Friday, August 14, 2015

SCE (School based Comprehensive Evaluation) આધારિત ઓપન બુક ટેસ્ટ



આપણે જાણીએ છીએ કે આજે પણ ઘણા (મોટા ભાગના) શિક્ષકો અને સમાજના બુદ્ધિજીવીઓ દ્વારા એવું કહેવાય છે કે શિક્ષણનું સ્તર બગાડવા પાછળના કેટલાંક કારનો પૈકી એક મહત્વનું કારણ “વિદ્યાર્થીઓની પરીક્ષાના પરીણામને ધ્યાને લીધા વિનાજ વિદ્યાર્થીઓને ફરજીયાત પાસ કરી વર્ગ બઢતી આપવાનો નિર્ણય છે...” આવી સમજણ રાખનારા મિત્રો કાંતો સત્ય સ્વીકારવા તૈયાર નથી કે તેઓને વર્ગ શિક્ષણ કાર્યની પ્રક્રિયામાં કાઈ જ ખબર પડતી નથી  અથવા તેઓએ સતત અને સર્વગ્રાહી મુલ્યાંકન વીશે સમજણ નથી. વિદ્યાર્થી નાપાસ થાય એમાં વિદ્યાર્થીનો દોષ કે શિક્ષકની કાર્ય પદ્ધતિનો...? ઘણી વાર એવું પણ જોવા મળે કે આચાર્યશ્રી વહીવટી કામની વહેચણીમાં વ્યસ્ત હોય, શાળાના એક વહીવટી પત્રકો બનાવવામાં નિપુણ શિક્ષક તિજોરી ખોલવા વખાવાના કામ સાથે બે ચાર ફાઈલ કે ચોપડામાંથી સરકાર શ્રીના કોઈ પરીપત્ર ની ભૂલ નીકાળે અને વર્ગમાં ભણાવવાનું મળતું જ નથી એવો બળાપો નીકાળી ન ગમતું પત્રક બનાવવાનું કામ કરતાં હોય તેમ દેખાવ કરનાર શિક્ષક પાછા SCE અંગે ખુબ નકારત્મક વાતો કરે તો કેટલાક મીત્રો હંમેશા શાળા બહારના વહીવટી કામમાં રોકાયેલાં હોય અને વીઝીટીંગ ફેકલ્ટીની જેમ શાળામાં મહેમાન બની ક્યારેક આવે અને વિદ્યાર્થીઓના ઘરના(પરિવારના સભ્યો) કાઈ ધ્યાન જ રાખતાં નથી કે વિદ્યાર્થીઓમાં કાઈ 'દમ' નથી એમ કહી ચિંતા કરતાં-કરતાં પોતાનો મોટાભાગનો સમય ઓફિસમાં જ પસાર કરેઅને સાથી શિક્ષક મીત્રને વાતોમાં પરાણે વ્યસ્ત રાખી પોતે મસ્ત રહે. કેટલાંક મીત્રો પોતાનો મોટાભાગનો સમય તાલીમોમાં ફરતા જોવા મળે અને પેડાગોજી વીશે પોતે ખુબ જાણકાર છે એવી ભ્રામક વાતો કરે. ખરેખર તો વર્ષમાં તાલીમ કે અન્ય કામગીરીમાં મહત્તમ ૨૫ દિવસથી વધારે શિક્ષક રોકાયેલ હોય તો તેવા શિક્ષકોને કલેરીકલ કામ સોપી તેમના સ્થાને નવા શિક્ષક નીમવા જોઈએ. આની સામે સતત વિદ્યાર્થીઓ સાથે રહી શિક્ષણ કાર્યમાં વ્યસ્ત અને મસ્ત રહેનાર શિક્ષકને જોઈએ ત્યારે વંદન કરવાની ઈચ્છા થાય. અહી, જાતે જ 'સ્વ' નું મૂલ્યાંકન કરી વિચારવા જેવું નથી લાગતું. ‘વર્ગમાં ક્યાં રહેવા મળે છે..?’ જો જવાબ આવો આવે તો સમજવું કે આપણે વહીવટી વધારે...

મૂળભૂત રીતે એ સ્વીકારવું જ રહ્યું કે આપણને સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન વીશે વિશેષ સમજણ નથી અથવા અધૂરી સમજણ છે. GCERT દ્વારા તૈયાર થયેલ SCE એ શિક્ષક માટે ધર્મગ્રંથ સમાન કહી શકાય. SCE ની સમજ વિના વર્ગકાર્ય કરવું એનો અર્થ કોઈ પણ હેતુ વિના કામ કરવું. ઘણાં મિત્રો આવું હેતુ રહીત કામ કરે અને અંતે ઉપચારાત્મક કાર્ય જેવાં પ્રોજેક્ટ માટે સાથી મિત્રોને મજબુર કરે છે....

