તારીખ ૧૨/૧૩ ઓગસ્ટ દેત્રોજ બી.આર.સી ખાતે એસ.એમ.સી મેમ્બર્સ સાથે તાલીમ બે દિવસની તાલીમ યોજાઈ. આ તાલીમમાં તાલુકાની તમામ શાળાના શાળા વ્યવસ્થા સમિતિના સભ્યો પૈકી અધ્યક્ષ અને શિક્ષણવિદ્ ને બોલાવવામાં આવ્યા. મને પણ પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થાને લાગતાં કેટલાક વિષયો પર ચર્ચા કરવાનો અવસર મળ્યો. તમામ સભ્યો ખુબ સક્રિય અને ખુબ ઉત્સાહી લાગ્યા. શાળાને લાગતાં નાનામાં નાના પ્રશ્નો પર ચર્ચા કરતાં. સફાઈ વિદ્યાર્થીઓ પાસે કરાવવી..? ઉપચારાત્મક કાર્ય શા માટે ? ધોરણ ૪ માં પણ વાંચતા લખતા ન આવડતું હોય તો વિદ્યાર્થીને ધોરણ ૧ માં મુકવો ? વાંચન-લેખન-ગણન સંદર્ભે જવાબદારી કોની...? વિગેરે વિગેરે પ્રશ્નો સાંભળી અનુભવાયું કે, 'હવે ગામડું જાગે છે.'
તાલીમ ખુબ મહત્વની હતી. જો કે વાવણીનો સમય હોઈ હાજરી માટે બાધારૂપ બની.
આગમી સમયે વિષયોનું તાલુકા કે જિલ્લા કક્ષાએ આયોજન થાય અને તાલુકા કે જીલ્લાની એસ.એમ.સી એ કરેલ નવતર પ્રયોગો અને અન્ય કામગીરીની ચર્ચા થાય તેવું આયોજન હાથ ધરાય તો વધુ પરિણામ દાયી રહે...



No comments:
Post a Comment