Sunday, July 5, 2015

'કરુણાંતિકા'......... પ્રેમ જબ અનંત હુઆ રોમ રોમ સંત હુઆ...



ગઈ કાલે સાંજે અમદાવાદથી મહેસાણા તરફ આવતાં સાથી મિત્રો સાથે ભગવાન રજનીશ ‘ઓશો’ લીખીત સંભોગ સે સમાધી તક પુસ્તક પર ચર્ચા ખુલી. ઓશો લીખીત પુસ્તક વાંચ્યા પછી બીજા પુસ્તકોમાં મન ન લાગે અથવા મન લગાવવા મહેનત કરવી પડે એ સ્વાભાવિક છે. તેમ છતાં ઓશો લીખીત શ્રેષ્ઠ પુસ્તક ‘સંભોગ થી સમાધી સુંધી’ વાંચનાર ઓછા...આમ પણ કપડાં પહેરી ન્હાનારા કેટલાંક ની સંકુચિત મનોવૃત્તિ પુસ્તકના ટાઈટલ પર આવી ને જ અટકી જાય. આમ તો આ પુસ્તક પવિત્ર પ્રેમ અને સ્વાર્થી વૃત્તિ પર છે. સ્વાર્થી માણસ એક દિવસ સમજણ મળ્યેથી સાચો માણસ બની શકે... જીવને શિવ બનાવવા માંગતા સૌ કોઈએ આ પુસ્તક કોઈ પણ ક્ષોભ રાખ્યા સિવાય વાંચવું જોઈએ. જો શરમ કે સંકોચ ને રોકી કે નાથી ના શકતાં હોવ તો આ પુસ્તકના ટાઈટલ પેજ પર કોઈ ધાર્મિક નામ સાથે પૂંઠું ચઢાવી વાંચશો...વાંચ્યા પછી જરૂર પૂંઠું નીકળી દેશો અને સત્ય સ્વીકારશો. આ પુસ્તક કામ વૃતિ પર છે જ નહિ અને આવું ટાઈટલ(નામ) રાખવા પાછળનો હેતુ ખુદ ‘ભગવાન’ જાણે.
‘સંભોગ થી સમાધી સુંધી’ પુસ્તકના પહેલાં પ્રકરણના અંતમાં એક મનને સ્પર્શતો પ્રસંગ છે.
એક હતું બાળક. એક હતું ઘટાદાર વ્રુક્ષ.
રોજ શાળાએ જતાં-આવતાં એક વ્રુક્ષ નીચે રમે. ધીમે ધીમે બાળક મોટું થયું અને વ્રુક્ષને બાળક પરનો પ્રેમ વધતો ગયો. હવે તો રવિવારની રજા હોય કે બીજા કોઈ કારણે બાળક વ્રુક્ષ પાસે રમવા ન જાય તો વ્રુક્ષની બેચેની વધતી જાય. અને પ્રસંગ આમ જ  આગળ વધે....સાથે સાથે જીવન જીવવાના સુત્રો પણ...વાચકને વિચારતા કરતી પંચ લાઈનો...
-     “પ્રેમ માં પણ એવું જ છે. ન મળો તો બેચેની વધે.”
-     “પ્રેમ આનંદિત બને જયારે કોઈનો આશરો બને, અહંકાર કોઈ પાસેથી લઇ લે ત્યારે આનંદિત બને..”
-     “જ્યાં સુંધી આપણામા ‘હું’ હોય ત્યાં સુંધી પ્રેમ ન પામી શકાય કે આપી શકાય...”
-     “અહંકાર પોતાનાથી મોટા સાથે સંબંધ જોડવા પ્રયત્ન કરે જયારે પ્રેમ કોઈ પણ માટે સરખો હોય.
-     “પ્રેમ નામવા રાજી થાય, અહંકાર નામવા રાજી નથી.
-     “પ્રેમના ફૂલ જ્યાં પડે તે સમ્રાટ અને અહંકાર જ્યાં આવે ત્યાં અંધકાર”
-     “પ્રેમ આનંદિત થાય જયારે છાયા બને, અહંકાર આનંદિત થાય જયારે કોઈનું કાઈ છીનવી શકે”
-     “પ્રેમ પ્રતિક્ષા છે, અહંકાર પ્રકોપ છે”
-     “પ્રેમ બરબાદ થાય તો પણ આનંદિત થાય અને અહંકાર બધું મેળવીને પણ શૂન્ય જ હોય”
-     “પ્રેમ આપે છે, અહંકાર માંગે છે”
-     “પ્રેમ રોકે નહિ, અહંકાર શર્ત મુકે છે”
-     “પ્રેમ સમર્થન માંગે, અહંકાર શક્તિ માંગે”
-     “તૂટીને પ્રેમ આનંદિત થાય, મેળવીને પણ અહંકાર દુખી થાય”
-     “પ્રેમ આપવા જ જાય, અહંકાર ત્યાં જ જાય જ્યાં કઈક મેલાવાનું હોય”
-     “પ્રેમ દેવાની ભાષા છે, અહંકાર લેવાની ભાષા છે” 
- “પ્રેમ જયારે અનંત થાય ત્યારે રોમે રોમ સંતત્વ ની અનુભૂતિ કરે જયારે અહંકાર જયારે વધી જાય ત્યારે રાક્ષસી વૃતિઓ જન્મે”
અને કથાના અંતમાં આવતી પંચ લાઈન...