આપણે ભણતાં હતાં ત્યારે વર્ષમાં બે વાર પરીક્ષા આવતી અને આખું વર્ષ....
આજે શિક્ષકે વર્ગમાં એકમ ભણાવતાં જરૂર જણાય ત્યારે મૂલ્યાંકન કરતાં રહેવું, વિદ્યાર્થીને કેટલું સમજાયંશ તે ચકાસી ન સમજાયેલ બાબતો ફરી શીખવવી. અને વિદ્યાર્થી શીખે પછી આગળ વધે. હવે તમે જ કહો કે પરીક્ષાની ક્યાં જરૂર ? જો આ પ્રકારે વર્ગ કાર્ય થાય અને શિક્ષક પોતાનો પુરો સમય વર્ગમાં વિદ્યાર્થીઓને આપે તો ઉપચારાત્મક કાર્યની જરૂર ક્યારેય ન રહે...
આવી સમજણ આપવા ૧૧ ઓગસ્ટ સવારે આઠ કલાકે અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પ્રફુલભાઈ જલુ સાહેબ દ્વારા રાજ્યના પ્રાથમિક શિક્ષણ માટે ખુબ મહત્વનો એક નવતર પ્રયોગ ‘SCE આધારિત ઓપન બુક ટેસ્ટ’ હાથ ધરવામાં આવ્યો. દરેક બ્લોક પર જીલ્લા કક્ષાના અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં બી.આર.સી.સી.શ્રી., સી.આર.સીસી.શ્રી.,પ્રોજેક્ટ સ્ટાફ, ટીપીઈઓશ્રી, કેળવણી નિરિક્ષકશ્રીઓનો ‘SCE આધારિત ઓપન બુક ટેસ્ટ’ લેવાયો. SCE ની માર્ગદર્શિકામાંથી જ ૧૦૦ પ્રશ્નો પૂછાયા જેમાં ૧ થી ૫૦ યોગ્ય વિકલ્પ  પસંદગી વાળા અને ૫૧ થી ૧૦૦ વિગતવાર સમજણ વાળા, એપ્લીકેબલ. અગાઉ પંદરેક દિવસ પહેલા જ પરીક્ષા અંગે જાહેરાત કરાયેલ હોઈ તૈયારી માટે સમય મળી રહ્યો જેનો સૌ પરીક્ષાર્થીઓને પુરતો લાભ મળ્યો. વળી ખુદ શ્રી જલુ સાહેબે દરેક બ્લોક પર પ્રોજેક્ટ સ્ટાફ અને મોનીટરીંગ સ્ટાફ સાથે બેઠક યોજી ઉપચારાત્મ કાર્ય અને SCE ની માર્ગદર્શિકા પર જરૂરી માર્ગદર્શન આપી ચર્ચા કરી, પરીક્ષાના ઉદેશ વીશે સમજણ આપી. આ પરીક્ષાનો ઈરાદો કોઈ નાપાસ થાય એ નહોતો પરંતુ સમજણ કેળવે એ હતો. પ્રોજેક્ટ સ્ટાફને શ્રી પ્રફુલભાઈ જલુ સાહેબનો આ ઉદેશ ખુબ ગમ્યો. આમતો પરીક્ષા મનને થોડી ચિંતા આપે અને લેનાર માટે અણગમો પણ...પરંતુ આ પહેલી પરીક્ષા જોઈ જેમાં પરીક્ષાર્થી તરીકે બેસવાનું સૌને ગમ્યું અને પરીક્ષા  લેનાર માટે અહોભાવ થયો. પ્રોજેક્ટ સ્ટાફનું પણ કહેવું એ છે કે રીવ્યુમાં કામની સમિક્ષા થાય અને જ્ઞાન વૃદ્ધિ માટે આ પ્રકારે પરીક્ષા થાય. અમને એક મજાનો શૈક્ષણિક અનુભવ મળ્યો. SCE ને  સમજનાર અને એ મુજબ  વર્ગકાર્ય કરનાર શિક્ષક  કહેશે કે પરીક્ષાની ક્યાં જરૂર  જ છે..? મનેતો ક્યારેક એ પણ પ્રશ્ન થાય છે કે આપણે દર યુનીટના અંતે મૂલ્યાંકન કરીએ, સતત મુલ્યાંક કરીએ, વિદ્યાર્થીના સર્વાંગીણ વિકાસ માટેના તમામ પ્રયત્નો કરીએ તો પછી આપણે પરીક્ષા શા માટે લઈએ છીએ ?


આ દિવસે અમને એક બીજો પણ મનને ખુશી આપતો અનુભવ મળ્યો. અમારી પરીક્ષા માંડલ ખાતે હતી. અમારા માટે પરીક્ષા સ્થળ નવીન સ્થળ હતું.અગાઉ અમે માંડલ ગયેલા પરંતુ આ શાળામાં નહિ. માંડલ પહોંચી અમે આ પરીક્ષા સ્થળ વીશે પૂછતા પૂછતા અમારી ભૂલના કારણે કોઈ જુદા સ્થળ પર પહોંચી ગયા. કોને પૂછવું એ મુંઝવણ હતી ત્યાં પ્રાથમિક શાળામાં ભણતો વિદ્યાર્થી આકાશ અમારી પાસે આવ્યો અને પૂછ્યું કે ક્યાં જવું છે? અમે તાલુકા શાળા કહેતા તરત તેણે કહ્યું કે મારી પાછળ આવો. તે તેની સાયકલમાં આગળ અને અમે તેને અનુસરતાં તેની પાછળ. વચ્ચે વચ્ચે જ્યાં જ્યાં વળવાનું આવે ત્યાં અમને હાથના ઈશારાથી જણાવે પણ ખરો. આકાશના નેવિગેટર તરીકેના કામથી અમને ખુબ આનંદ થતો. બાળકને અનુસરવાની મજા અલગ જ છે.  ગુગલે નેવિગેટર હમણાં શોધ્યું પરંતુ ભારતમાં તો વર્ષોથી ઉપયોગમાં લેવાય છે. પરીક્ષા સ્થળ પર પહોંચી અમે આકાશનો આભાર માન્યો. આકાશને પણ અમારી સાથેનો સંવાદ પસંદ  આવ્યો  હોય એવું  તેના ચહેરા પરથી જણાયું. અમે આભારી છીએ આકાશ અને આકાશના શિક્ષકશ્રીના....
 




આકાશ...

આકાશ...અમારો નેવિગેટર

No comments: