Sunday, March 1, 2015

Best Script Writer's Award... Children Film Festival, Gujarat


હેલ્લો, હેમંતભાઈ આજે ક્યાં છો ?
બસ,હું દેત્રોજ બી.આર.સી પર બ્લોક મીટીંગ માટે આવી રહ્યો છું.
OKay, આવો. હું પણ દેત્રોજ જઈ રહ્યો છું. આપણે આજે બ્લોક મીટીંગ  થયેથી મારા ક્લસ્ટરની એક-બે શાળામાં જવાનું છે. લક્ષ્મીપુરા શાળામાં ચિત્ર સ્પર્ધા છે અને નદીશાળામાં વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ નાટક પણ જોવું છે. તમારે રેકોર્ડીંગ પણ કરવાનું છે.
okay sir.... હું પહોંચું જ છું.
ભલે ત્યારે...મળીએ...
હેમંતભાઈ સાથે વાત થયા મુજબ બ્લોક મીટીંગ પૂરી થઇ અને BRC કૉ ઓર્ડીનેટર શ્રી રોહિતભાઈ રાવલની રજા લઇ અમે નદીશાળા અને નદીશાળા થી લક્ષ્મીપુરા જવા નીકળ્યા. લક્ષ્મીપુરા શાળામાં શિક્ષકશ્રી ભરતભાઈ દ્વારા વિદ્યાર્થીઓની ચિત્ર સ્પર્ધા યોજાયેલ.  મેં જઈ વિદ્યાર્થીઓ સાથે ચિત્રસ્પર્ધા અંગે ચર્ચા શરુ કરી અને મારી સૂચનાઓ  મુજબ વિદ્યાર્થીઓએ ચિત્ર કામ શરુ કર્યું. સ્પર્ધા પૂરી થઇ અને વિદ્યાર્થીઓના પ્રેઝન્ટેશન પછી  મેં કેટલાંક સુત્રો બોલાવ્યા...’અમે જ બદલાવ લાવીશું’...અમે  બદલાવ લાવીશું...’ ‘We are the Agent of Change…’ આ સમગ્ર પ્રક્રિયા હેમંતભાઈ વાઘેલા CRC કૉ ઓર્ડીનેટર ડાંગરવાએ ખુબ સુંદર રીતે કેમેરામાં કેદ કરી....જે GIET દ્વારા આયોજિત બાળ ફિલ્મ મહોત્સવમાં અમારી ફિલ્મ બની ‘The Agent of Change…’ નિજાનંદ અને બાળકોના ઉત્સાહ વધારવા કરેલ વિડીયોગ્રાફી એ અપાવ્યો ગૌરવંતો શ્રેષ્ઠ સ્ક્રીપ્ટ રાઈટર તરીકેનો એવાર્ડ.
હું આભારી છું ભાઈ શ્રી હેમંતભાઈ, અમારા BRC કૉ ઓર્ડીનેટરશ્રી રોહિતભાઈ રાવલ, અમારા તાલુકાના તમામ કૉ ઓર્ડિનેટર મિત્રો, શિક્ષક મિત્રો, મારા ક્લસ્ટરના શિક્ષક ભાઈ બહેનો અને મારા વિદ્યાર્થીઓ જેઓ હમેશા મને કઈક નવું કરવા મજબુર કરતાં  રહે છે.
સાથે સાથે હું આભારી છું GIET અને T.S.જોશી સાહેબનો જેમણે રાજ્યમાં પહેલીવાર બાળ ફિલ્મ મહોત્સવનું આયોજન કર્યું.
હું આભારી છું રાકેશભાઈ પટેલ (નવાનદીસર), શ્રી હરેશભાઈ ચૌધરી(યુનિસેફ), શ્રી ધર્મેશભાઈ રામાનુજ, ડૉ ભાવેશભાઈ પંડ્યા(ડીસા) અને શ્રી દિનેશભાઈ તિવારી (પ્રચાર્યશ્રી ડાયેટ અમદાવાદ-શહેર) જેમણે મને ફિલ્મ મહોત્સવમાં ફરજીયાત ભાગ લેવા જણાવ્યું-મજબુર કર્યો.
હું આભારી છું શ્રી હર્ષદગીરી ગોસ્વામી સાહેબ (ચેરમેન શ્રી, શિક્ષણ સમિતિ) જેઓ અમારા જીલ્લાના શિક્ષકોને નવતર પ્રયોગો અને સફળતા માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપવાનું ચુકતા નથી.
હું આભારી છું અમારા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પી.એ.જલુ સાહેબનો જેઓ અમારા પર વિશ્વાસ રાખી અમને સ્વતંત્ર રીતે આયોજન કરી કામ કરવાની છૂટ આપે છે.
હું આભારી છું મારા ધર્મપત્ની ભક્તિ અને મારા સંતાનો યશ અને આશકા  જે મને હમેશા નવતર કામ કરવા પ્રોત્સાહન સગવડતા અને મોકળાશ કરી આપે છે...
હું આભારી છું આપ સૌનો જેમણે મને ખુબ પ્રેમ આપ્યો છે.
I have received Best script Writer’s Award in Children Film Festival, Gujarat.

Best script Writer Award
Agent Of Change

Dr T.S.Joshi, Director GIET

Shri R.C.Raval, Director Education Department

Mr Deepak Teraiya
Srimati Swaroop Sampat Raval, Shixanvid

With Award


With Swaroop Sampat Raval and Hemant Vaghela

With Sri R.C.Raval and friends

With Sri Kiran Joshi, Actor-Director and friends

Unforgettable moment





3 comments:

Unknown said...

Lots and lots of congratulations sir. Will I get your short film to see?

H.G.Panchal said...

Ketanbhai
We wish you good luck as you move on to new and different challenges. Though these challenges may be intimidating at first, we are confident that you have the skills to solve any problem!

Bee The Change said...

Hu aabhari chhu aapano.
Aape script mate kam karyu.
Abhinandan aapne ane aapni team ne.