેલ મહા-કુંભ-૨૦૧૪માં વયજૂથ ૧૧ વર્ષથી નીચે ,૧૩વર્ષથી નીચે ,૧૬ વર્ષથી 
નીચે , ૧૬ વર્ષથી  ઉપર , ૪૫ વર્ષથી  ઉપરના વેટરન્સ ,૬૦ વર્ષથી  ઉપરના
                             સીનીયર સીટીઝન વગેરે માટે સ્પર્ધાનું આયોજન કરવાનું છે.
 - વધુ માહિતી માટે આપેલ ખેલ મહા-કુંભના પરિપત્રોનો અભ્યાસ કરવો.
  -  તાલુકા કક્ષાનું ગણિત/વિજ્ઞાન પ્રદર્શન તારીખ:- ૧૭ -૧૮ સપ્ટેમ્બરના રોજ કોઈન્તીયા પ્રા.શાળામાં રાખવામાં આવ્યું છે.દરેક શાળાએ સમયસર હાજર રહેવવું.
 ગણિત-વિજ્ઞાન મંડળ, ભાષા કોર્નરમાં થતી પ્રવુતિની ચર્ચા કરવી.
 ઉપચારાત્મક કાર્ય અંતર્ગત કચાશવાળા બાળકો પ્રત્યે વિશેષ ધ્યાન આપવું.તેની પ્રગતીની વાલી સાથે ચર્ચા કરવી.
-     દરેક વિકલાંગ બાળકોના વાલીઓની મીટીંગ તા:-૨૫/૯/૨૦૧૪ ના રોજ બી.આર.સી.ભવન ,દેત્રોજ ખાતે રાખેલ છે.તો દરેક વાલીને જાણ કરવી.(ફક્ત વાલીએ જ આવવાનું છે.બાળકને લાવવા નહી.)
  ઉર્જા દક્ષતા બ્યુરો વિદ્યુત મંત્રાલય ન્યુ દિલ્હી ધ્વારા તા:-૧૩/૯/૨૦૧૪ ના રોજ ચિત્ર સ્પર્ધા યોજવાની છે.જેની વધુ માહિતી આપેલ પરિપત્રનો અભ્યાસ કરવો.
  ક્રિયાત્મક સંશોધન અંતર્ગત તા:-૧૬/૯/૨૦૧૪ ના રોજ મોડલ સ્કુલ બાવળા મુકામે માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.આ બેઠકમાં નદીશાળામાંસી.આર.સી.માંથી નદીશાળા પ્રા.શાળાના શિક્ષક શ્રી પ્રતિકભાઈ વૈધે  હાજર રહેવાનું છે.
  પ્રજ્ઞા પરીપત્ર મુજબ પ્રજ્ઞાવર્ગ માટે જરૂરી નાણા શાળા વિકાસ ગ્રાન્ટ માંથી લેવાના રહેશે.
  બાંધકામ,રીપેરીંગ ગ્રાન્ટ તેમજ શાળા વિકાસના બધાં નાણા કોઈ એક જ હેતુ સર ન વાપરવા. શાળાના શિક્ષકો, SMC સાથે ચર્ચા કરી આયોજન કરવું.
  પુસ્તકાલય માટે વિશેષ આયોજન કરવું. દર શનિવારે દરેક વિદ્યાર્થીને તેના રસ મુજબનું પુસ્તક ઘરે વાંચવા મળે તે માટે વ્યવસ્થા ગોઠવવી.

  દરેક રિશેષ બાદ શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ચકાસવી. આવેલ કોઈ વિદ્યાર્થી શાળામાં ન જોવા મળે તો સત્વરે તપાસ કરવી.  આ કામ નિયમિત જવાબદારી પૂર્વક કરવું.
- ચોમાસાની ઋતુના કારણે સાપ, વીંછી ન કરડે તેમજ અન્ય કોઈ પણ પ્રકારની હોનારત ન થાય તે અગે ધ્યાન રાખવું.
- સાથે ખેલ મહાકુંભ, ઉર્જા બચત ચિત્ર સ્પર્ધા પ્રજ્ઞા ગ્રાન્ટ અંગે સમજણ નો પરીપત્ર આપેલ છે.
ક્લસ્ટર રિસોર્સ સેન્ટર નદીશાળા

ક્લસ્ટર રિસોર્સ સેન્ટર નદીશાળા

ક્લસ્ટર રિસોર્સ સેન્ટર નદીશાળા

દેકાવાડા પગાર કેન્દ્ર શાળા

No comments: