14/02/2015
ગુજરાતના જોવાલાયક સ્થળો પૈકીના પાટણમાં આવેલ વર્લ્ડ હેરીટેજ ગણાતા સ્થળ એટલે 'રાણીની વાવ' અને 'સહસ્ત્ર લીંગ તળાવ'ની મુલાકાતે જવાનું થયું. અગાઉ પાટણ ઘણીવાર ગયેલ તેમ છતાં મારા માટે આ સ્થળની મુલાકાતે જઈ શકાયેલ નહિ.
આજ 14/02/2015ની મુલાકાતને કારણે ઇતિહાસને જાણવાનો અવસર પ્રાપ્ત થયો. ભીમદેવ થી સિધ્ધરાજ સુધીના પ્રતાપી રાજાઓની શૂરવિરતા, પ્રજાલક્ષી કાર્યોથી 'જસ્મા ઓડણ'ના સતિત્વ સુંધીની કેટલીક જાણીતી તો કેટલીક અજાણી વાતો મારા અર્ધાંગી Bhakti Thakar સાથે ચર્ચા કરી, જાણી.
પાટણનું જગ પ્રખ્યાત 'પટોળુ'-પટોળા હાઉસ પણ હાથ વણાટની કલા અને કારીગરી માટે જોવાલાયક છે. સાદી લાગતી 'પટોળા સાડી' જેનો ભાવ દોઢ લાખથી આઠ-દશ લાખ રૂપિયાના હોય છે તેની સમજ આપતું પટોળા હાઉસ પણ પાટણનું જોવાલાયક સ્થળ કહી શકાય.
ખુબ મોટા વિસ્તારમાં આવેલ 'રાણીની વાવ', 'સહસ્ત્ર લીંગ તળાવ' જેવા ઐતિહાસિક સ્થળની મુલાકાત પરીવાર સાથે લેવા જેવી ખરી...મને વિશ્વાસ છે કે આપની પાટણની મુલાકાત જરૂરથી યાદગાર બનશે.
15/02/2015
આ શનિવાર અને રવિવારની રજાઓ ભારતીય સ્થાપત્ય કલા વારસાની ધરોહરને મનભરીને માણવામાં ગાળી. આજે માઉન્ટ આબુમાં આવેલ દેલવાડાના જૈન મંદિરના દર્શનનો લ્હાવો લીધો. આમતો મેં દક્ષિણ ભારત સહિતના ભારતના મોટાભાગના મંદિરો જોયા છે પરંતુ માઉન્ટ આબુની ઘણીવાર મુલાકાત લેવા છતાં દેલવાડાના જૈન મંદિરમાં આવી શકેલ નહિ. હું જ્યારે પણ માઉન્ટ આબુ જાઉ ત્યારે મારા પ્રિય સ્થળ 'ગુરુ વશિષ્ઠ'જીના આશ્રમે બિનચૂક જાઉં. આ સ્થળ મને ગમતું અને મનને આનંદ આપતું સ્થળ પૈકીનું સ્થળ છે. (શકય છે આપ આ સ્થળની મુલાકાતે નહિ જ ગયા હોવ.) પરંતુ આજે મારી પત્ની Bhakti Thakar ના હઠાગ્રહને વશ થઈ (આજે) પ્રથમ વખત આ મંદિરમાં દર્શને જવાનો લાભ મળ્યો. લગભગ બે કલાકથી વધુ સમય અહીં આરસના પથ્થર પરની કોતરણી-કલાકૃતિ જોવામાં પસાર થયાનો અણસાર સુધ્ધા ન આવ્યો. વસ્તુપાળ અને તેજપાળ ને આકસ્મિક પુષ્કળ પ્રમાણમાં ધન લાભ થતાં આ ધનનું શું કરવું તે પ્રશ્ન થયો. બંને ભાઇઓ અને તેમની પત્ની વચ્ચે અતૂટ પ્રેમભાવ. બંને ભાઇઓએ પત્ની સાથે આ ધનનું શું કરવું તે અંગે પૃછા કરતાં પત્નીએ વિશ્વમાં અજોડ જૈન મંદિર બાંધવાની સલાહ આપી જે સલાહનું બંને ભાઈઓએ પાલન કરતાં આપણને આજના જગ પ્રસિદ્ધ દેલવાડાના જૈન મંદિર મળ્યા. આ મંદિર જોયા પછી લાગ્યું કે મે જોયેલ આટલું પૌરાણિક પહેલું મંદિર છે જેમાં કલા કારીગરી આ પ્રકારની અદભૂત હોય...!!! જો આપ આબુ જાઓ અને ભારતીય સંસ્કૃતિ ને માણવા-જાણવા માંગતા હોવતો દેલવાડાના જૈન મંદિર અને ગુરુ વશિષ્ઠજીનો આશ્રમ પર જરૂરથી જશો.