-     “પતિ પત્ની જ એકબીજાને પ્રેમ ન કરી શકે તો...? પતિ પત્ની વચ્ચેનો પ્રેમ દિન પ્રતિદિન ખુબ વધવો જોઈએ. એકબીજા માટે પોતાનું સંપૂર્ણ જીવન શૂન્ય કરી દે તેવું થાય તોજ સાચો પ્રેમ...બાકી તો સમાજ વ્યવસ્થા અને સિક્યુરિટી... ”
આ પ્રસંગને યાદ કરતાં એક મજાનો પ્રસંગ યાદ આવ્યો. વર્ષો પહેલાં નવજીવન એક્ષ્પ્રેક્ષમાં મદ્રાસ થી અમદાવાદ આવતાં કોઈ મેગેઝીનમાં વાંચેલ....
એક યુગલ રામપ્રસાદ અને કરુણા. સુખી દામ્પત્ય જીવન જીવતું. પતિ પત્ની વચ્ચે ખુબ પ્રેમ. બંને નોકરીયાત અને પોતાની નોકરીમાં ખુબ સફળ. બંને નોકરી કરતાં હોઈ આર્થિક રીતે પણ સુખી. મોભાદાર કુટુંબ અને મોભા મુજબ જરૂરિયાતો વધતી. પરીવાર ના સભ્યોની જરૂરિયાતો સંતોષવા પતિ રાત દિવસ મહેનત કરે અને જે કમાય તે પરીવાર માટે ખર્ચી નાખે. પત્ની કે સંતાન કાઈ પણ માંગણી કરે એ પૂરી કરવાં હસતાં મોઢે રામપ્રસાદ કાઈ પણ કરી નાંખે. પરિવારના સભ્યો પણ ક્યારેય એ ન વિચારે કે પોતાના પિતા કે પતિ આ વ્યવસ્થા કરે છે કેવી રીતે ? પરિવારની માંગણીઓ સંતોષવા પોતાની તમામ કમાણી વાપરે અને કમાણી પૂરી થાય તો પોતાનો કોઈ દાગીનો કે વસ્તુ વેચી મારે પરંતુ પરિવારને ક્યારેય ઓછું ન આવવા દે. રામપ્રસાદ અને કરુણાનો જીવન પ્રસંગ હ્રદય સ્પર્શી પંચ લાઈન સાથે આગળ વધે છે....‘ઓશો’ના પુસ્તક ‘સંભોગ સે સમાધી કી ઔર’ ના પ્રસંગ ‘બાળક અને વૃક્ષનો પ્રેમ’ વાળા પ્રસંગ મુજબ...
અને અંત ભાગમાં...
રામપ્રસાદ પોતાના શયનખંડમાં ગળે ફાંસો ખાઈ લટકી જાય છે. ખિસ્સામાં ચાર લીટીની એક ચિઠ્ઠી મુકીને...
‘... મારા પરિવારના પ્રત્યેક સભ્યોની માંગણી ને સંતોષવા મેં મારી તમામ સંપતિ વેચી મારી. મારી પાસે કાઈ જ ન બચતાં અને મારા દીકરાના અભ્યાસની મસમોટી ફી ભરવા અંતે કોઈને પણ જણાવ્યા વિના મેં મારી કિડની વેચી. પરિવારે બે ચાર દિવસ સહાનુભૂતિ દાખવી અને પાછી એ જ માંગણીઓ...હવે માંગણીઓ સંતોષવા મારી પાસે કાઈ નથી બચતું. હા, આ મૃત શરીર કોઈ ખરીદે તો વેચી તેમાંથી મળેલ રકમ મારા પરિવારને આપજો....’
પોલીસ અધિકારીએ જયારે કરુણા ના હાથમાં આ ચિઠ્ઠી આપી ત્યારે કરુણાએ કલ્પાંત કરતાં કહ્યું કે ઘડપણ સારી રીતે પસાર કરવાં મેં મારી બધી સંપતિ જુદી જુદી જગ્યાએ બચાવી કે મારા લોકોને સાચવવા આપી અને આજે પરિવારની સાચી સંપત્તિ મેં જીવનભર ગુમાવી.... આ પછી પણ કેટલીક પંચ લાઈનો લેખકે મુકેલ જે યાદ નથી કે યાદ કરવી પણ નથી. પરંતુ એ કથા વ્રુક્ષ અને બાળકના પ્રેમ ની કથા સાથે મળતી લાગી. વ્રુક્ષ ઠુંઠું થઇ ગયું ત્યાં સુંધી બાળકે વ્રુક્ષ પાસેથી કાઈ પણ આપ્યા સિવાય માત્ર મેળવ્યે રાખ્યું. અને પોતાના પ્રેમ ખાતર વ્રુક્ષે પોતાના ફળ,ફૂલ, ડાળીઓ, લાકડું અને છેલ્લે પોતાના થડ માંથી હોડી બનાવી વેપાર કરવા વિદેશ જઈ શકે તે માટે થડ પણ. વ્રુક્ષ એ પણ જાણે છે બાળકનો સ્વાર્થ ભરેલો પ્રેમ છે જયારે વ્રુક્ષ સમર્પણમાં માને છે.
જો આપે ‘સંભોગ સે સમાધી કી ઔર’ ન વાંચ્યું હોય તો એક વાર વાંચજો અથવા ઓડિયો સીડી મેળવી સાંભળજો. પુસ્તકનું દરેક પ્રકરણ આપમાં જીવનને જીવંત રાખવા ખુબ પ્રેમ ભરશે. જીવન, પ્રેમ અને સ્વાર્થની સમજણ આવશે.
આપનું જીવન પ્રેમથી ભારાઓ એવી અભ્યર્થના...
શુભ મંગલ થાઓ...

No comments: