વિડીયો રેકોર્ડીંગ....
માન. પ્રધાનમંત્રી
શ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે તેઓએ શિક્ષકો
દ્વ્રારા થતાં નવતર પ્રયોગોને વૈશ્વિક ફલક પર પહોંચાડવા ‘ઇનોવેશન બેંક’ની સ્થાપના
કરવામાં આવી. શિક્ષકોના નવતર પ્રયોગ શોધી વૈશ્વિક ફલક પર પહોંચાડવાની જવાબદારી IIM
અમદાવાદને સોંપવામાં આવી. IIM અમદાવાદ, સૃષ્ટી, GCERT અને GIET સોપવામાં આવી. IIM
અમદાવાદ દ્વારા ગુજરાત સરકાર સાથે કરેલ MOU મુજબ ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી લગભગ
દશેક હજાર જેટલાં શિક્ષકો દ્વારા કરાયેલ નવતર પ્રયોગ મેળવ્યા જેમાંથી ૧૦૧ જેટલાં
નવતર પ્રયોગો ને પ્રમાણિત કરવામાં આવ્યા. રાજ્યમાંથી પસંદ થયેલ ૧૦૧ જેટલાં પસંદિત નવતર
પ્રયોગો પૈકી એક નવતર પ્રયોગ મારો પણ હતો. (એના વિષે મેં અગાઉ આ બ્લોગમાં લખેલ
છે.)
IIM
અમદાવાદ દ્વારા GIET ના સહકાર થી પસંદિત તમામ નવતર પ્રયોગ કરનારના પ્રયોગનું ડોક્યુમેન્ટેશન કરવા તેમજ ડોક્યુમેન્ટરી બનાવવા
વિડીયોગ્રાફી કરવાનું કાર્ય હાથ ધરેલ છે. ગઈકાલે તારીખ ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૫ ના રોજ
IIMના પ્રતિનિધિ શ્રી દર્શીતભાઈ શાહ અને GIET ના પ્રતિનિધિ, વિડીયોગ્રાફી ટેકનીકલ
જાણકાર શ્રી આચાર્ય સાહેબ, શ્રી જે.પી.મિસ્ત્રી અને ટીમ અમારા કલસ્ટરની નદીશાળા,
જશપુરા શાળામાં આવ્યા. આવેલ ટીમે મારું તેમજ સાથી શિક્ષક ભાઈ બહેનો અને
વિદ્યાર્થીઓનું ઈન્ટરવ્યૂવ લીધું તેમજ
વિદ્યાર્થીઓ-શિક્ષકો ના કાર્યને કેમેરામાં
કંડાર્યું. અમારા ક્લસ્ટરના શિક્ષક-વિદ્યાર્થીઓ માટે આ પહેલો અનુભવ હોઈ સૌ કોઈ
એક્ષાઇટ હતાં. અમારા ટીમ એજ્યુકેશન નદીશાળાના આ નવતર પ્રયોગને સફળ બનાવવા સહભાગી
અમારી શાળાઓ નદીશાળા, ગમાનપુરા, રામગઢ,લક્ષ્મીપુરા અને જશપુરાનો આભારી છું.
અમારા આ
આનંદ અને અનુભવની બોલતી તસ્વીરો અહી આપેલ છે....
![]() |
| Nadishala cluster's office |
![]() |
| Nadishala cluster's office |
![]() |
| Nadishala cluster's office |
![]() |
| Nadishala cluster's office |
![]() |
| Nadishala cluster's office |
![]() |
| Nadishala cluster's office |
![]() |
| Nadishala cluster's office |
![]() |
| Nadishala cluster's office |
![]() |
| Nadishala cluster's office |
![]() |
| Nadishala cluster's office |
![]() |
| Nadishala cluster's office |
![]() |
| Nadishala cluster's office |
![]() |
| Nadishala cluster's office |
![]() |
| Nadishala cluster's office |
![]() |
| Nadishala cluster's office |
![]() |
| Nadishala cluster's office |
![]() |
| Jashapura School |
![]() |
| Jashapura School |
![]() |
| Jashapura School |



















No comments:
Post a Comment