આવો હિન્દુસ્તાનને જાણીએ....
16/02/2015
આજે માન.મુખ્યમંત્રીશ્રી આનંદીબહેન પટેલે સાબરકાંઠામાં પોળોના જંગલમાં આવેલ આભાપુર ખાતે 'ટેન્ટ સિટી'- પોળો ફોરેસ્ટ ટુરીઝમ ડેવલપમેન્ટ માટે ઉદઘાટન કર્યું. પોળોના જંગલ વિસ્તારને આયોજન પૂર્વક હવે સહેલાણીઓ માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
મને પણ પોળો જંગલમાં આભાપુર ખાતે આવેલ પ્રાચીન શારણેશ્ર્વર શિવ મંદિરના દર્શન કરવાનો લ્હાવો મળ્યો હતો. શારણેશ્ર્વર શિવ મંદિર પાંચમી સદી માં બનેલ છે. આ મંદિરમાં પગ મૂકતાં જ મંદિરના ભવ્ય ભૂતકાળની અનૂભુતી થાય. આ અતિ પૌરાણિક શિવ મંદિરમાં ખંડિત મૂર્તિઓ, કચરાના ઢગલા અને અસ્તવ્યસ્ત સદિઓ જૂના શિલ્પો જોતાં દુ:ખ એ થયું કે મંદિરને સાચવવા, જે કાંઈ બધ્યું છે તેને બચાવવા આપણાં તરફથી પુરતા- યોગ્ય પ્રયાસ થયા લાગતા નથી. આપણે આપણાં વારસાને સાચવવામાં ઉણાં છીએ એ સ્વિકારવું જ રહયું. લગભગ છસો વર્ષ જૂના મંદિર ઓછા મળે. પ્રવાસન ડેવલપમેન્ટ માટેના શ્રી બંછાનીધી પાની સાહેબ અને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આ નવતર પ્રયાસને કારણે કદાચ હવે બધું આયોજન બધ્ધ પ્રવાસીઓની અપેક્ષિત અપેક્ષા મુજબ થશે અને તેનો સીધો લાભ મુલાકાતીઓ અને સ્થાનિક લોકોને થશે એવી આશા રાખીએ...
હું એ જરૂરથી કહી શકું કે આપ પૌરાણિક શિવ મંદિરના દર્શન કુદરતના સાનિધ્યમાં(જંગલમાં) કરવા માંગતા હોવ તો શારણેશ્ર્વર, આભાપુર, પોળોના જંગલ શ્રેષ્ઠ પસંદગી રહેશે. આ મંદિરની મુલાકાત આપના મનને શાંતિ આપશે જ. પોળો જંગલની મુલાકાતે આવતાં આપ ઇડરનો પર્વતીય વિસ્તાર પણ મુલાકાત લઈ વર્ષો પહેલાં બનેલ 'ઇડરીયો ગઢ', પર્વતની ઊંચી ટેકરી પર બનેલ 'રુઠી રાણીનો મહેલ', 'જૈન દેરાસર' જેવી વર્ષો જુની ઇમારતો પણ જોઇ શકશો...
પોળો જંગલને વિશેષ આયોજન સાથે આગવી ઓળખ અપાવવાના આ પ્રયત્ન માટે માન.મુખ્યમંત્રીશ્રી, ગુજરાત સરકાર, કલેક્ટરશ્રી સાબરકાંઠા શ્રી બંછાનીધી પાની સાહેબ અને ટીમ ડેવલપમેન્ટ સાબરકાંઠાનો આભાર માની અભિનંદન પાઠવું છું.Here are few snapshots....
 |
| Delwara Temple, Mount Abu |
 |
| Delwara Temple, Mount Abu |
 |
| Raniki Vav, Patan |
 |
| Sharaneswar Temple, POLO Forest |
 |
| Raniki Vav, Patan |
 |
| Sharaneswar Temple, POLO Forest |
 |
| Raniki Vav, Patan |
 |
| Delwara Temple, Mount Abu |
 |
| Delwara Temple, Mount Abu |
 |
| Raniki Vav, Patan |
 |
| Sharaneswar Temple, POLO Forest |
 |
| Sharaneswar Temple, POLO Forest |
 |
| Sharaneswar Temple, POLO Forest |
 |
| Delwara Temple, Mount Abu |
No comments:
Post a Comment